ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં જ અલ્હાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. પાર્ટીના નેતા કેટલાક અન્ય શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગયેલ યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું કે, જો દેશમાં માત્ર શહેરોના નામ બદલવાથી દેશ સોનાની ચિડીયા બની શકે છે તો હું માનુ છુ કે, 125 કરોડ હિન્દુસ્તાનિયોનું નામ રામ રાખી દેવુ જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો એક મોટો પ્રશ્ન છે. આ લોકો નામ અને મૂર્તિઓના ચક્કરમાં છે. બુધવારે હાર્દિકે કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધારે છે. હાર્દિકે કહ્યું કે, આજે યુવા રોજગારની ઉણપના કારણે ભટકી…
કવિ: Satya-Day
સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મેનેજમેન્ટ ટીમને આઈફોનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે તેમણે ફક્ત એન્ડ્રોય સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કહ્યુ છે. એક રિપોર્ટ અનુસાર એક નિર્ણય લેવામાં આવી છે ઝકરબર્ગે એપલના સીઈઓ ટિમ કુકની આકરી ટીકા કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હતી. આ પહેલી વખત નથી કે ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હોય. માર્ચમાં જ્યારે ટિમ કુકને પુછવામાં આવ્યુ હતુ કે કેમ્બ્રીજ એનાલિટિકાના મામલે તેઓ શુ કરત જો આવુ એપલમાં થયુ હોત, ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમે આવી સ્થિતિમાં આવીએજ નહી. કુકનું કહેવુ હતુ કે ફેસબુકના…
રાધનપુરના વિકાસ માટે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવા થનગનાટ સાથે પગરવ માંડ્યા છે. અલ્પેશ ઠાકોર જેવા યુવા ધારાસભ્યએ રાધનપુરના વિકાસ માટે બીડું ઝડપી લેતા રહીશોમાં નવી ચેતનાનો સંચાર થયો છે. રાધનપુરમાં બ્રિટીશ સરકારના ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વૈનની મુલાકાત રાધનપુરના વિકાસ માટે મહત્વની માનવામાં આવે છે. વિકાસ કાર્યોને લઈને રાધનપુરની સતત અવગણના થઈ રહી હતી તેવામાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના યુવાનો અને મહિલા ઉપરાંત વડીલો માટે કશુંક નક્કર કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રોજગારી, શિક્ષણ અને પાણીની સમસ્યા પર તેમનો ફોકસ જોવા મળ્યો. સમગ્ર દિવસ દરમિયાન જ્યોફ વૈનને રાધનપુરના જુદા-જુદા સંગઠનો સાથે મુલાકાત કરાવી હતી. ખાસ કરીને દરિયાના ખારા પાણીને પીવા…
અયોધ્યામાં રામ મંદિરની મૂવમેન્ટ ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા ફરી શરૂ કરવામાં આવી છે અને શહેરોના નામ બદલવાની ફેશન પણ ચાલી રહી છે ત્યારે ચારેતરફથી ભાજપની ભયાનક ટીકા થઈ રહી છે. ભાજપ ટીકાઓના વરસાદના સિલસિલામાં પાટીદાર અનામત આંદોલન અને ખેડુતો માટે આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ પણ જોડાયો છે. મધ્યપ્રદેશમાં કલ્કિ મહોત્સવ દરમિયાન હાર્દિક પટેલે મીડિયાને કહ્યું કે દેશમાં બેરોજગારી વધી ગઈ છે. ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર શહેરોના નામ બદલી રહી છે તેના બદલે હવે સરકારે 125 કરોડ ભારતવાસીઓના નામ ‘રામ’ કરી દેવા જોઈએ. હાર્દિકે કહ્યું કે આજે દેશના લોકોને ધર્મ અને જાતિના નામ…
53 વર્ષીય ફેશન ડિઝાઈનરની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જાણકારો અને સગાસંબંધીઓમાં આઘાતની લાગણી ફરી વળી છ. દિલ્હીના વસંતકુજમાં રહેતી ફેશન ડિઝાઈનર માલા લખાણીની હત્યા તેમના ટેલર એટલે કે દરજી દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ટેલરની સાથે અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી છે. માલાનું બ્યુટીક દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલું છે. માલાએ ગ્રેટર કૈલાશમાં આઉટલેટ પણ મેળવ્યું હતું. હત્યામાં સંડોવાયેલો રાહુલ અનવર માલાના ફેશન ડિઝાઈનરના વર્કશોપમાં ટેલર તરીકે કામ કરતો હતો. હત્યામાં તેની સાથે તેના બે સગાઓ પણ સામેલ હતા. દિલ્હીના જોઈન્ટ સીપી અજય ચૌધરીએ જણાવ્યિં કે હત્યાની રાહુલે કબુલાત કરી લીધી છે. ગઈરાત્રે માલા લાખાણીના ઘરે…
ભાવનગરના બોરતળાવમાં આજે વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાની જાણ થતા પોલીસનો કાફલો અને ફાયર બિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંને મૃતદેહોને બહાર કાઢી પોલીસે પોસ્ટમોર્ટમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં અકસ્માતે પડી જતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થી પણ પાણીમાં તણાઇ જવાના કારણે બંનેના મોત નીપજ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના બોર તળાવમાં વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાની જાણ ઈ હતી. પોલીસે ફાયર બ્રિગેડ કાફલાને જાણ કરતા ફાયર ફાયટરોની મદદથી બંનેના…
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઇન્ડિયા હાલમાં પોતાની બેન્કિંગ સિસ્ટમમાં સતત ફેરફાર કરી રહી છે. વિતેલા દિવસોમાં એસબીઆઈ તરફતી નોટિફિકેશન જારી કરીને ગ્રાહકોને કહેવામાં આવ્યું કે, જે ગ્રાહકે પોતાના મોબાઈલ નંબર બેંક સાથે રજિસ્ટર કરાવ્યા નથી તેની ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા બંધ કરવામાં આવશે. ઉપરાંત બેંકે એટીએમથી રોકડ ઉપાડની મર્યાદા પણ ઘટાડી દીધી છે. જોકે હવે બેંક વધુ એક સેવા બંધ કરવા જઈ રહી છે. જો તમે એસબીઆઈના મોબાઈલ વોલેટમાં પૈસા જમા કરાવ્યા છે તો જલ્દી કાઢી લેજો. SBI પોતાની ખાસ મોબાઈલ વોલેટ SBI Buddyને બંધ કરવાની છે. SBIએ આ વિશે પોતાના ગ્રાહકોને પહેલેથી જ જાણકારી આપી દીધી છે.…
સરકાર દ્વારા હવે યુવતીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રાથમિક શાળાઓની કન્યાઓને માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા વિશે પણ તેમનામાં સમજ કેળવવામાં આવશે. જેમાં ખાસ કરીને માસિક દરમિયાન ઘરની બહાર ન જવું, પ્રાથનામાં ભાગ ન લેવો જેવી ગેરમાન્યતાઓને દુર કરીને તેમનામાંથા માસિક સમયગાળાનો ડર ભગાવવામાં આવશે. નોંધનીય છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ આમ તો નિયમિત આવે છે પરંતુ અમુક ચોક્કસ દિવસોએ ગેરહાજર રહે છે. તેઓ માસિકગાળા દરમિયાન શાળાએ આવતી નથી તેમજ પુસ્તકો પણ અડકતી નથી. આથી શિક્ષિકાઓ દ્વારા તેમને માસિક ધર્મ વિશે સાચું નોલેજ આપવામાં આવશે.
ભ્રષ્ટાચારના કેસમાં જૂનાગઢ મનપાના તત્કાલિન કમિશનરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતાકીય તપાસના પણ આદેશ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ પ્રત્યે સખ્તાઈ દાખવતાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જૂનાગઢ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશનર વી.જે રાજપૂતને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. કમિશનર વી.જે રાજપૂત 2009ની બેચના આઈ.એ.એસ અધિકારી છે. તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશો કર્યા છે.
CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ 14મી સુધી રાકેશ અસ્થાનાની ધરપકડ નહી કરવા અને સ્ટેટ્ક્વો જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે ફરી હીયરીંગ કરવામાં આવતા રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપી છે. રાકેશ અસ્થાનાની 28મી નવેમ્બર સુધી ધરપકડ નહીં કરવા કોર્ટે આદેશ આપ્યો છે. વધુ સુનાવણી 28મીએ કરવામાં આવશે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ હૈદ્રાબાદના વેપારી સના સતીષની ફરીયાદના આધારે સીબીઆઈએ રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચનો કેસ કર્યો છે. સનાની જૂબાની બાદ મામલો વધુ ઘેરાતો જઈ રહ્યો છે. સતીષ પાસેથી ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ…