ધાર નિવાસી લકવા પીડિતા કલાબાઈ નામની મહિલાને એક મહિના પહેલાં તાવ આવ્યો હતો, ત્યારે પરિવારના લોકો ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં દર્દીને માથામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ હતી, તો બ્રેનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું, પરંતુ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે ઓપરેશન ટાળવું પડ્યું અને પરિવારના લોકો કલાબાઈને પાછા ધાર લઈ આવ્યાં. અહીં ફરી કલાબાઈનો RT-PCR કરવામાં આવ્યો. આ વખતે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મુશ્કેલી વધી તો પરિવારના લોકો ન્યૂરોસર્જન ડૉ. દીપક કુલકર્ણીની પાસે પહોંચી ગયા. ડૉ. કુલકર્ણીએ જણાવ્યું કે કલાબાઈ જ્યારે આઈસોલેશનમાં હતી તો નબળાઈ વધી ગઈ. બોલવામાં અને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી. એક મહિના પહેલાં થયેલા સીટી…
કવિ: Dharmistha Nayka
અમદાવાદના ઈસનપુરમાં પરિવાર સાથે રહેતી 45 વર્ષિય મહિલા સવારે ઉઠીને ભગવાનની પુજા કરતી હતી. પૂજા કરતી વેળાએ તેણે આરતી ઉતારતા ઘંટડી વગાડી હતી. ત્યારે તેનો પતિ અચાનક આવેશમાં આવી ગયો હતો અને પત્નીને ઘંટડી નહીં વગાડવા જણાવ્યું હતું. આ દરમિયાન પારિવારિક ઝગડાનો મુદ્દે ઉછળ્યો હતો. સતત બે દિવસથી થઈ રહેલા ઝગડાને કારણે પરિવારનો માહોલ બદલાઈ ગયો હતો. ફરિયાદી મહિલા રસોઈ બનાવવાનું કામ કરે છે. તેને સંતાનોમાં 25 વર્ષનો દિકરો અને 24 વર્ષની દિકરી છે. 10 જૂનના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ઘરમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ પત્નીને બેફામ માર માર્યો હતો. માર મારતા પતિએ કહ્યું…
દુનિયામાં એવા કેટલાય દેશો છે જ્યાં ક્યારેય રાત થતી નથી. એવા દેશો પણ છે જ્યાં દરેક સમયે સૂરજ પોતાના કિરણો પ્રસારેલા રાખે છે. તમે વિચારતા હશો કે જો એવું થાય તો લોકોને સૂવા, ઉઠવાનું, ખાવા પીવા તેમજ કામ કરવાનું ટાઈમટેબલ જ બગડી જતું હસે. પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય છે. દુનિિયામાં કેટલીક જગ્યાઓ પર રાત થતી નથી. આજે તમે એવા દેશો બાબતે બતાવીશું.કેનેડામાં વર્ષમાં મોટેભાગે બરફ જામેલો રહે છે. અહીં ગરમીના દિવસોમાં રાત નથી થતી. કારણ કે અહીં પર ગરમીઓમાં સતત સૂરજ ચમકતો રહે છે.નોર્વે દુનિયાના સુંદર દેશોમાંનો એક ગણાય છે. નોર્વેને લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં…
AHMEDABAD માં બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગર ચાલતી ૪૪ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે કોરોના મહામારી સમયે હોસ્પિટલોને સીલ કરવી હિતાવહ નથી. રાજ્ય સરકાર અને હોસ્પિટલોને આ મુદ્દે કોઇ ઉકેલ લાવવાનું સૂચન આપ્યું છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી આગામી સુનાવણી આઠ અઠવાડિયા બાદ નિયત કરી છે. આ સમય દરમિયાન હોસ્પિટલો સામે કોઇ પ્રતિરોધી પગલાં ન લેવાનો વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે.અરજદાર હોસ્પિટલો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ હોસ્પિટલોમાં અત્યારે ઘણાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને તેમને બીજે ખસેડવાની કામગીરી શક્ય નથી.…
IDFC એફઆઈઆરએસટી બેંકે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોને મદદ કરવા અને ઓછી આવકવાળા ગ્રાહકોને ટેકો આપવાના હેતુથી એક અનોખી પહેલ કરી છે. આ અંતર્ગત બેંકે ‘ઘર ઘર રરાશન’ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં કર્મચારીઓ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના પરિવારજનોને મફત રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે, હાલના કર્મચારીઓએ કોવિડ ગ્રાહક સંભાળ ભંડોળ દ્વારા ફાળો આપ્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના એમડી અને સીઈઓ વી વૈદ્યનાથને કહ્યું, “અમે આ સંકટને જોતા પણ બધી સમસ્યાઓ હલ કરી શકતા નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો કર્મચારીઓને જે હદ સુધી પહોંચી શકીએ તેટલી મદદ કરીએ જેનાથી તેમની મુશ્કેલી ઓછી થઇ શકે છે. તેથી જ…
સમગ્ર રાજ્યમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું.પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક બચાવવા પાણી છોડવામાં આવ્યુ છે.સિંચાઈ વિભાગે રાજકોટ, મોરબી અને સુરેન્દ્નનગરના જળાશયોમાંથી પાણી છોડયુ છે.ભાદર- અને આજી-2, આજી-3 મચ્છુ-1,ન્યારી-2 ડેમ, ફોફળ ડેમ,ફુલકુ ડેમ અને ડેમી-1 ડેમાંથી પાણી છોડવામાં આવ્યુ છે.ભાદર-1 ડેમમાંથી આશરે તેત્રીસો હેક્ટર જમીનમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.
કોરોના વાયરસ મહામારી દરમ્યાન રાજકારણીઓ અને મંત્રીઓ અવારનવાર પોતાની ઓછી બુદ્ધિનું પ્રદર્શન કરતા રહે છે. કોઈ ગૌમૂત્રથી કોરોના ભગાડવાની વાત કરે છે તો કોઈ બીજા ચિત્રવિચિત્ર ટોટકા ગણાવે છે. કોરોનાને લઈને વાહિયાત નિવેદનો કરવાના લિસ્ટમાં હવે રાજસ્થાનના એક મંત્રીનું નામ પણ સામેલ થઇ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોનાથી બચવા માટે વેક્સિનેશનને જ્ઞાન આપ્યું છે.રાજસ્થાનના ઉર્જા અને જલ મંત્રી બીડી કલ્લા વેક્સિનેશનને લઈને નવું નિવેદન આપતા ‘જ્ઞાન’ આપ્યું છે.મંત્રી બીડી કલ્લાએ કહ્યું છે કે તમને ખબર છે વેક્સિન કોને આપવામાં આવે છે. આજ સુધી આપણા દેશમાં વેક્સિન તો માત્ર બાળકોને જ આપવામાં આવતી રહી છે.…
ભારત દેશને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. જ્યા આસ્થાના પ્રતિક તમામ મંદિરો છે. જેમાં કેટલાક મંદિરો એવા પણ છે જેમની વાસ્તુકલા અનોખી છે. આ મંદિરોમાં ઘણા એવા છે જે વિજ્ઞાનના મામલામાં પણ બેજોડ છે. યૂપીના કાનપુરમાં આવું જ એક મંદિર છે જે મોનસૂનની સટિક સૂચના આપે છે. ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષિત સ્મારકોમાં સામેલ આ મંદિર દેશભરના વૈજ્ઞાનિકો માટે કૌતુહલનો વિષય બનેલો છે.કાનપુરની લગભગ 50 કિમી દૂર બેહટા બુજુર્ગ ગામમાં બનેલા આ જગન્નાથ મંદિરને મોનસૂન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત છે. મંદિરની છત પર મોનસૂન પત્થર લાગેલો છે. આ પત્થરથી પડી રહેલા ટીપાથી અંદાજ લાગી…
દાહોદ જિલ્લા (Dahod jilla) આરોગ્ય વિભાગના (health department) રસીકરણમાં (vaccination) અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ મેસેજ આવી ગયો અને સર્ટિફિકેટ પણ બની ગયું તો અન્ય વ્યક્તિઓના મોબાઈલ નબરમાં બીજા વ્યક્તિનું રજીસ્ટ્રેશન સામે આવ્યું હતું. દાહોદ જિલ્લામાં ચાલી રહેલ વેક્સિન પ્રક્રિયાના રજીસ્ટ્રેશન ને મામલે અનેક છ્બરડા એકપછી એક સામે આવી રહ્યા છે. અગાઉ મૃતકો રસી મૂક્યાના મેસેજ આવ્યા બાદ ફરીથી રસી ન લેનાર વ્યકતીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય યુનુસઅલી રાણાપુરવાળાએ રસીનો પ્રથમ ડોઝ 12 માર્ચે લીધો હતો. બીજો ડોઝ લેતા પહેલા કોરોના પોઝિટિવ આવ્યા જેને પગલે…
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિનું થોડા સમય અગાઉ કોરોનાનાં કારણે મોત નીપજ્યું હતું. હજી પતિ ગયાને ગણતરીના દિવસો થયો છે ત્યારે સાસરિયા કહેવા લાગ્યા કે તારા પતિના મોત માટે તું જ જવાબદાર છે. તેમજ મેણા ટોણા મારીને ઘરથી બહાર નીકળી જવા કહેતા પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું. આ મહિલાના વર્ષ 2009માં…