કવિ: Satya-Day

પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારી હાર્દિક પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ધેરાવ કરવાની જાહેરાત કરી હતી. આજે ધોરાજી ખાતે સમિતિની બેઠક મળી હતી. હાર્દિક પટેલે અગાઉ માંગ કરી હતી કે પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે અને તે પ્રમાણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતુ કે સરવે કરવામાં આવશે. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાત ઓબીસી કમિશનને પાટીદારોનો સરવે કરવા માંગ કરી હતી. ધોરાજી ખાતે હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ખાનગી બીલ રજૂ કરવામાં આવે તે માટે પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. અત્રે યાદ રહે…

Read More

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા ભરીમાતા ટ્રાન્સપોર્ટેશન સેન્ટર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કચરા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આઠ દિવસે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક હરકતમાં આવ્યા અને નોટીસ પણ આપી પરંતુ નોટીસ આપવાનું કારણ એવું આપ્યું કે જાણે કોન્ટ્રાક્ટરે કોઈ કૌભાંડ જ કર્યું નથી. નોટીસની વિગત જોતાં એવું લાગે છે કે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ પોતાના સોલિડ વેસ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. આવું હતું સ્ટીંગ ઓપરેશન… નોટીસની વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કચરાનો નિકાલ કરતા કોન્ટ્રાક્ટર ઈકો વિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સીને નોટીસ આપી છે. આ નોટીસ…

Read More

સોશિયલ મીડિયા એપ અથવા ચેટિંગ એપને લઇને હાલમાં પણ લોકો પોતાને સુરક્ષિત અનુભવતા નથી. તેઓને લાગે છે કે તેઓનાં ચેટિંગને કોઇનાં પણ દ્વારા એક્સેસ કરી શકાય છે અને તેઓની ખાનગી વાતો પણ સાર્વજનિક થઇ જાય છે. હમણાં જ તાજેતરમાં ફેસબુકનાં અનેક લાખ યૂઝર્સનો ડેટા એક વેબસાઇટ પર વેચવામાં આવી રહેલ છે. ડેટા લીકની તમામ ખબરોની વચ્ચે ભારતમાં એપ લોન્ચ થઇ કે જેનું નામ છે ‘ડાયરેક્ટ બાત’. આ એપને આધારે આપ મેસેજિંગની સાથે સાથે ફાઇલ શેરિંગ, ઓડિયો ફાઇલ અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો. ડાયરેક્ટ બાતને લઇને કંપનીનો એવો દાવો છે કે આ એપમાં સુરક્ષાને લઇને આપે કોઇ પણ પ્રકારની…

Read More

ગુજરાતમા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને લઈ વિશદ અને ગહન ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે ભાજપ સંઘની તરફ મીટ માંડીને બેઠું છે ત્યારે સંઘની કોર ગ્રુપની મીટીંગમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને નવા મુખ્યમંત્રી કોને બનાવવા તે માટે મંત્રણા કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ‘સત્ય ડે’ દ્વારા અગાઉ લખાયું તેમ ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે સંઘ પરિવાર સક્રીય થયું છે. ગુજરાતની દશા અને દિશા બન્ને અટવાઈ પડતાં સંઘ પરિવાર દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી નવા મુખ્યમંત્રી તરીકે પુરુષોત્તમ રૂપાલાને…

Read More

સુરતમાં સ્વામી નારાયણના સાધુનાં કેસમાં સમાધાનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બોટાદના બરવાળા તાલુકામાં સાધુ દ્વારા કામ કરવા આવતી સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી છે. આ ઘટનામાં પણ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુની સંડોવણી ખુલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટાદના બરવાળા તાલુકાના રોજીદ ગામમાં સ્વામી નારાયણનું આશ્રમ આવેલું છે. આશ્રમમાં કામ કરવા આવતી સગીરાને પટલાવી, ફોસલાવીને સાધુ ઋષિ પ્રસાદદાસ રામજીદાસ દ્વારા આશરે ત્રણેક મહિના પહેલાં આ જ વિસ્તારની સગીરાને આશ્રમમા ઝાડુ-કટાકા મારવા માટે નોકરી પર રાખવામાં આવી હતી. સાધુ દ્વારા માત્ર આશ્રમ જ નહી પણ ઘરે પણ ઝાડુ-વાસણ કરવા માટે…

Read More

રાજ્યમાં માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની વધુ એક ઘટના  બની છે. હવે રાજકોટનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની હજારો બોરીઓનો સ્ટૉક હતો જેમાં આગ લાગી હતી. આ ભયંકર આગમાં મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ભયંકર આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતુ. આ કારણે માર્કેટયાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ લાગતા આગનાં ગોટેગોટા જોવા મળ્યા હતા અને મરચાની ગાંસડીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી…

Read More

સુરતમાં અંધશ્રદ્ધાની અજીબોગરીબ ઘટના આવી સામે  આવી છે. પહેલા માળેથી પટકાયેલા બાળકને જીવી જવાની આશાએ મંદિરે લઈ જવામાં આવ્યો હતો.સુરતના અંબાજી મંદિર લઈ જઈ બાળક જીવિત થાય તેની વિધિ કરવામાં આવી હતી. પણ બાળક જીવિત ન થતા ફરી દફન વિધિ કરવા ઘરે લઈ જવામાં આવ્યો હતો. દફન વિધિ માટે મરણ દાખલાની જરૂર હોવાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. સુરત પાંડેસરામાં રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા બે વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જોકે મૃત બાળક ફરીથી જીવિત થવાની આશા સાથે પરિવાર બાળકના મૃતદેહને બળજબરીથી પીએમ રુમમાંથી સાથે લઈ ગયો…

Read More

ભરૂચમાં ખનન પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ પૈકી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ ભરૂચના રતનપોર પાસે આવેલી KCL પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિભાગના ત્રણ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો, ખાણ ખનીજ વિભાગના કર્મચારી કેયુર રાજપરા સહિત અન્ય સ્ટાફ સાથે ઓરપટાર, જૂની તરસાલી ખાતે ચાલતી લીઝની ચેકીંગ માટે ગયા હતા. ચેકીંગ કરી પરત ફરી રહેલા સ્ટાફે ટ્રકને અટકાવી હતી અને બિલ્ટી તથા રોયલ્ટી પાસ માંગ્યો હતો. સ્ટાફે ટ્રક અટકાવતા અને ચેકીંગ કરતા રોયલ્ટી પાસ નહીં બતાવી શકેલા શખ્સોએ…

Read More

છેલ્લા લગભગ 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના વેડીંગને લીધે ખુબ ચર્તચામાં છે. તેમણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લગ્ન સમાપ્ત થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી. 21 નવેમ્બર મુંબઇમાં રિસેપ્શન યોજાયું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે. જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઇ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. તેઓને જણાવી દઇએ કે આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઇનલ રિસેપ્સન હશે. આજે, 28 નવેમ્બરની પાર્ટી મુંબઇની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં હશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ…

Read More

સુરતમાં હાલમાં જ દિવાળીનું વેકેશન પૂરુ થયું છે, વેપારીઓ વિધિવત રીતે ફરી ધંધામાં લાગી ગયા છે. પરંતુ શરૂઆતમાં જ એક માઠા સમાચાર આવતાં સુરતની હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વેપારીઓની ચર્ચા પ્રમાણે દુબઇ સ્થિત એક હીરા વેપારીએ 35 કરોડનું ઉઠામણું કર્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી  પ્રમાણે દુબઇમાં હીરાનો વેપાર કરનાર એક જૈન વેપારીએ ઉઠામણું કરતાં સુરતના વેપારીઓ મૂંજાયા છે. દુબઇ રહેતો વેપારી મુંબઇ અને સુરતના વેપારીઓ પાસેથી હીરા ખરીદતો હતો, આ વેપારીએ 35 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા થઇ રહી છે. તો ઉઠમણાની જાણ થતાં જ સુરત અને મુંબઇ હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Read More