Dang: ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં હોય મે.પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, ડાંગ-આહવા તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, આહવા વિભાગ-આહવા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ સાપુતારા ચેકપોસ્ટ ઉપર પો.સ.ઇ.શ્રી એન.ઝેડ.ભોયા તથા અ.પો.કો. સુનિલસિંહ રતનબહાદુર બ.નં.૧૬૧ તથા પો.કો. જીગ્નેશભાઇ ઇશ્વરભાઇ બ.નં.૧૯૪ તેમજ હો.ગા. તથા જી.આર.ડી. જવાનો દ્વારા સઘન વાહન ચેકીંગ તથા ઇલેક્શન લગત કામગીરી હાથ ધરવામાં આવેલ હોય.
જે દરમ્યાન તા.૧૬/૦૪/૨૦૨૪ ના ક.૧૭/૩૦ વાગ્યે વાહન ચેકીંગ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ગુજરાત રાજ્ય તરફ એક ફોરવ્હીલ ટાટા Nexon ગાડી સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોય જે ગાડી ઉભી રાખી ચેક કરતા જે ગાડીમાં સવાર બે ઇસમો નામે (૧)સંદીપ રામનાથ સાનપ ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે.AT સોનેવાડી પોસ્ટ ઉગાવ તા.નિફાડ જિ.નાશીક (મહારાષ્ટ્ર) (૨)સુભમ રાજેન્દ્ર ઢેપલે ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.બોરગાવ પોસ્ટ નિફાડ હનુમાન મંદીર નજીક તા.નિફાડ જિ.નાશીક (મહારાષ્ટ્ર) વાળાનાઓ પાસે ગાડીમાં ક્લિનર સીટની નિચે કવર સાથે HAWK SERIES MED BY NEW TIGER ની એરગન તથા વાંસનો એક દંડો મળી આવેલ હોય.
જે ઇસમો પાસે આ એરગન/વાસનો દંડો રાખવા બાબતે કોઇ લાઇસન્સ કે પરવાનગી ન હોય અને હાલ મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરની કચેરી ડાંગ-આહવા નાઓ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને શસ્ત્રો,ભાલા, તલવાર બંદુક, છરા-ચપ્પુ,લાકડી અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવુ કોઇપણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઇ નહિ જવુ જે બાબતે ક્રમાંક:ફજદ/જાહેરનામુ/વશી/-૧૩૬૮-૧૦૯૬/૨૦૨૪ થી તા.૧૬/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૪/૨૦૨૪ સુધી જાહેરનામું અમલમાં હોય જેથી ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ એક્ટ ક.૧૩૫ મુજબ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી બન્ને ઇસમોની અટકાયત કરી એરગન/વાંસનો દંડો તેમજ TATA NEXON ગાડી મળી કુલ કિ.રૂ.૫,૦૨૫,૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી સાપુતારા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એન.ઝેડ.ભોયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.