આણંદના બેડવા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. અને ભોગ બનનારાઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડવા ગામે મુસ્લિમ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં જમણવારમાં દુધીનો હલવો અને ચીકન બિરયાનીની જમ્યા પછી લોકોની તબિયત લથડવા લાગી હતી.જેમાં 10-થી વધુ લોકોને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનનો ભોગ નાના બાળકો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે.
કવિ: Satya-Day
ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામીએ કહેર વરસાવ્યો છે. સમુદ્રની નીચે ખડકો ખસી પડતાં આવેલી સુનામીના કારણે 260 લોકોના મોત થયા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે કારણકે ઘણા લોકો ગુમ થયા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં લાઈવ પર્ફોર્મંસ વખતે ઈન્ડોનેશિયાનું ફેમસ પોપ બેન્ડ સુનામીની ચપેટમાં આવ્યું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્વાળામુખી ફાટવાને કારણે સુનામી આવ્યું હોવાની સંભાવના છે. સુનામીને કારણે હજારો મકાનો નષ્ટ થયા છે અને લોકો ચિચિયારી બોલાવી રહ્યા છે.
રવિવારે રાત્રે ભારતીય આઇડોલ 10 ને સલમાન અલીમાં વિજેતા બન્યો છે. વિજેતાના ખિતાબ માટે લડનારા અન્ય ચાર સ્પર્ધકોમાં નિતિન કુમાર, અંકુશ ભારદ્વાજ, નીલાંજના અને વિબોર પરાશર હતા. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર ચાલતા ઈન્ડિયન આઈડલ 10 ના શો માં આજે ફાઈનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, જેમાં અંકુશ ભરદ્વાજ પ્રથમ રનર અપ અને નાલંજના રે સેકન્ડ રનર અપ રહ્યા હતા.
સેક્સ વર્કર માટે અયોધ્યામાં મોટા ભક્તમાલની બગિયામાં રામ કથા સંભળાવનાર મોરારી બાપુએ બીજા જ દિવસે વ્યાસપીઠ પરથી 11 લાખ રૂપિયા આપવાનું જાહેર કરી દીધુ હતું. એટલુ જ નહી મોરારી બાપુએ લોકોને તેમની મદદ કરવા માટે વિનંતી કરી છે. મોરારી બાપુએ કહ્યું કે શનિવાર સુધી જે લોકો મદદ માટે આગળ આવવા ઇચ્છે છે તે આવી શકે છે. કારણ કે સમાજની મુખ્યધારામાં આ સેક્સ વર્કરને જો જોડવી હશે તો તેઓની મદદ કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે ‘ સેક્સ વર્કર ગુરુ છે, સમાજનું શગુન પણ છે. બંગાળની પ્રથા છે કે દુર્ગા મૂર્તિ બનાવવા માટે માટી સેક્સ વર્કરનાં ઘરેથી જ લેવામાં આવે છે.…
ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ CM વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિંછીયા અને જસદણમાં પાણીના અભાવે પાક સુકાઈ ગયા હોય તેવા હજારો ખેડૂતોને 2 થી 4 દિવસમાં યોગ્ય વળતર આપવામાં આવશે. CM રુપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જસદણે દેશનુ દિશાસૂચન કર્યુ છે. કોંગ્રેસે ખેડૂતોને ખોટા રસ્તે દોર્યા હતા. કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ઘણા મોટા સપનાઓ જોયા હતા. ભાજપે જસદણની પેટાચૂંટણીમાં દરેક સમાજમાંથી વધારે મત મેળવ્યા છે. વેપારીથી લઇને ખેડૂતોએ બધાએ ખોબલે-ખોબલે ભાજપને મત આપ્યા છે. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાની પણ જૂઠી વાત…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજય બાદ કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ મશીનનું ગાણું ગાયું છે. જસદણની પેટાચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને હાલ ખેડુત વેદના પદયાત્રા કરી રહેલા હાર્દિક પટેલના રિએકશન કંઈક અલગ જ જોવા મળ્યા છે. હાર્દિક પટેલે ભાજપ સરકારના મંત્રીઓ, IAS-IPS અધિકારીઓ અને પોલીસ તંત્રની ભૂમિકા સામે સવાલ ઉભા કર્યા હતા અને ભાજપન જીતને મોટી જીત ગણાવી ન હતી. હાર્દિકે કહ્યું કે ભાજપ સરકારે સમગ્ર પ્રશાસનને જસદણની ચૂંટણીમાં કામે લગાવી દીધું હતું અને તેમ છતાં વીસ હજારની લીડથી જીત મેળવી છે તે યોગ્ય કહેવાય નહીં. આટલી બધી મશીનરી કામે લાગી હોય તો કુંવરજી બાવળીયાની જીતની સરસાઈ વધુ હોવી…
મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મહત્વના ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપની કારમી હાર બાદ કેન્દ્રીય મંત્રી નીતન ગડકરીએ કહ્યું કે નેતૃત્વે હાર અને નિષ્ફળતાઓની પણ જવાબદારી લેવી જોઈએ. સાંકેતિક રીતે ગડકરીએ ભાજપના શિર્ષ નેતૃત્વ અંગે આવા પ્રકારની ટીપ્પણી કરી હોવાનું નેશનલ મીડિયા દ્વારા તારણ કાઢવામાં આવી રહ્યા છે. આખાબોલાપણા માટે ચર્ચિત ભાજપના નેતા ગડકરીએ કહ્યું કે સફળતાની જેમ નિષ્ફળતાની પણ જવાબદારી લેવામાં આવવી જોઈએ. સફળતાનાં અનેક દાવેદાર હોય છે પરંતુ નિષ્ફળતામાં કોઈ સાથ આપતો નથી. સફળતાનો જશ ખાટવામાં લોકોમાં સ્પર્ધા જોવા મળે છે પણ જ્યારે નિષ્ફળતા મળે છે તો તેનો કોઈ પણ સ્વીકરા કરતો નથી. બધા જ અન્યો તરફ આંગળી ચિંધતા…
સુરતથી સાપુતારા પ્રવાસ જવા માટે ઉપડેલી 80 થી વધારે વિદ્યાર્થીઓ ભરેલી બસ ઢાળમાં બ્રેક પર કન્ટ્રોલ ગુમાવતા 300 ફુટ ઉંડી ખાઈમાં ખાબકી હતી, જેમાં 10 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત 28 થી વધારે બાળોક ઘાયલ થયા હતા, જેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમને સારવાર ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમમએ જણાવ્યું હતું કે આ આકસ્માત માં જવાબદારો વિરુદ્ધ પગલા લેવામાં આવશે. તેમણે ઈજાગ્રસ્તો માટે 1 લાખ અને આકસ્માતમાં મૃત્યુ પામેલાના પરીવારજનોને 2.50 લાખ સહાય આપવાની જાહેરાત કરી…
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી જીતવા અન્ય ચૂંટણીની જેમ જ સરકારી મશિનરી-પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો છે. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ-સંગઠનના દાવા કરતી ભાજપ પાસે પોતાના કોઈ કાર્યકર કે આગેવાન નથી એટલે ઉછીના/પક્ષ પલટો કરાવીને કોંગ્રેસ પક્ષના વ્યક્તિને ઉમેદવાર બનાવવાની ફરજ પડી. કોંગ્રેસ પક્ષના વફાદાર સૈનિક સામાન્ય પરિવારના અવસરભાઈ નાકિયાને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા. તમામ સમાજ, તમામ વર્ગના મતદાતાઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અવસરભાઈ નાકિયાને આશીર્વાદ આપ્યા. Yepજસદણ વિધાનસભામાં અગાઉ પણ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના ૧૦૦૦…
ડાંગમાં ગઈ કાલે સુરતની ગુરુકૃપા ક્લાસીસની 60 થી વધારે વિદ્યાર્થીઓ ભરેલી બસ 300 ફુટ ઉંડી ખીણમાં ખાબકતા 10 થી વધારે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સાંસદ સી. આર. પાટીલ નવી સિવિલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડાંગ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરુવીરને 2.50 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોની તમામ સારવારોન ખર્ચ રાજ્ય સરકાર આપશે. આજ રોજ સાંજે…