જો તમે ભુલથી તમારું બેંકનું કામ કરવાનું ભુલી ગયા છો તો હવે તેને કરવા માટે 24 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. કારણકે 21 થી 23 અને પછી 25 અને 26 ડિસેમ્બર સુધી બેંક બંધ રહેશે. બેંકના કર્મચારીઓની હડતાલને પગલે બેંકમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બધી સરકારી અને પ્રાઈવેટ બેંકમાં રજા રહેશે. 23 ડિસેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે બધી બેંક બંધ રહેશે, સોમવારે 24 ડિસેમ્બરના રોજ બેંક ચાલુ રહેશે અને કામકાજ થશે, પરંતુ ત્રણ દિવસોની બંધી બાદ બેંકમાં ભીડ જમા થઈ જશે.
કવિ: Satya-Day
હાલમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન થવા જઇ રહ્યુ છે, ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં કોને ફાયદો અને કોને નુકસાન થશે તેનું વિશ્લેષણ અવશ્ય કરવા જેવું છે. કારણકે આ બેઠક માટે બંને પક્ષો પોતાની પૂરી તાકાત થી પ્રચાર કરી રહ્યા હતા અને કોણ જીતશે કોણ હારશે તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બેઠક કોંગ્રેસ હારશે તો તેની એક સીટ ઓછી થશે પરંતુ જો ભાજપ હારે કે જીતે તો ભાજપ ને કોઈ નુકસાન નહી જાય!! આવુ અમે શા માટે કહી રહ્યા છીએ તે તમે વિચારતા હશો. ભાજપ દ્વારા કુંવરજી બાવળિયાને જ્યારે પક્ષપલટો કરીને ભાજપના કેસરિયા કરાવવામાં આવ્યા…
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કીરણ જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી થોડા દિવસો પહેલા 1.35 કરોડના સોના અને હીરાની ચોરી તઈ હતી. ચોરી કરીને તસ્કરો ભાગી છુટ્યા હતા. આજ રોજ સુરત પોલીસે આ ઘટનાને અંજામ આપનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામ જીઆઈડીસી પાસે આવેલા કીરણ જેમ્સ જ્વેલરીમાંથી 5 કિલો સોનું અને 1 કરોડના હીરાની તસ્કરી થઈ હતી. ચોરી કરનાર આ પાંચ આરોપીઓની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડી છે. હાલ આ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.
ગુજરાતની ભાજપ સરકાર માટે ખરાખરીના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યે જે આંકડા મળી રહ્યા છે પ્રમાણે જસદણની પેટાચૂંટણીમાં સરેરાશ 73 ટકા વોટીંગ થયું હોવાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે. ચાર વાગ્યા સુધી 65 ટકા વોટીંગ હતું અંતિમ એક કલાકમાં વધીને પાંચ ટકા વોટીંગ થયું હોવાનું ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે. હવે 23મી તારીખે મતગણતરી કરવામાં આવશે. એક વર્ષ પહેલાં એટલે કે ડિસેમ્બર-2017ની વાત કરીએ તો જસદણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 73.44 ટકા વોટીંગ થયું હતું. જ્યારે એક વર્ષના સમય બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ 73 ટકા વોટીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 2017માં કુંવરજીની…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન થયું હતું. આ પેટાચૂંટણીમાં ભારે મતદાન થવાની સંભાવના છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન અગાઉ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં કુંવરજી મતદારને ધમકાવી રહ્યા હોવાનું કથિત રીતે જણાઈ આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપ સાંભળતા અવાજ આવે છે કે કોણ રાજુ બોલે છે, સામેવાળી વ્યક્તિ જવાબ આપે છે કે મોટું ગામના રમેશ જાદવનો છોકરો બોલું છે. તો કથિત રીતે ભાજપના ઉમેદવાર કુંવરજી કહે છે કે દોરો લઈને દિસે તો દેખાશે નહીં. પછી ક્યાંય જડશે નહી. તારું નામ લખી રાખું છે, તારુંય નામ લખી રાખું છું. પછી કોઈના કહેવાથી કશું થશે…
આજથી કેવડિયાખાતે ત્રણ દિવસ ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જોકે DG કોન્ફરન્સ પૂર્વે આજે કેવડીયામાં વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. કેવડિયા ગામને સ્થળાંતરીત કરી વિવિધ રાજ્યોના ભવન બનાવવા સામે વિરોધ ગ્રામજનો તેમજ આદિવાસી સમાજે નોંધાવ્યો હતો. આજથી 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. કેવડિયા, ગરુડેશ્વર સજ્જડ બંધ રહયા હતા અને સવારથી જ બજારો અને દુકાનો સજ્જડ બંધ રહ્યા હતા. DG કોન્ફરન્સના પગલે આજે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી .આદિવાસીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહીં આપીએ. આદિવાસીઓના અલગ-અલગ…
જસદણમાં જોરશોરમાં વોટીંગ ચાલી રહ્યું છે ત્યારે હવે ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે, તે પહેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પર કેટલાક આરોપો લગાવ્યા છે. જેમાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પોલીસનો ગેર ઉપયોગ કરી રહ્યું છે. ભાડલા ગામે કોંગ્રેસના કાર્યાલય ખાતે સ્થાનીક આગેવાનો પર પોલીસે ડંડાવાળી કરી છે. આ વિશે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક મોબાઈલ વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભાજપ હાર ભાળી ગઈ છે, તેથી હવે તે પોલીસની મદદથી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. આચાર સંહિતાનો નિયમ ફક્ત કોંગ્રેસને જ લાગુ પડતો હોય એવું જોવા…
સુરતના ડૂંભાલ વિસ્તારમાં આવેલા ડૂંભાલ ટેનામેન્ટમાં હેતુફેર કરી મકાનોનાં બદલે દુકાનો ચણી દઈ ધંધો કરતી 14 દુકાનોને સીલ મારવાની કામગીરી સુરત મહાનગરપાલિકાનાં લીંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી. રહેઠાણ માટે ફાળવવામાં આવેલા આવાસોમાં મકાન માલિકોએ દુકાનો બનાવી દીધી હતી.આ ઉપરાંત કેટલીક દુકાનોએ રસ્તા પર દબાણ કરતાં તેની પણ તોડફોડ કરવામાં આવી હતી. વિગતો મુજબ ડુંભાલ ટેનામેન્ટમાં વર્ષોથી મકાનોને તોડીને દુકાનો બનાવી દેવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં ગરીબ લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ મકાનને બદલે લોકોએ દુકાનો ચણી દીધી હતી. પાલિકા દ્વારા દુકાનધારકોને નોટીસ આપવામાં આવી હતી પરંતુ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા…
ગત મોડી રાત્રે પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને જસદણ છોડવાની પોલીસ દ્વારા ફરજ પાડવામાં આવ્યા બાદ આજે મતદાનના દિવસે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ઋત્વિક મકવાણાને જસદણ છોડી દેવાની પોલીસે ફરજ પાડતા ભારે વિવાદ અવે બખેડો સર્જાયો છે. ઋત્વિક મકાવાણા ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને કોળી સમાજના આગેવાન છે. જસદણ અને રાજકોટ વચ્ચે પોતાના ખેતરે જઈ રહેલા મકવાણાને આકોટકોટ પોલીસે રસ્તામાં આંતરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ઋત્વિક મકવાણાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા પોલીસને ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું મારા ખેતરે(વાડી) તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં મારા ઓળખીતા મકવાણા પરિવારનાં લોકો સાથે વાત…