સુરતની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટરો પર આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવતા અંતે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે આ હોસ્પિટલનું ગઈ કાલે જ વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દર્દી ઉષા બેન કનુભાઈ પરમાર છેલ્લા એક અઠવાડિયાથી આ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને છાતીમાં દુખાવો હતો અને માઈનોર એટેક હોય એવું જાણવામાં આવ્યું છે. આજ રોજ તેમનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ ડોક્ટરો પર આક્ષેપ કર્યો હતો અને હોસ્પિટલમાં બબાલ મચાવી હતી. દસ દિવસ પછી તેમના દિકરાના લગ્ન હોવાથી તેમનો પરિવાર ખુબ આક્રોશમાં આવી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી…
કવિ: Satya-Day
રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કેર યથાવત છે. અને પોરબંદરની વધુ એક મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુના 106 કેસ નોંધાયા છે. અને 31 દિવસમાં 19 દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે. માત્ર રાજકોટમાં જ સ્વાઈન ફ્લુના 31 કેસ દાખલ થયા હતા. જેમાં ચાર લોકોનો મોત થયા. રાજકોટ શહેરમાં 34 કેસ થયા અને પાંચ દર્દીઓના મોત થયા. જ્યારે અન્ય જિલ્લાઓમાં 41 કેસ થયા અને 10 દર્દીઓના મોત થયા છે. હાલ રાજકોટમાં 36 જેટલા સ્વાઇનફ્લૂ પોઝિટિવ ધરાવતા દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રિલેશનશિપમાં રહેવું એ આજકાલ એક માંગ બની ગઈ છે. ઘણી વખત સંબંધમાં હોવા છતાં લોકો વચ્ચેનો પ્રેમ અદૃશ્ય થઈ જાય છે. ગર્લ્સ ખૂબ જ ભાવુક હોય છે કારણ કે તેઓ ક્યારેક ખોટા છોકરાઓના પ્રેમમાં ફસાઈ જાય છે. ઘણીવાર એવું થાય છે કે છોકરોનો પ્રેમ સાચો છે, પરંતુ છોકરી તેને લઈને કન્ફ્યૂઝ હોય છે. જ્યારે છોકરાઓ પ્રેમમાં હોય છે, ત્યારે તેઓ તેમના સાથીનું મન રાખવા માટે મીઠી મીઠી વાતો નથી કરતા. તેઓ દરેક વસ્તુ પર તેમનો નિષ્પક્ષ અભિપ્રાય રાખે છે. જ્યારે છોકરાઓ ખરેખર પ્રેમમાં હોય છે, ત્યારે તમે કેવા કપડા પહેરો છો કે સવારે ઉછ્યા પછી તમે કેવા લાગી રહ્યા છો…
જયંતી ભાનુશાળી હત્યાકેસનો મુખ્ય આરોપી અને કચ્છ ભાજપમાં પણ મોટુ માથુ મનાતો છબીલ પટેલ વિદેશ ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જાહેર કર્યુ છે, પણ સોશિયલ મીડિયામાં તો છબીલ હજુ પણ સક્રિય હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. છબીલભાઇ ફેન ક્લબ નામના વોટ્સ એપ ગ્રુપમાં નખત્રાણા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટને તેણે બુધવારે બર્થ ડે પણ વીશ કરી હતી. એટલુ જ નહી, કચ્છના ચોક્કસ બે-ત્રણ વ્યક્તિઓની સાથે તે આજે પણ ટેલિફોનિક સંપર્કમાં હોવાની પણ વાત ચર્ચાઇ રહી છે. રાજ્યભરમાં ચકચારી જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પોલીસે જેને મુખ્ય આરોપી જાહેર કર્યો છે અને ભાજપે પણ સસ્પેન્ડ કરી દીધો છે એ વિદેશ ભાગી…
જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં છે તો તમારે સાવધાની રાખવાની જરૂર છે અને સાથે જ તમારે ફટાફટ તમારી ઇન્ટનેટ બેંકિંગનો પાસવર્ડ બદલી દેવો પડશે, કેમકે SBIની એક ભૂલના કારણે લાખો ગ્રાહકોની ખાતાની જાણકારી લીક થઇ ગઇ છે. જોકે હવે બેંક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પોતાનું સર્વર સિક્યોર કરી દીધું છે. ટેક ક્રંચની એક રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના સર્વરનુ સિક્યોર કરવાનું ભૂલી ગઇ જેના કારણે લાખો લોકોની બેંકના ખાતાની જાણકારી લીક થઇ ગઇ. વાસ્તવમાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેંક પોતાના સર્વરને પાસવર્ડથી સિક્યોર કર્યા વગર જ છોડી દીધું, એવામાં કોઇ પણ બેંક…
અમેરિકાના કેંટુકી રાજ્યમાં અપમાનના ગુના હેઠળ એક હિન્દૂ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે, ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેંકવામાં આવ્યો છે અને મુખ્ય સભામાં રાખેલી ખુરશી પર ચાકૂ ગોપવામાં આવ્યું છે. લુઇસવિલે શહેરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રવિવારે રાતથી મંગળવારની વચ્ચે આ ઘટના બની છે. સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર, તોડફોડમાં ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેંકવામાં આવ્યો છે, બારીઓ તોડી નાખવામાં આવી છે, દીવાલો પર ખોટા સંદેશ અને ચિત્ર બનાવવામાં આવ્યા છે. ખુરશી પર ચાકૂ ગોપવામાં આવ્યું અને તમામ કબાટો ખાલી પડ્યા હતા. કેંટુકીના લુઇસવિલામાં રહેનાર ભારતીય અમેરિકા સમુદાય આ ઘટનાથી ડરનો માહોલ ફેલાયેલો છે. અધિકારીઓ આ ઘટનાને અપમાનનો ગુનો…
વલસાડની સોનવાડા આશ્રમશાળામાં ભણતાં આંબાજંગલના વિદ્યાર્થી કુદરતી હાજત રોકી ન શકતા રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. જેના પગલે ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને કડકડતી ઠંડમાં પાઇપથી પાણીનો મારો ચલાવ્યા બાદ લાકડીથી ઢોર માર મારીને ભારે અત્યાચાર ગુજાર્યો હતો સોનવાડા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા 37 વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને ગત તા. 28-1-2019ના રોજ રાત્રે 9.30 કલાકે આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્મ દેવજી ટંડેલે બહારથી તાળું મારી દીધું હતું. રાત્રી દરમિયાન ધોરણ 6ના એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોવાથી રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે શિક્ષકે…
ટીવી એકટર રાહુલ દીક્ષિતે મુંબઇમાં આત્મહત્યા કરી લીધી છે. બુધવારના રોજ આત્મહત્યાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. 28 વર્ષના રાહુલે પોતાના ઓશિવારા સ્થિત ઘરમાં જ ફાંસીએ લટકી ગયો હતો. એકટરે કયા કારણોસર પોતાનો જીવ ગુમાવી દીધો તે હજુ સામે આવ્યું નથી. પરંતુ રાહુલના પિતા મહેશ દીક્ષિત દીકરાના અચાનક નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ થઇ ગયા છે. તેના ફેસબુક પર દીકરાના નિધનને લઇ દુ:ખ વ્યકત કર્યું છે. સાથો સાથ એક પોસ્ટમાં લખ્યું- દુનિયાને કેમ છોડીને જતો રહ્યો રાહુલ. એકટરના પિતા ફેસબુક પર દીકરાના નિધન સાથે જોડાયેલી…
અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે મોદી સરકારને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રિશ્ચિયન મિશેલ બાદ આ મામલે વધુ બે આરોપી રાજીવ સકસેના અને દીપક તલવારને ભારત લાવવામાં આવ્યાં છે. હાલમાં બંને આરોપીઓને ઇડીની ઓફિસમાં રાખવામાં આવ્યા છે. આ કૌભાંડમાં વેપારી આરોપી રાજીવ સક્સેનાને સંયુક્ત અરબ અમીરાતની દુબઇ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. ભારત પહોંચતા જ ઇડીએ રાજીવ સકસેના અને દીપક તલવાની ધરપકડ કરી લીધી છે. આ મામલે ધરપકડ કરાયેલા ક્રિશ્ચિયન મિશલ બાદ આ પ્રકારની બીજી કાર્યવાહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે લોબિસ્ટિક દીપક તલવાર દુબઇ ભાગી ગયો હતો. રાજીવ સકસેના સિવાય મની લોન્ડ્રીંગના આરોપી દીપક તલવારને પણ ભારત…
અમેરીકાની અમૂક ખાનગી કંપનીઓ સામાન્ય લોકોને અંતરીક્ષનો અનુભવ અપાવવાના પ્રયાસમાં છે. અમેરીકાની ટેક્સાસની કંપની Orion Spanનો દાવો છે કે તેઓ સ્પેસની પ્રથમ લગ્ઝરી હોટેલ બનાવવા જઈ રહ્યાં છે. જણાવાઈ રહ્યું છે કે આ હોટેલ 2021માં લૉન્ચ થશે અને 2022 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે. એક અંગ્રેજી મીડિયા મુજબ, આ હોટલનુ નામ Aurora Station રાખવામાં આવશે. આ હોટલમાં રહેનારા લોકોને ખાસ પૈસા ચૂકવવાના રહેશે. આ હોટલમાં રહેવા માટે બે ક્રૂ મેમ્બર અને ચાર યાત્રિઓ માટે જગ્યા આપશે. આ હોટલની યાત્રામાં લગભગ 12 દિવસનો સમય થશે. કંપનીનો દાવો છે કે લોકોએ અત્યારથી તેમની વેબસાઈટ પર બુકિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે.…