શહેરમાં લગ્નની કંકોત્રી, બિલ પર મોદી અગેન અને પીએમ મોદીને વોટ આપવાની અપીલ બાદ મોદીની તસવીરો મૂકી એક વેપારી દ્વારા સાડી તૈયાર કરવામાં આવી છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટ પીએમ મોદીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો મોદી સાડીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્યાર સુધી પીએમ મોદીના ચાહકો માટે નમો અગેન ટીશર્ટ જોવા મળી રહ્યા હતા. જે ખાસ પુરુષો માટે મળતા હતા, પરંતુ હવે શહેરનાં ટેક્સટાઈલ માર્કેટના એક વેપારી દ્વારા મોદી સાડી બનાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ટેક્સટાઈલ માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને મોદીને વોટ…
કવિ: Satya-Day
બેચલર ઇન એજ્યુકેશન એટલે બીએડ કોર્સ આવનાર વર્ષથી ચાર વર્ષનો થઇ જશે. કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આનાથી શિક્ષાની ગુણવત્તામાં સુધારો થશે. હાલમાં બીએડ કોર્સ બે વર્ષનો હોય છે, જે ગ્રેજ્યુએશન બાદ કરવામાં આવે છે. ો. જેનાથી સ્ટુડન્ટ્સનું એક વર્ષ બચી જશે. સાથે જ ગ્રેજ્યુએશન અને બીએડ માટે અલગ-અલગ ફી આપવાની જરૂર નહીં પડે.સ્ટુડન્ટ્સને યોગ્ય રીતે ટીચર ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે જ બીએડ કરવામાં ખર્ચ ઓછી થશે. હાલમાં પ્રાઇવેટ કોલેજમાં બીએડ કોર્સ કરવા માટે એક વર્ષમાં અંદાજિત 50 હજાર રૂપિયા થાય છે. તેવામાં એક વર્ષ ઓછુ થવા પર 50 હજાર…
રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદથી પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે. અને પોલીસ પર પરિવારને હેરાન કરવાનો આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના MLA લલિત વસોયા અને કિરીટ પટેલે અલ્પેશ કથીરિયાના ઘરની મુલાકાત લીધી. તેમણે અલ્પેશના પરિવારજનો સાથે વાતચીત કરી પોલીસની હેરાનગતિ અંગે પૂછપરછ કરી હતી. હાલમાં રાજદ્રોહ કેસમાં રાજ્યની પોલીસ અલ્પેશ કથિરીયાને શોધી રહી છે.
ઘોડદોડ રોડ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આજે સવારે યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી જોકે કતારગામ માં રહેતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાય છે. નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય રાની (નામ બદલ્યું છે) ની થોડાક માસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક સાથે આંખ મળી ગઈ હતી જેથી બંને જણા પરિવારની જાણ બહાર મળતા હતા. તેમના પરિવારને તેમની વચ્ચેના પ્રેમ સબંધ મંજૂર ન હતા. જેથી ગત તારીખ 5 ના રોજ પ્રેમી પંખીડાઓ ભાગી ગયા હતા આ અંગે રાનીના પરિવારજનોએ કતારગામ પોલીસ મથકમાં ગુમ…
આજે માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પેપર લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSC પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. આજની માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો આગામી શૈક્ષણિક સત્ર 2020થી ધોરણ-10ની પરીક્ષામા શૈક્ષણિક બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જે સીબીએસસી પેટર્ન મુજબ ગણીતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવશે. ધોરણ-10નું ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝીક એમ બે લેવલના પેપર હશે. ધોરણ 10 પછી ગણિત વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ લેવલ જ્યારે ધોરણ-10 પછી ગણિત નહી…
ઉંમર 10 વર્ષ અને આટલી નાની ઉંમરમાં 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે. હવે, 12 વર્ષની ઉંમરમાં 12મું ધોરણ પાસ કરીને ભારતીય પ્રશાસનિક સેવામાં સેવા આપવાની જીદ છે. આ કારનામો કરી બતાવ્યો છે, જિલ્લા મુખ્યાલયથી 42 કિમી દૂર લોનારની કૃષ્ણા ગુપ્તાએ. મધ્ય પ્રદેશ રાજ્ય ઓપનથી કૃષ્ણાએ 10 ધોરણની પરીક્ષામાં 500માંથી 240 અંક મેળવીને સેકન્ડ ડિવિઝનમાં પરીક્ષા પાસ કરી લીધી છે. કૃષ્ણાએ આ તમામ પરીક્ષા સ્કૂલમાં જયા વિના જ પાસ કરી લીધી છે. હવે આ સત્રમાં તે 11માં ધોરણમાં પ્રવેશ લેશે અથવા એક વર્ષ બાદ તે 12માં ધોરણની પ્રાઈવેટ પરીક્ષા આપશે. અખિલેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, દરરોજ 5 કલાક સુધી…
ભાવનગર જિલ્લાના બગદાણાના માલપર ખાતે એક દીપડાએ બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં આવા બે-ચાર બનાવો સામે આવ્યા છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પરિવારને પોતાનું બાળક ગુમ થયું હોવાની માહિતી મળી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાની આસપાસ તેના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી. શોધખોળ કરવામાં આવતા નજીકમાંથી બાળકનો હાથ-પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીરના બાકીના ભાગો દીપડો…
હાલ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ કાળોકેર વર્તાવ્યો હોય તેમ દિવસેને દિવસે મૃત્યુઆંક વધતો જાય છે. તંત્રની ગુલબાંગો વચ્ચે જાણે અંધારામાં ફાંફા મારી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ રાજકોટમાં એક 50 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. રાજકોટમાં મોતનો આંકડો હવે 3 થયો હતો, જ્યારે જામનગરમાં સારવાર દરમિયાન 61 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. તે સાથે ચાલું વર્ષે અત્યાર સુધીમાં 1340 કેસો સ્વાઇન ફ્લૂના ચોપડે નોંધાઇ ચૂક્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 55થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 517 દર્દીઓ સારવાર હેઠળ છે. વિગતે વાત કરીએ તો, રાજકોટમાં…
મોટી વેડની ત્યક્તાને લગ્નની લાલચ આપી ફોસલાવી સિંગણપોરના યુવકે શારીરિક શોષણ કર્યાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના મોટી વેડ ખાતે રહેતી 32 વર્ષીય મધુબહેન (નામ બદલ્યું છે.) સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે. મધુબેને પતિ સાથે છૂટાછેડા લઇ લીધા છે. દરમિયાન ઘરે વારંવાર આવતા મુકેશ મોહન કાકડિયાએ પરિચય કેળવી મધુબેન સાથે લગ્ન કરવાન ખાત્રી આપી હતી. દરમિયાન મુકેશે મધુબહેનનું શોષણ વારંવાર કર્યું હતું. દરમિયાન મુકેશે મધુબેનની ઓળખ પોતાની પત્ની તરીકે જ આપતો પણ વિધિવત લગ્ન કરવાનું ટાળતો હતો. મધુબેને લગ્ન કરવાની વાત કરતાતો મુકેશ એલફેલ બોલી ચાલ્યો જતો હતો. મુકેશે એક વખત લગ્નના મામલે…
પ્રિયંકા ગાંધી લખનઉમાં પહોંચે એ પહેલા એનો એક ઓડિયો ત્યા પહોચી ગયો, એમાં પ્રિયંકા રાજ્યના લોકોને સાથે મળીને નવી રાજનીતિ શરૂ કરવાની વાત કરી રહી છે અને ભાવુક અપીલ કરી રહી છે. ઑડિયાંમાં પ્રિયંકા કહે છે કે હું પ્રિયંકા ગાધી વાન્ડ્રા. કાલે (સોમવારે) હું તમને મળવા લખનઉ આવું છું. મારા હૃદયમાં આશા છે કે આપણે એક નવી રાજનીતિની શરૂઆત કરીએ. એક એવી રાજનીતિ કે જેમાં તમે બધા ભાગીદાર હોવ. જેમાં મારા યુવા મિત્ર, મારી બહેનો અને દરેક કમજોર વ્યક્તિનો અવાજ સંભળાય શકે. આવો! મારી સાથે મળીને એક નવી રાજનીતિ અને એક નવાં ભવિષ્ય માટે કામ કરીએ. ‘ પ્રિયંકા સાથે રાહુલ…