કવિ: Satya-Day

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે વિવિધ સમિતિઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહ ઉપરાંત ભાજપે આ સમિતિમાં 19 નેતાઓને જવાબદારી સોંપી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીને પ્રચાર અને પ્રસાર સમિતિના પણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં જેટલી ઉપરાંત ભાજપના 7  નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકીરને સમાજિક સ્વંયસેવી સંગઠન સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ગડકરી ઉપરાંત ભાજપના 12 નેતા કાર્યરત રહેશે. આ સમિતિમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Read More

સુરતના ઉધના વિસ્તારમાં બરોડ રેયોન(BRC) ગેટ નજીક આવેલા સાંઈબાબાના મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાને સુરત મહાનગરાપાલિકાની કચરા ગાડીએ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાનો ચમત્કારીક બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કચરા ગાડી નીચે આવેલી મહિલાનું નામ રમીલાબેન સોલંકી હોવાનું જાણવા મળી રહ્યું છે. રમીલાબેન સુરત મહાનગરપાલિકાની ઉધનાની વિજય નગર ખાતે આવેલી વોર્ડ ઓફીસમાં કામ કરે છે. આજે સવાર તેઓ સાંઈબાબાના દર્શન કરવા માટે BRC ગેટ નજીક પહોંચ્યા હતા. દર્શન કરતી વખતે ડોર ટૂ ડોર ગાર્બેજની કચરા ગાડીએ રિવર્સમાં ગાડી લેતા રમીલાબેન ગાડીની નીચે આવી ગયા હતા. પરંતુ રમીલાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી અને…

Read More

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સંધપ્રદેશ સિલવાસામાં હતા અને તેમણે જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે સિલવાસાની જાહેરસભા મારફત લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ તો કર્યો પણ સાથે સાથે તેમણે દાદરાનગર હવેલી અને દિવ-દમણના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાતને લોકોએ તાળીઓનો ગડગડાટથી વધાવી લીધી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જાહેરસભાને સંબોધતા કહ્યું કે પાછલા કેટલાક વખતમાં સંઘપ્રદેશમાં ભાજપનો એકેએક કાર્યકર લોકોના ઘરે પહોંચ્યો છે. ગેસના બાટલાની સબસીડી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કાર્યક્રમ હોય કે બુદ્વિજીવી સંમેલન હોય, ભાજપના કાર્યકરે લોક સંપર્ક જાળવી રાખ્યો છે અને આ લોકસંપર્કને વધુ મજબૂત કરવા માટે લોકસભાની ચૂંટણીનો વધુ એક…

Read More

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક પ્રકારની કંકોત્રી બનાવાય છે પણ સુરતના સોશિયલ મીડિયામાં એક કંકોત્રી ચર્ચાનો વિષય બની છે.  સોશિયલ મીડિયા લોકોના જીવન પર એટલી અસર કરી દીધી છે કે પોતાની કંકોત્રી લોકો કરતા જુદી હોય એ માટે એન્જિનિયર વધુએ પોતાના વેબ ડિઝાઈનર વર પાસે વોટ્સઅપ થીમ પર કંકોત્રી તૈયાર કરાવી છે. આરઝૂ દેસાઈની આરઝૂ પુરી કરવા ચિંતને ખાસ લગ્નપત્રિકા વ્હોટ્સએપ થીમ પર પોતે બનાવી છે. જેમાં બધા જ કન્ટેન્ટ વ્હોટ્સએપ જેવા જ રાખવામાં આવ્યા છે. અને ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો લોકો તેમના લગ્નમાં નહિ આવે તો તેમને વોટ્સઅપ…

Read More

સુરત ખાતે બિન અનામત આયોગની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં લાભાર્થીઓને કેવી રીતે લાભ આપવામાં આવે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ આ મીટીંગમાં હાર્દિક પટેલ કે અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા જેવા આંદોલનકારી યુવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરા, દિનેશ કાપડીયા, સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલ ઉપરાંત પાટીદાર સમાજ અને અન્ય સમાજોના સ્વેચ્છિક સંગઠનો અને સામાજિક અગ્રણીઓ સાથે મીંટીંગ મળી હતી. આ મીટીંગમાં દર મંગળવારે 11થી 2 વાગ્યા સુધી ચાલુ રહેતી બિન અનામત આયોગના કાર્યાલય અંગે સમય અને દિવસો વધારવા માટે…

Read More

સુર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની અસર આડકતરી રીતે પૃથ્વી પર વસતા માનવીઓ પર થતી હોય છે. કોઈક માટે આ અંધશ્રદ્ધા તો જ્યોતીષ માટે આ મહત્વની ઘચના બની રહે છે. 2019 નું પહેલું સુર્યગ્રહણ 6 જાન્યુઆરી 2019 ને રવિવારે આકાર પામશે. જો કે 2019 ના રોજ આંશિક સુર્યગ્રહણ થવાનું છે. જો કે આ સુર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ોછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. 6 તારીખે થનારા સુર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સુર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ તરીકે ગણવામાં આવશે. ચંદ્ર પૃથ્વી અને સુર્યની વચ્ચે આવશે તો ધરતી પર તેની છાયા પડશે. જેને આંશીક…

Read More

2019નું વર્ષ જાપાન માટે ઐતિહાસિક બની રહેશે. જાપાનના લોકપ્રિય સમ્રાટ અકિહીતો 30 એપ્રિલે પોતાની બાદશાહત છોડી પુત્ર નારુહિતોને ગાદી સોંપશે. જાપાન માટે આ ઘટના અભૂતપૂર્વ છે કેમ કે જાપાનની બાદશાહી પરંપરામાં છેલ્લા 200 વર્ષમાં કોઇ સમ્રાટે સામે ચાલીને ગાદી છોડી હોય તેવી આ પહેલી ઘટના છે. નવા સમ્રાટના શાસનનું એલાન 1 એપ્રિલના રોજ થશે. આજના અત્યાધુનિક જમાનામાં પણ પરંપરાગત રાજાશાહીને વરેલા દેશ જાપાનમાં છેલ્લા 200 વર્ષમાં પહેલી વખત અભૂતપૂર્વ ઘટના બનવા જઇ રહી છે. જાપાનના લોકપ્રિય સમ્રાટ અકિહીતો તેમણે અગાઉ કરેલી જાહેરાત મુજબ સ્વૈચ્છાએ રાજગાદીનો ત્યાગ કરવા જઇ રહ્યા છે. છેલ્લા 3 દાયકા કરતા પણ વધુ સમયથી સમ્રાટ રહેલા અકિહીતો…

Read More

કુંવરજી બાવળીયાને લઈ ગતરોજ ગાંધીનગરમાં ભારે કમઠાણ ચાલ્યું અને સાંજ થતાં સુધીમાં કુંવરજીએ તેનો ખુલાસો કરવાની ફરજ પડી. કશુંક તો એવું બની રહ્યું છે ભાજપમાં કે કુંવરજીની ફરતે સમાચાર માધ્યમોનું કુંડાળું રચાયું હતું. પ્રથમ વાત પીએમ મોદીએ કુંવરજીને રાતોરાત દિલ્હી બોલાવ્યા અને જીત બદલ શૂભેચ્છા આપી. પીએમ મોદી દ્વારા કુંવરજીને જસદણની જીત બદલ જો શૂભેચ્છા જ આપવાની હોય તો તેઓ ફોન અને ટવિટ કે ફેસબુક પર પણ આપી શક્યા હોત અને તેઓ આવી રીતે અનેકને શૂભેચ્છા આપતા આવ્યા છે, પરંતુ પીએમ મોદીએ કુંવરજીને ખાસ રીતે દિલ્હી બોલાવ્યા અને તેનો ફોટો પણ ટવિટર પર શેર કરી સંકેત આપ્યો હતો કે કુંવરજી…

Read More

જે ગીતથી ગાયિકા કિંજલ દવે જાણીતી થઈ છે. તે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત તેને કોમર્શિયલ કાર્યક્રમોમાં ન ગાવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે જ તેના પર કોપીરાઈટ ભંગનો આક્ષેપ પણ થયો છે.અમદાવાદની કોમર્શિયલ કોર્ટે ગાયિકા કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી આ ગીત ન ગાવા માટે કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે.ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે કોપીરાઈટ દાવો કર્યો છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવે દ્વારા તેની…

Read More

‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં નૂતન ભારતના નિર્માણ માટે ગુજરાતના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનનું ક્ષેત્ર આ વખતે રોકાણકારો માટે ઊર્જાવાન ક્ષેત્ર સાબિત થશે. પ્ય ઊર્જા ક્ષેત્રે અંદાજે ૧૦૦ ગીગા વોટની ઉત્પાદન ક્ષમતાને પ્રાપ્ત કમર કસી છે. આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળવાનું છે . સમિટ – 2019માં આ વખતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા “ગુજરાત અને ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી તકો” વિષય પર તારીખ 20 જાન્યુઆરી 2019 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિનારનું યોજાશે આ સેમિનારનો હેતુ…

Read More