Author: Satya-Day

MLA

લોકસભા ચૂંટણીના ઘંટારવ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં રાજીનામાં પડવાની સીઝન આવી છે. કોંગ્રેસ એક પછી એક એમ કુંવરજીભાઈ બાદ ઉંઝાના MLA ડૉ.આશાબેન પટેલે ગઈકાલે જ કોંગ્રેસના તમામ પદો અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આશા પટેલના રાજીનામાને લઈ ગુજરાત કોંગ્રેસ મંત્રી નરેન્દ્ર પટેલે વાતચીત કરતાં કહ્યું કે ‘આશાબેને 20થી 22 કરોડ રૂપિયા લઈ સાથે સોદો કર્યો છે અને કોંગ્રેસ તથા પાટીદારો સાથે ગદ્દારી કરી છે. આશાબેનના કોંગ્રેસમાંથી રાજીનામાથી બેનને વિધાનસભા ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા વંદના પટેલે કહ્યું કે ‘આશાબેને ભાજપ સાથે આર્થિક વ્યવહાર કરી કોંગ્રેસ છોડ્યું છે. આ ઉપરાંત બેનનું સીધું ધ્યાન ભાજપ શાસિત ઉંઝા APMC પર…

Read More
20190203 164704

વિસાવદર પાસે આવેલા જેતલવડ ગામમાં ચારણ પરિવારની એક મહિલાએ તેના ચાર સંતાનો સાથે સીમમાં કુવામાં છલાંગ લગાવી હતી. જેમાં મહિલા સહિત ત્રણ સંતાનોના મોત નિપજ્યા હતા. તેમાંથી એક પુત્રને બચાવી લેતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિસાવદરના જેતલવડ ગામમાં એક વાડીમાં 70 ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાંજીવુબેન કાળુભાઈ વિરમ નામની મહિલાએ પોતાના ચાર પુત્રો સાથે છલાંગ લગાવી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ મોટા પુત્ર રાજુને બચાવી લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હતું. રાજુના ભાનમાં આવ્યા બાદ તેની પુછપરછકરીને આગળની તપાસ હાથ ધરવામાં…

Read More
seemanchal

બિહારના વૈશાલી જિલ્લામાં સહદેવી રેલવે સ્ટેશન પાસે રવિવારે લગભગ ચાર વાગ્યે 12487 જોગબની- આનંદ વિહૈર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી સાત લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનો સમક્ષ દુખ વ્યક્ત કર્યું હતું અને તેમને ધીરજ રાખવા જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ વિભૈગે જણાવ્યું હતું કે આ ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે અને સાત લોકોના મૃત્યુ થયા છે. હાલ આ તમામ ઘાયલ યાત્રીઓને સારવાર અર્થે જિલ્લાની હોસ્પિટલ અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે…

Read More
20190203 132239

નવસારીમાં આદિવાસી મહિલાઓએ કેટલાક પ્રશ્નોને લઈને આજ રોજ સરકાર વિરોધ રેલી પ્રદર્શન કર્યું હતું. આ રેલીનું આયોજન ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. જેમાં એક હજારથી વધારે આદિવાસી મહિલાઓ જોડાઈ હતી.સમાજના વિવિધ પ્રશ્નો જેવા કે વ્યસન  અને દારુ પર પાબંધીથી માંડીને ઘણા સમાજીક  પ્રશ્નોના વિરોધમાં મહિલાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ રેલી પ્રદર્શન કર્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેલીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા. આ તમામે ભેગા થઈને ભાજપ સરકાર વિરુદ્ઘ રેલી પ્રદર્શન કર્યું હતું.

Read More
HUMLO

ચાલુ સપ્તાહની શરૃઆતમાં ઉત્તરપૂર્વ નાઇજીરિયાના  આંતરિયાળ રન નગરમાં બોકો હરામના આતંકીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૬૦ નાગરિકો માર્યા ગયા હોવાનું એમેનેસ્ટી ઇન્ટરનેશનલે આજે કહ્યું હતું. માનવ અધિકાર માટેની સંસ્થાના નાઇજીરિયાના ડાયરેકટર ઓસાઇ ઓજીઘોએ કહ્યું હતું કે  ઓછામાં ઓછા ૬૦ લોકો માર્યા ગયા હતા અને સેટેલાઇટ છબીઓમાં કેટલાક ઘરોને પણ બાળી નાંખ્યા હોવાનું તેમણે કહ્યું હતું. આ તમામ ઘરો બેધર બનેલા લોકો માટે બનાવવામાં આવ્યા હતા જે તમામને સામુહીક રીતે બાળી નાંખ્યા હતા.’રન નગરમાં ૧૧ મૃત્યુદેહ મળ્યા હતા અને ૪૯ અન્યત્રથી મળ્યા હતા, એમ ઇ-મેલ કરીને કહેતા તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ ૫૦ લોકો લાપતા છે. રન નગરમાં માર્યા ગયેલાઓને…

Read More
BOM

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ હોવાના મેસેજ મળ્યા હતા. જેના પગલે એરપોર્ટ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયન મેનેજરને જાણ કરી હતી. બોમ્બ હોવાના મેસેજ સાથે જ એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ ટીમ એક્સનમાં આવી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે બોમ્બના મેસેજના પગલે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું. સાથે સાથે બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ દ્વારા એરપોર્ટની તપાસ હાથધરવામાં આવી હતી. સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ ઉપર દોડી આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચિરાગ મહેતા નામના વ્યક્તિએ ફોન કરીને બોમ્બ હોવાની જાણ કરી હતી. જેમાં…

Read More
ATM

જમનગરમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ 6 લોકો સાથે છેતરપિંડી કરીને 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી રહી હતી. આ આરોપીઓ ATM-ડેબિટ કાર્ડથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. સાયબર સેલમાં આ મામલે ફરિયાદ થઈ હતી. સાયબર સેલે ફરિયાદના આધારે 4 શખ્સોની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસને 1 લાખ રૂપિયા રોકડા, 15 ATM, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

Read More
earthquake

રાજધાની દિલ્હી અને NCRના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુંભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદૂકુશ પર્વત જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.4ની નોંધવામાં આવી છે. જો કે, હાલ ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અમેરિકન એજન્સી EMSC તરફથી ભૂકંપની તીવ્રતા 5.8 રિક્ટર સ્કેલ જણાવવામાં આવી રહી છે.    

Read More
st bus andolan

રાજ્યમાં ઘણા લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા રહે છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હતો છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ કે તો આ સમાચાર તમારા માટે છે. આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. તમને જણાવી દઇએ કે, સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ 5મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડશે. STના ત્રણ યુનિયન દ્રારા સંયુક્ત આંદોલન કરાશે. ઉલ્લેખનીય છે કે સાતમાં પગારપંચનું અમલ કરાવવા માટે એસટી…

Read More
24

અમેરિકામાં ભારતીય એમ્બસીએ પે એન્ડ સ્ટે યુનિવર્સિટી વીઝા કૌભાંડમાં અમેરિકાના અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલા 129 ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે 24/7 હોટલાઇન શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસવાટ કરવા માટે એક બોગસ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા અંગે ધરપકડ કરાયેલા 130 વિદેશી વિદ્યાર્થીઓમાં 129 ભારતીય છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતીય એમ્બસીના બે વરિષ્ઠ અધિકારીઓ બે નંબરો 202-322-1190 અને 202-340-2590 પર 24 કલાક ઉપલ્બધ રહેશે. આ સિવાય ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ, તેમના મિત્રો અને પરિવારના સભ્યો એમ્બસી સાથે  [email protected] મારફતે સંપર્ક સાધી શકશે. ભારતીય એમ્બસીએ ભારતીયો દ્વારા સંચાલિત પે એન્ડ સ્ટે ગેન્ગનો પર્દાફાશ થતા પ્રભાવિત થયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદનો મુદ્દો ઉકેલવા…

Read More