ગુજરાતના જાણીતા 6 ગ્રુપ GSTની વરૂણીમાં આવી ગયા છે. પ્રોડક્શન અને બીલીંગના ડેટા ટેલી નહી થવાના કારણે GST વિભાગે કરોડો રૂપિયાની રિકવરી કાઢી છે. તમામ 6 ગ્રુપ ગુજરાતના છે. ગુજરાતના 6 જેટલા બિઝનેસમેન સામે GSTના નિયમોના ઉલ્લંધન અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિગતો મુજબ GST વિભાગે છેલ્લા બે મહિનામાં રાજ્યના અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને 1200 કરોડની રકમના વ્યવહારો ઉપર કુલ 121 કરોડની કરચોરી પકડી પાડી છે. આમાં GST અને વેટ બંને સામેલ છે. પેટ્રોલિયમ પેદાશોમાં હજુ વેટ ચાલી રહ્યો છે એટલે તેમાં પણ ચોરી થતા આંકડો ઘણો મોટો થઈ ગયો છે. એમાંથી આશરે 30-35 ટકા રકમ વસૂલી પણ…
કવિ: Satya-Day
કારડીયા રાજપૂત સમાજ ફરી વાર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરુદ્વ મેદાનમા આવી ગયો છે. ભાવનગરના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામેનો કેસ પાછો એક મહિનામાં પાછો ખેંચવામાં નહી આવે તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં પછડાટ આપવાની હાકલ કરવામાં આવી છે. આ અંગે કારડીયા રાજપૂત સમાજ દ્વારા રાજ્યસ્તરના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાનો રાજપૂત સમાજે આક્ષેપ કર્યો હતો. જીતુ વાઘાણીના વિધાનસભા ચૂંટણીનું ફોર્મ ભરવાના દિવસે અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પાછા ખેંચી…
પાટીદાર અનામત આંદોલન સમિતિને છોડી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ગત રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી પાટીદાર શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને પાસના અગ્રણીઓએ રિએકશન આપ્યા છે. રિએકશન આપનારાઓમાં ધારાસભ્ય લલિત કગથરા, દિનેશ બાંભણીયા અને દિલીપ સાબવનો સમાવેશ થાય છે. ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે રેશ્મા પટેલ જે પત્ર લખ્યો છે તેમાં સામાજિક ભાવના હોય તો તેને આવકાર આપી. હવે વરુણ પટેલે પણ સમજી લેવાની જરૂર છે કે ભાજપે માત્ર તેમનો ઉપોયગ જ કર્યો છે. જે ભાજપ પોતાના બાપ કેશુભાઈ પટેલની કદર ન કરી શકતો હોય, વેકરીયા,…
આજે સોમવારે દિલ્હીવાસીઓ દુકાન કે ઓફીસ જવા નીકળશે તો પેટ્રોલ ભરાવવા માટે ભટકવું પડી શકે છે. દિલ્હીના પાડોશી રાજ્ય યુપી અને હરિયાણામાં સસ્તા પેટ્રોલ-ડીઝસ હોવાના કારણે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો થતાં પંપ માલિકોએ બંધનું એલાન આપ્યું છે. દિલ્હીનાં 400 જેટલા પંપ બંઘ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત CNG પંપ પણ બંધમાં જોડાયા છે. સંચાલકોનું કહેવું છે કે પાડાશી રાજ્યોએ વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા છે. યુપીની સરખામણીએ દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયે અને ડીઝલ 2 રૂપિયા જેટલું મોંધું મળી રહ્યું છે. મોંધા પેટ્રોલ-ડીઝલના કારણે વાહન ચાલકો યુપી અને હરિયાણામાં જઈને ઈંધણ ભરી રહ્યા છે. ઓલ ઈન્ડીયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય…
એક સમયે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા રેશ્મા પટેલે આજે ફેસબુક પર પોસ્ટ મૂકી શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાનો મુદ્દો ઉપસ્થિત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે બરાબર એક વર્ષ પહેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ કરી હાર્દિક પટેલને ફટકો મારવાની કોશીશ કરવામાં આવી હતી. રેશમા અને વરુણના ભાજપમાં જવાથી હાર્દિક પટેલને કોઈ અસર થઈ હોય એવું આજદિન સુધી જણાયું નહીં પણ ભાજપમાં જઈને હોદ્દા મેળવી લીધા બાદ પણ ઈગનોરીઝમનો ભોગ બનેલા બન્ને પાટીદાર યુવા નેતાઓનો ધીમે ધીમે ભ્રમ ભાંગી રહ્યો છે. રેશ્મા પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકી સ્પષ્ટ રીતે ગુજરાતના સીએમને ચીમકી આપી છે…
પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળયેલી રેશ્મા પટેલે એક વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સૂર બદલવાના શરૂ કર્યા છે. રેશ્મા પટેલની પોસ્ટ વાંચી એવું લાગે છે હવે આ પટલાણી પણ મોહભંગથી પીડાઈ રહી છે અને ભાજપનો સામનો કરવા સજ્જ થઈ રહી છે. વાયદાઓ આપવામાં માહેર ભાજપ સરકાર પોતાના નેતાઓને પણ વાયદાઓ જ આપે છે તે રેશમા પટેલની પોસ્ટથી પૂરવાર થયું છે. એક વર્ષ પહેલા રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કેટલીક માગ પૂર્ણ કરવાની શરતે જોડાયા હતા. પરંતુ ભાજપ સરકારે તેમની આ માગ પૂર્ણ ન કરતા તેઓ હવે લડવાના મુડમાં આવી ગયા છે. રેશમા પટેલ આ નામ એક વર્ષ પહેલા…
#MeToo મૂવમેન્ટના કારણે સંગીતકાર અનુ મલિકનો ટીવી શોમાંથી ભોગ લેવાયો છે. સોની ટીવી પર આવતા ઈન્ડીયન આઈડલ-10માંથી અનુ મલિકને તગેડી મૂકવામાં આવ્યા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. જ્યારે અનુ મલિકનુ કહેવુ છે કે ટીવી શોમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. બ્રેક લેવાના કારણે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. અનુ મલિકે કહ્યું છે કે ઈન્ડીયન આઈડલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. પોતાના કામ પર વધુ ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે. સંગીત અને કેટલાક શોમાં બિઝી હોવાના કારણેટીવી શોને સમય ફાળવી શકું એમ નથી. દરમિયાન સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝને પ્રેસને જણાવ્યું છે કે હવેથી અનુ મલિક ઈન્ડીયન આઈડલની જ્યુરી પેનલમાં…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ ચાલી રહેલી ચર્ચામાં ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવે મોટું નિવેદન આપ્યું છે. રાવે કહ્યું કે મોદી સરકાર અને ભાજપ રામ મંદિર નિર્માણને લઈ પ્રતિબદ્વ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે. રાવે કહ્યું કે ભાજપના નેતાઓના એક વર્ગે મંદિર પર કાયદો અને અધ્યાદેશ લાવવાની માંગ કરી હતી, પાર્ટી તેમની લાગણીને સમજે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રામ મંદિર નિર્માણનો મુદ્દો છે ત્યાં સુધી અમારી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. અમે હંમેશાથી ભવ્ય મંદિર નિર્માણની તરફેણમાં છીએ પરંતુ કોર્ટના માધ્યમથી ફેંસલો થાય અથવા બન્ને સમાજના લોકો વચ્ચે સમજૂતી દ્વારા નિરાકરણ થાય ત્યાં સુધી મંદિર નિર્માણનો…
CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્વ ખુદ CBIએ FIR દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસ 15મી ઓક્ટોબરે દાખલ કરવામાં આવ્યો છે. FIRને જોઈએ તો અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. માલૂમ પડી રહ્યું છે કે રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશી નામના શખ્સનો કેસ રદ્દ કરવા માટે લાંચ લીધી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ(મીડલ મેન)નું નિવેદન નોંધવામાં આવ્યું છે. મનોજ દુબઈમાં રહે છે. આ કેસમાં હૈદ્રાબાદ સ્થિત વેપારી સના સતીષની પણ જૂબાની નોંધવામાં આવી છે. આરોપ છે કે મોઈન માટે સના સતીષ રૂપિયાની વ્યવસ્થા કરતો હતો. મનોદ મારફત લાંચ આપવામાં આવી હતી. મનોજને CBIએ પકડી પાડ્યો…
હૈદ્રાબાદના ઐતિહાસિક ચાર મીનાર ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ AIMIMના અધ્યક્ષ ઔવેસીને આડે હાથે લીધા હતા. ઔવેસીને તેમના ગઢમાં જ રાહુલે બરાબરના ઘેરી લીધા હતા. ઔવેસીની નીતિઓ પર સવાલ ઉઠાવી રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની વિચારધારા નફરત ફેલાવનારી છે. તેલંગાણી વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાનને આક્રમક રીતે સંભાળી રાહુલ ગાંધીએ ઔવેસીની વિચારધારાને ભાજપની નફરત ફેલાવનારી વિચારાધારા સાથે સરખાવી હતી. રાહુલે કહ્યું કે ભાજપની નફરત ફેલાવનારી વિચારધારાના ઔવેસી ભાગીદાર છે. બન્ને પાર્ટીઓની વિચારધારા એક જ છે. કોંગ્રેસ પ્રમુખે અસદુદ્દીન ઔવેસી પર કડક રીતે શાબ્દીક પ્રહારો કર્યા હતા. વિશાળ જનમેદનીએ તાળીઓથી રાહુલ ગાંધીને વધાવી લીધા હતા. ચાર મીનાર ખાતેથી રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી…