શહેરમાં પતંગ ચગાવતા સમયે 2 બાળકો સાથે દુર્ઘટના બની હતી. ભેસ્તાન આવાસના 2 બાળકોને પંગત ચગાવતા હતા તે દરમિયાન વીજકરંટ લાગ્યો છે. દોરીથી વીજતાર કપાઈ જતા બાળકોને કરંટ લાગતા બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ આ બંને બાળકોને સારવાર માટે ખસેડાયા છે. પાંડેસરા વિસ્તારમાં સફારી કોમ્પલેક્ષ પાછળ આવેલા સરકારી આવાસમાં 7 વર્ષીય આર્યન કરણ વાનખેડે. અને 10 વર્ષીય હિમાંશુ સંજય દાસ નામના બે મિત્રો ધાબા પર ઓડિયો કેસેટમાં વપરાતા દોરા વડે પતંગ ચગાઈ રહ્યા હતા એ દરમિયાન પતંગ હાઈ ટેન્શન લાઇનમાં ફસાય જતા ધડાકાની સાથે બંને બાળકોને કરંટ લાગી જતા ગંભીર રીતે દાઝ્યા હતા. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં…
કવિ: Satya-Day
જમ્મુ-કાશ્મીરમાં આઇએસઆઈએસનો ઝંડો જોવા મળ્યો હતો. શુક્રવારે શ્રીનગરની જામિયા મસ્જિદમાં બુકાનીધારી લોકોએ આઇએસઆઈએસનો ઝંડો દર્શાવતો વીડિયો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે ઝંડો બતાવવાની સાથે આ બુકાનીધારી હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારુક મઝહબીના સંદેશો આપવાના સ્થળ પર ચઢીને હોબાળો પણ મચાવી રહ્યા છે. આ ઝંડો લહેરાવાયો જ્યારે મીરવાઇઝ ઉમર ફારુક મઝહબી ભાષણ આપ્યા પછી મસ્જિદથી બહાર આવ્યા હતા. શ્રીનગરના સંવેદનશીલ નોહટ્ટા વિસ્તારમાં સ્થિત જામિયા મસ્જિદના આ વીડિયોમાં ઝંડો લહેરાવવાની સાથે સાથે ભારત વિરોધી નારેબાજી પણ જોવા મળી છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ આ નકાબપોશને રોકવા પ્રયાસો કર્યા. લોકો અને નકાબપોશો વચ્ચે ધક્કામુક્કી પણ થઇ. આ વીડિયોના સામે આવ્યા…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા વિરુદ્વ ખરેખર કેટલા ગુનો પોલીસે નોંધ્યા છે તે અંગે સુરત પોલીસનાં ડીસીબી રાહુલ પટેલે પત્રકારોને માહિતી આપી હતી અને અલ્પેશ કથીરીયા અને તેના સમર્થકો દ્વારા થયેલા દેખાવ અને પોલીસ સ્ટેશનની ધેરાબંધી અંગેનાં ગુના નોંધવામાં આવ્યા છે. ગઈકાલે અલ્પેશ કથીરીયાની પોલીસ લોકઅપની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં કથીરીયા પોલીસ અધિકારીઓને ગાળો આપી રહ્યા છે. ખાસ કરીને આ વીડિયો ક્લિપમાં એસીપી પરમાર અને ડીસીપી રાહુલ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વીડિયો ક્લિપમાં અલ્પેશ કથીરીયા પોતાનું એનકાઉન્ટર કરવામાં આવશે તેવા આક્ષેપ કરતો હોવાનું જણાય છે અને ગાળો બોલતો રહે છે. પોલીસ અને પાટીદાર અનામત…
પાછલા કેટલાક સમયથી બોલીવૂડમાં બાયોપિક બનાવવાની હોડ લાગી છે. જોકે આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો સફળ પણ થઇ છે. દિગ્ગજ ફિલ્મ સ્ટાર, ખેલાડીઓ અને રાજનેતાઓ ઉપર ફિલ્મો બનાવવામાં આવે છે. હાલમાં જ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને ઠાકરે જેવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે આ વચ્ચે જ પીએમ મોદીની પણ બાયોપીક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મમાં પીએમમોદીનો રોલ અભિનેતા વિવેક ઓબેરોય ભજવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ બાયોપિક પર કામ જાન્યુઆરીથી શરૂ થશે. અને આ બાયોપિકમાં પીએમ મોદીનો કિરદાર વિવેક ઓબરોય નિભાવશે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. નોંધનીય છે કે,…
સુરતમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે ચલણ બનવા યુવકને ઉભો રાખ્યો હતો. જે દરમ્યાન પોલીસ અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ અને પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા વચ્ચે થયેલા કકળાટ બાદ આજે ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા એટલે તેની જુથીબંધીના વાડા. અનેક વાડાંઓમાં વહેચાયેલી કોંગ્રેસમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધુનો ઘાટ ઘડાયો છે. ત્યારે, વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામેનો અસંતોષ સિનિયર નેતાઓમાં બહાર આવ્યો છે. પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઇસારે અમિત ચાવડા કોંગ્રેસ ચલાવી રહ્યાનો આક્ષેપ કૉંગ્રેસનો એક વર્ગ કરી રહ્યો છે. તાજેતરમાં કૉંગ્રેસના જાહેર કરવામાં આવેલા પ્રદેશ માળખામાં પક્ષના વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવી છે. ખાસ લોબિંગને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં નિમણૂંક કરવામાં આવ્યાનો કૉંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જૂથની સામે મોરચાબંધી કરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. પુર્વ પ્રદેશ પ્રમુખ…
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આવેલ ઓઇલ મીલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આશરે ૩૦ હજાર ગુણી જેટલી મગફળીના જથ્થામાં આગ લાગી જવા પામી હતી જ્યારે જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગતા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના પટેલ કોલોનીમાં રહેતા અને ભરુડી ટોલનાકા પાસે શ્રીયા પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ નામે ઓઇલ મીલ ફેક્ટરી ધરાવતા ડાયાભાઈ પટેલ ના કારખાનામાં આશરે ૩૦ હજાર ગુણી મગફળીના જથ્થામાં આગ લાગતા પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ગોંડલ ફાયર ફાઈટર અને કરાતા ફાયર ટીમ તુરંત દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવ્યો…
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.અને આ કડકડતી ઠંડીમાં સમગ્ર ગુજરાત ઠુંઠવાયું છે. ગાંધીનગર, ડીસા, મહુવા અને નલિયામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તો સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને તાપમાનમાં વધુ એક-બે સેલ્સિયસનો ઘટાડો થતા ધ્રુજાવી દેતી શીતલહેર ફરી વળી હતી. ગીરનાર જાણે કે હિમાલય જેવો ઠંડો લાગતો હતો. ત્યાં ગઈકાલે ન્યુનત્તમ તાપમાન ૨ સેલ્સિયસ સુધી નીચે ઉતરી ગયું હતું તો જુનાગઢ અને અમરેલીમાં પણ ૭ સેલ્સિયસ તાપમાને મૌસમની સૌથી વધુ તીવ્ર ઠંડી નોંધાઈ છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ૧૦ સે.નજીક પહોંચી ગયો હતો. હવામાન વિભાગના મતે ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો…
ગઈ કાલથી જ ગુજરાતના કેબલ ઓપરેટરો હડતાલ પર ઉતર્ટેયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ પ્રત્યેક ચેનલ પર મહિને રૂપિયા 25થી 45 સુધી એમઆરપી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મનોરંજન સેવા મોંઘી કરવાના નિર્ણય સામે કેબલ ઓપરેટર એસોસિયેશન ઓફ ગુજરાતે આવતી કાલે 29મી ડિસેમ્બરથી જ તમામ ચેનલો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 24 કલાક ટીવી બંધ રહેશે. જે વિસ્તારમાં બ્લેકઆઉટ નહિ હોય ત્યાં ઓપરેટરો બંધ કરાવવા માટે નીકળશે. આમ કેબલ ઓપરેટરોએ 29મી ડિસેમ્બરથી જ અચોક્કસ મુદ્તની હડતાળનું એલાન આપ્યું છે. જ્યાં કેબલ કનેક્શન હશે ત્યાં ગ્રાહકો ટીવી પર પે ચેનલો જોઈ નહિ શકે. એસોસિયેશને દાવો…
લાલપુરમાં પુત્રી ઉપર તેના સગા પિતાએ 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની પુત્રીએ જ લાલપુર પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે પુત્રીનો કબ્જો લઈને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મુળ માંગરોળના હાલ લાલપુર ટાઉનમાં ભાડાના મકાનમાં રહેતી એક 21 વર્ષની યુવતી ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે કરૂણ હાલતમાં પહોંચી હતી. તેણીએ પીએસઆઈ જે.બી.ખાંભલા સમક્ષ પોતાની વર્ણાવેલી વિતક એવી હતી કે, તેણી દોઢેક વર્ષની હતી. ત્યારે માતાનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ થોડા વર્ષો પછી તેણીના પિતાએ પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તેણીથી તેને એક પુત્રી અને એક…