Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

uitgeput

World Health Organization મુજબ દુનિયાભરમાં લાંબા સમય સુધી કામ કરવાની આદતને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે. વધુ મોડે સુધી કામ કરનારાઓ પર એક સ્ટડી કરવામાં આવી છે. તે મુજબ વર્ષ 2016માં વધુ મોડે સુધી કામ કરનારા 7,45,000 લોકોના જીવ હાર્ટથી બીમારીના કારણે ગયા છે. આ આંકડો વર્ષ 2000ની તુલનામાં લગભગ 30 ટકા વધુ હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની નિદેશક મારિયા નીરાએ જણાવ્યું કે, દર સપ્તાહે 55 કલાક કે તેનાથી વધુ કામ કરવું એ એક ગંભીર સ્વાસ્થ્ય…

Read More
Fire Death

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પાંચ દિવસ પૂર્વે આગજનીની ઘટના સામે આવી હતી. આગજનીની ઘટનામાં ઘટના સ્થળ પર પરિણીતાનું દાઝી જવાના કારણે મૃત્યુ થયું હતું જ્યારે કે પતિ, પુત્ર અને પુત્રીને દાઝી જવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ માટે પણ આગજનીની ઘટના અકસ્માતે બની હતી કે, પછી બનાવ આપઘાતનો હતો તે કોયડો બની ચૂક્યો હતો ત્યારે મૃતક પરિણીતાના પિતાની પોલીસ ફરિયાદ પરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મૃતક વર્ષાબા ના પતિ યોગીરાજ સિંહ સરવૈયા વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 498(ક), 323 તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More
register for a shot

ભારતમાં વેક્સિનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી નાંખ્યું છે અને હવે કોવિન ડીજીટલ પોર્ટલ પર તેની જાણ કરી દેવામાં આવી છે. હવે જે વ્યક્તિ એ પ્રથમ ડોઝ લીધો હતો તેણે 12 થી 16 સપ્તાહ એટલે કે ત્રણ થી ચાર મહિના પછી બીજો ડોઝ લેવાનો રહેશે. આ ઓનલાઇન પ્લેટફોર્મમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. પહેલો ડોઝ લેવા માટે કરાવવામાં આવેલું રજીસ્ટ્રેશન બીજા ડોઝ માટે માન્ય રહેશે. એટલે કે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ડિજીટલ પ્લેટફોર્મ કોવિન પોર્ટલ પર જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. ટેકનિકલી આ સુધારા કરવા માટે આ પોર્ટલ બે દિવસ…

Read More
EuY83nQXAAU0GeB

કોરોના મહામારીના આ સમયમાં સંક્રમણથી બચવા માટે ડૉક્ટરો વહેલી તકે વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક સવાલ મનમાં ઉઠે છે કે શું ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે અને શું તેના ગર્ભમાં ઉછરી રહેલા સંતાન પર કોઈ પણ અસર પડી શકે છે? હવે લાંબા રિસર્ચ બાદ તેનો જવાબ મળી ગયો છે. રિસર્ચ બાદ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસની વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે પૂરી રીતે સુરક્ષિત છે. રિસર્ચ અને પરીક્ષણોના સ્પષ્ટ આંકડાઓ બાદ ડૉક્ટરોએ કોરોના વેક્સીનને માતાઓથી લઈને તેના જન્મેલા બાળકો સુધી સુરક્ષિત જોયા અને કહ્યું છે કે તેને લેવામાં કોઈ જાતનું જોખમ નથી. આ…

Read More
orgasm

નિયમિત સેક્સ કરવાથી મહિલાઓને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એક સ્ટડીમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ થી ચાર અઠવાડિયા સુધી સતત નિયમિતરૂપે સેક્સ કરવામાં આવે તો કિડની સ્ટોનની સમસ્યાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકાય છે અને સ્ટોન તમારા શરીરમાંથી બહાર નીકળી જશે ઘણી વખત દર્દીઓને કિડની સ્ટોનના ઈલાજ માટે પથરીના ઓપરેશનનું અથવા શોકવેવ થેરપી કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હવે એક્સપર્ટ્સનું માનવું છે કે સેક્સ અને ઓર્ગેઝમને કારણે શરીરમાંથી જે કેમિકલ નીકળે છે તેનાથી સ્ટોનને બહાર આવવામાં મદદ મળે છે. રિસર્ચમાં 70 જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેઓ કિડની…

Read More
freepressjournal 2021 05 f2ecd44f 690c 4153 9d10 b8c6cf0c7b1b jm3

મધ્યપ્રદેશમાં એક સાસંદ કોરોના કેન્દ્ર પર ગયા હતા. ત્યાંના ટોયલેટ જોયા તો એટલા ગંદા હતા કે ઊભું પણ ન રહેવાય. સાંસદે તો પોતે જ ગ્લોવ્સ પહેર્યા અને જ્યાં સુધી ટોયલેટ ચકાચક ન થયું ત્યાં સુધી સાફ કર્યું. મધ્યપ્રદેશના રીવા બેઠકના સાંસદ જર્નાદન મિશ્રાની તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેઓ જ્યાં પણ જાય ત્યાં ગંદકી દેખાય તો પોતે સાફ કરવા લાગે છે. હાલમાં જ તેઓ મઉગંજ વિસ્તારના કુંજબિહારી કોરોના કેર સેન્ટર પર ગયા હતા તેમણે ત્યાં બીજી બધી વ્યવસ્થાઓ જોયા પછી સીધા ટોયલેટમાં પહોંચી ગયા. ટોયલેટમાં એટલી ગંદગી હતી કે કોઇ બીમાર વ્યક્તિ જાય તો વધુ બીમાર થઇ જાય. સાંસદને આ ખૂબ…

Read More
AdobeStock 168931649.t5cb8050a.m800.xfO8gsyEaog6WSrZjeMVZW26gzxV9HbkmhltC8DUSpRI 620x342 1

કોરોના સંક્રમિતોની સારવાર પછી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધવાનો ભય ડોક્ટરોને સતાવી રહ્યો છે. જે લોકો ડાયાબિટીસથી દૂર છે તેવા લોકોને પણ ડાયાબિટીસની દવા કાયમી લેવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના સારવાર પછી સાજા થયેલા દર્દીઓએ સપ્તાહમાં એક વખત બ્લડ સ્યુગરનો ટેસ્ટ કરાવવો પડે છે જેમાં ઘણાં દર્દીઓને સાજા થયા પછી બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધ્યું હોવાનું જણાયું છે. આમ થવાનું કારણ કોરોના સારવારમાં વપરાતી દવાઓ છે. ખાસ કરીને સ્ટિરોઇડ અને રેમડેસિવિરના કારણે બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધે છે. કોરોના સારવાર પછી જ્યારે સાજા થઇને ઘરે જતા દર્દીઓએ નિયમિત રીતે બ્લડ…

Read More
images 1

આપણને ખબર છે કે આપણે નાક અને મોઢાથી શ્વાસ લઇએ છીએ. એટલે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઇ રહે છે. આપણે નાક અને મોઢાથી લીધેલું ઓક્સિજન ફેફસામાં જાય છે અને ફેફસાથી લોહીમાં ભળે છે અને ત્યાંથી આખા શરીરને પહોંચે છે. હવે જો તમને કોઇ એમ કહે કે ફેફસા ઉપરાંત આપણે મળદ્વાર મારફતે પણ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડી શકીએ છીએ તો. આવો દાવો જાપાનના એક વૈજ્ઞાનિકે કર્યો છે. તેમનું કહેવું છે કે શરીરના મળદ્વારમાં એવા કોશો હોય છે જેમના દ્વારા આપણે આખા શરીરને ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરી શકીએ છીએ. આ નવી સિસ્ટમમાં ફેફસા ઉપર લોડ પણ પડતો નથી. આ અંગે તેમણે ડુક્કરો…

Read More
dwarikadhish temple22 4018773 m

તાઉતે વાવાઝોડું સોમવારે મોડી રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાનું જોખમ ગુજરાત પર ઊભું થયું હતું પરંતુ એક પણ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું નહતું પરંતુ આ વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યુ છે અને વાવાઝોડાના કારણે ગુજરાતને ઘણું નુકસાન પણ થયું છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ આંબા પરથી કેરી પણ ખરી ગઈ છે એટલે તાલાલાની આસપાસના વિસ્તારમાં કેરીના પાકને 60 ટકા જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં 1081…

Read More
2665998637 8a5465c7af b

સામાન્ય રીતે રેડિયો ગીત-સંગીત કે પછી સમાચાર સાંભળવા માટે ઉપયોગમાં આવે છે. પરંતુ હેમ રેડિયો માત્ર સાંભળવાનું નહીં, સંદેશો મોકલવા માટે પણ કામ લાગે એવુ ગેજેટ-ઉપકરણ છે. કુદરતી આફત વખતે હેમ રેડિયો વિશેષ ઉપયોગી થાય છે કેમ કે તેનું કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાતું નથી. એટલે જ તાઉ-તે વાવાઝોડા વખતે પણ સરકારી તંત્રએ ગુજરાતના હેમ રેડિયો સંચાલકોની મદદ લઈ રહી છે. હેમ રેડીયો ખાનગી ઓપરેટર પાસે પણ હોય છે. ગાંધીનગર ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કાર્યરત છે. દેશમાં હાલ ૪ર હજાર હેમ રેડીયોનાં લાયસન્સ ધારકો છે. ગુજરાતમાં 370 ઓપરેટરો છે. વહીવટી તંત્રએ એક ટીમની મદદ લઈને વાવાઝોડા વખતે પોરબંદર રવાના કરી હતી. આ…

Read More