કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીના સી-પ્લેનના પ્રોજેક્ટનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે નર્મદા ડેમ પાસેના તળાવ નં ૩માં સી પ્લેન ઉતારવાનું આયોજન કરાયું છે. પણ આ તળાવમાં 300 જેટલા મગર આવેલા હોવાનો અંદાજ છે જે પ્રવાસીઓ માટે જોખમી હોય તેમનું સ્થળાંતર કરવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, અગાઉ ગયા સપ્તાહે બે મગરને રેસ્ક્યુ કરીને સરદાર સરોવરમા છોડી મુકવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં માત્ર ચાર જ મગરોને પકડવામાં આવ્યા છે. તળાવમાં ૩૦૦ જેટલા મગરો હોવાનો અંદાજ છે આટલા મગરોને રેસ્ક્યુ કરવાનું કામ અઘરું તો છે જ, જોકે વન અધિકારીઓના જણાવ્યા અનુસાર મગરને સહેજ પણ તકલીફ…
કવિ: Satya-Day
સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરી દીધો છે. પંચકુલા સ્થિત સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ જૂના હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ, નિર્મલ, કુલદીપ અને કૃષ્ણ લાલને દોષિત જાહેર કર્યા છે.વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા આ ચારેય આરોપીઓની સજાની સુનાવણી 17 જાન્યુઆરીના કરાશે. એક અખબારના પત્રકારે ગુરમીત રામ રહીમના ડેરામાં મહિલાઓ પર જાતિય અત્યાચાર ગુજારમાં આવતો હોવાનો ધડાકો કર્યો હતો. જેને પગલે ઓક્ટોબર 2002માં પત્રકાર પર હુમલો કરાયો હતો અને નવેમ્બર 2002માં તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.…
સીબીઆઈના નંબર-2 અધિકારી રાકેશ અસ્થાનાને લાંચના કેસમાં તપાસ કરવાનું દિલ્હી હાઇકોર્ટે આજે જણાવ્યું હતું. આવશે. રાકેશ અસ્થાના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજે સીબીઆઈના સ્પેશિયલ ડારેક્ટર રાકેશ અસ્થાના, સીબીઆઇના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવેન્દ્ર કુમાર અને કથિત મધ્યસ્થી મનોજ પ્રસાદ સામે દાખલ કરાયેલા કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો, અને ફોજદારી કાર્યવાહી સામે મિસ્ટર અસ્થાનાની ધરપકડ નહીં કરવાના આપેલા વચગાળાના હુકમને પણ દુર કર્યો હતો. 10 અઠવાડિયામાં રાકેશ અસ્થાના અને અન્યો સામે કેસમાં તપાસ પૂર્ણ કરવા સીબીઆઈને કહેવામાં આવ્યું છે. કોર્ટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા એફઆઈઆરને પડકારતી ત્રણ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી હતી જેમાં રાકેશ અસ્થાના પર ફોજદારી…
CBI ચીફના હોદ્દા પરથી આલોક વર્માને ખદેડી મૂકવામાં આવ્યા બાદ આજે બપોરે તેમણે પોતાની સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા હતા. ગત રોજ પીએમ મોદીએ સીવીસીના રિપોર્ટ પર કાર્યવાહી કરી આલોક વર્માને સીબાઆઈ ચીફના હોદ્દા પરથી પાણીચું આપી હોમ ગાર્ડ અને ફાયર સેફ્ટીના ડીજીપી પદે ટ્રાન્સફર કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ પહેલાં આલોક વર્માને સીબીઆઈ ચીફ તરીકે બહાલ કર્યા હતા અને સિલેક્શન કમિટીની મીટીંગ બોલાવવાની તાકીદ કરી હતી. આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાના વચ્ચે વિવાદ થયા બાદ નવેમ્બર મહિનામાં સરકારે બન્નેને રજા પર ઉતારી દીધા હતા. વિગતો મુજબ સીબીઆઈના બે…
સુરતના વરાછામાં બાઈક પાર્ક કરવાના મામલે ટ્રાફીક પોલીસ સાથે થયેલા ધર્ષણ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા સામે પોલીસ ફરીયાદો દાખલ કરવામાં આ હતી. કથીરીયા વિરુદ્વ પોલીસ કામગીરીમાં દખલ કરવાની કુલ પાંચ ફરીયાદ નોંધવામાં આવી હતી.પોલીસ અધિકારીઓ સાથે વિવાદ બાદ સુરત પોલીસે સુરતના રાજદ્રોહ કેસમાં કથીરીયાના જામીન રદ્દ કરવા અરજી કરી હતી. આ અરજી અંગે આજે સુનાવણી કરવામાં આવી હતી અને બન્ને પક્ષોએ સામ-સામી દલીલ કરી હતી. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અલ્પેશ કથીરીયાએ સભ્ય સમાજમાં રહીને પોલીસ સાથે તોછડાઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો છે જેથી કરીને જામીન રદ્…
ઉતરાણની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પતંગની દોરીથી ગળું કપાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. વરાછામાં દુધવાળાનું ગળું ફ્લાય ઓવર બ્રિજના એપ્રોચ પરથી બાઈક ચલાવતી વખતે કપાઈ ગયું હતું. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં ગળું કપાઈ જવાના કારણે યુવાનનું મોત પણ નિપજ્યુ છે. આ ઘટનાઓના કારણે સુરત પોલીસ હરકતમાં આવી છે અને સુરતના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કરી લોકોની સલામતી માટે અગમચેતીના પગલા ભર્યા છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 14 અને 15 જાન્યુઆરીના દિવસે સુરતના તમામ ઓવરબ્રિજ ઉપર ટુ વ્હીલ આવવા- જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને ઓવરબ્રિજની નીચેથી અવર જવર કરવા પોલીસે જણાવ્યું છે. લોકોની…
દેશભરના નોકરી કરતાં લોકો ઓફિસનો સમય પૂર્ણ થયા પછી પણ ફોનમાં વ્યસ્ત રહે છે. ઘર પહોંચ્યા પછી પણ ઓફિસના ફોનમાં વ્યસ્ત કે ઈમેલ કરવામાં વ્યસ્ત લોકોને રહેવું પડે છે. તેના કારણે લોકોના અંગત જીવન પર પણ અસર થાય છે. લોકો નોકરી પછી પણ પરીવાર સાથે શાંતિનો સમય પસાર કરી શકતા નથી. તેવામાં લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એક પ્રાઇવેટ મેંબર બિલ રજૂ કર્યું છે. આ બિલ વિશે જાણી અને નોકરી કરતાં લોકો ખુશ થઈ શકે છે. આ બિલ અનુસાર એકવાર જ્યારે નોકરીની કલાકો પૂરી થાય ત્યાર પછી ઓફિસના કોઈ કોલ કે ઈમેલનો જવાબ આપવો જરૂરી નથી. રાઈટ ટૂ ડિસ્કનેક્ટ નામથી…
પારડી હાઇવે પર પારડી પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો અને પારડી વિશ્રામ હોટલ પાસે કારને હાઇવે બ્લોક કરી ઝડપી પાડી હતી. કારમાં દક્ષણિ આફ્રિકાનો 24 વર્ષીય નાઇજેરિયન યુવાન બ્રાઇનયર ચીકવરા અને સાથે 21 વર્ષીય તેની કઝીન સિસ્ટરને પોલીસે પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછ અને કારની જડતી લેતા તેમાંથી 88 હજાર રૂપિયાની કિંમતની 146 નંગ દારુની બોટલ મળી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને જણા આ દારૂ દમણથી લઇ આવ્યા હતા અને બંને પાસે વડોદરાની પારુલ કોલેજના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા અને બંને કઝીન ભાઈ બહેન…
સુરતના હજીરામાંથી ગઈકાલે બપોરના સમયે 3 વર્ષની એક બાળકી લાપતા થઈ હતી. ત્યારે સાંજે આ બાળકી પોતાના ઘરના પાછળના ભાગમાં લોહીલુહાણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ દુષ્કર્મના પગલે લોકોમાં આરોપી પ્રત્યે ફીટકારની લાગણી વરસી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરામાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી ગઈકાલે બપોરે ગાયબ થઈ હતી. તે ત્રણ વાગ્યાની આસપાસ મળી ન રહી હતી, જેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ સાંજે 6 વાગ્યાના અરસામાં તે ઘરના પાછળના ભાગમાં આવેલ એક ઝાડીમાંથી લોહીલુહાણ હાલમાં મળી આવી હતી. પરપ્રાંતીય પરિવારની આ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેના ગુપ્ત ભાગેથી…
મોદી સરકારે ખેડૂતોને માલામાલ કરવા મોટા પાયે પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો માટે રાહત પેકેજની સ્કીમ તૈયાર થઈ ગઈ છે, જેના પર ટૂંક જ સમયમાં નિર્ણય આવી શકે છે. નવી સ્કીમ મુજબ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જ નાખવામાં આવશે. અને મોટી વાત તો એ છે કે જે ખેડૂતો પાસે જમીન નથી તેવા માટે પણ આ યોજના લાગુ થઈ શકે છે. ખેડૂતોના દેવા માફીના બદલામાં મોદી સરકારે નવી સ્કીમ તૈયાર કરી છે. નવી સ્કીમ મુજબ ખેડૂતોને ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. જમીન વિનાના ખેડૂતોને પણ તેમાં શામેલ કરી લીધા છે. તેલંગાણા મોડેલ ઓડિશાની આ તસવીર માત્ર…