કવિ: Satya-Day

ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં  ચાર સ્થળો પર નવા ચાર લાયન, ટાયગર અને દીપડાના સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. જેમાં ૪૦૦થી ૫૦૦ હેક્ટર જમીનમાં આ જંગલના રાજાઓ ખુલ્લામાં ફરશે. પ્રવાસીઓ બસમાં બેસીને તેને જોઈ શકશે. રાત્રીના સમયે તેઓને પાંજરમાં પૂરી દેવાશે. આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અલગ અલગ સફારી પાર્ક બનાવશે. જેમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સામે જંગલ ખાતાની પુષ્કળ જગ્યા છે. કુદરતી વાતાવરણ પણ છે. અહીં લાયન પાર્ક બનાવાશે. જ્યારે કેવડીયા ખાતે ટાયગર સફારી પાર્ક અને વાંસદામાં તથા સુરતના માંડવી ખાતે દીપડાઓનો સફારી પાર્ક બનાવાશે. તેઓએ…

Read More

દેશમાં નવજાત બાળકોના ત્યજવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અણદાવાદમાં ગઈ કાલે સવારે રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરને પોતાના ઘર પાસેથી નવજાત બાળકી મળી આવી હતી. જેની ફરિયાદ તેણે નોંધાવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસ વિગતોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાગુજરાત બેકરીની પાસે, રખિયાલ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવરને ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ એક નવજાત બાળકી મળી આવી હતી. આ રિક્ષા ડ્રાઇવરે આ અંગે કહેતા જણાવ્યું કે, ‘અમારી ચાલીની બહાર એક અવાજ આવતા અમે આસપાસના લોકો ભેગા થયા હતાં. અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે તે મળી ત્યારે તે ઘણી જ…

Read More

WhatsAppનો ઉપયોગ નાના મોટા સૌ કોઈ કરે છે.વોટ્સએપ ભારતમાં સૌથી વધારે વપરાતી એપ્લિકેશન છે એટલા માટે જ વોટ્સએપમાં ટુંક સમયમાં બે નવા ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ ફીચર કોન્ટેક્ટ શેર કરવાની પ્રક્રિયાને સરળ કરી દેશે. WhatsAppમાં ‘શેર કોન્ટેક્ટ ઈન્ફો વાયા ક્યૂઆર’ ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ નવા ફીચરના ઉપયોગથી આઈઓએસ અને એન્ડ્રોયડ બંનેના યૂઝર્સ એકબીજાને કોન્ટેક્ટ તરીકે ક્યૂઆર કોડના માધ્યમથી એડ કરી શકશે. આ ફીચર અગાઉથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. હવે વોટ્સએપમાં પણ સ્ક્રીનશોટ શેર કરી શકાશે. આ સાથે જ વોટ્સએપમાં પણ ક્યુઆર કોડ શેર કરી કોન્ટેક્ટને એડ કરી શકાશે.

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(GPCC)ની જાહેરાત કરવામાં આવી છે. જમ્બો જેટ જેવી યાદીમાં અનેક નવા નામો છે તો જૂના જોગીઓને પણ યાદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જાહેર કરાયેલા જમ્બો માળખામાં 22 ઉપપ્રમુખ, ખચનચી તરીકે સંદીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. 43 જનરલ સેક્રેટરી, 11 પ્રવક્તા, 169 સેક્રેટરી, 6 પ્રોટોકોલ સેક્રેટરી,7 જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર, કાયમી આમંત્રિત તરીકે 41 મેમ્બર, ખાસ આમંત્રિત તરીકે 54 મેમ્બરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાંથી મહેન્દ્રસિંહ સુરતીયાને મંત્રીમાંથી પ્રમોશન આપવામાં આવ્યું છે અને ઉપ્રમુખ બનાવવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહની સામે…

Read More

નોર્થ યુગાન્ડામાં ફરી એક વખત હિંસા ફેલાઈ છે અને ભયંકર તોફાનો ફાટી નિકળ્યા છે. જેના કારણે ત્યાં રહેતા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતીઓની દુકાનોને નિશાન બનાવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે. ગુજરાતીઓની દુકાનો પર પત્થરમારો કરાયો છે. તોફાનોના ફેલાવવાના કારણે આશરે 200 જેટલા ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. હિંસાની શરૂઆત એક ગુજરાતીના હાથે થયેલા અકસ્માતમાં યુગાન્ડાના એક અશ્વેત વ્યક્તિના મૃત્યુ સાથે થઈ હતી. નોર્થ યુગાન્ડામાં ગુજરાતીથી એક અશ્વેત વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. આ વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. અશ્વેત લોકો ભારે રોષે ભરાયા હતા. તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ગુજરાતીઓની…

Read More

પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (PUBG) ગેમ વિશ્વભરમાં ખૂબ ઝડપથી જાણીતી થઈ છે. ભારતમાં પણ તેના યૂઝર્સમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કંપની આ મોબાઇલ ગેમની ચોથી સિઝન લાવવાની તૈયારીમાં છે. પબજીની બેટલ રોયલ ગેમ થર્ડ સીઝન 18 નવેમ્બરથી ખતમ થઈ ચુકી છે. PUBGની ચોથી સીઝનમાં અનેક નવા ફીચર્સ આવશે. સ્માર્ટફોન યૂઝર્સ પાસે 20 નવેમ્બરથી PUBGની નવી સીઝનનું અપડેટ મળશે. 21 નવેમ્બરે આ માટે ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરવામાં આવી શકે છે. એપડેટ દરમિયા ગેમ ઓફલાઇન નહીં થાય. નવા અપડેટ બાદ આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કવોયના કેરેકટર્સ હાર્લી ક્વિન અને જોકર પણ જોવા મળશે. આ ઉપરાંત અસોલ્ટ રાઇફલ એમ762 પણ મળશે.…

Read More

સૈફ અલી ખાન અને કરિના કપૂરનો લાડલો તૈમૂરનું ફેન ક્લબ ઘણું જ મોટું છે. આ ફેન ક્લબને કારણે તેનાં રેટ્સ પણ ઘણાં વધુ છે. આ રેટ હાઇનો અર્થ તૈમુરનો એટિટ્યૂડ નથી પણ તેનાં તસવીરોનો ભાવ છે. પેપારાઝીની વચ્ચે તૈમૂરની તસવીરોની સૌથી ઉંચી કિંમત છે. સૈફ અલી ખાને કરન જૌહરનાં શો ‘કોફી વિથ કરન’માં આવીને ખુલાસો હતો. સૈફે જણાવ્યું હતું કે, તૈમૂરની એક તસવીરની કિંમત 1500 રૂપિયા છે. આ વાત સૈફનો તેનાં સાસુ એક તૈમૂરનાં નાનાએ જણાવી હતી. આ વિશે ચર્ચા કરતાં કરને કહ્યું કે, તૈમૂરની તસવીરનાં ભાવ કોઇ સુપરસ્ટારની તસવીર વધુ છે.તૈમૂરનાં વખાણ કરતાં કરણ જોહરે પોતાની જ મજાક ઉડાવતા…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની આખરે જાહેરાત કરવામાં આવી છે. જૂથવાદ અને વિવાદને ખાળવા માટે કમિટીનું કદ અધધ કહી શકાય તેવા પ્રકારનું બન્યું છે. 22 ઉપપ્રમુખ, ખચનચી તરીકે સંદીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. 43 જનરલ સેક્રેટરી, 11 પ્રવક્તા, 169 સેક્રેટરી, 6 પ્રોટોકોલ સેક્રેટરી, સાત જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર, કાયમી આમંત્રિત તરીકે 41 મેમ્બર, ખાસ આમંત્રિત તરીકે 54 સહિતનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. આમ 300નુ અધધ કહી શકાય તેવું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. આમેય ગુજરાતમાં પાછલા 25 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસમાં હોદ્દાઓની લહાણી કરવા સિવાય બીજું કશું જોવા મળી રહ્યું નથી. જાણો કોને કોને મળ્યું…

Read More

ઉંમરવાડા ખાતે આવેલા મલ્ટી લેવલ પાર્કીંગના ટેન્ડર અંગેની પ્રક્રિયા અંગે લીંબાયત ઝોનના ઝોનલ અધિકારી ભૈરવ દેસાઈએ કહ્યું કે ઉંમરવાડા ખાતેના પાર્કીંગના ઈજારા અંગે સુરત મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમિટીએ સુઓમોટો નિર્ણય કર્યો હતો. સ્ટેડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપના કોર્પોરેટર અનિલ ગોપલાણી છે. અનિલ ગોપલાણીએ ક્યા કારણોસર પાર્કીંગ અંગે સુઓમોટો નિર્ણય કર્યો છે તે કળવું મુશ્કેલ છે. આજે ‘સત્ય ડે’ દ્વારા મલ્ટી લેવલ પાર્કીંગ અંગેનો રિપોર્ટ પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો અને મામલો છેક મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર થેન્નારાસન સુધી પહોંચ્યો હતો. લીંબાયત ઝોનના ઝોનલ અધિકારીએ મોડી સાંજે ‘સત્ય ડે’ સાથેની વાતચીતમાં કહ્યું કે સ્ટેડીંગ કમિટી દ્વારા સુઓમોટો નિર્ણય કરી ઓછા ભાવના ઈજારદારને ટેન્ડર…

Read More

આજે 19 નવેમ્બર એટલે કે ‘વર્લ્ડ ટોયલેટ ડે’. આજે વિશ્વ આખુ વર્લ્ડ ટોઇલેટ દિવસની ઉજવણી કરી રહ્યું છે. સરકાર પણ ઘર-ઘર ટોઇલેટ હોય અને દેશમાં સ્વચ્છતા જળવાઇ રહે એ વાત પર વિશેષ ધ્યાન આપી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે સ્વચ્છતા અને ટોઇલેટ પ્રત્યે જાગૃતિ માટે એક અનોખુ કાફે બનાવવામાં આવ્યું છે. આ કાફેનું નામ જ ટોઇલેટ કાફે રાખવામાં આવ્યું છે. માત્ર નામ જ નહીં પણ આ કાફેની થીમ પણ ટોઇલેટ આધારિત છે. એટલે કે અહીં ડાઇનિંગ ટેબલ તો છે જ પરંતુ બેસવા માટે ચેઇર નહીં ટોઇલેટ કબનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાફે સાબરમતી ગાંધી આશ્રમ પાસે આવેલા સફાઇ વિદ્યાલયમાં…

Read More