કવિ: Satya-Day

ગુજરાતના મુખ્ય ઈન્કમ ટેક્સ અધિકારીની બદલી કરવામાં આવી છે. હવે ગુજરાતન ઈન્ક્મ ટેક્સ અધિકારી તરીકે અજય દાસ મેહરોત્રા કારભાર સંભાળશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 1984 બેંચના ઈન્ડિયન રેવેન્યુ સર્વિસના અધિકારી અજય મલ્હોત્રા 34 વર્ષનો અનુભવ ઘરાવે છે. અજય મલ્હોત્રાએ આ પહેલા મુખ્ય આયકર આયુક્ત -બે તરીકે પણ ફરજ બજાવી છે. ગુજરાત ઈન્કમટેક્સ કમિશ્નર બન્યા તે પહેલા અજયદાસ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં નોકરી કરી ચૂક્યા છે. નોંધનીય છે કે પૂર્વ પ્રધાન મુખ્ય કર આયુક્ત એકે જયસ્વાલ સબસીડીના સેટલમેન્ટ કમિશનમાં નિયુક્ત થતા તેઓ દિલ્હી જતા રહ્યા છે. હવે તેમની જગ્યાએ અજયદાસ મેહરોત્રાએ જવાબદારી સંભાળી લીધી છે.

Read More

ઈન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે ‘યોર એક્ટિવીટી’ ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના દ્વારા યૂઝર્સ જાણી શકશે કે તે ઈન્સ્ટાફ્રામ પર કેટલો સમય પસાર કરે છે. આ ફિચર યૂઝર્સના પ્રોફાઈલ પેજ પર ટોપ રાઈટ કોર્નર પર હેમબર્ગર આઈકોનના રૂપમાં આપવામાં આવ્યુ છે. જેમાં રોજની ટાઈમ લીમીટ શેટ કરવા અને અસ્થાયી રૂપથી નોટીફિકેશનને મ્યુટ કરવા જેવા ટૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કલાકો પસાર કરે છે જેની અસર તેની મેન્ટલ અને ફિજિકલ હેલ્થ પર પડે છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફિચરનો ઉપયોગ કરવા માટે પ્રથમ ઈન્સ્ટાગ્રામ ઓપન કરો. હવે એપના સેટિંગને ક્લિક કરો, તે પછી એક્ટીવીટી નામના ઓપ્શન પર ક્લિક…

Read More

દેશભરમાં મહિલાઓ પર થતાં દુષ્કર્મના કેસો ચલાવવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ભયા ફંડ હેઠળ બનેલી એમ્પાવર્ડ કમિટીએ દેશભરમાં 1023 સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા મંજૂરી આપી છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના પેન્ડિંગ કેસ વિશેષ અદાલતમાં ચાલશે. પહેલા તબક્કામાં નવ રાજ્યોમાં 777 કોર્ટ બનશે. અને બીજા તબક્કામાં 246 કોર્ટ બનશે. નવી વિશેષ કોર્ટ 767.25 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. જાતીય સતામણી અને જાતીય હુમલાના કેસમાં વિશેષ ફોરેન્સિક કીટને પણ મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ અને 107 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ ફોરેન્સિક કીટ અપાશે. કોંકણના 50 રેલવે સ્ટેશન્સ પર વીડિયો સર્વેલન્સ માટેની પ્રપોઝલને…

Read More

CVCએ CBI ચીફ આલોક વર્મા પર તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાનાએ મૂકેલા આરોપો અંગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને જોતાં કહ્યું કે આલોક વર્મા અંગેના રિપોર્ટમાં આલોક વર્માની પ્રશંસા પણ કરવામાં આવી છે તો સાથે તેમની ટીકા અને નેગેટીવ રિમાર્કસ પણ આપવામાં આવ્યા છે. CVCએ રિપોર્ટ બાદ તપાસ કરવા માટે વધુ સમય આપવા પણ માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને CVC રિપોર્ટ અંગે 19મી તારીખ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે 20મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે CVCએ તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. કોર્ટમાં આ રિપોર્ટ ખોલવામાં આવ્યો…

Read More

હાલ ગુજરાત ભાજપમાં મોટા પાયા પર સંગઠનને લઈ વિખવાદ ચાલી રહ્યો છે. તેનો પડઘો અમદાવાદ લોકસભાનાં ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલના દિવાળીના સ્નેહમિલન સમારંભ દરમિયાન સાંભળવા મળ્યું. પરેશ રાવલે ગુજરાત ભાજપની નેતાગીરીને આડે હાથે લઈ આક્રમક રીતે શાબ્દીર પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના શિરમોર નેતા તરીકે હાલ વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. પરેશ રાવલે ભાજપની નેતાગીરીનો બરાબરનો ઉઘડો લીધો હતો. આમ તો પરેશ રાવલ પોતાના મત વિસ્તારના કાર્યો આસિસ્ટન્ટ હસ્તક ચલાવે છે અને ઈચ્છા થાય ત્યારે અમદાવાદ આવે છે. પણ જ્યારે અમદાવાદ આવે છે ત્યારે તેઓ પલીતો જરૂર ચાંપી જાય છે. પરેશ રાવલ…

Read More

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની અને દેશની પહેલી ઈલેક્ટ્રિક ઓટો લોન્ચ કરી દીધી છે. કંપનીએ બેટરીથી ચાલતી આ ઓટોને ટ્રિયો નામ આપ્યું છે. સાથે જ, તેનું એક અન્ય મોડલ ટ્રિયો યારી પણ લોન્ચ કર્યું છે. તેની બેંગ્લોર એક્સ શો રૂમ પ્રાઈઝ 1 લાખ 36 હજાર રૂપિયા નક્કી કરાઈ છે. કંપનીએ આ ઓટોનો કોન્સેપ્ટ આ વર્ષે ઓટો એક્સપોમાં બતાવ્યો હતો કંપનીનો દાવો છે કે, આ ઓટોને માત્ર સાડા ત્રણ કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ આ 130 કિમી સુધી દોડાવી શકાય છે. ત્યારે અઢી કલાકના ચાર્જિંગ પર આ 85 કિમી સુધી દોડશે. કુલ મળીને તેનો રનિંગ કોસ્ટ 50 પૈસા પ્રતિ કિલોમીટર…

Read More

છત્તીસગઢમાં અજીત જોગીના નેતૃત્વવાળી જનતા કોંગ્રેસ અને બસપા મળીને બહુમતિ હાંસલ કરવાના દાવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જો એવું નહીં થાય તો અમારું ગઠબંધન ભાજપ કે કોંગ્રેસ સાથે બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે. પત્રકારો સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે પુરો વિશ્વાસ છે કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ગઠબંધનને સંપૂર્ણ બહુમતિ મળશે, આવી સ્થિતિમાં કોઈ પણ અન્ય પાર્ટીનું સમર્થન લેવાની જરૂર રહેશે નહીં. ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત છે તો આવી સ્થિતિમાં અમે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરીશું. અત્રે નોંધનીય છે કે જનતા કોંગ્રેસના અજીત જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ…

Read More

સુરત ખાતે બનનારા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનની ડીઝાઈનના અંતિમ તબક્કા અને કામગીરી શરુ કરવા પેહલા આવેલા બીડરો સાથેની ચર્ચા પછી દિલ્હી ખાતે રેલેવે મંત્રાલયે સુરતની માંગ અનુસારના અત્યંત મહત્વના મુદ્દાઓ ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. નવસારીના સાંસદ સી આર પાટીલએ આજે આપેલી વિગત અનુસાર નિયમ અને પ્લાનમાં જે જરુરી ફેરફારની આવશ્યકતા હતી તે મંજુર કરી દેવામાં આવ્યા છે. આ અંગેની રજૂઆત અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ પ્રોજેક્ટમાં કામ કરવા ઈચ્છુક એજન્સીઓએ કરી હતી, એ મંજુર થતા હવે આગળનો માર્ગ મોકળો થયો છે. ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સુરત રેલવે સ્ટેશન વિકસાવવા માટે ઝડપી…

Read More

બોલીવુડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે ત્યારે  મલાઈકાના જન્મદિવસ પર અર્જૂન કપૂર તેને લઈને ઈટાલી ગયો હતો, જ્યાં તેમણે સાથે સમય વિતાવ્યો હતો. આવામાં એક ફોટો સામે આવ્યો છે, જેમાં મલાઈકા પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. જેમાં તેની સાથે અર્જૂન પણ છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે મલાઈકા અર્જૂન કપૂરની બાહોમાં છે. આ કપલ ધીમે ધીમે પોતાના રિલેશન જાહેર કરી રહ્યું છે.

Read More

નવા વર્ષમાં આયોજીત પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દરેક બુથ પર પેપર ટ્રેઈલ મશીન મૂકવાની માંગ સાથે ચૂંટણી પંચને પત્ર લખ્યો અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી. બાપુએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી લડવાનો નથી. લોકસભાની ચૂંટણીમાં પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરતા શંકરસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આપેલા વચનોમાં નિષ્ફળ ગયા છે. આ સરકારની સ્થિતિ વિમાન જેમ નોસ ડાઉન થઈને પડે તેમ એ પરિસ્થિતિમાં પહોંચી ગઇ છે અને દેશમાં મતદારોએ એનડીએની સરકારને હરાવવા માટે નિર્ણય કરી લીધો છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભાજપની વિરૂદ્ધમાં ભાજપ વિરોધી તમામ રાજકીય પક્ષો એક મંચ પર…

Read More