જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં એક જવાન શહીદને વર્યો હતો. આ ઉપરાંત સિક્યોરિટી ફોર્સીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 6 નાગરિકો મોતને ભેટ્યા હતા. પોલસે આ જાણકારી આપી હતી. ગુપ્ત માહિતીના આધારે લશ્કરે પુલવામાના સિરનૂ ગામમાં કોમ્બીંગ કર્યું હતું અને કોમ્બીંગ દરમિયાન જ અથડામણ શરૂ થઈ ગઈ હતી. પોલસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અથડાણમાં પ્રદર્શનકારીઓ પૈકી ઈજાગ્રસ્ત થયેલા યુવાનોની ઓળખ આમીર અને આબિદ હુસૈન તરીકે કરવામાં આવી છે. આ બન્ને યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જમ્મૂ-કાશ્મીરના પુલાવામા જિલ્લામાં…
કવિ: Satya-Day
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ અને વરાછા ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ડોર ટૂ ડોર ગાર્બેજ દ્વારા લવાતા કચરાના નિકાલ અંગે કોન્ટ્રાક્ટરો દ્વારા સુરત મહાનગરપાલિકાએ નક્કી કરેલા નિયમો અને શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે બેથી ત્રણ વખત સુરત માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા દ્વારા ફરીયાદ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા યુજી નાયક(ઉદય નાયક)ને પણ ફરીયાદ કરી રૂબરૂમાં પુરવા સહિતની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કોન્ટ્રાક્ટર ઈકો વિઝનને નોટીસ આપી હતી. આ નોટીસ સંભવિત ફરીયાદના બદલે માત્ર કચરાનો…
પોતાની દિકરીના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરનારા મુકેશ અંબાણી એક માત્ર પિતા બન્યા છે. ઈશા અંબાણી-આનંદ પિરામલના રિસેપ્શનમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. અમિતાભથી લઈ જોની લીવર સુધીના સિતારા જોવા મળ્યા હતા ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ કેમેરાની કીકીથી બચી શક્યા ન હતા. મેરેજ રિસેપ્શનમાં અલ્પેશ ઠાકોરની અનેક નામી હસ્તીઓ સાથે મુલાકાત થઈ હતી. ખાસ કરીને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમને સ્ટેજ પર આવકાર્યા હતા અને ત્યાર બાદ સાંસદ પરિમલ નાથવાણી, સની દેઓલ, જીતેન્દ્ર સાથેની અલ્પેશ ઠાકોરની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખાસ્સી ફરતી થઈ હતી. ઈશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન રંગે-ચંગે ઉજવાયા. તો…
ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી હતી. ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય સચિવ અનીસ હકીમના નિવાસે સુરતના વકફ ટ્રસ્ટોના ટ્ર્સ્ટીઓ સાથે સિટીઝન ચાર્ટર અંગેની સમજ આપવા અને આવનાર 25મી તારીખના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળના કાર્યક્રમ વિશે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. વકફ બોર્ડ દ્વારા સર્વપ્રથમ વખત સિટીઝન ચાર્ટરનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તક શરૂ કરવામાં આવી રહ્યો છે. સિટીઝન ચાર્ટર અંગે સજ્જાદ હીરાએ વાત કરતાં જણાવ્યું કે વકફ બોર્ડ હેઠળ નોંધાયેલા ગુજરાત ભરની મસ્જિદ, મદ્રેસા અને દરગાહોના ટ્ર્સ્ટોની માહિતી માત્ર એક જ ક્લિકના આધારે મેળવી શકાશે. સિટીઝન ચાર્ટરની સિસ્ટમથી વકફ બોર્ડમાં નોંધાયેલા ટ્ર્સ્ટોની કામગીરીને વધુમાં વધુ…
સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર વધારવા અને સુધારવા માટે સરકારે આ કામગીરી શરૂ કરી છે.. હવે ધોરણ 3થી 8માં વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ કસોટી લેવાશે. નેશનલ એસેસમેન્ટ સર્વેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહેતુ હોવાથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારે આ પગલુ ભર્યું છે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરથી સાપ્તાહિક કસોટીનો રાજયમાં પ્રારંભ થશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હસ્તકની તમામ જીલ્લા પંચાયત હેઠળની સરકારી તથા કોર્પોરેશન સંચાલિત સરકારી સ્કૂલોમાં ધો.3થી8ના વિદ્યાર્થીઓની સર્વ સિક્ષા શિક્ષા અભિયાન અંતર્ગત પીરિઓડિકલ એસેસમેન્ટ ટેસ્ટ એટલે કે સાપ્તાહિક મૂલ્યાંકન પરીક્ષા લેવામાં આવશે. જે મુજબ દર શનિવારે તમામ સરકારી સ્કૂલોમાં ધો.3થી8ના બાળકોની જુદા જુદા વિષયની કસોટી લેવાશે. જેમાં દર…
વોટ્સએપ પર આગામી થોડા જ દિવસોમાં કેટલાક નવા ફીચર યૂઝર્સ માટે એક્ટિવ કરવામાં આવશે. આ ફીચરમાં ક્યૂઆર કોડ, ડાર્ક મોડ, પિક્ચર ઈન પિક્ચર મોડ વગેરેનો સમાવેશ થાય છે. જો તમને પણ વોટ્સએપના આ નવા ફીચર ટ્રાય કરવાની ઈચ્છા હોય તો તેના માટે વોટ્સએપનું બીટા વર્ઝન ડાઉનલોડ કરવું જરૂરી છે. બીટા વર્ઝન ડાઉનલોડ કર્યા પછી કેવી રીતે કરવો આ નવા ફીચરનો ઉપયોગ ચાલો જાણી લો સૌથી પહેલા. કંસેક્યુટિવ વોઈસ મેસેજ આ ફીચરના કારણે તમે તમારા વોટ્સએપ પર આવેલા વોઈસ મેસેજને એક પછી એક પ્લે કરી શકો છો. એક કરતાં વધારે વોઈસ મેસેજ જેને આવતાં હોય તેમના માટે આ ફીચર વરદાન સાબિત…
ઉત્તર ભારતમાં થઈ રહેલ બરફવર્ષની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી જ્યાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી હતી. જ્યારે ડીસા ખાતે 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી હતું. જોકે શુક્રવારે ગગડીને 2.4 ડિગ્રી નોંધાયું હતું. ઊનાનાં મોટાડેસર ગામે ભારે પવનથી વૃક્ષ માથે પડતાં ખેડુત યુવાનનું મોત નિપજયું હતું. જૂનાગઢ શહેરમાં શુક્રવારે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરમાં હોર્ડિંગ્સ તુટ્યાં છે, આ ઉપરાંત શહેરનાં સરદારબાગ અને મજેવડી દરવાજા પાસે અનેક વૃક્ષોની ડાળીઓ પડી ગઇ છે. તેમજ શહેરમાં ધૂળની ડમરી ઉઠી છે.
ધાર્મિક સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને પવિત્ર સ્થાન માનવામાં આવે છે, પણ આજે શિક્ષણ સંસ્થા હોય કે ધર્મ સ્થાન દરેક જગ્યા પરથી ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર ક્યાંકને ક્યાંક સામે આવતા હોય છે. આજે પણ એક પ્રખ્યાત ધર્મ સંસ્થા માટે શર્મજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર 24 વર્ષનો યુવાન મનોજ (નામ બદલીને) છેલ્લા 15 દિવસથી મંદિરના જૂના બિલ્ડિંગમાં સૂર્યપ્રકાશ સ્વામીના રૂમમાં વાંચવા જતો હતો. 13 ડિસેમ્બર, ગુરુવારે રાતે 11.30 વાગ્યે મનોજ તેના મિત્ર સાથે સૂર્યપ્રકાશ સ્વામીના રૂમમાં વાંચવા ગયો હતો. થોડી વાર પછી મંદિરમાં જ રહેતા…
ગુજરાતમાં મોટા ભાગે અવાર નવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. જેમાં આજ રોજ દક્ષિણ ગુજરાતમાં 3.7 ની તીવ્રતાનો ભુકંપ સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરત અને નવસારીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભુકંપનું કેન્દ્રબીંદું સુરતથી 20 કિલોમીટર દુર ભરૂચ આસપાસ હોવાનું જાણવામાં આવ્યુ છે. જો કે અત્યાર સુધી કોઈ જાનાહાની સર્જાઈ નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે આઈસલેન્ડમાં પુરૂષની જનસંખ્યા ખુબ ઓછી છે અને આ કારણથી જ અહીંની સરકારે એક ખાસ ઓફર કાઢી છે. આઈસલેન્ડની સરકાર આ દેશની છોકરી સાથે લગ્ન કરનાર અન્ય દેશના યુવકને દર મહિને 5 હજાર ડોલર આપશે. એટલે કે, તમને આઈસલેન્ડની યુવતી સાથે લગ્ન કરવા પર મળશે દર મહિને 3 લાખ 33 હજાર રૂપિયા. આ શહેરમાં પુરૂષોની જનસંખ્યા સૌથી ઓછી છે, જેના કારણે મજબૂર થઈને આઈસલેન્ડ સરકારે આ પગલું લેવું પડ્યું છે. આજકાલ આ સમાચાર ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે. લગ્નની આ શાનદાર ઓફરમાં લગ્ન ઈચ્છુક પુરૂષે આ દેશની છોકરી સાથે લગ્ન કર્યા બાદ આ દેશમાં…