સુરતના રાજદ્રોહના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી અલ્પેશ કથીરીયાને સુરતની કોર્ટે જામીન આપી દીધા છે.અલ્પેશ કથીરીયાના જામીન મંજુર થતાં તેમના નિવાસે આનંદનો માહોલ સર્જાણો હતો. પરંતુ પાસના કાર્યકરો માટે માઠા સમાચાર એ છે કે હજુ કથીરીયાને જેલમાં જ રહેવું પડશે. અલ્પેશ કથીરીયાના વકીલે કહ્યું કે ગયા મહિનાની 20મી તારીખે સુરત પોલીસે અલ્પેશ કથીરીયાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. અમદાવાદના રાજદ્રોહના કેસમાં કથીરીયાને જામીન મળવાના આગલા દિવસે સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા કોર્ટમાં પોલીસની ગંભીરતા વિશે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કથીરીયાને 25 હજારના જામીન પર મૂક્ત કરવામાં આવ્યા છે અને ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસ…
કવિ: Satya-Day
ગઇકાલથી આખા રાજ્યમાં ખળભળાટ મચાવતો લોક રક્ષક-કોન્સ્ટેબલની પેપર લીકના મામલામાં અનેક ખુલાસા થયા છે. જેમાં હાલ સુધીમાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ, રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી ચાર આરોપીઓ મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ અને રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રશ્નપત્રની સુરક્ષા ખુબ કડક હોય છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો મોટાભાગે અન્ય રાજ્યની ગુપ્ત એજન્સીને પ્રિન્ટ કરવા અપાય છે. ત્યાંથી પેપર પ્રિન્ટ થયા બાદ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ભરતી બોર્ડના મુખ્ય સ્ટ્રોંગ રૂમમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હોય છે.…
કોંગ્રેસમાંથી જીત્યા બાદ ભાજપમાં જઈને માંડ ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા પરાણે આવી પડેલી જસદણ-વીંછીયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજીના એક સમયના સાથી અવસર નાકીયાને ટીકીટ આપતા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતના રહીશ ચંદ્રવદન પીઠાવાલા છંછેડાઈ ગયા છે. ચંદ્રવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં અવસર નાકીયાને વણમાંગી સલાહ આપી કોંગ્રેસ પ્રત્યેનું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીઠાવાળા કોંગ્રેસના નિશાન પર સુરત લોકસભાની સીટ પરથી ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. ચંદ્રવવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો છે અને તેમાં તેમણે જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને સીધા શબ્દોમાં લખ્યું છે તે રાજકીય પક્ષો…
ગુજરાત સરકાર અને ભાજપમાં મોટા ફેરફારોની ચાલી રહેલી ચર્ચામાં કોણે ક્યાં રહેશે અને કોણ ક્યાં જશે તેની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નુકશાન થવાની ગણતરીઓ મંડાઈ રહી છે. 2019ની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જીવ સટોસટની લડાઈ બની રહેશે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખને પણ સાથો સાથ બદલી કાઢવામાં આવે તેવી વાતો ભાજપમાં આજકાલ હોટ ટોપિક બની ગઈ છે. ભાજપ વર્તુળો મુજબ 2019ના નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનથી થશે એવું માનવામાં આવે છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને…
કેન્સર સામે લડાઇ લડી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે 5 મહિના પછી ન્યયોર્કથી મુંબઇ પરત ફરી છે. સોનાલી આજે સવારે મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચી હતી. સોનાલી સાથે તેનો પતિ ગોલ્ડી બહલ પણ જોવા મળ્યો હતો. સોનાલી કેન્સરની સારવાર દરમિયાન અનેક કીમોથેરાની સેશનથી પસાર થઇ છે. જેના કારણે તેણે તેના વાળ કપાવવા પડ્યા હતા. આ અંગેની જાણકારી સોનાલીએ ગત દિવસોમાં એક પોસ્ટમાં આપી હતી. આ જ કારણે તે ભારત પરત ફરતી સમયે કોઇ વિગ વગર બાલ્ડ લુકમાં જ આવી પહોંચી છે. બ્લેક જેકેટ અને ટ્રાઉઝરમાં જોવા મળેલી સોનાલીનો લુક ઘણો બદલાઇ ગયો છે. પરંતુ આ મુશ્કેલીના સમયમાં પણ તે ખુશ નજર…
ગુજરાત ભાજપના સાંસદને રાજસ્થાનની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંઘીને પપ્પુ કહેવાનું ભારે પડી ગયું. કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના સાંસદનો ઉઘડો લઈ લેતા તેનો વીડિયો વાયરલ થયો અને ANI ન્યૂઝે આ વીડિયો ટવિટર પર અપલોડ કરતાં અત્યાર સુધી વીડિયોને અનેક લોકો જોઈ ચૂક્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરેન્દ્ર નગરના ભાજપના સાંસદ દેવજી ફતેપુરાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પપ્પુ કહેતા કોંગ્રેસના કોર્પોરેટરે તેમની સાથે ભાથ ભીડી લીધી હતી. રાજસ્થાનનાં બાંસવાડામાં ભાજપના સાંસદ દેવજી ફતેપુરા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે સભાને સંબોધન કર્યું હતું. દેવજી ફતેપુરાએ રાહુલ ગાંધીને પપ્પુ કહી દીધા. જેના કારણે ત્યાં હાજર કોંગ્રેસના કોર્પોરેટર સીતા ડામોર છંછેડાઈ…
લોકરક્ષક ભરતીનું પેપર કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીના ગામ જગાણાથી લીક થયું હતું. ભૂતકાળમાં પણ બનાસકાંઠામાંથી પોલીસ ભરતી દરમિયાન ચૌધરી સમાજના ૧૮થી ૨૦ એક સાથે પસંદગી હતા અનેક આક્ષેપો થયા હતા. જેમાં ભાજપના બનાસકાંઠા મંત્રી દ્વારા કૌભાંડ આચરીને ચૌધરી સમાજના ઉમેદવારોની ભરતી કરાયાનો આક્ષેપ થયો હતો. ઉપરાંત મીના પહેલા લેવાયેલી ટેટની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું. જેની પરીક્ષા હજુ પણ લઈ શકાય નથી.આ સિવાય છેલ્લા એક્સિડન્ટમાં લેવાયેલી સરકારના વિવિધ ભાગોની ભરતીની પરીક્ષા અને પ્રક્રિયામાં મોટાભાઈ ગેરરીતી થયાની ફરિયાદો થઇ હતી. ભૂતકાળમાં તલાટીની ભરતીમાં પણ ચંપાવત પ્રકરણ બહાર આવ્યુ ત્યારે ઉત્તર ગુજરાતના જ કેટલાક ભાજપના આગેવાનો અને નેતાઓની સંડોવણી બહાર…
લોકરક્ષક ભરતી કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મોટા મગરમચ્છો સુધી તપાસનો રેલો પહોંચશે. પોલીસે કૌભાંડના સૂત્રધાર તરીકે વડોદરામાં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા યશપાલસિંહ સોલંકી હોવાનું જણાવ્યું છે. જ્યારે આ કૌભાંડમાં મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીએસઆઈ પીવી પટેલ, રૂપલ શર્માની સંડોવણી બહાર આવી છે. વિગતો મુજબ રૂપલ શર્માને જયેશ નામના વચેટીયા દ્વારા આન્સરશીટ આપવામાં આવતી હતી અને રૂપલ ત્યાર બાદ ઉત્તરવહીનો સોદો કરતી હતી. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની સંચાલિક છે. પરીક્ષાના દિવસે રૂપલ શર્માને આન્સરશીટ આપવા માટે જયેશ આવ્યો હતો. યશપાલ દ્વારા એક આન્સરશીટના પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. યશપાલસિંહ લૂણાવાડાનો વતની છે. આ ઉપરાંત પોલીસે…
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એ યુવાનો, ખેડૂતો અને દેશપ્રેમ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હું કોઈ રાજનેતા નથી પરંતુ મારા સમાજ સેવાના કાર્યને રાજકારણ સાથે જોડવામાં આવે છે. તો હા હું રાજનીતિ કરું છું. મારો હેતુ માત્ર યુવા, ખેડૂત અને દેશપ્રેમ છે. હું ઈચ્છું છું કે હિંદુસ્તાનનો યુવાન બેરોજગાર ના રહે, ખેડૂત આત્મહત્યા ના કરે. તેમજ મારો દેશ ગાંધી, નહેરુ અને ભગતસિંહની વિચારધારા પર આગળ વધે. જો મારા આ કાર્યમાં કોઈ અડચણ ઉભી કરશે તો ગાંધી બનીને સમજાવીશ પરંતુ નહીં સમજાવું તો ભગતસિંહ બનીને સમજાવીશ . ઇન્કલાબ જિંદાબાદ આ અગાઉ પણ હાર્દિક પટેલે જણાવ્યું…
લોકરક્ષકની ભરતીનું પેપર લીક થતાં સોશિયલ મીડિયામાં કોલાહોલ મચી ગયો હતો. યુવાનો આક્રોશે ભરાયા હતા અને સોસિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જેમાં એક મેસેજ એવો હતો કે ‘સરકારનો વર્લ્ડ રેકોર્ડ એક સાથે એક જ કલાકમાં ગાળો ખાનારી ઇતિહાસની પ્રથમ સરકાર’, ‘એક વાર પ્લમ્બરની ભરતી રાખો એટલે પેપર લીકની ખબર પડે’ આ સહિત ઢગલો કોમેન્ટ ફરતી હતી. રાજકીય ગ્રૂપમાં પણ કોમેન્ટો જોવા મળી હતી.જુઓ સોસઇયલ મીડિયા પરના મેસેજ. પહેલા ગુજરાતનો વિકાસ ગાંડો થયો હતો હવે લીક થઇ ગયો છે. * સરકારનો વર્લ્ડ રેકોર્ડ, એક કલાક નવ લાખ ગાળો ખાનાર સૌ પ્રથમ સરકાર * પેપર કાચનું હતું એટલે ફૂટી ગયું,…