મહારાષ્ટ્રના નાલાસોપારામાં એક સ્ટુડિયોમાં ભયંકર આગ લાગી. નાલા સોપારાના સંતોષ ભવન ખાતે આવેલા સ્ટુડિયોમાં આગ લાગતા સ્થાનિકોનો ટોળે ટોળા ઉમટ્યા. આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. પ્રાપ્ત વિગતો મુજબ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં આવેલ સંતોષ ભવનના એક સ્ટુડિયોમાં ગતરોજ ભીષણ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આગ અંગેની જાણકારી નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયરવિભાગના જવાનો…
કવિ: Satya-Day
મહાજાતિ…ગુજરાતી આવું કેમ કહેવાય છે? ગુજરાતના લોકો દુનિયાના મોટા ભાગના દેશમાં વસે છે. ગુજરાતીઓએ જે-તે દેશોમાં રહીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે મૂળ જામનગરની કૌશલ્યા વાઘેલા નામની મહિલાએ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ભારતીય બન્યા છે. જામનગરના વરિષ્ઠ વકીલ વીરજીભાઈ વાઘેલાના સૌથી મોટા પુત્રી કૌશલ્યા વાઘેલાએ દિનેશ ચૌહાણ સાથે લગ્ન કરીને બે દાયકા પહેલા જ જામનગરથી ઓસ્ટ્રેલિયા ગયા હતા. લગ્ન જીવન બાદ ઓસ્ટ્રેલિયામાં તેમણે ઘણો સંઘર્ષ કર્યા બાદ નાનો ધંધો શરુ કર્યો. આ વખતે અમુક સરકારી સમસ્યાઓ નડતા તેમને રજૂઆત કરવાની જરૂર લાગતી હતી. આ સમયે મને ભારતીયોના પ્રતિનિધિત્વની ઓસ્ટ્રેલિયામાં…
હવે જલ્દીથી તમે તમારા ઘરે પેટ્રોલ મંગાવી શકો છો. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડે પાયલટ પ્રોજેક્ટના રૂપમાં આ શરૂઆત કરી છે. ચેન્નાઇના કોલાથુર સ્થિત પંપથી પેટ્રોલની ડિલીવરી શરૂ થઇ ગઇ છે. ફ્યૂલ એટ ડોર સ્ટેપના નામથી શરૂ કરવામાં આવેલી આ સુવિધઆ હેઠળ હાલ નોન કોમર્શિયલ ગ્રાહકોને પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જલ્દીથી એનો વિસ્તાર કરીને એને કોમર્શિયલ સ્તર પર દેશમાં વાગૂ કરવામાં આવશે. આ સુવિધાની મદદથી ઓછામાં ઓછું 200 લીટર પેટ્રોલ મંગાવી શકાશે. જ્યારે એક વખતમાં પ્રતિવ્યક્તિ વધારેમાં વધારે મર્યાદા 2500 લીટર છે. આ સુવિધા હેઠળ ગ્રાહકોને માર્કેટ પાર્ઇસ પર જ પેટ્રોલ મળશે. જો કે 500 લીટર…
સગરામપુરા કાટે ગઈકાલે મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયેલા યુવાનનું મોત નિપજયુ હતુ. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સગરામપુરા ખાતે આવેલા કૈલાસનગર એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય કૈરવ રસ્કીન શાહ ગઈકાલે મોડી રાત્રે ઘરમાં રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કૈરવનુ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું કે તેના શરીરમાંથી ઝેરી દવા જેવા શંકાસ્પદ અશ મળી આવ્યા હતા જોકે તેના લીધેલા સેમ્પલોના આવ્યા બાદ તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે. નોંધનીય છે કૈરવ પ્રાઇવેટ નોકરી કરતો…
વિકસતા અને વિસ્તારતા જઈ રહેલા સુરત માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 2019-2020 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ.થેન્નારાસને સહિત અન્ય અધિકારીઓ બેજટ બ્રીફીંગમાં હાજર રહ્યા હતા. 2019-2020ના ડ્રાફ્ટ બજેટનું કદ ગયા વર્ષ એટલે કે 2018-19નાં 5378 કરોડ કરતાં વધી ગયું છે. 2019-2020 માટે સુરત મહાનગરપાલિકાના બજેટના કદનું કદ 5599 કરોડ આંકવામાં આવ્યું છે. આમ 2019-20 માટે 221 કરોડના વધારાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસને બજેટ રજૂ કરતાં કહ્યું કે આવનાર વર્ષ માટે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. પ્રોપર્ટી ટેક્સ સહિતને અન્ય કોઈ પણ વેરામાં સુધારો કે વધારો સૂચવવામાં આવ્યો નથી.…
સુપ્રીમ કોર્ટ આજે રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ મુદ્દો બનેલા રામ મંદિર કેસની સુનાવણી શરૂ કરી હતી અને 60 સેકન્ડમાં જ આ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. હવે આ કેસની સુનાવણી 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે નવી બેન્ચ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આજે એક પણ પક્ષની દલીલો સાંભળવામાં આવી નથી. નોંધનીય છે કે, આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે, આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં…
ભાજપના વધુ એક ધારાસભ્ય પર હવે પોલીસની નજર છે. જમીન પચાવી પાડવાના કેસમાં બીજેપી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે, કોર્ટે આ મુદ્દે પ્રવિણ ઘોઘારીનR જામીન અરજીને ફગાવી દીધી છે ગોડાદરા ખાતે બોગસ દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાના કેસમાં સુરતની કરંજ બેઠકના ભાજપના આરોપી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ગમે ત્યારે ધરપકડ થશેસ, કેમકે ગુરુવારે કોર્ટે આરોપી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી ડોબરિયાએ દલીલો કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો મુજબ, ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિતના અન્ય 13 આરોપીઓએ મળી ફરિયાદીની ગોડાદરા રે.…
સુરત કોંગ્રેસમાં હાલ હોદ્દાઓની વહેંચણીને લઈ વિવાદ ઉભો થતાં બાર બાવાને તેર ચોકા જેવો ઘાટ સર્જાણો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નવા હોદ્દેદારોના લિસ્ટની અમદાવાદથી જાહેરાત થતાંવેંત જ સુરતમાં ભડાકો થયો. જવાહર ઉપાધ્યાયના જૂથના 10થી 12 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા. સુરત કોંગ્રેસમાં અંદરો-અંદર બાખડી રહેલા લોકો કોના છે? આ સવાલ ઘણા બધા પૂછી રહ્યા છે. શું ખરેખર હોદ્દાની જ લડાઈ છે કે પછી પ્રદેશની લડાઈને સુરતમાં એપિ સેન્ટર બનાવીને લડવામાં આવી રહી છે. મુદ્દો સ્પષ્ટ છે કે પ્રદેશમાં પણ અર્જુન મોઢવડીયાના ઘણા બધા માણસો કપાયા હતા તો તેવી જ રીતે સુરતમાં જવાહર જૂથના માણસોને પણ કાપી નાંખવામાં આવ્યા છે. પરંતુ…
સુરતમાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરના યુવકને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે અનોકી તરકીબ અપનાવી હતી.સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે આઇ લવ યુનો મેસેજ મોકલીને મળવા માટે બોલાવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને ગત 2-4-2018ના રોજ ધર્મરાજ અવધેશસિંગ ભગાડી ગયો હતો. પ્રેમજાળમાં ફસાવી ધર્મરાજ કિશોરીનું અપહરણ કરી ગયો હતો. જે અંગે કિશોરીના પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસ ફરિયાદ બાદ કિશોરીના કાકાએ ધર્મરાજને કોલ કર્યો તો તેને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે પરિવારજનોએ પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી રજૂઆત કરતા કમિશ્નરે બનાવને ગંભીરતાથી લઇ ક્રાઇમ…
આ વખતે EC લોકસભા ચૂંટણી 2019માં વિવિધ બદલાવો લાવવા માટે જઈ રહ્યું છે. નવ પ્રતીક એવા છે કે હવે જેને કોઈપણ સ્વતંત્ર ઉમેદવાર અથવા પક્ષ રાખી શકસે નહીં. સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન દિલ્હીમાં ઉતરનાર ઉમેદવાર અને અચાનક પર્ચો દાખલ કરનાર ઉમેદવારને હવે ટ્રક, ઑટો રિક્ષા, વાંસળી, સીટી, ઇલેક્ટ્રિક ધ્રુવો, ડોલ, ચંપલ, ડીઝલ પંપ અને ચેઈન જેવા નિશાનો ચૂંટણીનાં નિશાન માટે સ્કેલ પર આપવામાં આવશે નહીં. દિલ્હીમાં 2014ની લોકસભાની બેઠકોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોની સંખ્યા 150 હતી. જેમાં ઉત્તર પશ્ચિમ દિલ્હીના સૌથી ઓછા 14 ઉમેદવારો હતા. ક્ષેત્રના ઉમેદવારો તેમની પસંદના ચૂંટણી પ્રતીક માટે પૂછે છે અને આવા ઉમેદવારોની સંખ્યા ખૂબ ઊંચી છે.…