હમણા થોડા સમય પહેલા જ ડાંગમાં સાપુતારાથી પાછી આવતી એક બસ ખીણમાં ખાબકતા બાળકોના મૃત્યુ થયા હતા અને સમગ્ર શહેરમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના હજી શાંત થીય તે પહેલા જ આજે રાત્રે ડાંગમાં ફરી એક એસ ટી બસ ડાંગમાં ખીણમાં ખાબકતા ચકચાર મચી ગયો છે.
મળતી માહીતી પ્રમાણે સાપુચારાછી આહવા જતી એસટીની મીની બસના ડ્રાઈવરે માલેગામ નજીક યુ ટર્નમાં કાબુ ગુમાવી દેતા આ દુર્ઘચના સર્જાઈ હતી. જો કે આ બસમાં સદનસીબે ફક્ત પાંચ પેસેન્જર હોવાથી કોઈ મોટી જાનાહાની સર્જાઈ નથી, પરંતુ આ ઘટનામાં બસના કંડક્ટર ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે.