સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ આજે સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના અંગેનો તપાસ રિપોર્ટ સબમીટ કરી દીધો છે. બંધ કવરમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે. આલોક વર્મા વિરુદ્વ રાકેશ અસ્થાનાએ ભ્રષ્ટાચારના આરોપ અંગેની તપાસ માંગી હતી. 26મી ઓક્ટોબરે કોર્ટે બે સપ્તાહમાં રિપોર્ટ આપવાની ડેટલાઈન આપી હતી. હવે વધુ સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. કોર્ટે આ કેસ અંગે શુક્રવારે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. એક દિવસ મોડો રિપોર્ટ સબમીટ કરવા બદલ CVCને ઠપકો આપ્યો હતો. કોર્ટ કહ્યું કે રિપોર્ટ સબમીટ કરવા માટે રવિવારે પણ રજિસ્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી, છતાં પણ એક દિવસ વિલંબથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આલોક વર્મા…
કવિ: Satya-Day
કર્ણાટકમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું આજ રોજ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફેફસાના કેન્સર સામે લડત આપી રહ્યા હતા. બેંગલુરુના શંકરા હોસ્પિટલના ડાયરેક્ટર નાગરાજના જણાવ્યા પ્રમાણે, ૫૯ વર્ષીય અનંત કુમારે રાત્રે બે વાગ્યે અંતિમ શ્વાસ ભર્યા હતા. તે સમયે તેમની પત્ની તેજસ્વિની અને બંને દીકરીઓ પણ ત્યા હાજર જ હતી. અનંત કુમારના નિઘન પર કર્ણાટક સરકારના રાજ્યમાં ત્રણ દિવસ માટે રાજકીય શોકની જાહેરાત કરી છે. અમેરિકા અને બ્રિટનમાં કેન્સરનો ઉપચાર કરાવ્યા બાદ તેઓ તાજેતરમાં જ બેંગલુરુ પાછા ફર્યા હતા. જ્યારબાદ શંકરા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપતા જણાવ્યુ કે,…
હાલમાં યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે શહેરોના નામ બદલી નાખ્યા છે. જેમાં ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખ્યુ. જેના કારણે ગુજરાતમાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાોન વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ હજી શમ્યો નથી ને સુરતનું નામ સુર્યપુત્રી કરવાનો વિવાદ શરૂ થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં સુરતના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે ‘સુરત માટે પણ સારા સમાચાર છે કે સુરતને ફમ નવું નામ આપવામાં આવશે.વડાપ્રધાનને દસ વર્ષ પહેલા સપનું આવ્યું હતું કે સુરતનું નામ પણ બદલવું જોઈએ. આજે એ સપનું વિજયભાઈ રૂપાણીની સરકાર પુરું…
ભારતનો પર્વતારોહી સત્યરુપ સિદ્ધાંત પાપુઆ ન્યુ ગિનીના સૌથી ઉંચા જ્વાળામુખી પર્વત શિખર ‘માઉન્ટ ગિલુવે’ ની ચડાઈ પુરી કરીને પ્રથમ ભારતીય બની ગયા છે. સત્યરૂપ શુક્રવારના પાપુઆ ન્યુ ગિનીમાં 4,367 મીટરની ઉંચાઈ પર પહોચ્યા હતા. તેઓ અત્યાર સુધી સાતમાંથી પાંચ જ્વાળામુખી શિખરોની સફળતાપૂર્વક ચઢાઈ કરી ચૂક્યા છે અને એવુ કરનાર પ્રથમ ઈન્ડિયન બની ગયા છે. આ સિવાય તેઓ માઉન્ટ સિડલેની ચડાઈ પુરી કરવાવાળા પહેલા ભારતીય છે. જો તેઓ આ જાન્યુઆરીમાં પુરી કરવામાં સફળ થઈ જાય છે તો તેઓ સાત પર્વત શિખરો અને સાત જ્વાળામુખી પર્વતોની ચડાઈ કરવાવાળા પહેલા ભારતીય છે. સત્યરુપે ન ફક્ત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો પણ તેઓ દક્ષિણી ધ્રુવના…
ટીમ ઇન્ડીયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ ત્રણ મેચોની ટી-20 સીરીઝના ત્રીજા અને છેલ્લા મુકાબલામાં ભારતનો ભવ્ય વિજય થયો છે. જો કે, ભારતે સીરીઝ 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડીઝની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 182 રનોનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડીયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવી વેસ્ટઇન્ડીઝને હરાવ્યું હતું. શિખર ધવને(92 રન-62 બોલ) અને મનીષ પાંડે(2 રન) બનાવ્યા હતા. ઋષભ પંત(58 રન-38 બોલ) બનાવી આઉટ થયો.
ચેન્નઈની એક સગીરાનાં લગ્ન તેની માતાએ જબરજસ્તીથી પોતાના બોયફ્રેન્ડ સાથે કરી દીધા છે. આ સગીરાને વીસ દિવસ સુધી અજ્ઞાત જગ્યાએ પુરી રાખીને તેના પર અનેક વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો. ચાઇલ્ડલાઇનમાં એક અજ્ઞાત ફોન બાદ સગીરાને બચાવી લેવાઈ હતી. સગીરા નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. શુક્રવારે રાત્રે ચાઇલ્ડલાઇનની હેલ્પલાઇન ૧૦૯૮ ઉપર એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ ચાઇલ્ડલાઇનના અધિકારીને ઘટનાની જાણ કરાયા બાદ ચાઇલ્ડલાઇનના કાઉન્સેલર્સ એન. નીલનકરાઈ પોલીસ ફોન કરનારાએ જણાવેલાં ઠેકાણાં પર પહોંચ્યા હતા, ત્યાંથી સગીરાને બચાવાઈ હતી. સગીરાએ જણાવ્યું હતું કે તે નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને એ પછી તેની માતાના…
દેશના પ્રથમ શિક્ષણ મંત્રી અને ભારત રત્નથી વિભૂષિત ડો. અબુલ કલામ આઝાદની જન્મ જયંતિની સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડો.અબુલ કલામની જયંતિ પ્રસંગે સુરત કોંગ્રેસનાં માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો.કલામની જન્મ જયંતિને અલગ રીતે ઉજવવા માટે સુરત શહેર કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા ઉપરાંત સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુરત મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમિટીના માજી ચેરમેન શૌકત અલી મુન્શી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ફ્રુટ વિતરણના કાર્યક્રમમાં જુનેદ નાનાબાવા, તૌસીફ અન્સારી, શોએબભાઈ, કાલુ, જમીલ અહેમદ, શોએબ ચાંદીવાલા, જસબીરસિંગ સરદારજી, અઝહર શેખ વગેરેએ હાજરી આપી હતી. સુરતની…
ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભરૂચમાં ભારે ચકચાર મચી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોની હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતા નથી. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સાજીદને કાર સાથે નિગ્રો ગુંડાઓએ સળગાવી દીધો હોવાની જાણકારી મળી રહી છે. સાજીદ એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે બીજા દિવસે હત્યા કરાયેલો સાજીદનો મૃતદેહ મળી આવ્યો છે. જ્હોનિસબર્ગથી 75 કિં.મી દૂર ફોકવીલ ગામ પાસેથી સાજીદની લાશ મળી આવી છે. દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા…
VHPના ભૂતપૂર્વ આંતર રાષ્ટ્રીય પ્રમુખ અને હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાની કારનો સૌરાષ્ટ્રના ગોંડલ નજીક ફરી અકસ્માત થયો છે. કાર અકસ્માતમાં તોગડીયાને કોઈ ઈજા પહોંચી નથી. આ ઉપરાંત અન્ય કાર ચાલકોમાંથી પણ કોઈ જાનહાની કે ઈજાના સમાચાર મળી રહ્યા નથી. વિગતો મુજબ તોગડીયા રાજકોટના ગોંડલ નજીકના હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે અન્ય કાર ભટકાઈ ગઈ હતી. અકસ્માત થવાના કારણે કારને નુકશા પહોંચ્યું હતું પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. નજીકના ભૂતકાળ પર નજર કરીએ તો અગાઉ તોગડીયાએ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ અકસ્માતને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું. તોગડીયા…
કેન્દ્રની મોદી સરકારે પાછલા એક વર્ષમાં ઓછામાં ઓછા 25 શહેરો અને ગામના નામ બદલી નાંખ્યા છે. જ્યારે સરકાર પાસે નામ બદલાવાના અનેક પ્રસ્તાવો હોવાની જાણકારી મળી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ પેન્ડીંગ છે. જે વિસ્તારોના નામ બદલી કાઢવામાં આવ્યા છે તેમાં ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ અને ફૈઝાબાદનો દાખલો તાજો છે. જ્યારે અન્ય કેટલાક નામો કેન્દ્ર સરકારની મંજુરીની વાટ જોઈ રહ્યા છે. આમાં પશ્ચિમ બંગાળને બાંગ્લા કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ પ્રક્રીયા બહુ લાંબી છે અને અનેક મંત્રાલયોમાંથી ફાઈલ પાસ થાય છે. કેન્દ્ર સરકારે ફૈઝાબાદનું નામ પ્રયાગરાજ અને ઈલાહાબાદનું નામ અયોધ્યા કરવાના પ્રસ્તાવને તાજેતરમાં મંજુરી આપી…