કવિ: Satya-Day

વીડિયો શેરિંગ એપ્લિકેશન TikTok પર પ્રતિબંધ કરવાની માંગ અને કડક કાર્યવાહીની તામિલનાડુ સરકારની જાહેરાત બાદ હવે કંપની તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. ટિક-ટૉકે કહ્યું છે કે ટિક-ટૉક પણ એપના અયોગ્ય ઉપયોગને લઇને ચિંતિત છે અને ભારતમાં યૂઝર્સને પ્રોટેક્ટ કરવા માટે નીતિઓમાં વધુ કડક કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યું છે. એપે કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા વીડિયોના રીપોર્ટ કરવાના મિકેનિઝમને વધુ સારું બનાવવામાં આવશે. ટિક-ટૉકે ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારત બહાર એક ચીફ નોડલ ઑફિસરની એપોઈન્ટમેન્ટ પ્રોસેસમાં છે, જે કાયદાકીય એજન્સી સાથે મળીને કામ કરશે. ચાઈનાના એક સ્ટાર્ટઅપ દ્વારા લૉન્ચ ટિક-ટૉક એપ્લિકેશન યૂઝર્સને શોર્ટ વીડિયો…

Read More

વલસાડના ધરમપુરમાં લાલડુંગરી મેદાનમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પરંપરા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. જ્યાં આ પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ પ્રચારના શ્રીગણેશ કરી લોકસભાની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. હવે રાહુલ ગાંધી એ દિશામાં પગલું ભરી રહ્યા છે. ધરમપુરમાં આવીને સૌ પ્રથમ રાહુલ ગાંધીએ લોકોનુ અભિવાદ ઝીલ્યું હતું. મંચ પર રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ  ઉપસ્થિત છે. રાહુલ ગાંધીએ શરૂઆતમાં આદિવાસીઓએ પરંપરાગત નૃત્યને જોયું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ…

Read More

સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણી બિલ સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતના મોટા વરાછાના રહીશોએ પાણી બીલની હોળી કરી આક્રોશ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓના મોરચાએ પાણી બીલમાં મીટર પ્રથા બંધ કરવાની માંગ સાથે થાળી – વેલણ વગાડી વિરોધ નોધાવ્યો. મોટા વરાછાની સોસાયટીઓમાં પાણી બીલમાં વ્યાજ સહિત બમણું બિલ આવતા લોકોમાં રોષ છે. જળ માટે જંગ, મીટર પ્રથા બંધ નામના કાર્યક્રમ અંતર્ગત સોસાયટીના તમામ લોકોએ પાણી બિલ સ્વયંભૂ બ્લોક કર્યા છે.

Read More

દિલ્હીમાં એકવાર ફરી આગની ઘટના સામે આવી છે. ગુરૂવારે દિલ્હીનાં નારાયણા ઔદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફેક્ટરીમાં ગિફ્ટ આઇટમ બને છે. આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ ઘટનામાં સુરતની એક મહિલાનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારનાં રોજ કરોલબાગની એક હોટલમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. દિલ્હી પોલીસે હોટલ અર્પિત પેલેસનાં જનરલ મેનેજર રાજેન્દ્ર અને મેનેજર…

Read More

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા માટે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતથી જ પ્રચારનો આરંભ કરવાનો વ્યૂહાત્મક અભિગમ અપનાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ગુરુવારે બપોરે વલસાડ લોકસભાના ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધી રાફેલ, ખેડૂતો સાથે સહાયના નામે મજાક, રોજગારી સહિતના મુદ્દે ભાજપને ભીંસમાં લેશે તેમ સમજાય છે.આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે, પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરીના પ્રારંભમાં રાહુલ ગાંધીની પહેલી ચૂંટણી સભા માટે ઉત્તર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે દહેરાદુન એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ રૂદ્રપુર રવાના થવાના હતા પરંતુ તેમનું હેલિકોપ્ટર ઉડી શકે તેવી સ્થિતિ ના હોવાથી પીએમ મોદીને એક કલાથી વધુ સમય રાહ જોવી પડી છે. વહેલી સવારથી અહિ વરસાદ પણ વરસી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દહેરાદુના રૂદ્રબપુરમાં આજે જાહેરસભાને સંબોધવા માટે વહેલી સાવરે દહેરાદુન એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે વાતાવરણ પ્રતિકૂળ હોવાથી તેમનું હેલિકોપ્ટર દહેરાદુનથી ઉડી શકે તેમ ન હોવાથી એક કલાકથી વધુ સમય સુધી પીએમ મોદી દહેરાદુનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અશોક કુમારે જણાવ્યું હતું કે પીએમ મોદી…

Read More

સામાન્ય રીતે સાસું વહુના વચ્ચે ઝઘડા થતા હોય છે અને આવા મામલા છેક પોલીસ સ્ટેશનના પગથિયા સુધી પહોંચી જતા હોય છે. પરંતુ સુરતમાં સસરા અને જમાઇ વચ્ચે થયેલા વ્યવહારના પગલે જમાઇને એક વર્ષની કેદની સજા થઇ હતી. કાપડના વેપાર માટે જમાઇએ લીધેલા ઊછીના રૂ. 6.95 લાખની રકમ પરત કવાનો ચેક રિટર્ન થતાં સસરાએ કરેલી ફરિયાદના કેસમાં જમાઇને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી જમાઇ ગૌરવ શ્રભગવાન કૌશિકને ત્રીસ દિવસમાં રકમ ચૂકવવા તેમજ રકમ ભરપાઇ નહીં કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી. મળતી માહિતી પ્રમાણે પવન મનકુલ શર્માએ તેમના જમાઇ ગૌરવનને કાપડના વેપાર માટે સાડા છ…

Read More

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બેદરકારીને લીધે શહેરભરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ૧૩ દિવસમાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૨૩૯ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂથી વધુ બે દર્દીના મોત નિપજી ચૂક્યાં છે. અત્યારે એકલા ફેબ્રુઆરી મહિનામાં જ સાત દર્દીના મોત નિપજ્યાં છે. ૨૦૧૯માં સ્વાઇન ફ્લૂએ અત્યાર સુધી ૧૦ વ્યક્તિનો ભોગ લીધો છે. અમદાવાદ મ્યુનિ.એ શહેરભરમાં કરેલા સરવેમાં ૨૭૦૦ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે. શહેરમાં જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્લૂના ૨૧૩ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યારે ત્રણ દર્દીના મોત નિપજ્યાં હતા પણ અમદાવાદ મ્યુનિ. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં…

Read More

અમદાવાદ રેંજની આર.આર.સેલની ટીમે અમદાવાદ વિરમગામ હાઈવે પાસેથી તેલાવ ગામ ની નજીક થી એક ટ્રકમાંથી લસણના કોથળા ની આડમાં લાખનો વિદેશી દારૂ પકડી પાડયો છે. આ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એ કે જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ વિરમગામ હાઈવે પરથી તેમની પાસેથી એક ટ્રક પસાર થનાર છે આ ટ્રક હરિયાણાથી આવી રહ્યો છે અને ભુજ તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે તેમણે ત્યાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબ નો નંબર ધરાવતો આ ટ્રક તેલાવ ગામની સીમ નજીકથી  પસાર થતા પોલીસે તેને રોક્યો હતો. આ ટ્રક ની પ્રથમ દ્રષ્ટિએ…

Read More

અમદાવાદ ના શાહપુર દરવાજા એક મકાનમાં ગેસનો બાટલો  લીકેજ થતા આગ લાગી હતી જેમાં ૪ ફાયરકર્મીઓ સહિત કુલ ૧૩ વ્યક્તિઓ જાણવા મળ્યું છે. આમાં એક ફાયરમેન ની હાલત ગંભીર હોવાનું પણ જણાવ્યું છે ઘાયલોને સારવાર માટે વી એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડના સૂત્રો પ્રમાણે શાહપુર દરવાજા પાસે  અમરાજી ધર્માંજીનું ડહેલુ આવેલું છે ત્યાં ગેસનો બાટલો લીક થયો હતો અને ફાયરબ્રિગેડ ને સાંજે સાડા પાંચ વાગે મેસેજ મળતા ફાયર બ્રિગેડને મેસેજ મળતાં ત્યાં પહોંચી ગયા હતા. ફાયરમેનોએ લીકેજ ગેસ ના બાટલા ને લોકોથી દૂર રાખવા માટે એક ઠંડા બેરલમાં મૂકી દીધો હતો પરંતુ લીક થયેલો ગેસ બાજુમાં આવેલા બાલાજી મંદિર…

Read More