‘વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે મારી પાસે રૂપિયા નહોતા એટલે મારી માતાના દાગીના ગીરવે મુકીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારે જીતવું કે, હારવું એ મને ખબર નહોતી પરંતુ માતાના દાગીના પરત લાવવા એ જ મને યાદ હતું. ખુબ જ સંઘર્ષ કરીને આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.’ મધ્યપ્રદેશમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ઈન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 52 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવનાર દિપક મોરેએ પોતાનો સંધર્ષ જણાવ્યો હતો.. આ સ્પર્ધા 17થી 20 જાન્યુઆરી સુધી મધ્યપ્રદેશમાં યોજાઈ હતી. સ્પર્ધા પહેલાં અનેક લોકોએ મદદ કરવાનું કહ્યું હતું પરંતુ સ્પર્ધા નજીક આવી એટલે મદદ કરવાનું કહેનાર લોકોએ મદદ ન કરતાં દિપક મોરેએ માતાના દાગીના ગીરવે મુકવા…
કવિ: Satya-Day
બેટરી સ્વૉપ’ (બેટરી બદલી શકાય તેવી) ટેક્નોલોજીવાળી દેશની પ્રથમ ઈલેક્ટ્રિકલ બસ અમદાવાદમાં શરૂ થશે. 35 કિલોમીટરનો RTOથી RTO સુધીનો સર્ક્યુલર રૂટ એક જ વાર બેટરી ચાર્જ કરવાથી પૂરો થશે. ત્યારબાદ ઈલેક્ટ્રિક બસ રાણીપ ડેપો પર ઊભી રહેશે જ્યાં 120 સેકંડમાં જૂની બેટરી કાઢી નવી બેટરી લગાવી દેવાશે. “S વર્ઝનના સ્પેશિયલ ચાર્જિંગ યુનિટમાં ગણતરીની મિનિટમાં બેટરી ચાર્જ થઈ જશે. લિથિયમ-આઈઓન ( lithium-ion) બેટરી બદલવા માટે તૈયાર થઈ જશે.” વાઈબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોમાં સૌપ્રથમ વખત અમદાવાદ શહેરની કસ્ટમાઈઝ્ડ ડિઝાઈનનું મોડલ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ એએમસીએ આ સૌથી મોટો નિર્ણય લીધો છે. દેશમાં પ્રથમવાર કોઈ કોર્પોરેશનમાં બેટરી સંચાલિત બસ દોડશે. વાયબ્રન્ટમાં આ…
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની વિશેષ બેઠકમાં વર્ષ 2019-20નું રૂ. 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા રજૂ કરવાનું હતું. અગાઉના બજેટમાં રૂ. 1,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરજનો પર વધારાનો કોઈપણ ટેક્સ લગાવવામાં આવ્યો નથી. મ્યુનિ. કમિશ્નરે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સોંપ્યું હતું અને હવે તેમાં સુધારા વધારા કર્યા બાદ ફાઈનલ બજેટ રજૂ કરાશે. ડ્રાફ્ટ બજેટની હાઈલાઈટ્સ આ મુજબ છે: (૧)સ્પોર્ટસને પ્રોત્સાહન માટે રિવરફ્રન્ટમાં આધુનિક સુવિધા સાથેનુ સ્પોર્ટસ કોમ્પ્લેકસ પશ્ચિમમાં એનઆઇડી પાછળ પૂર્વમાં શાહપુર સાઇડે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા ૧૦ સ્નાનાગાર જુદી જુદી ૧૦ જગ્યાએ પ્રોફેશનલ ઢબની ટેનિસ કોર્ટ…
અમદાવાદમાં એક હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર ઉમિયાધામને હવે વિદેશમાંથી દાન મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાને વિદેશમાંથી દાન મેળવવા માટેના લાઈસન્સને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ત્રણ વર્ષ પહેલા વિદેશમાંથી દાન મેળવવા માટેની અરજી કરવામાં આવી છે. તેથી ત્રણ વર્ષ બાદ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 અંતર્ગત લાઈસન્સ મંજૂર કરવામાં આવ્યુ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રિલિજિયસ, એજ્યુકેશનલ એન્ડ સોશિયલ કેટેગરી હેઠળ ગૃહમંત્રાલય દ્વારા નોંધણી કરવામાં આવી છે. મહત્વનુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 2014 બાદ દેશમાં 16 હજાર કરતાં પણ વધુ NGOના વિદેશી દાન લેવા માટેના લાઈસન્સ રદ કરી દેવામાં…
100-200 ભારતીયોને ન્યુઝીલેન્ડ લઇ જઇ રહેલી બોટ મધદરિયે જ લાપતા થઇ છે. પોલીસનું માનવું છે કે હોઇ શકે છે કે કદાચ આ બોટ આ લોકોને ન્યુઝીલેન્ડ લઈ જઇ રહી હોય. લોકોની કુલ સંખ્યા કેટલી હતી તે અંગે કોઇ માહિતી મળી નથી. કેસથી જોડાયેલા બે અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે બોટમાં જે લોકો સવાર હતા તેઓ તામિલનાડુ અને દિલ્હીથી હતા. બોટ 12 જાન્યુઆરીએ કેરળના મુનામબામ હાર્બરથી નીકળી હતી. આ ભારતીયો એક ફિશિંગ બોટમાં સવાર હતા, પ્રારંભિક તપાસથી જાણી શકાય છે કે તમામ લોકો શરણાર્થી હતા. આ કેસમાં દિલ્હીથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ પ્રભુ ધાંડાપાની છે.…
ગુર્જર અનામતની માગે એક વાર ફરી જોર પકડ્યુ છે. સવર્ણોને 10% અનામત આપ્યા બાદ ગુર્જર સમાજ પણ વિશેષ પછાત વર્ગમાં 5% અનામત આપવાની માગને લઈને એકવાર ફરી આંદોલનના માર્ગ પર છે. ગુર્જર યુવાઓએ કહ્યુ કે જે પ્રકારે સવર્ણોને 10% અનામત આપી છે. તે પ્રકારે ગુર્જર સમાજને પણ વિશેષ પછાત વર્ગમાં 5% અનામત લાગુ કરવામાં આવે. ગુર્જર સમાજે 20 દિવસમાં માગ પૂરી ના થવા પર આંદોલનની ચેતવણી આપી છે. આને લઈને આજે ગુર્જર યુવાઓએ કલેક્ટ્રેટ પર પ્રદર્શન કરીને મુખ્યમંત્રીના નામ એડીએમને મેમોરેન્ડમ સોપ્યુ અને 20 દિવસોમાં અનામત લાગુ કરવાની માગ કરી છે. ગુર્જર નેતા કર્નલ કિરોડી બેસલાએ પણ સરકારને 20 દિવસનુ…
સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં એક યુવાન ચાર રસ્તા પર રાખેલા પ્લેન પર ચડી જાય છે. યુવાનની આ હરકત જોઈ આવતાંજતાં વાહનચાલકો ઊભા રહી ગયા હતા અને યુવાનનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તેને નીચે ઊતરી જવા માટે આગ્રહ પણ કર્યો હતો. જોકે યુવાન તેની મસ્તીમાં પ્લેન પર ચડીને હરકતો કરતો રહ્યો છે. લોકોનું કહેવું છે કે યુવાન દારૂ પીને પ્લેન પર ચડી ગયો હતો અને પ્લેનનો પાઈલટ હોય એ રીતે પ્લેન ચલાવવાની સ્ટાઈલ મારતો હતો.
લગ્નમાં ડિવોર્સ અને અમુક ઉંમરે જીવનસાથી ગુમાવી દીધા પછી આપણે એવું માની લેતા હોઈએ છીએ કે હવે અહીં જીંદગીનું પુર્ણ વિરામ આવી ગયું છે. પણ દરેક પુર્ણવિરામ એક અંતની સાથે નવી શરૂઆત પણ હોઈ શકે છે. સુરતે આજે એક નવી પહેલ કરી હતી જેમાં સુરતમાં વરિષ્ઠ નાગરિકોના લગ્ન પસંદગી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્ન પસંદગી મેળામાં 300 કરતા પણ વધારે વરિષ્ઠ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ખાસ 50થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ લોકો લગ્ન માટે ઉત્સુક જોવા મળ્યા હતા. મહત્વનું છે કે સુરત અને અમદાવાદની સંસ્થાના દ્વારા સુરતમાં ગત રવિવારના રોજ પરિચય મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં દેશભરમાંથી…
લોકસભા ચૂંટણી જીતવા માટે લોકપ્રિયતા હોવી જરૂરી છે. આ લોકપ્રિયતા ફિલ્મ સ્ટારો પાસેથી મળે તેટલી તો નેતાઓ પાસેથી પણ ન મળી શકે. ભૂતકાળમાં પણ ફિલ્મ સ્ટારો પોલિટિક્સમાં જોડાઈ ચૂક્યા છે. 1991માં કરિનાના સસરા મન્સૂર અલી ખાન પટૌડી પણ ચૂંટણી લડ્યા હતા. હવે ચૂંટણી લડવાનો વારો કરિના કપૂર ખાનનો છે તેવી વાતો ચાલી રહી છે. કરિના કપૂરનું નામ આવતા જ કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. કારણ કે એક તો કરિના મહિલા છે ઉપરથી તેની લોકપ્રિયતા જગજાહેર છે. શ્વસુરના વતનમાં તેને લડાવવી એટલે એક સીટ પર કબ્જો આરામથી મળી જાય. ઉપરથી કરિનાને પ્રચાર માટે ઉતારવામાં આવે તો સાફ વાત છે કે પાર્ટીની…
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે છતા પણ દારૂની રેલમછેલ જોવા મળે છે. પોલીસ કેટલાક વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો કેટલાકમાં આંખ આડા કાન કરે છે. ગુજરાતમાં રોજ બુટલેગરો દ્વારા લાખોના કિંમતનો દારૂ ઠાલવવામાં આવે છે. લોકો તો દારુનો નશો કરે છે પણ ભાજપના આવા જવાબદાર નેતાઓ પણ નશામાં ધૂત થયેલી હાલતમાં જોવા મળે છે. અમરેલી જિલ્લામાં ભાજપના નેતા દારૂની મહેફિલ માણતા પકડાયા છે. વડીયા-કુંકાવવામાં ચાલતી દારૂની મહેફીલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા ઝડપાયા છે.આ સાથે ભાજપના ATVT મહામંત્રી અને એક બેન્ક મેનેજર સહિના લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.