કવિ: Satya-Day

વર્લ્ડ બેન્ક પ્રથમ વાર કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરશે. વર્લ્ડ બેંકે AMCને બોન્ડ પેટે ધિરાણ આપવાની તૈયારી દર્શાવી છે. આગામી 29 જાન્યુઆરીએ વર્લ્ડ બેંકના વડા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે. CM સાથેની મુલાકાતમાં કેટલું રોકાણ કરશે તેના વિશે ચર્ચા થશે. આ મુલાકાત બાદ વર્લ્ડ બેન્ક કેટલું ધિરાણ કરવાની તૈયારી દર્શાવી છે તેની માહિતી પ્રાપ્ત થશે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલ્ડ બેંકે 500 કરોડ બોન્ડ ખરીદવાની તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે AMCએ આ વર્ષે પોતાના વિવિધ પ્રોજેટ માટે 200 કરોડના બોન્ડનું રોકાણ NSEમાં કર્યું છે. હવે તે વર્લ્ડ બેન્ક પાસેથી બોન્ડ પેટે ધિરાણ લેશે. તો…

Read More

દેશના સૌથી મોટો એવોર્ડ ભારત રત્નની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વખતે ત્રણ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી, સમાજસેવી નાનાજી દેશમુખ અને ગાયક ભુપેન હઝારીકાનો સમાવેશ થાય છે. નાનાજી દેશમુખ અને ભુપેન હઝારીકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમે ટ્વિટ કરીને કહ્યું હતું કે પ્રણવ દા અમારા સમયના એક શાનદાર નેતા છે. તેમણે નિસ્વાર્થ અને થાક્યા વગર દશકો સુધી દેશની સેવા કરી છે. દેશની…

Read More

હાઇવે પર તમારે મુસાફરી દરમિયાન એટલા જ પૈસા ચુકવવા પડશે જેટલી તમે સફર કરી હોય. તે સ્પષ્ટ છે કે જો તમે મુસાફરીની મધ્યમાં ટોલમાંથી બહાર નીકળવા માંગતા હોય, તો સમગ્ર ટોલ પર શુલ્ક લેવામાં આવશે નહીં. ઉપરાંત, તમારે વારંવાર ટોલ પ્લાઝા પર અટકવું પડશે નહીં. આ ઉપરાંત, આ ટોલ પ્લાઝને દૂર કરવાની તૈયારી પણ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) દેશના તમામ મુખ્ય ધોરીમાર્ગો પર Pay As You Go પોલિસી અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. નવી ટોલ ટેક્સ નીતિમાં ટેક્ષને મુસાફરીનાં કિ.મી. સાથે હવે જોડવામાં આવશે. એટલે કે જો ઓછી મુસાફરીને લઇ ઓછો ટોલ અને વધારે મુસાફરીને લઇ…

Read More

હાર્દિક પટેલના બે દિવસ પછી લગ્ન છે ત્યારે એક દિવસ માટે સુરત આવેલા હાર્દિકની વરાછા પોલીસે ગેરકાયદેસર રેલી અને રાયોટીંગના ગુનામાં ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, પોલીસ સ્ટેશનમાંથી હાર્દિકને જામીન મળી જતા તેને રાહતનો શ્વાસ લીધો હતો. તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલના નેતા હાર્દિક પટેલની વિરુદ્ધ સમગ્ર રાજ્યભરમાં કેસો નોંધાયેલા છે. ત્યારે સુરતમાં એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની વરાછા પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન નંબર 20-2018નો ગુનો નોંધાયેલો છે. જેમા આઈપીસીની કલમ 143,145,149,152,34(1),186 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ પહેલા 10-1-2018ના રોજ પાટીદાર આંદોલન સાથે…

Read More

દમણના કન્ટ્રક્શન વિભાગના એક અધિકારીની સેક્સ સીડીની ક્લિપ વાયરલ થઈ છે. અધિકારીને ફસાવીને માત્ર 25 લાખ પડાવવાના ઇરાદે આ વીડિયો બનાવાયો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 21 સેકન્ડની ક્લિપમાં અધકારી દેખાઈ રહ્યો છે પણ તેની સામેની વ્યક્તિ દેખાતી નથી. હાલમાં ગુજરાતના ચકચારિત ભાનુશાળી હત્યા કેસમાં જેમની સંડોવણી છે એ મહિલા અને તેની મંડળીએ જ આ પરાક્રમ કર્યું હોવાની માહિતી મળી રહી છે. અધિકારીની સેક્સ સીડીની ક્લિપિંગ્સ જોતા એવું લાગી રહ્યું છે કે, કોઇક પ્રોફેશનલ ગેંગ દ્વારા અધિકારીને બ્લેક મેઇલ કરવાના ઇરાદે ફસાવીને તેમની સીડી ઉતારી દેવામાં આવી હોય. હાલ આ સીડીની ક્લિપિંગ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હોવાથી  સમગ્ર વલસાડ અને…

Read More

સોનગઢ ખાતે 70 માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. આ યાત્રાનું વિશેષ આકર્ષણ 1107 ફૂટ લાંબો તિરંગો બની રહ્યો હતો. યાત્રામાં વિવિધ વેશભૂષા તેમજ ટેબલો પણ લોકોનું ધ્યાન ખેંચતા હતા. આ યાત્રામાં 1200 જેટલા શાળાના બાળકો જોડાયા હતા, તે સૌના ચહેરા પર એક અનોખો આનંદ અને ઉત્સાહ જણાતો હતો. દોઢ કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રાને ગુજરાત ની સૌથી મોટી તિરંગા યાત્રાનું બહુમાન મળ્યું છે. યાત્રાએ નગરમાં પ્રવેશતા લોકોએ ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય રંગે રંગાઇ ગયું હતું.

Read More

અમદાવાદ તથા ગુજરાતના અન્ય શહેરોનાં સાઈબાબાના ભક્તો માટે ખુશખબર છે. મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી માટે કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત અમદાવાદ નાસિક વચ્ચે સસ્તા દરની સીધી ફ્લાઈટ 13 મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ‌સામાન્ય નાગરિકો પણ સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે તે માટે કેન્દ્ર સરકારની ઉડાન યોજના છે. ગુજરાતમાં પણ પ્રથમ તબક્કામાં અમદાવાદથી બોમ્બે અને પોરબંદર સુધીની સસ્તા દરની હવાઈ મુસાફરી ચાલુ કરી છે. હવે ફરીથી 13મી ફેબ્રુઆરી અમદાવાદથી નાસીક વચ્ચેની હવાઈ સેવા શરૂ થઈ રહી છે, જેનું ભાડું 2060 રૂપિયા રહેશે. ગાંધીનગરમાં આજે ઉદયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદ હેઠળ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં…

Read More

ગોવા દરેકનું મનપસંદ હરવા ફરવાનું ડેસ્ટિનેશન છે. જો કે અહીં આવીને કેટલાક પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજ્ય સરકારે પ્રવાસી વ્યપાર કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ જાહેરમાં કૂકિંગ (રાંધવાનું) કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન બદલ વધુ આકરા પગલાં રૂપે જેલની પણ સજા થઈ શકે છે. ગોવાના પ્રવાસન મંત્રી મનોહર અજગાઁવકરે જણાવ્યા મુજબ ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ કૂકિંગ કરનારા લોકોને રૂ. 2,000-10,000 હજારનો દંડ ફટકારાશે. આ અંગે પ્રવાસી વ્યાપાર કાયદામાં સુધારો ગોવાની વિધાનસભાના આગામી સત્રમાં કરાશે. આગામી સત્ર 29 જાન્યુઆરીના મળી…

Read More

દરરોજ એવા સમાચાર આવે છેકે ગુજરાતના આ વિસ્તારમાંથી આટલા લાખનો દારૂ ઝડપાયો, જે દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે. કોઇને કોઇ રીતે રાજ્યમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ વડોદરામાં રોડ પરથી દારૂની પોટલીઓ મળી આવી હતી, જોકે હવે રાજ્યમાં વ્હિસ્કીને પણ પોટલીના સ્વરૂપમાં વેચવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. ગુજરાતમાં FSSI માર્કા સાથે વિદેશી દારૂના પાઉચનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બેંગાલુરુથી બિસ્કિટ અને ચોકલેટની આડમાં ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. તેમજ આ વ્હિસ્કીની પાઉચની એક્સપાયરી ડેટ દેશી દારૂની પોટલી કરતા વધારે છે એટલે કે વ્હિસ્કીના પાઉચ 6 મહિના સુધી ચાલી શકે…

Read More

ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને છેક ગુજરાત સુધી ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતની જો વાત કરીએ તો નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. ઉલ્લેખનીય છે કે, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ડીસામાં 9 ડિગ્રી. જ્યારે ભુજ, અમરેલી અને ઈડરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આપને જણાવી દઇએ કે, ઠંડીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાતવાસીઓ ઠુંઠવાઈ ગયા છે. તો વહેલી સવારે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.…

Read More