વેરાવળ નજીક ચોરવાડ આદ્રીની વચ્ચે દરિયામાં એક ફીશીંગ બોટ મશીનમા ટર્બો ફાટવાથી આગ લાગતા મધદરિયે સળગી ગઇ હતી. બોટમાં રહેલા ૬ ખલાસીઓને નજીકમાં ફીશીંગ કરતી બોટે બચાવી લીધા હતા. બોટ માલીકને લાખોની નુકશાની ગઇ હોવાનું જાણવા મળે છે. વેરાવળ નજીક ચોરવાડ આદ્રીના દરિયામાં ફીશીંગ અર્થે ગયેલી કિશન હરીભાઇ ગોહેલની માલીકીની જીજે 11 એમએમ 4182 નંબરની તેજ કિરણ નામની બોટમાં સવારે 11 કલાકે બોટના મશીનનું ટર્બો ફાટતા વિસ્ફોટ થઇ આગ લાગતા મધદરિયે જ ભડ ભડ સળગી ગઇ હતી. આ બોટમાં 6 જેટલા ખલાસીઓ ફસાયેલા હતા તેમને નજીકમાં ફીશીંગ કરી રહેલી મનોજ ધીરજભાઇ માલમડીની ત્રિમુર્તિ નામની બોટે તમામને બચાવી લીધા હતા.
કવિ: Satya-Day
હાલ પશ્ચિમ બંગાળમાં રાજનીતિએ ગરમા-ગરમીનું જોર પકડ્યું છે. રાજ્યની રાજનીતિને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. શનિવારે નદીયા જિલ્લાના કૃષ્ણાગુંજથી તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. પોતાના ક્ષેત્રના એક સરસ્વતી પૂજા સમારોહમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના કંઇક એવી રીતે બની હતી કે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસ સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં મંચ પરથી નીચ ઉતર્યા અને પછી હુમલાખોરે તેમના ઉપર અચાનક જ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી હતી. આ ગોળીબારમાં તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય…
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે. પોલીસને આશંકા છે કે, દારૂમાં ઉંદર મારવાની દવા નાખવામાં આવી છે. જેથી લઠ્ઠાકાંડ સર્જાયો. યુપી પોલીસે અત્યાર સુધીમાં 30ની ધરપકડ અને 25 જેટલી એફઆઈઆર દાખલ કરી છે. જ્યારે કે, 400 લીટર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ આંકમાં હજી પણ વધારો થઈ શકે. જ્યારે લઠ્ઠાકાંડમાં 120થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સહારનપુર જિલ્લાના નાગલ, ગાગલહેડી અને દેવબંદ વિસ્તારમાં 46થી વધારે લોકોના મોત થયા. લાપરવાહીના કારણે યુપીમાં 15 અને ઉત્તરાખંડમાં 13 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઘટના અંગે મેજિસ્ટ્રેટી તપાસના આદેશ…
બાળ લગ્નોની બાબતમાં એક સમયે રાજસ્થાનનો નંબર વન હતો પરંતુ હવે પશ્ચિમ બંગાળ બાળલગ્નોની બાબતમાં નંબર વન બની ચૂક્યું છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16ની પ્રગટ થયેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું કે સગીર વયની બાલિકાઓનાં લગ્નની બાબતમાં હવે પહેલો નંબર મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો છે. અગાઉ રાજસ્થાનનો પહેલો નંબર હતો. આ રિપોર્ટમાં જણાવાયા મુજબ 2005-06 સુધી બાળ લગ્નના મુદ્દે પહેલો નંબર બિહારનો, બીજો ઝારખંડનો અને ત્રીજો રાજસ્થાનનો હતો. સમયના વીતવા સાથે રાજસ્થાન પહેલા ક્રમે બિરાજમાન થયું હતું અને 2013-14 પછી એ સ્થાન પશ્ચિમ બંગાળે લીધું હતું. જિલ્લાવાર આંકડા જોઇએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં…
સુરતના કડોદરા પાસે આવેલા સોનીયા હેમાંદમાં આજ રોજ બે બાળકો ખાડીમાં પડી ગયા બાદ લાપતા થી ગયા છે. પોલીસ વિભાગે તેમની શોધખોળ માટે રેસ્ક્યુ શરૂ કર્યું છ, પણ હજી સુધી બે માંથી એક પણ બાળકની ભાળ મળી નથી. મળતી માહિતી પ્રમાણે સુરતના સણિયા હેમાંદ પાસેથી બે બાળકો સ્કુલથી ઘરે આવી રહ્યા હતા. જો કે આ રસ્તામાં આવતી ખાડી પર એક લોખંડનો પુલ બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ પુલ પરથી જ પસાર થતા હતા. આજ રોજ આ પુલ તુટી પડવાથી વિદ્યાર્થીઓ ખાડીમાં ધકેલાઈ ગયા હતા. જો કે હજી સુધી આ બાળકોની કોઈ જાણકારી મળી નથી
વૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું પાલન કરવા વૉટ્સએપ પર દબાણ કરવામાં આવશે તો કદાચ અમારે ભારતમાંથી આ સેવા સંકેલી લેવી પડશે. કેમ કે સરકાર ઈચ્છે છે કે વૉટ્સએપ દરેક મેસેજને ટ્રેસ કરે. એટલે કે દરેક મેસેજની જાસૂસી કરે. વૉટ્સએપનું કહેવું છે, આ પ્રકારે જાસૂસી કરવી એ પ્રાઈવસીનો ભંગ છે, એ ભંગ કરવાને બદલે અમે વૉટ્સએપની સેવા સ્થગિત કરવાનું પસંદ કરીશું. વૉટ્સએપના વિશ્વભરમાં દોઢ અબજ દૈનિક વપરાશકારો છે, જ્યારે ભારતમાં રોજ ૨૦ કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં…
નસવાડી ના ખડકીયા (બો) ગામે ઉનાળો શરૂ થાય તે પેહલા પાણી ની સમસ્યા સર્જાય છે મહીલા ઓ ને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે .મહીલા પાણી ની આપવીતી જણાવતા આંખ મા આશુ આવી ગયા .50 ઘર ની આદીવાસી વસ્તી ધરાવતા ગામ મા પાણી ની સમસ્યા થી આખું ગામ દુઃખી બનતા મહીલા ઓ હેન્ડપપ પર ઉભા રહી હાથ મા દેગડા લઈ તંત્ર ને જગાડવા ભારે સુત્રોચાર કર્યા નસવાડી તાલુકા મા રાજ્ય સરકાર 14 મા નાણાં પચ ની ગ્રાન્ટ ભલે લાખ્ખો રૂપિયા ફળવતી હોય પરંતુ ગામડા ની મુખ્ય સમસ્યા નો અંત આવતો નથી નસવાડી ના ખડકીયા (બો ) ગામે 50 ઘર…
સુરત જિલ્લામાં આવેલા તાતીથૈયા ગામ ખાતે એક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતી ટેન્કરમાં બ્લાસ્ટ થતા વખતે લોકોના શ્વાસ રૂંધાયો હતો. જેમાં બે વ્યકિ્તનાં મોત થયા છે. કડોદરા જીઆઈડીસી પોલીસે ઘટનાની તપાસ ચાલુ કરી છે મળતી માહિતી અનુસાર, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરાવતા સમયે કેમિકલની દુર્ગંધથી આ દુર્ઘટના બની હતી.આ ઘટના બની તે સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી તેથી સમગ્ર ઘટના સામે આવી.મૃતકોમાં સચિનના ભરતભાઈ સાથીયા અને ચાહલનના ભવાનભાઈ ભાડીયાદ્રાનો સમાવેશ થાય છે.જેમાં એકને સારવાર અર્થે સ્મિમેરમાં ખસેડવામાં આવ્યો છે.
હેલ્થ કેરના નામે લોકો લાકો રૂપિયાની છેતરપીંડી કરતા પકડાય છે. સુરતમાં પણ આવી એક ઘટના બનવા પામી છે, જેમાં સુરતના ફિનોમલ હેલ્થકેર દ્વારા 6.94 કરોડની છેંતરપીંડી હોવાનું જાણવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમામે ફીનોમલ હેલ્થકેર દ્વારા 7 લાખ રૂપિયાની છેંતરપીંડી કરતા મહીધરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે. જેમાં પોલીસે કંપનીના એમ.ડી પ્રભાકર મિશ્રાને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે અને હેલ્થકેર ઈનસ્યોરન્સના સાત કર્મચારીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે તેણે સુરત સહિત વાપી અને અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ છેંતરપીંડી કરી છે.
સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. તેની સાથે સમગ્ર ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થઈ રહી છે. સુસવાટા ભર્યા પવનને જોતાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હજુ 2 કે 3 દિવસ ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું…