મોલ અને મલ્ટિપ્લેકસના પાર્કીંગમાં લેવામાં આવતા ચાર્જ અંગે ગુજરાત હાઇકોર્ટે મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. હાઇકોર્ટના આદેશ પ્રમાણે હવેથી મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જના નામે ફી નહીં ઉઘરાવી શકે. નોંધનીય છે કે આ પહેલા સિંગલ જજની બેચે ટુ-વ્હિલર માટે રૂ. 10 અને ફોર વ્હિલર માટે રૂ. 20 પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની છૂટ આપી હતી. હાઇકોર્ટના પ્રથમ આદેશ પહેલા સરકાર અને પોલીસ તરફથી શહેરના તમામ મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઇકોર્ટમાં ગયા હતા. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અરજીદાર સંચાલકોને ખંખેરી લીધા હતા. તેની સાથે…
કવિ: Satya-Day
અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓથી વાર્ષિક 80 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યુ છે. IIT, NIT, IIM, સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દરેક કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને જેટલા પૈસા કેન્દ્રએ પોતાના બજેટમાં આપ્યા છે, તેનાથી બેગણા પૈસા દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ એકલા અમેરિકામાં ભણવા માટે ખર્ચ કરે છે. આ વર્ષે દેશનુ ઉચ્ચ શિક્ષણ બજેટ પાંત્રીસ હજાર કરોડનુ છે. અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, આ વર્ષે 196271 ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાંથી 66 ટકા એટલે કે બે તૃતિયાંશ પ્રાઈવેટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણી રહ્યા છે અને ન્યુયોર્ક કેલિફોર્નિયા અને મેસાચુસેટ્સ જેવી જગ્યાઓ પર રહી રહ્યા છે. અમેરિકામાં…
આપણે જોયું છે કે લોકો જમીન, મકાન વગેરેના દસ્તાવેજ બનાવે છે પણ સુરતમાં સોના-ચાંદીમાં બનેલા દસ્તાવેજની નોંધણી કરાવવાનો સૌ પ્રથમ કિસ્સો સામે આવી રહ્યો છે. સુરતના વેસુ ખાતે રહેતા અરુણ લાહોટી નામના વકીલ આવી રીતે સોના-ચાંદીના દસ્તાવેજની નોંધણી કરાવશે. વિગતો મુજબ વકીલ અરુણ લોહાટી દ્વારા સુરતના નાનપુરા, બહુમાળી બિલ્ડીંગમાં દસ્તાવેજ નોંધણી અધિકારી સમક્ષ 1.81 લાખના સોના-ચાંદીમાં બનેલા દસ્તાવેજ કરવામાં આવશે. આમાં 2 કિલો 609 ગ્રામ ચાંદી અને 10 ગ્રામ 24 કેરેટ સોનું છે. અરુણ લોહાટી કહે છે કે આ દસ્તાવેજ બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. ઉપરાંત 200 અમેરિકન ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. દસ્તાવેજમાં કલરફૂલ આર્ટીફિશીયલ ડાયમંડનો ચમકારો…
મહિલાના મોબાઈલ નંબરને ‘Triple XXX’ નામના વ્હોટ્સઅપ ગ્રુપમાં એડ કરવા બદલ પોલીસે 24 વર્ષીય સુથારની ધરપકડ કરી હતી. આ ગ્રુપમાં અશ્લીલ સામાગ્રી, અશ્લીલ ચિત્રો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. મૂળ પશ્ચિમ બંગાળનો રહીશ મુસ્તાક અલી આ ગ્રુપનો એડમિન હતો. 44 વર્ષીય મહિલાએ પોલીસને ફરીયાદ કરી જણાવ્યું હતું કે 17મી સપ્ટેમ્બરે અજાણ્યા માણસ દ્વારા તેના મોબાઈલ નંબરને ‘Triple XXX’ નામાના વ્હોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આઈપીસીની કલમ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રથમ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હોવાની જાણ થયા બાદ આ ગ્રુપમાં તદ્દન નગ્ન ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ગ્રુપ છોડી પણ દીધું હતું…
મૂળ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં જન્મેલા અને વર્ષોથી ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેનને ગુજરાતનું માથું ઊંચું કર્યું છ. તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં યોજાયેલી ચૂંટણીમાં મૂળ રાજપીપળામા જન્મેલા રાજેશકુમાર ઈન્દુકાંત મોદી(રાજ મોદી) વિજય મેળવ્યો હતો અને ઝિમ્બાબ્વેમાં ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના મંત્રી બન્યા છે. રાજ મોદીએ ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયા બાદ અનેક સંઘર્ષ કરી રાજપીપળા જ નહી દેશનું નામ રોશન કરવા માટે અનેક સેવાકીય પ્રવુત્તિઓ કરી હતી. વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા રાજ મોદી ઝિમ્બાબ્વેમાં લોકપ્રિયતા ધરાવે છે. 2018મા યોજાયેલી ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ સેવારત હતા પણ હાલમાં તેમને મિનિસ્ટરીમાં સમાવેશ કરવામાં આવતા રાજપીપળા ખાતે આનંદ છવાયો હોત. હવે રાજપીપળા ખાતે તેમને બોલાવવાની…
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ગંભીર પ્રકારની બિમારીનું નિદાન થયું છે. તેમની તબિયત બગડતા ગઈકાલે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે અને તેમનું ઓપરેશન કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. પ્રદીપસિંહને આગામી ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવનાર છે, અને હાલ તેમની સ્થિતિ સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની બિમારી છે. તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. કેટલાક સમયથી તેમનું મોઢું ખોલતું ન હતું અને તેઓ બોલી પણ શકતા ન હતા. પ્રદીપસિંહ બિમારીની અત્યંત ગુપ્ત રીતે સારવાર કરાવી રહ્યા હતા. હાલ તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ તેમને ઓબઝર્વેશન હેઠળ…
સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. હવે તેમણે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે વાહનો બદલાવીને જવાની જરૂર નહીં રહે. કારણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આવતા અઠવાડિયાથી વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વિઘ્નો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી છે. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા…
માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી રજૂ કરાયેલ પરિપત્રમાં પહેલાં અને બીજા ધોરણોનાં વિદ્યાર્થીઓને હોમવર્કથી મુક્તિ મળી ગઇ છે અને દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનો ભાર પણ ઓછો કરી દેવાયો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં સ્કૂલની શિક્ષા અને સાક્ષરતા વિભાગ તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રજૂ કરાયેલ પરિપત્ર અનુસાર, પહેલા અને બીજા ક્લાસનાં વિદ્યાર્થીઓને હવે હોમવર્ક નહીં આપવામાં આવે. આ સિવાય, તેઓનાં સ્કૂલનાં દફ્તરનું વજન પણ વધારેમાં વધારે ડોઢ કિલો રહેશે. આ પ્રકારે તેઓનાં દફ્તરનું વજન પણ ઓછું કરી દેવાયું છે. આમાં કહેવામાં આવેલ છે કે સ્કૂલોને એ નક્કી કરવાનું રહેશે કે જે પુસ્તકોની જરૂરિયાત ના હોય, તેને બાળકો ના…
હંમેશા વિવાદોની વચ્ચે ઘેરાયેલી રહેતી અમદાવાદની સાબરમતી સેન્ટ્ર જેલ ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો આજે પણ યથાવત છે. સેન્ટ્રલ જેલમાં શાંતિનીકેતન બેરક-1 નજીકથી વધુ એક મોબાઈલ મળી આવતા જેલ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ ભટનાગર બંધુ અને કિશોરસિંહ પાસેથી પણ મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદ આજરોજ વધુ એક વખત જેલમાંથી મોબાઈલ મળી આવતા પોલીસે આ દિશામાં કડક તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલાં પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવ્યાં હોવાની અનેક વાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી વાર જેલમાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં…
અમૃતસર ટ્રેક પર મંગળવાર સવારે 4 વાગ્યે એક મોટી રેલ દૂર્ઘટના બનવા પામી હતી. કુરૂક્ષેત્રમાં ધીરપુર ગામ પાસે કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આ દૂર્ઘટનામાં પાંચ યાત્રીઓને ઈજા પહોંચીના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ ટ્રેન કાલકાથી દિલ્હી તરફ જઇ રહી હતી. આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થતા રેલવે પોલીસ, બચાવ દળ તેમજ અન્ય અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક મળતી માહિતી મુજબ ટ્રેન જેવી ધીરપુર રેલવે સ્ટેશન પર પહોંચી તો તેના SLR ડબ્બામાં આગ લાગી હતી. ટ્રેનમાં આગનો બનાવ બનતાની સાતે આ ટ્રેકને અન્ય ટ્રેન માટે બંધ…