થાઈલેન્ડમાં 67 વર્ષીય વ્યક્તિ વધારે પડતી વાછૂટની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગઈ હતી. દર્દીની ફરિયાદ સાંભળીને તપાસ કરતા ખબર પડી કે તેમના મળાશયમાં 59 ફૂટ લાંબુ કરમિયું હતું. ઓપરેશન કરીને તેમના મળાશયમાંથી આટલું મોટું કરમિયું કાઢવામાં સફળતા પણ મળી પણ સાથે આશ્ચર્ય પણ થયું. થાઈલેન્ડમાં નોંગ ખાઈ પ્રોવિન્સમાં રહેતા વૃદ્ધનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેઓ દુખાવો થતા સામાન્ય દવા લઇ લેતા હતા પણ હાલત બગડતા હોસ્પિટલના પગથિયા ચડ્યા હતા.આટલા લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલતા તેમાં 28 ઈંડાં હોવાનું માલુમ પડ્યું. 20 માર્ચે દર્દીની ટ્રીટમેન્ટ થયા બાદ હાલ તે સ્વસ્થ છે. આ કેસ જોઇને ડૉક્ટરે કહ્યું, દેશની મેડિકલ હિસ્ટરીમાં છેલ્લા 50…
કવિ: Dharmistha Nayka
પોતાનાં શરીરથી અનેક લોકોને ફરિયાદો હોય છે. બોડી શેમિંગથી બચવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ ખુશ હોતા નથી, પરંતુ બ્રાઝિલનો ડિફરન્ટલી એબલ્ડ ક્લાઉડિયો વિયેરિયા ડે ઓલિવેરિયા જરાક અલગ તરી આવે છે. તેને જન્મથી જ માથું પીઠ તરફ વળેલું છે અને હાથ-પગ વાંકા છે તેમ છતાં તે એકદમ નોર્મલ લાઈફ જીવીને ખુશ છે. એટલું જ નહિ તે એક મોટિવેશનલ સ્પીકર છે અને હજારો લોકોને પ્રેરણા આપે છે. ક્લાઉડિયો 44 વર્ષનો છે. તેના જન્મ સમયે ડૉક્ટર્સે કહ્યું હતું કે આ બાળક 24 કલાકથી વધારે નહિ જીવી શકે. અને કુદરતની કમાલ છે કે તે આજે 44 વર્ષનો થયો અને ખુશમિજાજીથી જીવન પસાર…
2020માં કોરોનાકાળને કારણે તમામ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર થઈ છે. જોકે કેટલીક ઈન્ડસ્ટ્રીને ફાયદો પણ થયો છે. તેમાં રિસ્ટેબલ ઈન્ડસ્ટ્રી સામેલ છે. ભારતમાં સ્માર્ટવોચ અને બેન્ડ અર્થાત રિસ્ટેબલ માર્કેટે ગત વર્ષે 3800 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો છે. techARCના રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ 54 લાખ રિસ્ટેબલ યુનિટનાં શિપમેન્ટ થયાં છે. ચાઈનીઝ કંપની શાઓમી અને રિયલમી કેલેન્ડર યરમાં વોલ્યુમ અને વેલ્યુ માટે ટોપ 5માં લીડર્સ રહી છે. સ્માર્ટ એક્સેસરીઝ બ્રાન્ડ નોઈસ 2020માં વોલ્યુમ પ્રમાણે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. જોકે રેવન્યૂમાં એપલ અને સેમસંગે બાજી મારી છે. ટેકઆર્કના ફાઉન્ડર અને ચીફ એનાલિસ્ટસ ફૈઝલ કાવોસાએ કહ્યું કે, રિસ્ટેબલ હેલ્થ અને ફિટનેસ ટ્રેકિંગ માટે યુઝર્સ માટે…
રામનાથ કોવિંદને આર્મી હોસ્પિટલમાંથી દિલ્હી AIIMSમાં રેફર કરાયા છે. રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી મળેલી જાણકારી મુજબ AIIMSમાં ડોક્ટરોએ તેમની તપાસ કર્યા પછી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપી છે. આ સર્જરી 30 માર્ચના રોજ સવારે કરાય તેવી સંભાવના છે. 26 માર્ચના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિંદના પુત્ર સાથે ફોન પર વાત કરી હતી અને રાષ્ટ્રપતિની તબિયત પુછી હતી. મોદીએ રાષ્ટ્રપતિ ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી. મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને…
રાજ્યભરમાં આસ્થાના કેન્દ્રસમા જાણીતાં મંદિર ફાગણી પુનમ નિમિતે કોરોના અંગે કેટલીક તકેદારી રાખવાની સાથે ખુલ્લા રહેશે. જ્યારે ભક્તોની ભીડથી ઉભરાતું ડાકોર અને દ્વારકા મંદિર આ વખતે સુમસામ નજરે પડશે તો અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે. આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા કરવામાં પણ આવી છે. જ્યારે દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં બે ડીવાયએસપી, ત્રણ પી.આઈ, દસ પી.એસ.આઈ સહિતના અઢીસો જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે. જેમાં સો પોલીસ જવાનો અને સો જેટલા ગ્રામ રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ પર હાજર રહેશે. આ ઉપરાંત મંદિર આસપાસ ભીડ ના થાય તે માટે બેરીકેટ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં…
તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ ૧ થી શરૃ કરવી પડશે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડથી વધુ છે તેણે જે માહિતી વેચાણ બિલોમાં દર્શાવાની છે તે વેબસાઇટના પોર્ટલથી બનાવવાની રહેશે.જેમનું ટર્નઓવર રૃા.૫ કરોડ સુધી તેણે ચાર આંકડામાં વેચાણ બિલોમાં એચએસએન નંબર દર્શાવાના રહેશે જેને માલ વેચ્યો હશે તેના વેચાણ બિલો અથવા ઉધાર નોંધ અથવા તો વેરો ભર્યાનો પૂરાવો મેળવી લેવાનો રહેશે. જો વિગતો આઉટવર્ડ સપ્લાયના સ્ટેટમેન્ટમાં નહીં હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે.માલની હેરફેર વખતે જીએસટી કાયદાનું ઉલ્લંઘન થાય…
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે, ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે. પરંતુ આવી શાળાઓમાં બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.તાજેતરમાં જ તમામ પ્રાથમિક શાળાના બાળકોની તા.૧૫ થી ૨૨ માર્ચ દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે દરમિયાન અપડાઉન કરતા તેમજ રોજ સ્કૂલોમાં હાજરી આપતા અનેક શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું છે કે, અમારા અંદાજ પ્રમાણે વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૧૦૭ પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત છે. જે પૈકીના મોટાભાગના શિક્ષકો હોમ ક્વોરેન્ટાઇન છે. તો બીજીતરફ જિલ્લા…
દેશના મહત્વના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. જેમાં રેકોર્ડ વોટિંગની ખબરો આવી રહી છે. આસામમાં જ્યાં પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 24.61 ટકા વોટ પડ્યા છે. તો વળી પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 24.48 ટકા મતદાન થયું છે.આપને જણાવી દઈએ કે, આસામમાં આજે 47 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 30 સીટો માટે મતદાન ચાલુ છે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કાની મતદાન માટે સવારના સાત વાગ્યાથી લાઈનો લાગી ગઈ છે.પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે…
જો તમે પણ સસ્તું પેટ્રોલ ઈચ્છો છો તો આ યુનિયન બેન્કના કારણે સંભવ થઇ શકે છે. યુનિયન બેન્કે એક એવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે, જેથી તમારા માટે ફ્યુલની કિંમત ઓછી થઇ જશે. ખરેખર, આ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ઘણા રીવોર્ડ મળે છે, જેને તમે બીજી જગ્યા પર ઉપયોગ કરી શકો છો.યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડે કો-બ્રાન્ડેડ કોન્ટેકલેસ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ કાર્ડથી તમારા માટે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી નહિ થાય, પરંતુ તમને પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ફાયદો મળશે, જેને તમે બચતના રૂપમાં જોઈ શકે છે. એવામાં જાણીએ છે કે આ કાર્ડના ઉપયોગથી કેવી…
આ ઘટના બ્રિટેનના ઈસ્ટે સસેક્સ વિસ્તારમાં આવેલા બ્રાઈટનની છે. જ્યાં ગત વર્ષે વેર્ફી કુદી નામની 18 વર્ષિય માતાએ પોતાની બાળકીને ફ્લેટમાં મુકીને પોતાનો 18મો બર્થ ડેની ઉજવણી કરવા માટે પાર્ટીમાં જતી રહી. આ ઘટના ડિસેમ્બર 2019ની છે. બાદમાં સીસીટીવી ફૂટેઝથી ખબર પડી કે, આ મહિલા 6 દિવસ સુધી બહાર ભટકતી રહી હતી. જ્યારે ઘરે આવી ત્યારે તેની બાળકીમાં કોઈ રિસ્પોન્સ ન મળતા હોસ્પિટલના ચક્કર કાપવા લાગી હતી.આ ઘટના બાદ પોલીસે કોર્ટમાં સીસીટીવી ફુટેઝ આપ્યા. જેમા આ મહિલા લંડન, કોવેન્ટ્રી અને સોલીહુલમાં પાર્ટીઓ કરતી દેખાઈ હતી. જ્યારે તે 6 દિવસ સુધી પાર્ટી કરીને ઘરે પહોંચી, તો તેણે 999 પર કોલ કરીને…