આજ રોજ અમદાવાદમાં બસમાં ચોરી અને લૂંટફાટની ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદથી પાલનપુર જતી એસ ટી બસને હાઈજેક કરીને લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં 9 લુંટારાઓ ઉનાવાથી હથિયાર સાથે બસમાં ચડ્યા હતા અને લગભગ 1 કરોડ રબપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લૂટારૂઓએ બસ ડ્રાઈવરને રિવોલ્વર બતાવીને નંદાસણ પાસે બસ ઉભી રખાવી ડિસાથી અમદાવાદ બસમાં બેસેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવીણ પાસેથી 1 કરોડનો માલ જપ્ત કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કવિ: Satya-Day
અલ્પેશ કથિરીયાને સુરતમાં રાજદ્રોહના ગુનામાં જેલ મુકત કરાયા બાદ આજ રોજ ધાર્મિક માલવિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 9 ડિસેમ્બર સોમવારે અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કર્યા બાદ સુરતમાં ત્રિદિવસીય સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં અનામતની માંગ સાથે લાજપોર જેલથી લઈને વરાછા સુધી રેલી યોજાશે. આ રેલીમાં અલ્પેશ કથિરીયા સાથે હજારો પાટીદારો જોડાશે. આ ઉપરાંત અનમાતની માંગ સાથે બીજી બે રેલી ખોડલધામ અને ઉમિયાધામમાં યોજાશે. 1)પ્રથમ રેલી તારીખ – 9 ડિસેમ્બર, 2018 રુટ – લાજપોર જેલ- ભેસ્તાન-ઉધના-રીંગરોડ- ખોડિયાર મંદીર-સ્ટેશન- ઉમિયા મંદીર-મિનીબજાર- સરદાર પ્રતિમા- વરાછા રોડ- બરોડાપ્રિસ્ટેજ-હીરાબાગ- સીતાનગર-પુણાગામ- કારગીલ ચોક-યોગી ચોક- સિમાડા-સવજી કોરાટ બ્રિજ- સુદામા…
દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સતત પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે પરંતુ આ વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લગ્ન બાદ પણ દીપિકાની બાદશાહત જળવાઈ રહી છે. કારણ કે દીપિકા એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા બની ગઈ છે દીપિકા પાદુકોણ હવે એશિયાની 50 સૌથી સેક્સિએસ્ટ મહિલાઓની યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. જોકે, પ્રિયંકા ચોપરા પણ આ યાદીમાં સામલે છે પરંતુ તેને બીજું સ્થાન મળ્યું છે. આ યાદી બુધવારે જારી કરવામાં આવી છે. વિતેલા વર્ષે આ યાદીમાં પ્રિયંકા ચોપરા ટોપ પર હતી પરંતુ આ વખતે દીપિકા બાજી મારી ગઈ છે. આ બન્ને ઉપરાંત ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પણ આ…
પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ને સુરત માં રાજદ્રોહ ના ગુનામાં જમીન મળ્યા બાદ અમરોલી માં 307 ના ગુણ માં પણ કોર્ટે જમીન આપ્યા હતા. અલ્પેશ ને જામીન મળતા પાસ કન્વીનર હાર્દિક પટેલ લાજપોર જેલ ખાતે અલ્પેશને મળવા પહોંચ્યો હતો. જોકે ત્યાં અલ્પેશ સાથે મુલાકાત નહીં થતા હાર્દિક અલ્પેશ ના પરિવારજનોના મળવા તેના ઘરે ગયી હતો.અલ્પેશ ના પરિવારજનો એ હાર્દિક નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અલ્પેશ ની માતા એ હાર્દિક ને જમાડયો હતો. અલ્પેશ ને જમીન બાદ હવે પાસ ની અનામતની લડાઈ કઈ દિશામાં જાય છે તેના પર સૌની મિત મંડાયેલી છે. હાર્દિકે મીડિયા સામે રૂપાણી સરકાર ની ઝાટકણી કાઢી હતી…
કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર દેશના બાળસુરક્ષા ગૃહના બાળકો માટે હોંસલા 2018 રમત ગમતનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં ગુજરાત રાજ્ય માંથી પસંદગી પામેલા 34 બાળકો પૈકી ધરાસણા બાળ સુરક્ષા ગૃહની અમિત સાનકરએ ઉંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતમાંથી એકમાત્ર સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલા તેમજ સ્ટાફ દ્વારા તેની સન્માન કરાયું હતું. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દ્વારા હોંસલા 2018 અંતર્ગત દેશના તમામ બાળસુરક્ષા ગૃહના બાળકો માટે દિલ્હી ખાતે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત રાજ્યમાંથી 34 બાળકો આ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા.જેમાં વલસાડ…
બોલીવૂડ સિંગર મીકા સિંહને બ્રાઝીલની એક મોડલ સાથે છેડતી અને અશ્લીલ તસવીરો મોકલવાના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ પોલીસે ધરપકડ કરી છે. મીકા સિંહ પર બ્રાઝીલની 17 વર્ષની એક મોડલે ફરીયાદ કરી હતી કે તેમણે અશ્લીલ તસવીરો મોકલી છે. મીકા સિંહ આ પહેલા બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને 2016માં પોતાના જન્મદિવસની પાર્ટીમાં કિસ કરવાને લઈને વિવાદમાં ફસાયા હતા. મીકા સિંહને દુબઈની મુરક્કાબાત પોલીસે ગુરૂવારે સવારે 3 વાગ્યે ધરપકડ કરી છે. c અને ત્યારે રાખી સાવંત તેના સપોર્ટમાં આવી હતી અને કહ્યું હતું કે મીકા હવે બદલાઈ ગયો છે. 2015માં દિલ્હીમાં એક પ્રોગ્રામમાં મીકા સિંહે સ્ટેજ પર ચડેલા પોતાના એક ડૉક્ટર…
આ બનાવની વિગત અનુસાર થાઇલેન્ડની પોલીસે લગ્નના બોગસ દસ્તાવેજો જમા કરાવવાના આરોપમાં આજે દસ ભારતીય પુરુષો અને 24 થાઇ મહિલાઓની ધરપકડ કરી છે. થાઇલેન્ડ પોલીસ અનુસાર આ ઘટનામાં 20 ભારતીયો હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસ અનુસાર આરોપીઓએ જિલ્લા અધિકારી પાસે બોગસ દસ્તાવેજ રજુ કર્યાં જેથી કરી ત્યાંનું નાગરિકત્વ મળી જાય. આ ભારતીયોએ 24 થાઇ મહિલાઓ સાથે પૈસા આપી બોગસ લગ્ન કર્યા. થાઇલેન્ડના એક અધિકારી અનુસાર આ ઘટનામાં દસ ભારતીયો અને છ થાઇ મહિલાઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ અનુસાર ભારતીય પુરુષોઓએ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરવા માટે પાંચ હજાર ચુકવ્યાં હતા. આ ઘટના સપાટી પર આવ્યા બાદ દેશમાં…
ભારત અને યુએઈએ સીમાચિહ્નરૂપ કરાર કર્યો છે. ભારત અને યુએઈ હવેથી પોતાની કરન્સીમાં વેપાર કરશે. ડોલરની જગ્યાએ ભારતીય રૂપિયો અને યુઈએના દિરહામને વેપાર માટે ચલણી બનાવવાના કરાર પર મંજુરીની મહોર મારવામાં આવી છે. બન્ને દેશો આશરે 50 બિલિયન ડોલરનો દ્વિપક્ષી વેપાર કરે છે. ભારત અને યુએઈ વચ્ચે વેપારમાં સૌથી મોટી ભાગીદારી માનવામાં આવે છે. બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અનેક રોકાણ કર્યા છે. ખાસ કરીને આયાત અને નિકાસને વૃદ્વિ આપવા માટે બન્ને દેશોએ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની બે દિવસીય મુલાકાત દરમિયાન તાત્કાલિક અસરથી કરારનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. યુએઈનાં વિદેશ…
છેલ્લા એક વર્ષથી સરકાર તરફ નજર તાકીને બેસેલા રાજ્યના સરકારી-અર્ધસરકારી તેમ જ રિટાયર્ડ કર્મચારી માટે આનંદના સમાચાર છે. આ કર્મચારીઓને સાતમું વેતન પંચ આપવા સંદર્ભેનો અહેવાલ બક્ષી સમિતિએ બુધવારે રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. બક્ષી સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં કર્મચારીઓને પગારમાં 17 ટકાના વધારાની ભલામણ કરવામાં આવી છે. 1લી જાન્યુઆરી, 2016થી આ વધારો લાગુ કરવામાં આવશે. વેતનવધારાનો લાભ 25 લાખ કર્મચારી અને રિટાયર્ડ કર્મચારીઓને મળશે. ફેબ્રુઆરી, 2019માં આ વેતનવધારો કર્માચારીઓને મળશે. રાજ્યના સરકારી કર્મચારીઓને ઝડપથી સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે નિર્ણય લઈ લીધો છે. સરકારના વર્તમાન કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓને પણ સાતમા પગાર પંચના લાભ મળશે.…
દીક્ષા નગરી સુરતમાં ફરી એક વખત સગા ભાઈ-બહેન દીક્ષા લેશે, શહેરના કપડા વેપારી નિર્મલ મારુનાં બે બાળકો ફેબ્રુઆરીના રાજસ્થાનના ઉદયપુરમાં આચાર્ય રામલાલ મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. તેઓની શોભાયાત્રા સુરતના સમતાભવનથી નીકળી અગ્રસેન ભવન સુધી સમાપ્ત કરવામાં આવી હતી.. સુરતના કાપડ વેપારી નિર્મલને બે બાળકો છે, નીરજ મારુ 13 વર્ષીય અને 11 વર્ષીય સમતા બંન્ને ભાઈ બહેને નાની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે કરોડપતિ સમૃદ્ધ પરિવાર હોવા છતાં બંને મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. સમતા અને નીરજ બંન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. નીરજ ધોરણ 7માં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યું હતું અને સમતાએ પણ ધોરણ પાંચમાં એ…