કવિ: Dharmistha Nayka

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મુખ્ય પ્રધાનને મળ્યા બાદ પત્રકાર પરિષદને કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.’મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે લોકડાઉનનો ખતરો ચાલુ છે. લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે. ગરીબો લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો ન કરે તે માટે સરકાર પણ પગલાં લઈ રહી છે. રાજેશ ટોપે કહ્યું છે કે 10 અને 12 ની પરીક્ષાઓ આગળ લઈ ગયા છે.મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન લગાવી દીધું ત્યારે તેમણે કોઈની સલાહ લીધી ન હતી કે કોઈના ખાતામાં પૈસા મોકલ્યા નહીં.…

Read More

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની(UGVCL) તથા ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર) ટેરિફ પિટીશનો પર આદેશ જારી કર્યા છે. આ આદેશ મુજબ ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર)ના દર મહિને 51 યુનિટથી 200 યુનિટના વીજ વપરાશના સ્લેબના એનર્જી ચાર્જમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 200 યુનિટથી વધારે વપરાશ કરતા રહેણાંકવાળા ગ્રાહકો સહિત બાકીના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોની બાકી રહેલી ખાધને અનુલક્ષીને ટોરેન્ટ પાવર લિમિટેડના વીજ દરોમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે. જ્યારે UGVCLના ગ્રાહકો માટેના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર) માટે નાણાંકીય વર્ષ 2020-21…

Read More

જ્યારે કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તે પોતાના બોસ અને કંપની વિશે ખરાબ જ બોલે છે. પરંતુ કેટલાક લોકોનો ગુસ્સો એટલો ખરાબ હોય છે કે તેઓને નોકરીમાંથી ફાયર કરવામાં આવે તો તેઓ અપમાન સહન નથી કરી શકતા અને કંપની અથવા પોતાના બોસની સાથે બદલો લેવાનો પ્રયાસ કરે છે. અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને વોલમાર્ટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવતા તેને ગુસ્સામાં આવીને સ્ટોરની અંદર ગાડી ઘૂસાડી દીધી અને તોડફોડ શરૂ કરી દીધી. આ ઘટના ઉત્તર કેરોલિનાના કોનકોર્ડમાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરની છે. જ્યાં 32 વર્ષના આરોપી જેન્ટ્રીએ…

Read More

ઓરિસ્સામાં કેન્દ્રપાડા જિલ્લામાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. રવિવારે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે, જેના બે માથા અને ત્રણ હાથ છે પરંતુ શરીર એક છે. ડૉક્ટરોએ જાણકારી આપતા કહ્યું કે, આ એક રેયર એટલે કે દુલર્ભ મેડિકલ કન્ડીશન છે. બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે અને મહિલા બીજી વખત માતા બની છે. બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, માતા અને બાળકી બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 20 વર્ષીય બબીતાએ રવિવાર સવારે એવી બાળકીઓને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકીઓને કેન્દ્રપાડાની ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બાળકીના માતા-પિતા રાજનગર…

Read More

સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સારવાર માટે 11 દિવસના બાળકને રેમેડીસીવર ઇન્જેક્શન આપવાની જરૂર પડી છે. 1લી એપ્રિલે જન્મેલા બાળકને માતાના કારણે કોરોનાનો ચેપ બાળકને લાગ્યો છે. હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે. ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે. માતા કોરોના પોઝીટીવ છે કે કેમ તે અંગે ડોકટરને કોઇ જાણ નહોતી બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનું એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. માતાને શરદી…

Read More

ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહેલા corona ના કહેર વચ્ચે વેક્સિનેશનની કાર્યવાહી પણ ઝડપી કરી દેવામાં આવી છે. તેમ છતા અનેક લોકો વેક્સિન લેતા અચકાઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સરકાર કે પ્રશાસન લોકોને કોરોના વેક્સિન લગાવવાના બદલામાં ઓફર પણ આપી રહ્યા છે. આવી જ એક ઘટના અમેરિકાથી સામે આવી છે જ્યાં વેક્સિનના બદલામાં બિયર અને ગાંજો આપવામાં આવી રહ્યો છે.વિશ્વના તમામ દેશોના નિષ્ણાંતો હાલ વેક્સિન અને માસ્કને જ મહામારી રોકવા માટેના મજબૂત ઉકેલ માની રહ્યા છે. જો કે તેમ છતા અનેક લોકો વેક્સિન લેવામાં ઝાઝો રસ નથી દાખવી રહ્યા. આ કારણે અનેક…

Read More

દેશમાં કોરોના સંક્રમણના એક લાખ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ખાંસી, તાવ, સ્વાદ અને સુગંધ જતી રહેવી વગેરે આ જીવલેણ વાયરસના સામાન્ય લક્ષણો છે, પરંતુ નવા સ્ટ્રેનની તબાહી સાથે હવે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કોરોના વાયરસનો નવા સ્ટ્રેન જુના વેરિયંટ થી કેટલો અલગ છે અને તેની ઓળખ કેવી રીતે થઇ શકે.ચીનમાં સામે આવેલ તાજેતરના અભ્યાસ મુજબ નવા સ્ટ્રેન પર ધ્યાન આપતા કેટલાંક ખાસ લક્ષણોની ઓળખ થઇ છે. ઇન્ફેક્શનના નવા વેરિયંટમાં વ્યક્તિની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થઇ જાય છે. આંખોમાં લાલાશની સાથે સોજો અને આંખો માંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહે…

Read More

સુપ્રીમ કોર્ટે કુરાનની આયાતો વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આ અરજી દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે આ આયાતો વડે વિદ્યાર્થીઓને મિસગાઈડ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે પોતાને તે એસએલપીના તમામ તથ્યો ખબર હોવાનું જણાવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે તે એસએલપી નહીં પણ રિટ છે તેમ કહીને તમે તમારી અરજી અંગે કેટલા ગંભીર છો તેવો સવાલ કર્યો હતો. અરજીકર્તાના વકીલે જણાવ્યું હતું કે, મદરેસાઓમાં આયાતો…

Read More

દેશમાં જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત થઈ રહી હતી ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સુરતમાં 5000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન લોકોને મફતમાં આપવાની જાહેરાત પર રાજકરણ ગરમાયું હતું. હવે આ મુદ્દે શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પણ ભાજપ તથા પાટિલ પર આકરા પ્રહાર કર્યા હતા.શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે,‘એક તરફ દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે. મહારાષ્ટ્રમાં પણ લોકો મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો બહાર લાઈનમાં ઉભા રહી ઈન્જેક્શન મેળવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે. આ સમયે ગુજરાતમાં ભાજપ પ્રમુખ રાજકીય પક્ષના કાર્યાલયમાંથી અમદાવાદ, સુરત અને ભરુચ જેવા સ્થળે મફતમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપી રહ્યાં છે. ભાજપના કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેક્શન…

Read More

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લાં પાંચ વર્ષમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી 300 કરોડ રૂપિયા વસૂલ્યા હોવાનો દાવો આઈઆઈટી બોમ્બેના એક સ્ટડીમાં કરાયો હતો. એટલું જ નહીં, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ એસબીઆઈએ આરબીઆઈના નિયમો તોડયો હોવાનું જણાયું હતું.એસબીઆઈ સહિત ઘણી બેંકોએ ઝીરો બેલેન્સ એટલે કે બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટ્સના નામે સર્વિસ ચાર્જ વસૂલ્યો હતો. એસબીઆઈએ છેલ્લાં પાંચ વર્ષમાં 12 કરોડ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલ્યા હતા અને એમાંથી 300 કરોડ જેટલી માતબર રકમ વસૂલી હતી. પંજાબ નેશનલ બેંકે પાંચ વર્ષમાં બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટ અંતર્ગત 3.9 કરોડ એકાઉન્ટ ખોલ્યા હતા અને તેના મારફતે 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બાબતે પણ…

Read More