સુરતના વરાછા રોડ પર આવેલી પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર અલ્પેશ કથીરીયાની ટ્રાફીક પોલીસ સાથે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું છે. પાટીદાર સમાજે વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરો ધાલ્યો છે. પોલીસે અલ્પેશ કથીરીયાને લોકઅપમાં બંઘ કરી દેતા વાતાવરણ વધારે ડહોળાયું હોવાનું જણાઈ આવી રહ્યું છે. અલ્પેશ કથીરીયાની અટકાયત થવાની ગણતરીની પળોમાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અલ્પેશ કથીરીયાનો આક્ષેપ છે કે વરાછા રોડ ખાતે આવેલી ઓફીસ પર પીળી લાઈનની અંદર ગાડી પાર્ક કરી હતી ત્યારે ટ્રાફીક પોલીસના ચારથી પાંચ માણસો અને ક્રેઈનવાળા આવ્યા તો તેમને બાઈક યલો પટ્ટીની…
કવિ: Satya-Day
2018 પુર્ણતાના આરે છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ઘેલા થતા લોકો માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સંસ્કારીતા જળવાઈ રહે તે માટે મહિલાઓને બિભત્સ કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અનુપમ સિંહ ગેહલોટે આ અંગે જણાવ્યું હતું કે મહિલાઓ બિભત્સ કપડાં પહેરવાથી બાળકોના મન પર ખરાબ અસર થાય છે. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરથી શહેરના 11 એન્ટ્રી પોઈન્ટ અને શહેરના અંદરના પોઈન્ટ પર પોલીસ અને એસઆરપી દ્વારા ચેંકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. 31 મી ડિસેમ્બરના દિવસે શહેરના 40 પોઈન્ટ પર એસીપી, પીઆઈ અને પોલીસ…
સુરતના પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ ઓટો રીક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. તમામ બાળકોને રીક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા. રીક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલની રીક્ષા પલટી મારી ગઈ હોવાનું બાળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ઘવાયેલા અને મોતને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1 ના હોવાનું જાણવા મળ્યું છે. સમીર (108, EMT નવજીવન લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 7:30 વાગ્યાના અરસામાં આવ્યો હતો. એક…
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં કલોલ-મહેસાણા વચ્ચે મરામતના કામને લઇને આગામી તા.૨ જાન્યુઆરી સુધી કુલ ૬ ટ્રેનો રદ રહેશે. તેમજ ૨ જાન્યુઆરીથી સળંગ ૫૦ દિવસ માટે લોકલ ટ્રેનોને આંશિક રદ કરાઇ છે જેને લઇને પણ અમદાવાદથી ઉત્તર ગુજરાત, વડોદરા અને ગાંધીનગર અને ખેડા-આણંદ તરફની લોકલ ટ્રેન સેવાને અસર થનાર છે. ટ્રેન નં.૭૯૪૩૧ અમદાવાદ-મહેસાણા ડેમુ પેસેન્જર, ૭૯૪૩૫/૩૬ અમદાવાદ-મહેસાણા-પાટણ-અમદાવાદ પેસેન્જર અને ટ્રેન નં.૭૯૪૩૭ મહેસાણા -આબુ રોડ પેસેન્જર આગામી તા. ૧ જાન્યુઆરી સુધી સંપૂર્ણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે ટ્રેન નં. ૭૯૪૩૨ મહેસાણા-અમદાવાદ ડેમુ પેસેન્જર તેમજ ૭૯૪૩૮ આબુરોડ-મહેસાણા પેસેન્જર તા.૨ જાન્યુઆરી સુધી રદ કરી દેવામાં આવી છે. જેથી અમદાવાદથી ઉત્તર ગુજરાત જતી લોકલ…
પૂણા પોલીસે આજરોજ કેટલાક દારૂડિયાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેમના બ્લડ સેમ્પલ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. દરમ્યાન, આ આંગેની જાણ થતાં કામરેજના ધારાસભ્ય જાલવાડીયાના પુત્ર શરદે પોલીસ સ્ટેશને આવી કોઈપણ પ્રકારની કાર્યવાહી વિના તમામને છોડી મૂકવા પોલીસને જણાવ્યુ હતું. જોકે, પૂણા પોલીસ મથકના પી.એસ.ઑ. એ બ્લડ સેમ્પલ ના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેવું જણાવતા ધારાસભ્યના પુત્રએ કોઈપણ કાર્યવાહી વિના તમામને છોડી મૂકો તેમ કહી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. અને કાગળિયા ફાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને અટકાવ્યો હતો. પોલીસ સ્ટેશન માથે લીધા બાદ શરદે પૂણા પી.આઈ.આર.આર. ભાંભળાને ફોન કરી ધમકી આપી હતી…
બાળપણમાં દાદી કહાની સંભળાવતા હતા. એમાં ખાસ કરીને અકબર અને બિરબલની કથા બહુ ચાલતી. એક વેળાની વાત છે કે બાદશાહ અકબર આલાગ્રાન્ડ અત્તરની સુગંધ લઈ રહ્યા હતા. ત્યાં અચાનક અત્તરનાં કેટલાક ટીપાં જાજમ પર પડી ગયા. બાદશાહે પડી ગયેલા અત્તરને આંગળીઓથી ઉસેટીને સુંઘવાની નિષ્ફળ કોશીશ કરી. ત્યાંથી જઈ રહેલા બિરબલની દૃષ્ટિ બાદશાહ પર પડી. બાદશાહ બિરબલની બુદ્વિમત્તાના કદરદાન હતા. તેઓ ઈચ્છતા હતા કે બિરબલની નજરમાં તેમની આબરૂ ભાંગીને ભૂક્કો ન થાય. બાદશાહે વિચાર્યું કે બિરબલ આવી સ્થિતિમાં મને જોઈ જશે તો વિચારશે કે એક બાદશાહ અત્તરનાં કેટલાક ટીપાં માટે ભોંયભૂ થઈ ગયો. પણ બિરબલ તો બાદશાહને જમીન પર ઝૂકેલા જોઈ…
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયા(TRAI) દ્વારા 29મી ડિસેમ્બરથી ચેનલ અને બ્રોડકાસ્ટરો માટે નવા ટેરીફ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભારે વિવાદ અને નિયમોમાં અસ્પષ્ટતા હોવાના કારણે અચોક્કસ મુદ્ત માટે નવા નિયમો સ્થગિત કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમો બાબતે ચેનલો, બ્રોડકાસ્ટરો અને ગ્રાહકોમાં ભારે અસંમજસ અને ગૂંચવાડો સર્જાતા ટ્રાઈ દ્વારા સ્થગનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાઈ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં આવી રહ્યું હતું અને આ આદેશ પ્રમાણે દરેક ટેનલ પ્રમાણે હવે દર્શકોએ રૂપિયા ચૂકવવાની સ્થિતિ ઉભી થઈ હતી. મનગમતી ચેનલને જોવા માટે ખિસ્સા હળવા કરવા મોદી સરકારે આવો કિમિયો શોધી કાઢયો હોવાનો સૂર લોકો વ્યક્ત…
સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતા ફેક ન્યૂઝ અને અફવાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર આઈટી એક્ટની ધારા 79માં સંશોધન કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે સરકાર તરફથી ડ્રાફ્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટને આઈટી મંત્રાલયની વેબસાઈટ પર પણ રજૂ કરવામાં આવ્યો છે અને સરકારે તેના પર નિષ્ણાંતોના મત પણ માંગ્યા છે. આ અંગેનો નિર્ણય 15 જાન્યુઆરી સુધીમાં સરકારને સોંપી દેવામાં આવશે. ડ્રાફ્ટમાં જણાવ્યાનુસાર તે તમામમ કંપનીઓ જેમના 50 લાખથી વધારે યૂઝર્સ છે તેમણે કંપની એક્ટ હેઠળ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એક નોડલ અધિકારીની નિયુક્તિ પણ કરવી પડશે. અત્યાર સુધી ભારતમાં એવો કાયદો નથી…
શિક્ષક સાચો માર્ગ બતાવતો હોય છે પણ જ્યારે તે પોતાની શક્તિઓનો દુરોપયોગ કરે છે ત્યારે વિનાશ નોતરી શકે છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં બન્યો હતો. જેમાં ભૂલકાઓ પર એક શિક્ષકની નિર્દયતાનો ખુલાસો થયો હતો. શાળામાં મોડા પહોંચવા પર સજાની હદો પાર કરતા શિક્ષકે બાળકોને નગ્ન કરીને બહાર ઉભા રાખ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિચારી પણ ન શકાય તેવી સજા શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને ભોગવવી પડી હતી. જિલ્લાની ચેતન્ય ભારતી સ્કુલના શિક્ષકે સ્કુલમાં મોડા પહોંચતા બાળકોને સજા કરતા તેમને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી હતી, આટલું જ નહી પરંતુ તેમને શરમજનક સ્થિતિમાં બહાર ઉભા રહેવા…
ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વિધાનસભાના પૂર્વ નેતા સિનિયર કોંગ્રેસી અર્જુન મોઢવડિયાના નિવાસે બઘડાટી બોલાવાયા બાદ 29મીએ ગુજરાત આવી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ઘેરાબંધી કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જસદણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારના પડઘા પડી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જસદણમાં કોંગ્રેસ જે પ્રકારે હારી છે તે જોતાં સિનિયર અને યુવા નેતાઓ માની રહ્યા છે કે પ્લાનીંગ કરીને ચૂંટણીનું તંત્ર ગોઠવવામાં આવ્યું હોત તો વિધાનસભામાં ભાજપની સદી થઈ ન હોત. પરંતુ કોઈને પણ જવાબદારી સોંપવામાં આવી નહી અને કોંગ્રેસને કારમી હાર ખમવી પડવાની નોબત આવી. સિનિયર કોંગ્રેસી નેતાઓ વર્તમાન પ્રદેશ માળખાથી…