સુરતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા સતત બીજા દિવસે ઉડ્યા છે. સુરત દારૂની મહેફિલ માણતા વધુ 14 લોકો ઝડપાયા છે. શહેરના અઠવા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતી 6 મહિલા અને આઠ પુરૂષ ઝડપાયા છે. અઠવા વિસ્તારમાં આવેલી સિલ્વર રેસિડેન્સીના ધાબા પર શરાબના પ્યાલાની મહેફિલ માણવામાં આવી રહી હતી. આ પાર્ટીનું આયોજન અંકિતાબહેન ઘરે યોજવામાં આવી છે. જેમા પોલીસ વિલન બની હકતી. પોલીસે દારૂ અને બે લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ પકડમાં આવેલા તમામ મહિલા અને પુરૂષ શ્રીમંત પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યુ છે. પોલીસે રાત્રે એક વાગ્યે શરૂ કરવામાં આવેલી કામગીરી સવારના છ વાગ્યા સુધી ચાલી હતી. દારૂના નશામાં ઝડપાયેલા તમામને સિવિલ…
કવિ: Satya-Day
જો પેટ્રોલમાંથી ટેક્સ અને ડીલર્સનું કમિશન બાદ કરવામાં આવે તો દિલ્હી-એનસીઆરમાં એક લીટર પેટ્રોલ માટે એક સામાન્ય માણસે ફક્ત 34 રૂપિયા જ ચુકવવા પડે. લોકસભામાં કરવામાં આવેલા સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી શિવ પ્રચાપ શુક્લએ જણાવ્યું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલર કમિશન 96.9 ટકા પડે છે. તેવામાં ડીઝલ પર તે 60.3 ટકા છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનો ઉકેલ લાવવા માટે સરકારે ઓક્ટોબરમાં ફ્યૂલની કિંમત પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. એક અન્ય સવાલના જવાબમાં નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગત નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયા અને ડીઝલ પર 1.5 લાખ કરોડ…
રાજ્યમાં અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાનાં પ્રશ્નપત્ર લીક થવાને કારણે સરકાર જાણે ઊંધમાંથી સફાળી જાગી ગઇ હોય તેમ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું મોનીટરિંગ પર પણ મુખ્યમંત્રી કાર્યાલય નજર રાખશે. આવી માહિતી અમને આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. નોંધીનીય છે કે રાજ્યમાં આ વખતે માધ્યમિક શિક્ષક માટેની ટાટ પરીક્ષા અને તે પછી લોકરક્ષક દળની પરીક્ષાનનું પ્રશ્નપત્ર લીક થતાં ઘણો હોબાળો મચ્યો હતો. હાલ લોકરક્ષક દળની લીક પેપરની તપાસ ચાલી રહી છે. બોર્ડની પરીક્ષામાં કોઇપણ લૂપ ન આવે તે માટે અત્યારથી જ તૈયારીઓ થઇ રહી છે. રોજેરોજ સીએમ કાર્યલયમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. જેના માટે દરરોજ રાજ્યના કુલ પાંચ ડીઈઓને ગાંધીનગર…
શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુશ્કા શર્માની ફિલ્મ ઝીરો રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં અનેક સ્ટાર્સે કેમિયો રોલ કર્યો છે પરંતુ એક એક્ટ્રેસની ઝલક જોઇને સૌકોઇ દંગ રહી ગયાં. જણાવી દઇએ કે તે એક્ટ્રેસ બીજુ કોઇ નહી પરંતુ શ્રીદેવી છે. શ્રીદેવીની એક્ટિંગ, તેની ખૂબસુરતીને જોઇને દર્શકો પણ દંગ રહી ગયા. જણાવી દઇએ કે ફિલ્મોમાં આ શ્રીદેવીની આખરી ઝલક છે. જો કે શ્રીદેવીની સાથે સાથે ફિલ્મમાં જૂહી ચાવલા, રાની મુખર્જી, કાજોલ, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં છે. આ તમામ સ્ટોર્સ ફિલ્મમાં એક બોલીવુડ પાર્ટી માટે એક સાથે આવે છે. તેવામાં કરિશ્મા કપૂરે ઝીરોની રીલીઝના દિવસે…
ભાવનગરના ઘોઘા નજીક દરિયામાં ગરકાવ થયેલી ટગમાંથી વધુ એક શખ્સનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. હજી ત્રણ લોકો લાપતા છે. ઘોઘા નજીક વરુણ નામની ટગમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ટગ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જે દરમ્યાન ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને ઘોઘા લાવવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત અતિ ગંભીર હોવાથી તેમને સારવાર માટે ઘોઘા ખસેડવામાં આવ્યા હતા. ટગ પાણીમાં ગરકાવ થઈ તે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટગમાં કસ્ટમ વિભાગના અધિકારીઓ અને શિપબ્રેકરના સ્ટાફ સહિત 15 લોકો ગયા હતા. ટગમાં સાથે રહેલ ડીઝલનો જથ્થો સપ્લાય કરવાનો હોવાથી ક્રૂ મેમ્બરો ડિઝલની સપ્લાય કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ટગમાં…
સુરતના પોશ એરિયા એવાં પીપલોદમાં આવેલી ઓઈસ્ટર હોટલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતી પકડાઈ છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને મળેલી બાતમીનાં આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો હતો અને દારુની મહેફીલ માણતી મોટા ઘરની મહિલાઓને પકડી પાડી છે. રાત્રીના સમય દરમિયાન મહિલાને પોલીસ લોકઅપમાં રાખી શકાય એમ ન હોવાથી તમામને ઘરે જવા દેવામાં આવી છે અને આવતીકાલે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. તમામ 21 મહિલાઓનાં આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. ઓઈસ્ટર હોટલમાં બેવડી બનેલી મહિલાઓના નામ વાંચીને ચોંકી જવાય તેમ છે. આ દારુ પાર્ટીમાં મુસ્લિમ મહિલાનું નામ પણ પોલીસ ફરીયાદ દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસનાં દરોડામાં…
સુરતમાં આજે જાણે નવા વર્ષની ઉજવણી થઈ રહી હોય એમ ઓઈસ્ટર હોટલમાં 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ શરાબની મહેફીલ માણી રહી હતી. પોલીસે અચાનક રેડ પાડતા આ તમામ મહીલાઓનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી અને તેમને તબીબી પરીક્ષણ માટે મોકલી હતી. સુરતની હાઈપ્રોફાઈલ ગણાતી એવી મોંધી મહિલાઓએ આજે આવું હલકુ કૃત્ય કરીને શહેરનું નામ બદનામ કર્યું છે. આ મહીલાઓ જાણ કોઈ લગ્નમાં આવી હોય એ રીતે હેવી લાઉન અને વન પીસ પહેરીને મહેફીલ માણી રહી હતી. રેડ પડતાની સાથે જ આ તમામ મહીલાઓના પતીઓ તેમને લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે…
ગાંધીના ગુજરાતમાં દારબંધી હોવા છતા સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર આવે એ પહેલા જ સુરતની ઓઈસ્ટર હોટલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતી પકડાઈ હતી અને તેમને તબીબી પરીક્ષણ માટે હાલ સિવિલમાં લઈ જવામાં આવી છે. હાલ સવાલ એ ઉભો થાય છે કે ગાંધીના ગુજરાતમાં અને આટલા કડક બંદોબસ્ત વચ્ચે સુરતમાં દારૂ આવ્યો ક્યાંથી? હાલ શંકાની સોય ઉમરા પોલીસ અને હોટલના સંચાલકો પર છે. કારણકે ઓઈસ્ટર હોટલ આ પહેલા પર હુક્કાબાર તેમજ અન્ય ઘટનાઓને લીધે વિવાદમાં આવી છે. આ પાર્ટીની પાછળ સંચાલકોનો હાથ તો હોય શકે છે તે ઉપરાંત એક પ્રશ્ન ઉમરા પોલીસ પર પણ ઉઠી…
સુરતમાં 31 ડિસેમ્બર પહેલા જ દારુની રેલમછેલ જોવા મળી છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં આજે રાત્રે સુરતની 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. આ તમામ મહીલાઓને હાલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ઘટનાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે પણ મહત્વનો પ્રશ્ન એ છે કે આ મહીલાઓને હોટલમાં કીટ્ટી પાર્ટી કરવાની પરમિશન કોણે આપી? સુત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે આ હોટલમાં પહેલા પણ હુક્કાબાર પકડાયું હતું અને આ ઉપરાંત ઘણી વખત દારૂ પકડવાની ઘટનામાં પણ હોટલ વિવાદમાં આવી હતી. આજ રોજ સુરતની હાઈ પ્રોફાઈલ મહિલાઓ આ જ હોટલમાંથી દારૂ પીતી…
દેશની પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે સત્તા કોંગ્રેસના હાથમાં આવી છે. જેમાં બે રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસને 15 વર્ષ બાદ સત્તા મળી છે. તો રાજસ્થાનમાં ઉલટફેરનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. મિઝોરમમાંથી કોંગ્રેસને એક દાયકા બાદ ઘર વાપસી કરવાનો વારો આવ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે ખૂબ મોટા વાયદા કર્યા હતા. હવે તે પૂરા ન કરે તો લોકસભાની ચૂંટણી નજીક જ છે. જનતા પોતાનો પરચો ત્યાં બતાવી દે. જેના કારણે હવે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ત્યાં તે પોતાનો મેજીક બતાવી રહી છે. જ્યાં સૌથી છેલ્લે પરિણામ આવ્યું ત્યાં મધ્યપ્રદેશના નાથ કમલનાથ તો એક બાદ એક નવી યોજનાઓ અને…