હમણા થોડા સમય પહેલા જ ડાંગમાં સાપુતારાથી પાછી આવતી એક બસ ખીણમાં ખાબકતા બાળકોના મૃત્યુ થયા હતા અને સમગ્ર શહેરમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના હજી શાંત થીય તે પહેલા જ આજે રાત્રે ડાંગમાં ફરી એક એસ ટી બસ ડાંગમાં ખીણમાં ખાબકતા ચકચાર મચી ગયો છે. મળતી માહીતી પ્રમાણે સાપુચારાછી આહવા જતી એસટીની મીની બસના ડ્રાઈવરે માલેગામ નજીક યુ ટર્નમાં કાબુ ગુમાવી દેતા આ દુર્ઘચના સર્જાઈ હતી. જો કે આ બસમાં સદનસીબે ફક્ત પાંચ પેસેન્જર હોવાથી કોઈ મોટી જાનાહાની સર્જાઈ નથી, પરંતુ આ ઘટનામાં બસના કંડક્ટર ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે.
કવિ: Satya-Day
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન અનામત વર્ગને લઇને મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર બિન અનામત વર્ગને શિક્ષણ, રોજગારી અને વિદેશમાં શિક્ષણ બાબતે સહાયતા કરશે. બિન અનામત વર્ગમાં જે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે તેમને 15 ઓગસ્ટથી નક્કી કરવામાં આવેલ લાભ મળશે. બિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, CM વિજય રુપાણીની અધ્યક્ષતામાં કામગીરીની સમીક્ષા કરાઈ હતી. નિગમ તરફથી પણ બિનઅનામત વર્ગની આવક મર્યાદા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેથી બેઠક યોજવામાં આવી હતી અને તેમાં આવકવધારો કરવામાં આવે તે બાબતે પણ વિચારણા…
રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. નવા વર્ષના આરંભની સાથે યુનિવર્સિટીના આ નિર્ણયે ખળભળાટ મચાવી દીધો છે. યુનિવર્સિટીએ હવે ‘વેઈટ લોસ’ અને ‘વેઈટ ગેન’ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યુું છે. જે અંતર્ગત જો વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે નહીં તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તેમજ તમામ કોલેજને પણ આ નોટીફિકેશન ફટકારવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીની 300 જેટલી કોલેજના 3 લાખથી વધારે વિદ્યાર્થીઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં અમદાવાદની 100 કોલેજના 1 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. ડોક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયેટિશ્યનની એક ટીમ બનાવવામાં આવશે. આ…
સામાન્ય ચૂંટણી પહેલા અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાય સાથે સંબધ મજબૂત કરવા માટે અને વિશ્વ રેકોર્ડ બવનાવવા માટે ભાજપા રવિવારે દિલ્હીમાં તેની રેલી દરમિયાન લગભગ 3 લાખ અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાયના ઘરોમાંથી એકત્રિત કરેલ ચોખા અને દાળથી 3 હજાર કિલોગ્રામ ખિચડી બનાવશે. રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલીમાં સમરસતા ખિચડી બનાવવામાં આવશે. દિલ્હી ભાજપાનો અનૂસુચિત જાતિ મોર્ચો ખિચડી બનાવવા માટે ઉપયોગી સામાનને એકત્રિત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટી પ્રમુખ અમિત શાહ રેલીને સંબોધિત કરશે. દિલ્હી ભાજપા અનૂસુચિત જાતિ મોર્ચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી અમે બે લાખ અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાયના ઘરોને કવર…
ગુજરાત સરકારે આજે પ્રમોશનની યાદી જાહેર કરી છે. આ યાદીમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ખાસ નોંધનીય વાત એ છે કે ઈશરત જહાં એનકાઉન્ટર કેસના મુખ્ય આરોપી જીએસ સિંઘલને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રમોશનમાં જીએલ સિઘંલના રેન્કમાં ફેરફાર કર્યા છે. હાલ તેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ની રેન્કમાં સામેલ હતા પણ હવે તેઓ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી) રેન્કમાં આવી ગયા છે. ઈશરત જહાં એનકાઉન્ટરમાં ધરપકડ થયા બાદ સિંઘલને કોર્ટે જામીન આપ્યા હતા. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસનાં મુખ્ય આરોપી તરીકે સિંઘલની 2013માં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતો. સીબીઆઈએ નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઈલ નહીં…
બિન અનામત વર્ગના યુવાનોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આજે સાંજ સુધીમાં કોઈ મોટી જાહેરાત થવાની પૂરી શક્યતાઓ છે. સુત્રો જણાવે છે કે આજે બપોર પછી ગાંધીનગરમાં CM બંગલે બિન અનામત વર્ગના અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ખૂબ જ લાંબી ચાલી હતી. આ મિટિંગમાં ખાસ કરીને બિન અનામત વર્ગના યુવાનોને નોકરીની ભરતીમાં વયમર્યાદામાં છૂટછાટ તેમજ બિન અનામત વર્ગને યોજનાઓનો લાભ લેવા માટેની આવક મર્યાદામાં છૂટછાટ કઈ રીતે અને કેટલી આપી શકાય તે સહિતના તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઇ હતી. અગાઉ પણ બિન અનામત વર્ગ દ્વારા સરકારને ભલામણ કરાઈ હતી કે આ યોજના માટે લાભ લેવા માગતા યુવતીઓની ભરતી માટે…
ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર પદની ચૂંટણી મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદહાઇકોર્ટમાં નિર્ણયાધિન છે.ત્યારે, આ વિવાદ વચ્ચે આજે બપોરે મનપાની કચેરીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષના સામાન્ય હોબાળા વચ્ચે સભા મુલત્વી રાખવામાં આવી હતી. ક્યાંક મેયર પ્રવિણ પટેલ ભાજપના પ્રેશરમાં હોય તેવું આ કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. આ સામાન્ય સભામાં ગાંધીનગર શહેરમાં ટોઈંગ ક્રેઇનના ભાડાના રૂપિયા ૧૧.૪૦ લાખ પોલીસને આપવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ કરી પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરો પર કરાયેલા અત્યાચારની ચર્ચા શરૂ કરતા મેયર પ્રવીણ પટેલે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરી નાખી હતી. જોકે, દરખાસ્તનો ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુ પટેલે…
થર્ટી ફર્સ્ટની મહેફિલ પુરી કરી પહેલી જાન્યુઆરીમાં આવી ગયા પણ ઘણા પીધેલા દારૂ પીને ઘરે જવાને બદલે જેલપહોંચી ગયા હતા અને પોલીસ પાંજરે પુરાઈ ગયા હતા. વલસાડ પોલીસે શહેરમાંથી વણી વણીને દારુડીયાઓને પકડી લોકઅપ ભરી દીધું હતું. અનેક જગ્યા પર વલસાડ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતા અનેક દારૂડિયાઓની 31 ફર્સ્ટ બગડી જવા પામી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે શહેરના ખૂણે ખૂણે થી 80થી વધુ પીધેલાઓને પકડી જેલની હવા ખવડાવી હતી. 31ફર્સ્ટ પૂર્વે જ જિલ્લા પોલીસે નશો કરી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો સામે લાલ આંખ કરી કાયદો બતાવાની તૈયારીઓ બતાવી હતી જેમાં દક્ષિણ ગુજરાતની બોર્ડર જેમાં ઉમરગામ-સેલવાસ-દમણ-પાતાલિયા પર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી…
બોલિવૂડ એક્ટર રીષિ કપૂરે ઓક્ટોબર મહિનામાં પોતે બીમાર હોવાને કારણે ન્યૂયોર્કમાં સારવાર કરાવવા જાય છે તે અંગેની ટ્વિટ કરી હતી. જોકે, તે સમયે રીષિ કપૂરે એ વાત નહોતી જણાવી કે તેને કઈ બીમારી છે. હાલમાં જ રીષિ કપૂરે ન્યૂયોર્કમાં પત્ની, દીકરા, દીકરી-જમાઈ તથા આલિયા ભટ્ટ સાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. નીતુસિંઘ નવા વર્ષની શુભેચ્છા સાથે એમ લખ્યું હતું કે આશા છે કે ભવિષ્યમાં કેન્સર માત્ર રાશિ જ હશે. નીતુ સિંહની આ વાતથી એવો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે રીષિ કપૂરને કેન્સરની બીમારી છે. તસવીરમાં રીષિ કપૂર અશક્ત લાગે છે. નીતુએ નવા વર્ષના સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી હતી અને…
ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા શોહરાબુદ્દીન એનકાઉન્ટર મામલે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો બચાવ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સને ગુજરાત એન્ટ્રી તરીકે પણ જોવામાં આવી રહી છે. શોહરાબુદ્દીન એનકાઉન્ટર અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તે વખતની કોંગ્રેસ સરકારે અમિત શાહને ત્રાસ આપવામાં કશું બાકી રાખ્યું ન હતું. અમિત શાહ અને તેમના પરિવાર પર કોંગ્રેસ દ્વારા મોટા પાયા પર ત્રાસ ગુજારવામાં આવ્યું હતું. અમિત શાહને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા અને તેમના જામીન પણ થવા દેવામાં આવ્યા ન હતા. હવે…