કવિ: Satya-Day

ગુજરાતમાં અવારનવાર ભુકંપના આંચકા અનુભવતા રહે છે. આજ રોજ બનાસકાઠામાં વહેલી સવારે 3.7 ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભુકંપનું કેન્દ્રબીંદું પાલનપુરથી 137 કિલોમીટર દુર નોંધાયું છે. જો કે હાલ કોઈ હાની સર્જાઈ નથી.

Read More

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. વલસાડના પડોશી પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવે છે. ત્યારે હવે વલસાડ પાસેથી પોલીસે એક ટ્રકમાંથી કાપડના વેસ્ટની આડમાં  5 લાખથી વધુ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.. પોલીસે કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે રોકડ રકમ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો ઝડપીને આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં  દારૂબંધી ના કાયદાનો કડક અમલ  હોવાના પોલીસ અને સરકારના દાવા વચ્ચે રાજ્યમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. વલસાડના  પડોશી…

Read More

બૉલીવુડના ‘મુન્ના ભાઈ’ તેના ફેન્સ માટે હવે જોરદાર કામ કરી રહ્યાં છે. આગામી 2 વર્ષોમાં સંજય દત્ત 1 અથવા 2 નહીં પણ 6 ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં સંજય દત્તે ત્રણ ફિલ્મો – કલંક, તુલસી દાસ અને પ્રસ્થાનની શૂટિંગ પૂર્ણ કરી છે. હવે તે પછીની ત્રણ ફિલ્મો માટે શૂટિંગ શરૂ કરશે. અહેવાલો અનુસાર ફિલ્મ ‘શમશેર’ ની શૂટિંગ ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ સંજયે 2 અઠવાડિયા પહેલા તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે 10 ડિસેમ્બરથી આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ પણ શરૂ કર્યું છે, જે માર્ચ સુધી ચાલશે. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં સંજય ઉપરાંત, અર્જુન કપૂર, ક્રિતી સનન અને પદ્મિની કોલ્હાપુરી…

Read More

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું આજે રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં નિધન થયું છે. તેમના મધુપ્રમેહની શિકાયત હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા. તેઓ 77 વર્ષના હતા. પરેશ ધાનાણીએ ફોન પર કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના દુખદ સમાચાર મળ્યા. કોંગ્રેસના અનેક નેતાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્ર વર્તુળો અને શૂભેચ્છકો તેમના નિવાસે પહોંચી ગયા હતા. સ્વ.ઘીરજલાલની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવ વાગ્યે અમરેલી ખાતેના નિવાસેથી નીકળશે.

Read More

ગાંધીનગર ખાતે વકફ બોર્ડ દ્વારા સિટિઝન ચાર્ટરનું લોકાર્પણ અને સુરત તેમજ રાજકોટ ખાતેની બે નવી વકફ બોર્ડની કચેરીઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુસ્લિમ સમાજને કૉંગ્રેસના સ્થાપિત વોટબેંક હોવાના પરોક્ષ રીતે પ્રહારો કર્યા હતા. આ કારણે મુસ્લિમ સમુદાયના આગેવાનો પણ ખિન્ન થઇ ગયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જ્ઞાતિ, જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરી રહી છે. સમજુ અને વિચારશીલ મુસ્લિમ સમુદાય મત આપવામાં થાપ ખાઇ જાય છે. પરંતું, અમારી સરકાર તમામ…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપા સરકાર તૃષ્ટિકરણ કે વોટબેંકની રાજનીતિ નહીં માત્ર વિકાસના એક માત્ર લક્ષ્ય સાથે ૨૩ વર્ષથી થી સુશાસન આપી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિકાસ એ જ માત્ર અમારો એજન્ડા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વગ્રાહી વિકાસમાં જાતિ-પાતિ કોમ ધર્મ સંપ્રદાયથી ઉપર ઊઠીને ગુજરાત અમારો આત્મા- પરમાત્મા એવા સર્વાંગી ઉન્નતિ ભાવથી સરકારે શાસન દાયિત્વ નિભાવ્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તેમજ સીટીઝન ચાર્ટરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત વિશાળ લઘુમતી સમુદાયોને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સુરતના એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સ કમ શબવાહિનીની ચાવી અર્પણ કરી લોકાર્પણ…

Read More

જેમ-જેમ 31 ડિસેમ્બર નજીક આવે છે તેમ-તેમ ગુજરાતમાંથી દારૂ પકડાવવાનો સીલસિલો શરૂ થઈ જાય છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કામગીરીના કારણે બુટલેગરો દારૂ સપ્લાય કરવા માટે અલગ અલગ પેતરાઓ અપનાવી રહ્યા છે. આવું જ કંઇક વાપીમાં સામે આવ્યું છે કે જ્યાં દારૂની હેરફેરીની પોલીસને ખબર ન પડે તે માટે બુટલેગરો એમ્બ્યૂલન્સનો ઉપયોગ કરતા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાપી પોલીસ ગોલ્ડન કોઈન સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસેને દમણથી આવતી એક એમ્બ્યૂલન્સ પર શંકા જણાઈ હતી. શંકાના આધારે પોલીસે એમ્બ્યૂલન્સને રોકી…

Read More

સુરતમાં આજ રોજ પાટીદારના નેતા અલ્પેશ કથિરીયા ધરણા પર બેઠા છે. સુરતથી બે દિવસ પહેલા ડાંગના પ્રવાસે ગયેલી બસ ખાઈમાં ખાબકતા 12 જેટલા બાળકોના મોત થયા હતા. તેમને સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અલ્પેશ કથિરીયાએ આ બાળકોની ટ્રીટમેન્ટની સુવિધાને લઈને સવાલો અને માંગણીઓ કરી હતી. આ માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી અલ્પેશ ઘરણા પર રહેશે. અલ્પેશ કથિરીયાએ પોતાની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું કે જ ઈજાગ્રસ્ત બાળકોને સુરતની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફક્ત એક હોલમાં પંખા નીચે સુવડાવવામાં આવ્યા છે. સરકારે આ બાળકોની હત્યા કરી છે. સરકાર ફ્રી સારવાર આપે એ મહત્વનું નથી પણ ઉત્તમ…

Read More

સુરતના ગોડાદરા વિસ્તારમાં કિન્નરો દ્વારા યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. છ થી સાત કિન્નરની ટોળકીએ યુવાનને જાહેરમાં કપડા ઉતારીને માર્યો હતો. તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગોડાદરાનો આ યુવાન કિન્નરો પાસેથી ઉછીના પૈસા લઈને ભાગી ગયો હતો. તેને શોધવા માટે કિન્નરોએ ભેગા થઈને આ યુવાનના મિત્રને જાહેરમાં પોતાના અને તેના બન્નેનાં કપડા ઉતારીને માર માર્યો હતો. અંગે યુવાને પોલીસ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read More

ગુજરાત સહિત દેશભરમાં ટીવી જોતાં લોકો માટે ખરાબ સમાચાર એ છે કે 29મી ડિસેમ્બરથી દરેક ચેનલ જોવા માટે દર્શકોએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાઈ અને સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ આદેશ પ્રમાણે દરેક ટેનલ પ્રમાણે હવે દર્શકોએ રૂપિયા ચૂકવવાનો વારો આવશે. તમારી મનગમતી ચેનલને જોવા માટે ખિસ્સા હળવા કરવા મોદી સરકારે આવો કિમિયો શોધી કાઢયો હોવાનો સૂર લોકો વ્યક્ત કરી રહ્યા છે. નવા નિયમ પ્રમાણે ટીવી પર ચેનલ જોતાં દર્શકોને બેવડો માર મારવામાં આવી રહ્યો છે. સિંગલ ટીવી અને ચેનલના પેકેજ માટે એમ બેવડી રીતે વાયા ટ્રાઈ સરકાર રૂપિયા ઉસેટવા પ્રયત્નશલી હોવાનું લાગી રહ્યું છે.…

Read More