વડોદરા નજીક સેવાસી ખાનપુર પાસે પ્રખ્યાત બિલ્ડર મિહિર પંચાલના કારમાં આગ લાગવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. જેમાં ઘણા તર્કવિતર્ક છે. મિહિરના પરિવારજનો દ્વારા મિહિરની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઇ સેમ્પલ એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મિહિરના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરાના નામાંકિત બિલ્ડરો પૈકીના એક મિહિર પંચાલના કારમાં આગ લાગવાથી થયેલા મોતને લઇને ચકચાર મચી ગઈ છે. સેવાસી ખાનપુર પાસે અચાનક જ કારમાં આગ લાગતા મિહિર પંચાલ અંદર જ ફસાઇ ગયા હતા અને કારની અંદર જ…
કવિ: Satya-Day
સુરતના PASS ના કન્વીનર અલ્પેશ કથિરીયાને અમદાવાદ કેસમાં જામીન આપવામાં આવ્યા છે, પણ સુરતના કે,માં હજી કોઈ ચુકાદો ન આવતા તેઓ હજી પોલીસ કસ્ટડીમાં છે. આજ રોજ હાર્દિક પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અલ્પેશ કથિરિયાની મુલાકાત કરવા માટે આવ્યા હતા, પણ મુલાકાત થઈ ગઈ છે એમ કહીને તેમની અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કતરવા દેવામાં આવી નહોતી. હાર્દિક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેલતંત્ર દ્વારા અમારી સાથે અન્યાય કરવામાં આવા રહ્યો છે. દર મહીને અલ્પેશ કથિરીયા સાથે કરવામાં આવતી મુલાકાતમાં કોઈના કોઈ બહાને મુલાકાત ટાળવામાં આવે છે. આજ રોજ અમે મુલાકાત કરવા ગયા એ પહેલા જ કોઈ મુલાકાત કરી ગયું…
દહેજ-ઘોઘા રો-રો ફરી સર્વિસના 400 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા છે. ફેરી સર્વિસના જહાજનું એન્જિન મધ દરિયે ફેઈલ થવાના કારણે તંત્રવાહકોની દોડધામ વધી જવા પામી હતી. 400 મુસાફરો સાથેનું જહાજ દરિયાની વચ્ચે ફસાઈ જવાના કારણે એક તબક્કે સ્થિતિ નાજુક બની જવા પામી હતી. દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનું જહાજ ટેક્નિકલ ખામીને કારણે મધદરિયે ફસાયું છે. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાયું છે, જહાજમાં હાર 461 મુસાફરો સવાર છે, જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટગ બોટ મગાવી જહાજને ઘોઘા બંદરે લઇ જવાના પ્રયાસો શરૂ કરાયા હતા અને મુસાફરોને સલામત રીતે કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સેઈફ બોટની મદદ…
જો તમે ATMમાંથી પૈસા કાઢો છો તો તમને મુશકેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતને 50 ટકા ATM માર્ચ 2019 સુધીમાં બંધ થઈ શકે છે. ATM ઈન્ડસ્ટ્રીની સંસ્થા ધ કોન્ફિડેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)ના પ્રમાણે ATM સેવા આપનાર કંપનીઓ માર્ચ 2019 સુધી લગભગ 1.13 લાખ ATM બંધ કરવા પડી શકે છે. આમાં 1 લાખ ઓફ સાઈટ ATM અને 15 હજાર વ્હાઈટ લેબલ ATM છે. હજી ભારતમાં લગભગ 2.38 લાખ ATM કામ કરી રહ્યા છે. CATMiની અનુસાર તેને ચલાવવુ આર્થિક હિતમાં નથી. સંસ્થાએ કહ્યું કે જો આવું થાય છે તો સરકારની નાણાકીય સમાવેશની યોજનાઓને ધક્કો લાગી શકી છે અને નોટબંધી જેવી…
સુરત મહાનગર પાલિકાએ સુરતમાંથી કચરા પેટીને સદંતર નાબુદ કરી નાંખી છે, આના કારણે સુરતમાં ઠેર-ઠેર કચરના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. પાલિકાના શાસક ભાજપની સ્થિતિ મા મને કોઠીમાંથી કાઢ જેવી બની ગઈ છે તો વહીવટી તંત્રના માથે સુરતને કચરા પેટી મૂક્ત કર્યા બાદ કચરા મૂક્ત બનાવવાની ઉપાધિ વધી પડી છે. ભાજપની કચરા નીતિ આમ તો કચરા પેટીમાં લાગી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઓપેરેશન ક્લિન સુરત કરવામાં આવી રહ્યું છે. સુરતને ચોખ્ખું કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર હેલ્થ આશિષ નાયકે સત્ય ડે સાથે વાત કરી તો માલૂમ પડ્યું કે સુરતમાંથી પાછલા સાત દિવસમાં હજારો ટન કચરાનો રસ્તા પરથી નિકાલ…
ખેડૂતો અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિના બેનર હેઠળ લગભગ 30 હજાર ખેડૂતો પોતાની માંગને લઈને પ્રદર્શન કરતા મુંબઈ નજીક થાણે પહોંચી ગયા છે. ખેડૂતો થાણેથી મુંબઈ માટે રવાના થઈ ગયા છે. ખેડૂતોની આ રેલી મુલુંદથી નીકળીને આઝાદ મેદાન સુધી જશે. અહીંયા બે દિવસની રેલીનુ સમાપન 22 નવેમ્બરે થશે. અગાઉ રેલીમાં આવુ જ મોટુ પ્રદર્શન થયુ હતુ. જ્યારે 25 હજાર ખેડૂતો નાસિકથી મુંબઈ આવ્યા હતા. મુખ્ય રીતે લોડ શેડિંગની સમસ્યા, વનાધિકાર કાનૂન લાગુ કરવા, દુષ્કાળથી રાહત, ઓછુ સમર્થન મૂલ્ય, સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવા જેવી માગો સાથે આ ખેડૂત રસ્તા પર ઉતરી ગયા છે. ખેડૂતોનુ કહેવુ છે કે ગત પ્રદર્શનને લગભગ 9…
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરતા ભાવનગરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપમાં થતી ચર્ચા મુજબ રિવાબા હવે ભાજપ જોઈન કરે એવી શક્યતા જોવા મળી રહી છે. રીવાબાએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે અને તાજેતરમાં જ કરણી સેનાની મહિલા પાંખમાં જોડાયા હતા. કરણી સેનાએ હિન્દી ફિલ્મ પદ્માવતનો દેશભરમાં ભારે વિરોધ કર્યો હતો અને તોડફોડના અસંખ્ય બનાવ પણ બન્યા હતા. ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ બોક્સ ઓફીસ પર ટંકશાળ પડી હતી. રીવાબાએ ત્યાર બાદ દિવાળી સેલિબ્રેશનમાં કરણી સેનાના પ્રમુખની હાજરીમાં મહિલા પાંખની બાગડોર હાથમાં લીધી હતી. ત્યારથી જ એવું લાગતું હતું કે રિવાબા કદાચ પોલિકટીક્સમાં…
ગુરુગ્રંથ સાહિબનું અપમાન અને ત્યાર બાદ 2015માં પ્રદર્શનકારી થયેલા ફાયરીંગ પ્રકરણોની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) દ્વારા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની તપાસ કરવામાં આવી રહી છે. SIT સમક્ષ જવાબ રજૂ કરવા અક્ષય પંજાબ પહોંચી ગયો છે. SIT હવે તેનો જવાબ નોંધી રહી છે. અક્ષય પર આરોપ છે કે વિવાદાસ્પદ ડેરા સચ્ચા સૌદાના ગુરુ ગુરમીત રામ રહીમ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ વચ્ચે સેટીંક કરવા માટે મધ્યસ્થી કરી હતી. અક્ષય કુમારે માંગ કરી હતી કે SITના અધિકારીઓને અમૃતસરના બદલે ચંડીગઢમાં મળવાની મંજુરી આપવામાં આવે, પણ તેની માંગ ફગાવી દેવામાં આવી છે. SIT દ્વારા અક્ષય કુમાર અને…
થોડા સમય પહેલા જ્યારે બોલીવુડની મોટી હસ્તીઓના નામ #Me Too અભિયાન હેઠળ સામે આવ્યા હતા. તેમા સંસ્કારી બાબુ આલોક નાથ સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા. લેખિકા અને પ્રોડ્યુસર વિનિતા નંદાએ આલોક નાથ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતો સાથે જ તેમણે ગયા મહિનાની 17 તારીખે આલોક નાથ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે હવે આલોક નાથ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. નંદાએ આલોક નાથ પર 29 વર્ષ પહેલા તેમના યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.નંદાએ જણાવ્યુ કે પોલીસ ઘણી સહયોગી રહી અને તેમણે મારુ નિવેદન નોંધ્યુ. નિવેદન નોંધાવવુ મારા માટે સરળ નહોતુ. અમે આલોકનાથ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી…
હાલમાં રાકેશ અસ્થાના અંગેની તપાસ ચાલી રહી છે. સીબીઆઈ દ્વાર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાના કેસને લઈ અનેક પ્રકારની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વિશ્વસનીય સૂત્રો મુજબ સુરતના એક બિલ્ડરને ત્યાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રિટાયર થયા પછી નોકરી કરતા હતા. તેમનો પગાર પણ સારો એવો હતો અને નોકરીમાં પણ કોઈ ટેન્શન હતું નહીં. પાટીદારોમાં મોટું માથું ગણાતા બિલ્ડરે સુરતમાં અનેક ગંજાવર પ્રોજેક્ટ બનાવ્યા છે અને સુરતથી લઈ ગાંધીનગર અને ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી ભાજપના નેતાઓ સાથે નિકટનો ધરોબો ધરાવે છે. પણ જ્યારથી સીબીઆઈની તપાસ શરૂ થઈ છે ત્યારથી બિલ્ડર પણ ભારે દોડધામમાં…