કવિ: Satya-Day

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સુરેશ નાયરની ધરપકડ કરી છે. અજમેર બ્લાસ્ટ અંગે નવા રહસ્યો પરથી પડદો ઉંચકાવાની શક્યતા છે. વિગતો મુજબ રાજસ્થાનમાં આવેલી અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એનઆઇએ દ્વારા ચાલી રહી છે, તેના વોન્ટેડ આરોપી ખેડા જિલ્લાના ઠાસરાનો રહેવાસી સુરેશ દામોદર નાયરની ધરપકડ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે કરી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરુચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી તે જગ્યાની લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. એ.ટી.એસની એક ટીમ દ્વારા સુરેશ નાયરને તેના આગમન સમયે જ ઓળખી…

Read More

(સૈયદ શકીલ દ્વારા) : 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને આજદિન સુધી એટલે કે 38 વર્ષના સમયગાળા દરિમયાન ગુજરાતે ભાજપને ખોબે-ખોબે વોટ આપીને વધાવ્યો છે અને તેમાં પાટીદાર સમાજનું યોગદાન જ મહત્વનું રહ્યું છે. આજે ભાજપને દેશમાંથી સૌથી વધુ ફંડ મળતું હોય તે ગુજરાત છે અને તેમાંય વળી પાટીદારો જ અગ્ર હરોળમાં આવે છે. પુરુષોત્તમ રૂપાલાને સીએમ બનાવવાની વાત આવતા ભાજપની છાવણીમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં આની મોટાપાયા પર ચર્ચા ચાલી છે કે શું આ સાચું છે? લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં આવું શક્ય છે કે કેમ? તો ચર્ચામાં આ માધ્યમથી જવાબ આપવાનો છે કે ગુજરાત ભાજપ આંદોલનકારીઓ અને…

Read More

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો સબંધ ત્યાં સુધી પહોંચી ગયો છે કે બંનેએ એક ઘર લીધું છે. કહેવામાં આવે છે કે મલાઇકા અને અર્જુન આવતા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તો બંનેએ નવું ઘર સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈનાં લોખંડવાલા કૉમ્પલેક્સની પાસે છે. મલાઇકા અને અર્જુન આ ઘરમાં રહેશે કે નહીં તેની જાણકારી મળશે નહીં. એટલું જરૂર છે કે અર્જુને ‘કૉફી વિથ કરણ સીઝન-6’માં રીલેશન સ્ટેટ્સ પર એવો જવાબ આપ્યો જેમનાં અફેરની ખબરો ક્યાંકને ક્યાંક સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે કરણ જોહરનાં રીયાલિટી શૉમાં પહોંચ્યો હતો. શૉ દરમિયાન…

Read More

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષા જવાનો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના શોપિયાંના કપરાન બાટગુંટ વિસ્તારની છે. સુરક્ષા જવાનોની મૂંહતોડ કાર્યવાહીમાં 6 આતંકીઓ ઠાર થયાના અહેવાલ મળી રહ્યા છે. હજી પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. અથડામણ હજી પણ ચાલું છે. શોપિયાંમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાંડર મુસ્તાક મીરનો સમાવેશ થાય છે. સાથે હિજ્બુલના જિલ્લા કમાંડર અબ્બાસ, હિજ્બુલના ડેપ્યૂટી જિલ્લા કમાંડર વસીમ વાગે ઉર્ફ સેફુલ્લાહ ઉમર માજિદ અને એક પાકિસ્તાની આતંકવાદી ઠાર થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત શુક્રવારે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની સાથે અથડામણ થઇ હતી. તેમાં 6 આતંકીઓ ઠાર થયા હતા. અહીં આતંકીઓ છૂપાયા…

Read More

અયોધ્યામાં આજે આજે વિશ્વ હિંદુ પરિષદ (VHP) ધર્મસભા આયોજીત કરવા જઇ રહી છે. ધર્મસભાના માધ્યમથી આજે સંત અને ધર્માચાર્ય રામ મંદિર નિર્માણની તારીખ નક્કી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો પ્રયત્ન કરશે. આ સભામાં આરએસએસ અને વિશ્વ હિંદૂ પરિષદ સહિત અન્ય સંગઠનો સાથે જોડાયેલ આશરે 50થી 60 લોકોનું સંબોધન થશે. આ માટે અયોધ્યા છાવણીમાં ફરેવાઇ ગયું છે. વીએચપીની ધર્મસભા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે જ પહોંચી ગયા હતાં. આજે સવારે ઠાકરેએ અયોધ્યાના રામલલાના દર્શન ગયા હતાં. અનુમાન છે કે આજે બેથી ત્રણ લાખ રામભક્ત અયોધ્યા પહોંચશે. જેના કારણે શનિવારથી જ હાઇવે પર વાહનોની લાઇનો લાગેલી છે. આ ઉપરાંત અયોધ્યા…

Read More

વોડાફોન, આઈડીયા અને ભારતીય એરટેલ દ્વારા પ્રતિ વ્યક્તિ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર્સ આવતા હશે તેમના સિમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહિને જે યુઝર્સ 35 રૂપિયાથી ઓછો ખર્ચ કરતો હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આશરે 200 કરોડ યુઝર્સના 2 જી મોબાઈલ કનેકેશન બંધ થઈ શકે તેમ છે. હાલ ગણતરી પ્રમાણે એરટેલના આશરે 10 કરોડ લોકો અને વોડાફોન અને આઈડીયાના 15 કરોડ કનેક્શન બંધ થઈ જશે.

Read More

એક તરફ દિવાળી વેકેશન પુરુ થઈ ગયુ છે અને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ત્યારે ધો.૬,૭ અને ૮ના બીજા સેમેસ્ટરના મોટાભાગના પાઠય પુસ્તકો બજારમાં હજી સુધી આવ્યા નહી હોવાની બૂમો પડી રહી છે.વડોદરામાં પણ વાલીઓ પાઠય પુસ્તકો માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે.વાલીઓને પાઠય પુસ્તકો ક્યારે મળશે તેનો પણ કોઈ જવાબ મળી રહ્યો નથી. ગુજરાત પાઠય પુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તકોના પ્રિન્ટિંગમાં અને વિતરણમાં થયેલા વિલંબના પગલે શહેરની સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ માટે હજી પણ વેકેશન જેવી જ સ્થિતિ છે. બીજી તરફ પાઠય પુસ્તકોના અભાવે સ્કૂલોમાં અને ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને શું ભણાવવુ તે અંગે મૂંઝવણમાં છે.કારણકે ગુજરાતી…

Read More

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરુખ ગલીમાં અઠવા પોલીસના ત્રણ કોન્સટેબલ દ્વાર ડીજેમાં ડાન્સ કરી રહેલા લોકો પર લાઠીઓનો વરસાદ વરસાવવામાં આવતા પોલીસ સામે ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. નાનપુરામાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકના રિંકુ સહિતના ત્રણ કોન્સટેબલો સામે નાનપુરાના રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત પૈકી એકનું કહેવું છે કે રાત્રે દોઢ વાગ્યાની અાજુબાજુ લગ્ન હોવાથી ડીજે વાગી રહ્યું હતું તેવામાં અઠવા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સટેબલ આવી પહોંચ્યા હતા. કોન્સટેબલોએ આવીને ડાન્સ કરી  રહેલા લોકો પર દંડાવાળી કરી હતી અને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. રિંકુ અને અન્ય બે પોલીસવાળા…

Read More

એમસી મેરીકોમે વિશ્વ મહિલા બોકસિંગ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. તેને 48 કિલોગ્રામ વજનના ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓખોતાને 5-0થી હરાવી. તે વિશ્વ ચેમ્પિયશિપમાં છ ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની. આ પહેલાં મેરીકોમ અન આયરલેન્ડની કેટી ટેલરના નામે પાંચ-પાંચ ગોલ્ડ હતા. કેટી હવે પ્રોફેશનલ બોકસર બની ગઈ છે. આ કારણે તે આ વખતે ટૂર્નામેન્ટમાં ઉતરી ન હતી. જીત મળ્યાં બાદ મેરીકોમે કહ્યું કે, “આ મારે માટે ઘણું મુશ્કેલ હતું. તમારા પ્રેમથી આ સંભવ થઈ શક્યું. વેટ કેટગરીથી હું સંતુષ્ટ ન હતી. 51 કેટેગરી ઓલોમ્પિકમાં મારા માટે મુશ્કેલ થશે, પરંતુ હું ખુશ છું.” હન્ના સાથેના…

Read More

આગામી છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં ભાજપ અને અન્ય ધાર્મિક સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટેન હિલચાલ કરવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શિવસેનાનાં ઉદ્વવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંય સેવ સંધ દ્વારા 1992 જેવું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અયોધ્યાને કેન્દ્ર અને રાજ્ય સરકારે ભલે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની છાવણીમાં ફેરવી નાંખ્યું છે પરંતુ સમગ્ર દેશમાં ખોફનું વાતાવરણ નિર્માણ થયું છે. 1992માં અનુભવ કરનારા લોકો કહી રહ્યા છે કે 1992 અને આજની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળી રહ્યો નથી. મુ્સ્લિમ સમાજમાં 1992માં આવી જ રીતે મોટા પાયા પર અસંખ્ય લગ્ન ચાલી રહ્યા હતા…

Read More