અમદવાદમાં આજ રોજ ટ્રેનિંગ લઈ રહેલા PSI દેવેન્દ્ર સિંહે આપધાત કરી લેતા પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી હતી. તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વાકારવાની ના પાડી દીધી છે અને સખત કાર્યવાહી અને ન્યાય માટે માંગ કરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ એકેડમીમાં ટ્રેનીંગ લઈ રહેલા 2017 ની બેંચના PSI દેવેન્દ્ર સિંહે આપઘાત કરી લેતા હોબાળો મચી ગયો છે. PSI એ સ્યુસાઈડ નોટમાં DYSP એન.પી.પટેલના ત્રાસથી કંટાળીને આપધાત કરી લેવાનું કબૂલ્યું છે. પરિવારજનોનો આરોપ છે કે તેમને હજી સુધી સ્યુસાઈડ નોટ આપવામાં આવી નથી. સખત કાર્યવાહીની માંગ સાથે પરિવારજનોએ પોલીસ કમિશનર એ.કે.સિંઘની મુલાકાત લીધી હતી. પોલીસે પરિવારજનોને આ ઘટનામાં સખત કાર્યવાહી કરવાનું…
કવિ: Satya-Day
સુરતની સંપાદિત જમીનો પર બિલ્ડર લોબીનો ડોળ રહેલો હોય છે અને એવું કશુંક સુરતના પોશ એરિયા સિટી લાઈટ વિસ્તારમાં આવેલી કૃષિ ફાર્મની જમીન અંગે બની રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સિટી લાઈટ વિસ્તારમાં વચ્ચોવચ આવેલી અને સોનાની લગડી જેવી જમીનને અમેરિકા સ્થિત છત્રાલા ગ્રુપને બજાર ભાવ કરતાં ઓછા ભાવે પધરાવી દેવાની પેરવી છેક ગાંધીનગરથી થયા બાદ છત્રાલા ગ્રુપ સરકારે નક્કી કરેલી શરતો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હોવા છતાં જમીનને પરત લેવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી મુજબ સિટી લાઈટ વિસ્તારમાં કૃષિ ફાર્મની જમીન પર અગાઉ ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાનું આયોજન કરવમાં…
(સૈયદ શકીલ દ્વારા) : 22 ઑક્ટોબર 1937માં અફઘાનિસ્તાનમાં જન્મેલા કાદરખાને 31 ડિસેમ્બર 2018ના રોજ અંતિમ શ્વાસ લીધા. કાદરખાન અફઘાનમાં જન્મેલા ભારતીય-કેનેડિયન ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, હાસ્ય કલાકાર અને દિગ્દર્શક હતા. અભિનેતા તરીકે 1973ની ફિલ્મ દાગથી ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી. દાગમાં રાજેશ ખન્ના લીડ રોલમાં હતા ત્યાર બાદ અંદાજે 300 જેટલી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. દાગમાં કાદરખાને એડવોકેટની ભૂમિકા કરી હતી. 1970 થી 1999 ના સમયગાળા દરમિયાન બૉલીવુડની ફિલ્મો માટે એક ઉત્કૃષ્ટ સ્ક્રીનપ્લે રાઈટર રહ્યા. 200 ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. કાદર ખાન બોમ્બે યુનિવર્સિટીથી જોડાયેલી ઇસ્માઇલ યુસુફ કૉલેજમાંથી સ્નાતક થયા હતા. 1970 ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરતા…
નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ણણ. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
નવા વર્ષ નિમિત્તે મોદી સરકારે દેશવાસીઓને ભેટ આપતા ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, આ નિર્ણય 1લી જાન્યુઆરી 2019થી લાગૂ કરવામાં આવશે. સરકારના નિર્ણય હેઠળ સબસિડી ન મેળવતા ગેસ સિલિન્ડરની કિંમતમાં 120.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર અત્યાર સુધી 809.50 રુપિયામાં મળતો હતો, જે હવે ઘટીને 689 રુપિયાની કિંમતે મળશે. બીજી તરફ સબસિડી મેળવી રહેલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 5.91 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા પહેલા ગેસ સિલિન્ડરની કિંમત 500.90 રુપિયા હતી જે ઘટીને 494.99 રુપિયા થઇ છે. દેશની બીજી સૌથી મોટી ખાદ્ય ઇંધણ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તેના…
2019ની શરૂઆત બોલિવૂડ માટે સૌથી ખરાબ રીતે થઈ છે. બોલિવૂડ એક્ટર કાદર ખાન છેલ્લાં 5-6 દિવસથી કેનેડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે, કાદર ખાનની આંખો ખુલ્લી હતી. ત્રણ દિવસ પહેલાં તેઓ પરિવાર સાથે આંખના ઈશારાથી કામ કરતાં હતાં પરંતુ પછી કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહોતો. પહેલાં તેમને BiPap વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં અને પછી તેમને અને વાલ્વ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં. આનાથી તેમને હાઈ વોલ્યુમ ઓક્સિજન મળ્યો હતો. તેઓ પીએસપીનો શિકાર બન્યા હતા. પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિયર પાલ્સી(પીએસપી) એક અસામાન્ય માથાનો વિકાર છે. જે શરીરની ગતિ, ચાલવા દરમિયાનનું બેલેન્સ, બોલવામાં,…
પહેલી જાન્યુઆરી, ૨૦૧૯થી ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને હાજરી પૂરવા ‘યસ સર’ના બદલે ‘જય ભારત’ અથવા ‘જય હિંદ’ બોલવા અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ-૨૦૧૮ના છેલ્લા દિવસે આ નિર્ણય લીધો છે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી હજારો વખત ‘યસ સર’ અથવા ‘પ્રેઝન્ટ સર’ શબ્દનો ઉપયોગ કરે છે તેના કારણે વિદ્યાર્થીઓમાં ગુલામીની માનસિકતા વિકસે છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલમાં ‘જય ભારત’ અથવા ‘જય હિંદ’ બોલવાની ટેવ પાડવામાં આવે તો તેમને દેશ માટેનું ગૌરવ થાય તે આ પરિપત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનમાં રાજસ્થાનના શિક્ષક સંદીપ જોષીનું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હાથે સન્માન…
દમણ અને સેલવાસ સહિતના શહેરોમાં દારૂ પીવા જનારા સુરતીઓને 2019ની શરૂઆત પોલીસ લોકઅપથી કરવાનો વારો આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 દારુડીયાઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી મળી રહી છે. થર્ટી ફર્સ્ટ નાઈટનાં સેલિબ્રેશન માટે દમણ કે અન્ય વિસ્તારોમાં ગયેલા સુરતીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે અને હાલ લોકઅપની હવા ખાતા થઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ વલસાડના વિવિધ પોઇન્ટ પર ગોઠવેલા પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસે 31નાઈટ દરમિયાન દારુડીયાઓને ઝડપી પાડયા છે. મોટાભાગના સુરત અને આજુબાજુના વિસ્તારોના હોવાની જાણકારી મળી રહી છે. વલસાડ પોલીસે અલગ-અલગ વિસ્તારમાં જઈ રેડ કરી-ચેકીંગ કરી લગભગ કુલ 300 જેટલા પીઘ્ધડોનો નશો…
રાજ્યમાં પ્રાધ્યાપકો માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સારા સમાચાર છે. રાજ્ય સરકારે અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. પહેલી જાન્યુઆરીથી સાતમા પગાર પંચનો લાભ મળશે. અને પહેલી જાન્યુઆરી 2016ની અસરથી લાભ મળશે. ત્યારે એરિયર્સ સહિત સરકારી તિજોરી પર 400 કરોડનો બોજ પડશે. લાંબા સમયથી સાતમા પગાર પંચનો લાભ મળે તેવી રાહ જોતા અધ્યાપકોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યના સાડા સાત હજાર અધ્યાપકો અને યુનિવર્સિટીના નોન ટિચિંગ સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ મળશે.
જસદણની પેટાચૂંટણીમાં વિજય મળ્યા બાદ કોળી સમાજના આગેવાન અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં પીએમઓ ખાતે મુલાકાત કરી હતી. પીએમઓમાંથી તેડું આવતા તમામ કાર્યક્રમો ટૂંકાવીને બાવળીયા આજે બપોરે દિલ્હી જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદીએ બાવળીયાને જસદણની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને ટવિટ કરી ફોટો પણ શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીની શૂભેચ્છા મુલાકાત દરમિયાન બાવળીયાએ જસદણ-બોટાદ રેલ લાઈનના વિસ્તારની ચર્ચા કરી હતી. બાવળીયા જ્યારે સાંસદ હતા ત્યારે તેમણે રેલ લાઈન શરૂ કરવા અંગે મહેનત કરી રહ્યા હતા. આ માંગને તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ આ માંગ મૂકતા વડાપ્રધાને તેમને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો…