કવિ: Dharmistha Nayka

કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગ માટે ટૂંક સમયમાં જ એક નવી જ વ્યવસ્થા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) ની જેમ જ નોકરી બદલવા પર ગ્રેચ્યુટી ટ્રાન્સફર (Gratuity Transfer) નો પણ મોકો મળી શકે છે. એ માટે કેન્દ્ર સરકાર, કર્મચારી યુનિયન અને ઇન્ડસ્ટ્રીની વચ્ચે વર્તમાન ગ્રેચ્યુટી સ્ટ્રક્ચમાં ફેરફાર પર સહમતિ બની ગઇ છે. હવે ગ્રેચ્યુટી ટ્રાન્સફરને સોશિયલ સિક્યોરિટી કોડ (Social Security Code) સાથે જોડાયેલા નિયમોમાં પણ શામેલ કરવામાં આવશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે પ્રોવિડન્ટ ફંડની જેમ જ નોકરીયાત લોકોને પણ ગ્રેચ્યુએટી ટ્રાન્સફરનો વિકલ્પ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઉદ્યોગ અને કર્મચારી યુનિયનોમાં સહમતિ બન્યા…

Read More

અમેરિકામાં એક દંપતિએ દાયકાઓ સુધી એક બીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યું અને જ્યારે ફાની દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો તો બંનેએ થોડી મિનિટના અંતરે દુનિયા છોડીને ચાલ્યાં ગયા. બિલ અને એસ્તેર ઇલિનસ્કી લગભગ સાત દાયકા સાથે વિતાવ્યાં. બંને એક બીજાના પૂરક હતા. જ્યારે બંનેના મોત થયા તો પણ તે થોડી મિનિટોના અંતર પર. તેમના માત્ર સંતાન સારા મિલ્વાઇસ્કીએ કહ્યું, મારા માતા-પિતાની આ અઠવાડિયા અંતમાં લગ્નની 67મી વર્ષગાંઠ હતી. આ મારા માટે આઘાતજનક છે. સારાના પિતાની ઉંમર 88 અને માતાની ઉંમર 92 વર્ષની હતી.સારાએ કહ્યું કે મારા માટે આ ખુબ જ આઘાતજનક છે. ગત વર્ષે કોરોના મહામારી આવ્યા બાદ તેમણે કોરોનાની તમામ…

Read More

અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકતા હતા. હાલ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. રીલિફ રોડ પરના AC કોમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, વીજળી ઘરથી રિલીફ રોડ બંધ કરી દેવાયો છે.આગ એટલી વિકરાળ છે કે એક પછી એક 11થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ એટલી વિકરાળ છેકે ફાયર વિભાગની 28થી વધારે ગાડીઓ આગને બુઝાવાની કામગીરીમાં લાગી છે. અંદાજે 70 જેટલો ફાયર સ્ટાફ આગને બુઝાવાની…

Read More

લગ્ન જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી રાખવા માટે પતિ પત્નિ વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેવો જરૂરી છે. લગ્નના શરૂઆતના દિવસોમાં જે પ્રેમ હતો તે લગનના અમુક વર્ષ બાદ પણ અતૂટ જળવાઈ રહેવો જરૂરી છે. પ્રેમને અકબંધ રાખવા માટે પ્રેમી પ્રેમિકા હતા ત્યારે એકબીજાને ગીફ્ટ આપતા હતા તેવી જ ગીફ્ટ લગ્ન પછી પણ પતિ પત્નિ એકબીજાને આપી શકે છે. નોકરી ધંધાના વ્યસ્ત સમયમાંથી પતિ પત્નીએ એકબીજાના હાથમાં હાથ લઈને વાતો કરવા માટે ચોક્કસ સમય કાઢી લેવો જોઈએ. પ્રેમ અકબંધ રાખવાની બીજી પણ એક વસ્તુ છે તેનાથી પ્રેમ ક્યારે ઘટતો નથી. દરરોજ સવારે ઉઠતાની સાથે પતિ પત્નિએ એક બીજાને કિસ કરવી જોઈએ.…

Read More

આ નોકરી એક વર્ષ માટે હશે. ચાલો તમને જણાવીએ આ નોકરી વિશે અને તેને લગતી કેટલીક વિશેષ બાબતો વિશે…7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી આપનારી આ દારૂની કંપની અમેરિકાની છે. કંપનીનું નામ Murphy-Good Winery છે. કંપની કેલિફોર્નિયાના સોનામામાં સ્થિત પોતાની ફેક્ટરી માટે આ જૉબ ઑફર કરી રહી છે. ખાસ વાત એ છે કે જે વ્યક્તિને નોકરી મળશે, તેને વાઇનરીમાં પોતાની પસંદનું કામ આપવામાં આવશે.એક રિપોર્ટ અનુસાર, નોકરી મેળવનાર વ્યક્તિને પોતાના પેશનને નિખારવાનો મોકો મળશે. પહેલા કેટલાંક મહિના સુધી વ્યક્તિને વાઇનરીમાં અલગ-અલગ કામ કરવાના રહેશે અને તે બાદ તેને પોતાના પેશનના આધારે કામ પસંદ કરવાનો મોકો મળશે. નોકરી કરનાર…

Read More

જો 20થી 30 વર્ષની ઉંમરમાં તમે ઓવરવેટ છો તો ભવિષ્યમાં તમારી યાદશક્તિ ઓછી થઇ શકે છે. સમજવા-વિચારવાની ક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે. આવો દાવો અમેરિકાના સંશોધકોએ 15 હજાર લોકો પર રિસર્ચ પછી કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સ્થૂળતાથી પીડિત યુવાનોમાં હાર્ટ ડિસીઝનું જોખમ રહે છે તેની અસર આગળ જતા મગજ પર પડે છે. રિસર્ચ કરનારા કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, જે યુવાનો વધારે વજન ધરાવે છે અને તેમનો બોડી માસ ઇન્ડેક્સ અને બ્લડ પ્રેશર ઓછી ઉંમરમાં વધેલું રહે છે. શરીરમાં ચરબી અને બ્લડ પ્રેશરને લીધે મગજ પર ડબલ ખરાબ અસર થાય છે. એટલું જ નહિ, તેમનું ગ્લુકોઝ…

Read More

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ કમાલનું કામ કર્યું છે. અહીં એક યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર બહાર કાઢવામાં આવ્યું છે. ડોક્ટરોએ રવિવારે 6 કલાકની સર્જરી પછી 20 વર્ષની યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર કાઢવામાં આવ્યું હતું.હોસ્પિટલના મેનેજર દેવેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું કે યુવતીની ઓવરી પાસે ટ્યૂમર હતું અને સર્જરી સફળ રહી હતી. યુવતીની સ્થિતિ હવે સારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવતી મધ્યપ્રદેશના રાજગઢમાં રહે છે અને બે દિવસ પહેલાં તે હોસ્પિટલ આવી હતી. તેનું ટ્યૂમર ખૂબ જ મોટું હતું અને તેને ભોજન કરવામાં અને ચાલવામાં મુશ્કેલી થતી હતી. આ ટ્યુમરને ડિમ્બગ્રંથિ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. યુવતીનું…

Read More

દિલ્હીમાં દારૂની તસ્કરી રોકવા માટે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસીમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં દારૂની દુકાનો સરકાર નહીં ચલાવે. એટલે કે, હવે અહીં સરકારી કરારો નહીં હોય. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોમવારના રોજ એક્સાઇઝ પોલિસીમાં કરેલા ફેરફારોની જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, ‘દારૂની દુકાન ચલાવવી એ સરકારની જવાબદારી નથી.’મનીષ સિસોદિયાએ એમ પણ જણાવ્યું કે, ‘હવે દારૂની નવી દુકાનો નહીં ખોલી શકાય. એનો અર્થ એ થયો કે, આજની તારીખમાં દિલ્હીમાં જેટલી દારૂની દુકાનો છે, તેટલી જ રહેશે.’ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ હવે દિલ્હીમાં પણ દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમર 21 વર્ષ…

Read More

હાલના સમયમાં, દરેક વ્યક્તિ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આગામી સમયમાં વધુ કામને લીધે, વ્યક્તિ પોતાને પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પણ ફાળવી શકતો નથી અને આ સાથે, જો આંખોની રોશની ઓછી થાય તો તેનાથી તમને આંખોને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આપણે આપણી આંખોનો પ્રકાશ વધારી શકીએ છીએ અને ચશ્માં પણ ખૂબ હદ સુધી દૂર કરી શકાય તેના વિશે જાણવાની જીજ્ઞાસા અવશ્ય હોય જ.આજકાલ, ચશ્મા પહેરવા એ સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે ન તો કોઈ પહેલાના જેવા ખાન પાન રહ્યા છે કે ન તો લોકોને પહેલા જેવી પ્રાકૃતિક કુદરતી…

Read More

વિશ્વભરમાં બરફાચ્છાદિત પર્વતો ઘટી રહ્યાં છે, જો કે વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડનો બરફ પીગળી ગયો તો દુનિયાભરના સમુદ્રોનું જળસ્તર 20 ફૂટ જેટલું વધી જશે અને જો એવું બન્યું તો દરિયાકાંઠાના અનેક શહેરો જળમગ્ન બની જશે.દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં છેલ્લાં થોડા વર્ષોથી રેકોર્ડ ગરમી પડી રહી છે જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળી રહ્યો છે. જે રીતે હાલ ગ્રીનલેન્ડમાં…

Read More