ધાર્મિક કથાઓ અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિ કઈ કરી શકશે તેવું વરદાન હતી. પોતાના અહંકારી ભાઈના કહેવા ઉપર હોલિકાએ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદના જીવ બચી ગયાં અને હોલિકા સળગીને ભસ્મ થઈ ગઈ. આ જ કારણે હોળીના તહેવારને અનિષ્ટ ઉપર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે. હોલિકા દહનના દિવસે ઘણા એવા કાર્ય હોય છે જેના કરવી વર્જિત માનવામાં આવી છે. આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર દેવા જોઈએ નહીં. આવુ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક્તા આવે છે અને સમગ્ર વર્ષ તમે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ દિવસે મહિલાઓએ પોતાના પુત્ર માટે ઉપવાસ રાખી…
કવિ: Dharmistha Nayka
મહારાષ્ટ્ર સહિતના કેટલાંક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. એમાંય મહારાષ્ટ્રમાં તો કોરોનાને કારણે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના અનક જિલ્લાઓમાં લોકડાઉન પણ લાગુ કરી દેવાયું છે. મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં પણ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ છે. ત્યારે હવે હિમાચલ પ્રદેશમાં પણ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાર એપ્રિલ-2021 સુધી બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાના કારણે હિમાચલ પ્રદેશની સરકારે આ નિર્ણય કર્યો છે. શાળા-કોલેજોમાં શિક્ષક તેમજ અન્ય સ્ટાફ જ માત્ર સંસ્થા ખાતે આવશે.રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે રાજ્ય તંત્રની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો છે. જો…
કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2021 થી દેશભરમાં નવા વેતન કોડને લાગુ કરી શકે છે. જો આ લાગુ પડે છે, તો તમારી સેલેરી સ્ટ્રક્ચર સાથે પીએફ કોન્ટ્રીબ્યૂશનથી લઈને ગ્રેચ્યુઇટી અને ટેક્સ સ્લેબમાં પણ બદલાવ આવશે. આ સાથે , વેતન કોડ બિલ 2019 મુજબ, મજૂરીની વ્યાખ્યા પણ બદલાશે. નવી વ્યાખ્યા અનુસાર વેતનનો અર્થ કર્મચારીઓના કુલ પગારના ઓછામાં ઓછા 50 ટકા હશે. આ નવો નિયમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગાર ધોરણ પર પણ લાગુ થશે.એનાથી પીએફ યોગદાન સાથે ગ્રેચ્યુઇટી વગેરેમાં વધારો થશે અને કર્મચારીઓના હાથમાં આવનારા પગારમાં ઘટાડો થઈ શકે છે. જો કે નવા કાયદાથી ભલે તમારા હાથમાં રૂપિયા ઓછા આવે પરંતુ રિટાયરમેન્ટ બેનિફિટ…
ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદનું પોલીસ તંત્ર અને મ્યુનિ. તંત્ર એલર્ટ થઇ ગયું છે. એવામાં તાજેતરમાં જ આવતા તહેવાર હોળી-ધૂળેટીની ઉજવણી પર સખ્ત નિયંત્રણો લગાવી દેવામાં આવ્યાં છે. તો તાજેતરમાં સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી જો આ વખતે ધૂળેટીના દિવસે કોઇ પણ વ્યક્તિ જો જાહેરમાં રંગ છાટશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો જેલ ભેગાં થવાનો વારો આવશે.સુરત પોલીસે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે, ‘આ વખતે મર્યાદિત સંખ્યા સાથે જ શહેરમાં હોળી પ્રગટાવી શકાશે. લોકો હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ…
ભારતીય જીવન વીમા નિગમ LIC ફરી એક વખત સંકટમોચક સાબિત થઈ છે. એલઆઈસીએ રેલ વિકાસ નિગમ RVNLમાં 8.72 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. RVNLમાં સરકારે 15 ટકા ભાગીદારી વેચવાની જાહેરાત કરી હતી. સ્ટોક એક્સચેન્જો દ્વારા દેવામાં આવેલી જાણકારી પ્રમાણે રેલ વિકાસ નિગમે જણાવ્યું કે, એલઆઈસીએ ખુલ્લા બજાપમાં સોદા દ્વારા તેના 18.18 કરોડ રૂપિયાના શેર ખરીદી લીધા છે. જે આ સમયે કુલ શેરોના આશરે 8.72 ટકા થવા જાય છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય જીવન વીમા નિગમે આ મામલામાં સરકાર માટે સંકટમોચકની જેમ જોવા મળી હતી. જ્યારે કોઈ સરકારી કંપનીને ટેકાની જરૂરત હોય છે ત્યારે તે શેર ખરીદવા માટે આગળ આવે છે. તેના પહેલા…
સ્વાસ્થ્ય મંત્રાલય અને એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ સોહાગ પ્રાંતમાં ટ્રેન અથડાવાથી ત્રણ ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. અને 66 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ મિસ્રમાં ભયંકર ટ્રેન અકસ્માત નોંધાયો છે. બે ખૂબ જ ઝડપી ટ્રેનો સામ સામે અથડાઈ છે. દક્ષિણ ઇજિપ્તમાં શુક્રવારે બે ટ્રેનો ટકરાઈ છે. જેમાં ત્રણ ડબાઓ પલટી જતાં 32 લોકોનાં મોત નીપજ્યાં અને 66 ઘાયલ થયા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવી રહ્યાં છે.ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણના પ્રાંત સોહાગમાં બનેલા દુર્ઘટનાના સ્થળે ડઝનબંધ એમ્બ્યુલન્સ વાહનો દોડી રહ્યાં છે.…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં જ ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. આપણા સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અલ્પ જાગૃતિને નજર સમક્ષ રાખવામાં આવે તો આ એક મોટી સિદ્ધિ કહેવાય. આપણા સમાજની એક ખાસિયત છે કે આપણે ત્યાં ઘણાં એવાં ઉદાહરણો હશે કે જ્યાં ખૂબ જ નાના બેકગ્રાઉન્ડમાંથી આવેલાં માણસો દ્વારા ખૂબ મોટા કાર્યો થતા હોય છે. આવું જ એક કાર્ય છે અંગદાનનું. પૈસેટકે સુખી અને સાક્ષર-શિક્ષિત કહેવાતા લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો…
કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 1લી એપ્રીલથી હવાઈ મુસાફરી કરતા યાત્રિકોને વધુ એક ઝટકો લાગવાનો છે. હવે એવિએશન સિક્યોરિટી ફીસ એટલે કે એએસએફ પણ વધવાની છે.એક એપ્રીલથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા થશે. વર્તમાનમાં તે 160 રૂપિયા છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની વાતો કરે તો તેના માટે રકમ 5.2 ડોલરથી વધારીને 12 ડોલર થઈ જશે. આ નવા દરો એક એપ્રીલ 2021થી લેવામાં આવતી ટિકિટો ઉપર લાગુ કરવામાં આવશે.આ પહેલા સરકારે એક સપ્ટેમ્બર 2020ના રોજ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રિકો પાસેથી વધારે એએસએફ વસુલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે…
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયાનું પ્રાઈવેટાઈજેશન થવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા બજેટમાં બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં બે સરકારી બેંકોનું પ્રાઈવેટાઈજેશનનો પ્લાન છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે પ્રાઈવેટાઈજેશનની લિસ્ટમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. જો કે, હજુ સુધી તેને લઈને કોઈ નિર્ણય થયો નથી.4 બેંકોમાંથી 2નું ખાનગીકરણ નાણાકીય વર્ષ 2021-22માં થવાની છે. બેંકીંગ સેક્ટરમાં સરકાર ખાનગીકરણના પહેલા ચરણ હેઠળ મીડ સાઈઝ અને નાની બેંકોમાં ભાગીદારી વેચચવા ઉપર વિચાર…
મહિલાઓ હંમેશા પોતાના વાળને લઈને સજાગ રહેતી હોય છે. તેમને લાંબા, ઘટ અને મૂલાયમ વાળ રાખવા માટે અલગ અલગ રીતે ઘરેલૂ અને બજારમાંથી મળતા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પણ શું તમને ખબર છે ચીનનું એક એવુ ગામ પણ છે. જ્યાંની મહિલાઓના વાળની ચર્ચા આખી દુનિયામાં થાય છે.અમે અહીં વાત કરી રહ્યા છીએ ચીનના દક્ષિણ-પશ્ચિમ ગુઈલિન વિસ્તારમાં આવેલા બસા ગામ હુઆંગ્લુઓની. અહીં એક સમાજ છે. જેને યાઓ કહેવાય છે. ત્યાંની મહિલાઓમાં લાંબા વાળ રાખવાની પરંપરા સદીઓ જૂની છે. ચીનનું આ ગામ ‘લોગ્લ હેર વિલેજ’ તરીકે પણ ઓળખાય છે.યાઓ સમાજની મહિલાઓ પોતાની આખી જીંદગીમાં ફક્ત એક જ વાર વાળ કપાવે છે.…