Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

tirupati beger 1 1024x683 1

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના તિરુમાલા પર્વતો પર સ્થિત ભગવાન તિરૂપતિ બાલા જી નું મંદિર વિશ્વવિખ્યાત છે. ભગવાનનું આ ધામ સૌથી વધુ ચઢાવો મેળવનાર મંદિર તરીકે પણ ઓળખાય છે. દરેક ધાર્મિક સ્થળે ભગવાનના નામ પર ભીખ માંગનારા લોકોનું ટોળું હોય છે, પરંતુ કેટલીકવાર એવા સમાચાર આવે છે, જેના કારણે લોકો આશ્ચ્ર્યચકિત રહી જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો તિરૂપતિ બાલા જી મંદિરની બહાર આવ્યો છે, જ્યાં ફક્ત VIP ભક્તોને ચાંદલો કરી પૈસા માંગનારના મૃત્યુ પછી લાખો રૂપિયાની રકમ મળી છે.આ ઓરડા પર કબજો કરવાનો પ્રયાસ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 64 વર્ષના શ્રીનિવાસન તિરુમાલા…

Read More
heavy rain in meerut

તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી અને ખેતીના પાકને નુકસાન થયુ છે..ત્યારે પાકને થયેલા નુકશાનને લઈને કૃષિ વિભાગ સર્વે હાથ ધરશે..કેરી-કેળા-પપૈયાની ખેતીમાં 70 ટકા નુકશાન થયાની સંભાવના છે..આ નુકશાનીના સર્વે માટે કૃષિ વિભાગે જેત જિલ્લાના બાગાયતી અને ખેતીવાડી અધિકારીને જવાબદારી સોંપી છે..ડીઝાસ્ટર એક્ટ હેઠળ 20 હજાર રૂપિયા વળતર ચુકવવાની જોગવાઈ છે.. 33 ટકાથી વધુ નુક્સાન થયું હોય તો જ વળતર આપવાની જોગવાઈ છે.સુરતમાં બાગાયતી પાકને 300 કરોડનું નુકસાન થયુ છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. સુરતના અલથાણ વિસ્તારમાં પતરાનો શેડ ઉડયો હતો..શ્યામ રેસિડેન્સીનો પતરાનો શેડ ઉડીને બાજુના ફ્લેટમાં પડયો હતો..જો કે…

Read More
corona virus 1080x500 1

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન 269 ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તમામ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે.જોકે પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ઓછા ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન 748 ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા.જોકે દેશમાં સૌથી વધારે ડોકટરોના જીવ બિહારમાં ગયા છે. બિહારમાં કુલ 78 ડોકટરોના મોત થયા છે.બીજો ક્રમ યુપીનો આવે છે. અહીંયા 37 ડોકટરો કોરોનાના કારણે મોતને ભેટયા છે. દિલ્હીમાં 28 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે તો આંધ્ર પ્રદેશમાં કોરોના 22 ડોકટરોને ભરખી ગયો છે.મહારાષ્ટ્રમાં કે જ્યાં કોરનાના સૌથી વધારે દર્દીઓ છે…

Read More
postal jobs

ભારતીય ડાકમાં કામ કરવાની ઇચ્છુક લોકો માટે સુવર્ણ તક. આ માટે, ઇન્ડિયા પોસ્ટ (ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2021) એ બિહાર સર્કલમાં 1940 અને મહારાષ્ટ્ર સર્કલ (ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2021) માં 2,428 ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ appost.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ જગ્યાઓ પર 26 મે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.આ સિવાય, ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને https://indiapostgdsonline.in/gdsonlinec3p7/references.aspx પણ સીધા અરજી કરી શકે છે. ઉપરાંત , આ લિંક http://appost.in/gdsonline/ દ્વારા, તમે…

Read More
c0c6ccc0 a7c9 44a1 a3a2

સાઉદી અરબે પોતાને ત્યાં કામ કરનારા લાખો ભારતીયોને ઝાટકો વાગે તેવો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.આ પ્રકારના પ્રતિબંધ બીજા દેશો પર પણ લગાવવામાં આવ્યા હતા.જેથી કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવી શકાય. હવે જોકે સાઉદી અરબે આ પ્રતિબંધો ઉઠાવી લીધા છે પણ આ દેશોની યાદીમાં ભારતનુ નામ નથી. જ્યારે પાકિસ્તાનના લોકો પર મુસાફરી કરવાના પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી અને એ પછી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. સાઉદી અરબ દ્વારા એલાન કરવામાં આવ્યુ છે કે, 17 મેથી દેશની સીમાઓને ખોલવામાં…

Read More
shiva in a tree

કોરોનાની બીજી લહેરમાં દેશમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોનાવાઈરસ પહોંચી ગયો છે. તેલંગાણામાં નાલગોંડા જીલ્લામાં આવેલા 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો. શિવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેના ઘરના લોકો ડરી ગયા હતા અને ઘરમાં આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો. શિવાએ પરિવારનું વિચારીને તેમનાથી દૂર રહેવાનું વિચાર્યું તેણે ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો. બે ટંકનું જમવાનું તેના પરિવારજનો આપી જતા. તે લેવા માટે પણ તેણે દોરડું રાખ્યું હતું. 11 દિવસ સુધી આ ઝાડ જ તેનું ઘર હતું. તે અહીંયા…

Read More
jkkkxj 1 1621250279

હાલ સોશિયલ મીડિયા પર એક ડૉક્ટરના વખાણ થઈ રહ્યાં છે. આ ડૉક્ટરે કોઈ પણ ફી લીધા વગર દુનિયાનું સૌથી મોટું ફેશિયલ ટ્યુમર કાઢ્યું છે. અમેરિકામાં ટેક્સાસમાં રહેતા ડૉ. ગ્રેવ્સ ઓરલ અને ફેશિયલ સર્જન માટે ફેમસ છે. તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢવામાં તેમણે દર્દી પાસેથી એક રૂપિયો પણ લીધો નહોતો. દર્દીના ચહેરા પર ડાબી બાજુએ નીચેની સાઈડ ગાંઠ હતી, સમય જતા આ ગાંઠ વધતી ગઈ અને તે મોટી થઈ ગઈ. છેલ્લા એક વર્ષથી દર્દીનો ડાબી બાજુનો ચહેરો ઢંકાઈ ગયો હતો. જો કે, આ ગાંઠની દર્દીને ચહેરા પર કોઈ દુખાવો થતો નહોતો. ચાર્લ્સ ઘણાં વર્ષો સુધી આ ગાંઠ સાથે જીવ્યો, પણ ધીમે-ધીમે તેને…

Read More
5262 1

બ્રશ કરવાની સારી ટેવ તમારા દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમારા દાંતને મજબૂત અને કેવિટી મુક્ત રાખવા માટે, દરરોજ બે વખત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે કોઈએ સ્પષ્ટ કર્યું નથી કે કયા સમયમાં બ્રશ કરવું ફાયદાકારક છે. મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે આપણામાંના મોટાભાગના લોકો સવારે બ્રશ કરે છે. આ એક એવી ટેવ છે, જે આપણને નાનપણથી શીખવવામાં આવે છે.કેટલાક લોકો માને છે કે સવારના નાસ્તા પછી બ્રશ કરવું વધુ ફાયદાકારક હોય છે અને શ્વાસ સારી રહે છે. લોકો આ બાબતે જુદા જુદા મંતવ્યો ધરાવે છે. કેટલાક સવારના નાસ્તા પહેલાં દાંત સાફ કરવાની હિમાયત કરે…

Read More
STATU OF UNITY 960x640 1

ગુજરાતમાં Tauktae ની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું અથડાયા પહેલાં જ તેની અસરો જોવા મળી રહી છે. ભારે પવનને લઈને હમણાં જ નર્મદામાં બનેલા કેવડિયા રેલવે સ્ટેશનની છત ક્ષતિગ્રસ્ત થઈ છે. હાલમાં જ શરૂ કરેલાઆ રેલવે સ્ટેશનમાં ઝડપી પવનની સામે કમજોર સાબિત થતા ગયા છે. સ્ટેશન ક્ષતિગ્રસ્ત થયાના વિડિયો પણ સામે આવ્યા છે.કેવડિયા સ્ટેશની છત કેટલીય જગ્યાએથી તૂટી ગઈ છે. કેવડિયા દેશનું પહેલું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટવાળું રેલવે સ્ટેશન છે. જ્યારે આ સ્ટેશનનું લોકાર્પણ થયું ત્યારે જણાવાયું હતું કે આ સ્ટેશન મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. સ્ટેચ્યુઓફ યુનિટીમાં પ્રવાસનનો વેગ મળે તે માટે આ સ્ટેશનની શરૂઆત કરાઈ…

Read More
ms 960x640 1

હૈદરાબાદમાં રહેતા નારકુતિ દીપ્થિને માઈક્રોસોફટ દ્વારા બે કરોડના પેકેજ પર નોકરીની ઓફર કરવામાં આવી છે. નારકુટિની માઈક્રોસોફટ દ્વારા સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે કંપનીના યુએસએ સ્થિત સિએટલ મુખ્યાલયમાં જોડાશે. દિપ્થી ને 300 લોકોની કેમ્પસ સિલેક્શનમાં પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેને સૌથી ઊંચા વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી હતી. કેમ્પસ ઇન્ટરવ્યૂ ફ્લોરિડા યુનિવર્સિટી ખાતે યોજાયું હતું.દિપ્થીએ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ એમએસ કમ્પ્યુટર 2 મેએ પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂરો થયાના 15 દિવસમાં જ તેને આ મોટા પેકેજની ઓફર મળી. મળતી માહિતી મુજબ આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો. દિપ્થિને માત્ર માઇક્રોસોફ્ટ દ્વારા…

Read More