વર્લ્ડ બેન્ક પ્રથમ વાર કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરી રહી છે. વર્લ્ડ બેંકે AMCને બોન્ડ પેટે ધિરાણ આપવા માટે MOU થયા છે. આજ રોજ વર્લ્ડ બેંકના વડાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. CM સાથેની મુલાકાત દરમિયાન રોકાણ મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં 5 વર્ષ દરમિયાન પર્યાવરણ જાળવણી માટે થશે રૂ.7000 કરોડનું રોકાણ થશે. વર્લ્ડ બેંકની ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન સાથે CM રૂપાણીની હાજરીમાં AMCએ પર્યાવરણ મામલે MOU કર્યા છે. જેમાં મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2019થી 2024 દરમ્યાન 7 હજાર કરોડના રોકાણનો લક્ષ્ય છે. ક્લાઈમેટ ચેંજથી આડઅસરો, પ્રદૂષણ ઘટાડવા માટે સ્ટ્રેટેજી બનશે.…
કવિ: Satya-Day
સુમન કુમારી પાકિસ્તાનમાં દીવાની ન્યાયાધીશ નિયુક્ત થનારી પ્રથમ હિંદુ મહિલા બની ગઇ છે. મીડિયામાં એવાં સામે આવેલાં સમાચારમાં આ અંગે જાણકારી આપવામાં આવેલ છે. કમ્બર-શાહદકોટ નિવાસી સુમન પોતાનાં પૈતૃક જિલ્લામાં જ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપશે. એક ખાનગી સમાચાર પત્ર અનુસાર, તેઓએ હૈદરાબાદથી એલએલબી અને કરાંચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન સાથે કાયદામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે. સુમનનાં પિતા પવન કુમાર બોદાનનાં અનુસાર સુમન કમ્બર-શાહદદકોટ જિલ્લાનાં ગરીબોને મફત કાયદાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવા ઇચ્છે છે. તેઓએ જણાવ્યું કે, ‘સુમને એક ચેલેન્જપૂર્ણ વ્યવસાય પસંદ કર્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે ખૂબ મહેનત અને ઇમાનદારીથી ઉંચો મુકામ હાંસલ કરશે.’…
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય દર્શનાબેન જરદોષના ઘરે આજ રોજ મહિલાઓનું ટોળું એકઠું થયું હતુ અને તેમના ઘરને ઘેરી વળ્યા હતા. મહિલાઓના આ ટોળાને જોઈને સુરત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ન્યાય માટે આવેલી મહિલાની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે જીતુ વાઘાણીએ કોંગ્રેસ વિશે વિવેદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસે અનેક વાર જન્મ લેવા પડશે. તેમના આ નિવેદનના વિરોધમાં કોંગ્રેસી મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો.
શહેરમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના નીતિન રામાણી વિજેતા થયા છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6317 મતથી વિજયી થયાં છે. નીતિન રામાણીએ અપક્ષ ઉમેદવાર સંજય વાઘેલાને મ્હાત આપી છે. મહત્વનું છે કે 58 હજાર 569 મતદારમાંથી માત્ર 18 હજાર 228 મતદારોએ જ મતદાન કર્યું હતું. રાજપીપળા, સૂત્રાપાડા અને ભાવનગરની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. રાજપીપળા પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા. રાજપીપળા નગરપાલીકામાં ચંદ્રિકા વસાવાની 145 મતથી જીત થઈ છે. ભાવનગરની પાલીતાણામાં વોર્ડ નંબર-3ની પેટાચૂંટણીમાં 294 મતે કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર અનવર…
એક તરફ, લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા પણ નજીક આવી રહી છે. ત્યારે લગ્ન સિઝન દરમિયાન બેન્ડ બાજા અને ડીજે જોવા મળે છે. આ ડીજે રાતે વગાડવામાં આવતા હોવાથી તેનાથી અવાજ પ્રદુષણ ફેલાતુ હોય છે. અવાજ પ્રદુષણ સહિત અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈને સુરત પોલીસ કમિશનરે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ એક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ સ્ટેશનને આ મામલે ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે. પરિપત્ર મુજબ, હવે શહેરમાં રાતે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યા…
એસ.ટી.કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી તા.૫ ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા પૂનઃઆંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું છે. ઘણા લાંબા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનોનું સુખદ નિરાકરણ હજુ સુધી ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળનું આખરી અલ્ટીમેટમ આપી દીધું છે. સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો, ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી, વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોનો નોકરી આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી છે. વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ કરી દેવાઇ છે. તે રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવાની માંગણી છે. ખાનગી વાહનો ભાડે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલેકે 30મીએ સુરત આવશે. સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન. ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશમાં પ્રથમવાર PM નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરશે. સેન્ટર રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમમાં ચારે બાજુ બેઠેલા તમામ લોકો વડાપ્રધાનને આંખથી આંખ મેળવીને નિહાળી શકશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત પી.એમને ચક્કર નહીં આવે તે રીતે રિવોલ્વિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 7 મિનિટમાં રિવોલ્વિંગ સ્ટેજ એક રાઉન્ડ પુરો કરશે. એટલે કે એક કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન 9 વાર ઇન્ડોર સ્ટેડિયમના ચક્કર લગાવશે. મેક ઇન્ડિયા ટેકનોલોજી અંતર્ગત એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓએ રિવોલ્વિંગ સ્ટેજની ટેકનોલોજી મુકી છે.…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને શિક્ષણ સાથે રોજગારી સર્જન માટે રાજ્યમાં તા. 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી-2019 સુધી 33 જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજીને હર હાથ કો કામ નો મંત્ર પાર પાડવાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, 60 ટકાથી વધુ યુવાશકિત ધરાવતા ભારતમાં યુવાધનના શકિત સામર્થ્યને યોગ્ય રોજગાર અવસર આપીને ગુજરાત રોજગાર સર્જન અને યુવાશકિતને નિખાર આપવામાં પણ રોલ મોડેલ બને તેવી નેમ છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે 60 હજારથી વધુ રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેર નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભૂતકાળના શાસનોમાં…
ગાંધીનગરમાં હાલમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાંથી અમદાવાદમાં રહેતો એક શંકાસ્પદ વેપારીને વીવીઆઈપી ઝોનમાંથી સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યો હતો. આ વેપારીની છેલ્લા દસ દિવસથી ગાંધીનગર પોલીસ અને એચીએસ શોધખોળ કરી રહી હતી. જેમાં તેના દુબઈ , શારજહાં સાથેના ઘણા સબંધો પકડાયા છે. અમદાવાદમાં રહેતો આકીબ મેમણ એન્ટીક વસ્તુઓનો વેપારી છે. વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન પ્રસંગમાં તેને વીવીઆઈપી ઝોનમાંથી વડાપ્રધાનની સુરક્ષા એજન્સીઓએ તેને પકડી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આકીબ મેમણ મંદિરમાં પહોલા માળે ઓમાનના ડેલિગેશન સાથે પ્રવેશ્યો હતો અને જે કારમાં તે આવ્યો હતો તે કાર તેણે અસલાલીના ઘનશ્યામ એસ્ટેટથી તેમણે ભાડે લીધી હતી. આ મંદિકના મુખ્ય પ્રવેશ દ્વારા પર…
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે 4 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત બંધના એલાનને આપવામાં આવતા સમર્થનની વાતને નકારી હતી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડીયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે હિરા ઉદ્યોગમાં રત્ન કલાકારોનું શોષણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં 4 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત બંધનું ઓલાન કરવામાં આવ્યું છે. આ વાયરલ મેસેજ અંગે ડાયમંડ વર્કરના ગૃપે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ સુરત બંધનના એલાનને ડાયમંડ વર્કર યુનિયનનું સમર્થન નથી. જણાવી દઈએ કે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોને થતા…