ગુજરાતની રૂપાણી સરકાર માટે ભારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી જસદણ-વીંછીયાની પેટાચૂંટણી માટે આવતી કાલે એટલે કે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનનાં આગલા દિવસે ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. મતદાનનાં ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. મંત્રી પદ મેળવવા માટે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. બન્ને પક્ષો પૈકી ભાજપે આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જસદણમાં કુલ 2,30,612 મતદારો છે. જેમાં કોળી-કાઠી,ઓબીસી મતદારો અત્યાર સુધી નિર્ણાયક…
કવિ: Satya-Day
વલસાડમાં વેજલપુર ખાતે આવેલી કાજુ બનાવતી આર.કે. કેશયુ નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ એટલી ભયાનક હતી કે આખી કંપની બળીને ખાખ થઈ ગઈ છે અને માલસામાનને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેશયુ કંપનીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આસપાસ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આખી રાત ફાયર બ્રિગ્રેડ અને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે, હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઇ છે. ફિલ્મના એક્ટરે પોતાને પૈસા ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં કામ કરી રહેલા એક્ટર એન્ડી વૉચ ઇઝે નિર્માતાઓ પર પોતાને ફીની પુરેપુરી રકમ ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. એક્ટર વૉચ ઇઝે ફિલ્મમાં અંગ્રેજી ઓફિસરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનુ પ્રૉડક્શન જી સ્ટુડિયોઝે કમલ અને નિશાંત જૈનની સાથે મળીને કર્યુ છે. ફિલ્મમાં કંગના લીડ રૉલમાં છે. વૉચ ઇઝે લખ્યુ કે, આજે મણિકર્ણિકાનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, મને હજુ પણ પ્રૉડક્શન હાઉસમાંથી મારા કામના પુરા પૈસા નથી આપવામાં…
ઘણીવાર એવું બને છે કે તમે સગવડતા માટે ઓટોમાં યાત્રા કરવાનું પસંદ કરો પરંતુ યોગ્ય રસ્તાની જાણકારી અને ઓટોના ભાડા વિશે ખ્યાલ ન હોવાથી ઓટોચાલક મનફાવે તેવું ભાડુ વસુલ કરી લેતા હોય છે. કેટલાક રીક્ષાચાલક ગ્રાહકને લાંબા રૂટ પરથી લઈ જાય છે જેથી મીટર વધારે ભાડુ લાગી શકે. પરંતુ આ રીતે હવેથી રીક્ષાચાલકો તમારી પાસેથી ભાડુ વસુલ કરી શકશે નહીં. કારણ કે તમારી મદદ ગૂગલ મેપ કરશે. ગૂગલ મેપના માધ્યમથી અત્યાર સુધી તમે રસ્તા સરળતાથી શોધતા હશો પરંતુ હવે મેપ તેના યૂઝર્સને અન્ય સુવિધાઓ પણ આપશે. આ સુવિધા અનુસાર લોકો મેપના માધ્યમથી ઓટોરિક્ષા માટે યોગ્ય રસ્તો શોધી શકશે. ગૂગલ મેપની…
જમ્મૂ-કાશ્મીરમાં આજરોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. રાજ્યપાલના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સોમવારે જ રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી દીધી હતી. હવે તેના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મહોર લાગવાની બાકી છે. એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે બુધવારે કોઇપણ સમયથી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. આ અગાઉ 1990થી ઓક્ટોબર 1996 સુધી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટયા બાદ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ તો કોઇ પણ પક્ષે સરકાર બનાવવા ગઠબંધન કરવા તૈયાર નહોતું. આ સમયે રાજ્યમાં રાજ્યપાલશાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આમ હવે રાજ્યપાલ શાસન પુરુ થતા રાષ્ટ્રપતિ…
ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દસ મહિનામાં બળાત્કારના 502 જેટલા કેસ નોંધાયા છે. એટલું જ નહીં મહિલાની છેડતીના બનાવોમાં પણ વધારો થયો છે. લગભગ એક હજારથી વધારે મહિલાઓની છેડતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં બળાત્કારના 82 કેસ વધારે નોંધાયા છે. રાજ્યમાં 10 મહિનામાં જ 502 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં આ આંકડો વધારે છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેર અને જિલ્લામાં બળાત્કારના સૌથી વધારે બનાવો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં બળાત્કારના 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં 10 મહિલાઓ ભોગ બની હતી.…
હમણાં જ રણવીર અને દીપિકાએ લગ્ન બાદ મુંબઇમાં રિસેપ્શન રાખ્યુ હતું, જ્યાં ફિલ્મ જગતના તમામ સ્ટાર તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં વરુણ ધવન, શાહરુખ ખાન, કેટરીના કેફ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવા તમામ બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા અને નવા કપલને તેના લગ્નના અભિનંદન આપ્યા હતા. અહીં કોઇ મિસિંગ હતુ તો તે રણબીર અને આલિયા હતા. તેને લઇને ખબર આવી છે કે બંને અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ની શુટીંગમાં વ્યસ્ત છે, એટલા માટે આ રિસેપ્શનમાં પહોચી ન શક્યા. જો કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને આ વિશે પુછવામાં આવ્યુ કે રણબીર તેમની રિસેપ્શન પાર્ટીમાં કેમ ન આવ્યો તો તેના પર તેણે…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી રકમ માટે રાજ્ય સરકારે રૂા. 625 કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ અને ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ‘ એક વખતની સંપૂર્ણ માફી યોજના’ નો લાભ મળશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક…
આઈપીએલ-2019 માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થરુ થઈ ગઈ છે. કુલ 346 ક્રિકેટર આ હરાજીનો ભાગ બનશે, જેમાં 226 ભારતીય છે. આ વખતે હરાજી માટે 1003 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જોકે 8 ફ્રેન્ચાઇઝીઓએ તેમાંથી 346 ખેલાડીઓની જ યાદી બનાવી હતી. ગત વર્ષે ભારતના ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો વેચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે 1.5 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં સામેલ એકમાત્ર ભારતીય છે. 1 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝમાં યુવરાજ સિંહ, રિદ્ધિમાન સાહા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. ચેન્નાઈએ મોહિત શર્માને 5 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ 50 લાખ હતી.…
ઈન્ટરનેટનો ઉપયોગ કરવો એ યૂઝર્સ માટે ભયજનક બનતું જઈ રહ્યું છે. જો તમે પોતાની તરફથી ઈન્ટરનેટ પર જુદી જુદી વેબસાઈટ પર પોતાની વ્યક્તિગત જાણકારી આપતા હોય, તો ચેતી જજો. કારણ કે તેને હેકર્સ 3500 ડોલર્સમાં ખરીદી લે છે. જો એક ફોટો કે પાસવર્ડની કિંમત 40 પૈસાથી પણ ઓછી છે. એવામાં તમારા બેંક એકાઉન્ટથી લઈને વ્યક્તિગત ફોટો, ક્રેડિટકાર્ડની જાણકારી, સોશિયલ મીડિયા પોસ્ટ કઈં પણ સુરક્ષિત નથી. ઈન્ટરનેટ પર નામી કંપનીઓની એપ્સ પર પણ તમારી જાણકારી શેર કરવી ઓછી ભયજનક નથી. કેસ્પરસ્કી લેબ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં ઉબેર, નેટફ્લિકસ, સ્પોર્ટફાઈ જેવી મશહૂર એપ્સના સિવાય ગેમિંગ વેબસાઈટ્સ, ડેટિંગ એપ્સ અને અશ્લીલ સામગ્રી…