સુરતના યુવા વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામા બહુ જ વાયરલ થયો છે. પ્રેમિકા સાથે વેપારી અમેરિકા ફરવા ગયો તો પત્ની અને સગાસંબંધીઓએ હોટલમાં હલ્લાબોલ કરી દેતાં ભારે બબાલ થઈ હતી. વેપારી અને તેની પ્રેમિકાને કઢંગી અને જાહેરમાં અશ્લીલ હરકતો કરતા પકડી પાડવામાં આવ્યા હતા. ચર્ચાસ્પદ કિસ્સામા વેપારીની ઓળખ થઈ રહી નથી અને વેપારી તથા પ્રેમિકાના નામ અંગે મીડિયાવાળા તપાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે પત્નીએ જ પતિનો ભાંડો ફોડીને વીડિયો વાયરલ કરી દીધો છે. વીડિયોમાં જોવા મળે છે કે વેપારી અને તેની પ્રેમિકા હોટલમાં બેઠા છે. કીસ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. વીડિયો ઉતરી રહ્યો હોવાની જાણ થયા બાદ…
કવિ: Satya-Day
ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ ગુરુવારે ધી ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળશે. જેમાં અમદાવાદની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું…
બોલીવુડ અભિનેતા આલોકનાથ સામે નોંધવામાં આવેલી ફરિયાદ વિન્તા નંદાના બોગસ અને બદનક્ષીપૂર્ણ રિપોર્ટના આધારે થયેલી હોવાનું જણાવીને મુંબઈની સેશન્સ કોર્ટે જામીન આપી દીધા છે. આલોકનાથને કોર્ટે પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપી છે. એડિશનલ સેશન્સ જજ એસએસ ઓઝાએ જામીન મંજૂર કરતા જણાવ્યું હતું કે, સ્ક્રીન રાઈટર વિન્તા નંદાએ અંગત અદાવત રાખીને આલોકનાથ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. નંદાએ તેમના આલોકનાથ પ્રત્યેના ‘જેનો બદલો મળવાનો નથી અને જેમાં કોઈ પ્રતિસાદ મળનાર નથી તેવા પ્રેમથી’ પ્રેરાઈને આ આરોપ મૂક્યો છે. એક્ટર સામે બદનક્ષીપૂર્ણ, ખોટી, અપમાનજનક, ખરાબ ચીતરતી અને કાલ્પનિક બનાવો ઘડીને આ પ્રકારની ફરિયાદ કરવામાં આવેલ છે. કોર્ટેના નિર્ણય મુજબ, નંદા…
સેલવાસમાં એસ.એસ.લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પખવાડિયા પહેલાં સવારે કામદાર કંપનીના મશીન ઉપર કામ કરતો હતો. અકસ્માતે તેનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો. અકસ્માતમાં તેના જમણા હાથની બે આંગળીઓ કપાઈ ગઈ હતી. આલમ અન્સારીને સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં મોટી સર્જરી માટે દાખલ કરાયો હતો. તેનું ઓપરેશન ડો.ઘીસુલાલ ચૌધરીએ કર્યું હતું. પ્લાસ્ટીક સર્જન છે. ૩૨ વર્ષીય રામસુરીમણ પાલના એક હાથની ઉપરનો અને મધ્યમા આંગળી આખી દુર્ઘટનામા કપાઈને અલગ થઇ ગઇ હતી. ડો.ઘીસુલાલ ચૌધરી અને એમની સર્જનની ટીમે દર્દીનુ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. પ્લાસ્ટિક સર્જરી દ્વારા આંગળીઓનું પ્રત્યારોપણ કરવાનું નક્કી કરાયું હતું. ઈલાજ દરમ્યાન જાણવા મળ્યુ કે વચલી આંગળીની લોહીની નળી…
લોકસભામાંથી ૧૦ ટકા સવર્ણ અનામત બીલ ને પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં થી પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ગઇકાલે ૩૨૪ વોટ બીલની તરફેણમાં પાડયા હતા. જ્યારે રાજ્યસભામાં બીલને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ ફગાવાઈ હતી. જ્યારે બીલને પાસ કરવામાં આવતા પહેલાં મતદાન કરાયું હતું. નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે આજે રાજ્યસભામાં વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું અને રાત્રે સાડા દસ વાગ્યે બીલને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોવાથી આસાનીથી પાસ થઈ ગયુ. રાજ્યસામાં હાલ સાંસદોની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃત્યાંશ સાંસદો એટલે કે 163 મતની…
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જાન્યુઆરીમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદ ખાતે ‘બેહતર ભારત’ અભિયાનની શરૂઆત કરાવશે. કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં રાજ્યની વિવિધ કોલેજોના એક હજાર જેટલા NSUIના હોદેદારોને સંબોધન કરીને માર્ગદર્શન પણ આપશે. રાહુલ ગાંધી 18 જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી વચ્ચે કોઈ એક તારીખે એનએસયુઆઈના કાર્યક્રમમાં હાજરી આપશે. રાહુલ ગાંધી તરફથી આ ચાર સંભવિત તારીખ આપવામાં આવી છે. એનએસયુઆઈ તરફથી ફર્સ્ટ વોટર (પ્રથમ વખત મતદાન કરનાર)ને આકર્ષવા માટે ‘બેહતર’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ વખત મતદાન કરનાર વ્યક્તિને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાધનપુરના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધીને…
રાજ્યમાં શાળાની બસ કે પ્રવાસ જતી લગ્જરીઓના અકસ્માતના સમાચાર અવરનવાર આવતા રહે છે. ત્યારે પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર આવી રહ્યા છે. દેવગઢબારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક સ્કૂલ બસને અથડજાઇને પલટી ખાઇ ગયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઇવર અને શિક્ષકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ વિદ્યાર્થીઓને ઇજા થઇ ન હતી. તમને જણાવી દઇએ કે, અકસ્માતગ્રસ્ત બસમાં લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ…
10 ટકા ગરીબ સવર્ણ અનામત માટેનું બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં પણ પાસ થવા માટે ચર્ચા ચાલી રહી છે. આવામાં 10 ટકા સવર્ણ અનામત પર પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સૌથી મોટી જાહેરાત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે જો આ અનામત લાગુ થાય તો હું મારું આંદોલન પૂર્ણ કરી દઈશ. પરંતુ હાર્દિકે કહ્યું હતું કે સૌથી મોટો સવાલ એ છે કે અનામત લાગુ કરવાની ફોર્મ્યુલા કેવી છે અને ક્યારે લાગુ થાય છે તેના પર સૌથી મોટી શંકા છે. હાર્દિકે કહ્યું હતું સરકારે 10 ટકા સવર્ણ અનામત જાહેર તો કરી દીધી છે પરંતુ હજુ…
ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજી નગરી ટ્રેનનાં એસી કોચમાં ગોળી મારી હત્યા કરી દેવાના બનાવમાં રેલવે પોલીસ જેની સામે ફરીયાદ દાખલ કરી છે તે પૈકીની એક છે મનિષા ગોસ્વામી. મનિષા ગોસ્વામી વાપી ખાતેના અનુકુલ કોમ્પલેક્સમાં રહે છે. પતિ ગજુ ગોસ્વામી અને બે બાળકો છે. મનિષા પાંચ દિવસ અગાઉ ઘરેથી કામ માટે કચ્છ ગઈ હોવાની માહિતી મળી રહી છે. હાલ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે. મનિષા ગોસ્વામી ઉપરાંત આ કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે અને છબીલ પટેલ હાલ અમેરિકા હોવાનું પરિવારજનોના સૂત્રો તરફથી જાણવા મળી…
લોકસભાની ચૂંટણી પહેલા 10 ટકા આર્થિક અનામત આપીને સર્વણોને ખુશ કરનાર મોદી સરકારે હવે મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને ઈન્કમટેક્સમાં મોટી છુટ આપવાની અને હોમ લોનમાં રાહત આપવાની તૈયારી શરુ કરી છે. કેન્દ્ર સરકાર 2019ના ઈન્ટરિમ બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે.ત્રણ સપ્તાહ બાદ મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલાનુ છેલ્લુ બજેટ રજુ કરશે.જેમાં ઈન્મટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત થઈ શકે છે.તેની સાથે સાથે બજેટમાં સંખ્યાબંધ પ્રોડક્ટસની કસ્ટમ ડ્યુટી ઓછી કરીને ગ્રાહકો તેમજ વેપારીઓને પણ રાહત આપવામાં આવે તેવી સંભાવના છે. સરકાર મધ્યમવર્ગને ખુશ કરવા માગે છે કારણકે ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં મધ્યમવર્ગ મોદી સરકારથી નારાજ હોવાનુ દેખાઈ આવ્યુ હતુ.