સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ તેમના અનુગામી એટલે કે આગામી સીજેઆઈની નિમણૂક માટે સરકારને ન્યાયમૂર્તિ એન.વી. રમણાના નામની ભલામણ મોકલી છે. ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના એસ.એ. બોબડે પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. જસ્ટિસ એસ. એ. બોબડેની મુદત 23 એપ્રિલે સમાપ્ત થશે. સીજેઆઈ બોબડેએ તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કોરોનાને કારણે લોકડાઉનમાં સ્થળાંતર કરાયેલા મજૂરોનો મામલો હોય કે ખેડૂત આંદોલનની સુનાવણી, સીજેઆઈ બોબડે તેમાં મુખ્ય ભૂમિકામાં હતા.સુપ્રીમ કોર્ટના જજ એનવી રમણા દેશના નવા ચીફ જસ્ટિસ હશે. સરકારે નવા ચીફ જસ્ટિસની નિયુક્તીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ક્રમમાં સીજેઆઇ પાસે પોતાના ઉત્તરાધિકારીનું નામ માંગવામાં આવ્યુ હતું.…
કવિ: Dharmistha Nayka
આ ઑફર અંતર્ગત LPG ગેસ સિલિન્ડર બુક કરાવવા પર તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઑફર 31 માર્ચ, 2021ના રોજ રાતે 12 વાગ્યા સુધી છે. એટલે કે તમારી પાસે સસ્તો LPG સિલિન્ડર ખરીદવા માટે ફક્ત 7 દિવસ બચ્યા છે.આ ઑફરનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઇલ ફોનમાં ફક્ત Paytm એપ ડાઉનલોડ કરીને LPGસિલિન્ડર બુક કરવાનો છે. તે બાદ તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ 819 રૂપિયા છે. Paytmની ઑફર સાથે તમે મોંઘા સિલિન્ડરને ફક્ત 191 રૂપિયામાં ખરીદી શકો છો. Paytmની આ ઑફર ફક્ત તે લોકો માટે છે જે Paytmથી પહેલીવાર…
મેઘરાજાની અસીમ કૃપા અને કિસાનોની મહેનતના પરિણામે કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન છતાં તેમાંથી બનતા ખાદ્યતેલ સટોડીયાઓ વધુ પડતા સક્રિય થતા રોજ ભાવમાં જબરદસ્ત ઉછાળ આવી રહ્યો છે જેનાથી આમ નાગરિકોએ પેટનો ખાડો પૂરવો મૂશ્કેલ બની ગયો છે. આ સ્થિતિમાં સુસ્ત સરકારે પહેલા તેમના નેતાઓ ફ્યુચર ટ્રેડીંગ અંગે શુ માનતા હતા તે યાદ કરીને પગલા લેવાની જરૂર છે. રાજકોટમાં આજે એક દિવસમાં જ પામતેલમાં રૂ।.૫૦, સિંગતેલમાં રૂ।.૨૫ અને કપાસિયા તેલમાં રૂ।.૨૦નો વધારો થયો છે.માત્ર સિંગતેલની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન જે બે વર્ષ પહેલા આશરે ૧૬ લાખ ટન હતું તે સતત ગત બે વર્ષમાં ૩૦-૩૦ લાખ ટનથી વધારે થયું છે.…
વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19 રોગચાળાને કારણે સર્જાયેલી કટોકટીને કારણે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવામાં 3 વર્ષનો વિલંબ થઇ શકે છે અને તે લક્ષ્ય ફક્ત 2031-32 સુધીમાં પ્રાપ્ત કરી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.કોરોના સંકટને કારણે દેશનું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) પાછલા વર્ષની તુલનામાં પહેલાથી જ 15.7 ટકાનો ઘટાડો થયો છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ (BofA) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, “રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને જોતા હવે…
ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ 5થી 7 લોકોનાં મોતના આંકડા પણ સામે આવે છે. ત્યારે અગાઉ જ્યારે કોરોના વકર્યો હતો ત્યારે તો મોતના આંકડા જોઇને સૌ કોઇની આંખો ફાટી જતી. જેથી સૌ કોઇને અત્યાર સુધી એવું જ લાગ્યું હશે કે, કદાચ રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મોતની સંખ્યા વધારે હશે. પરંતુ હકીકત કંઇક જુદી છે. રાજ્યમાં માર્ગ અકસ્માતથી થતા મોતના આંકડાઓ જાણી તમે ચોંકી જશો.રાજ્યમાં ભલે રોડ સેફટીને લઇને ગુજરાત ભલે સુરક્ષીત હોવાની વાતો કરતું હોય પરંતુ ગુજરાતના માર્ગ અકસ્માતના નિરાશાજનક…
ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા તાજેતરમાં ઈન્ડોનેશિયામાં વેકેશન મનાવવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન તે ઈન્ડોનેશિયાના બાલીમાં હતી અને એક નાના એવા ઓક્ટોપસને પોતાના હાથમાં લીધો હતો. પરંતુ તેને કદાચ એ ખબર નહીં હોય કે આ માસૂમ દેખાતો ઓક્ટોપસ એક જીવલેણ જીવ છે જે મિનિટોમાં 26 લોકોને મારી શકે છે. આ ઓક્ટોપસની બોડી પીળા રંગની હોય છે તેના રિંગ્સ વાદળી કલરના હોય છે પરંતુ આ રિંગ્સ ત્યારે દેખાય છે જ્યારે આ જીવને કોઈ છંછેડે છે. સામાન્ય રીતે આ ઓક્ટોપસ રાત્રે એક્ટિવ હોય છે અને દિવસે ઓછા દેખાય છે. આ ઓક્ટપસના ડંખથી દુખાવો નથી થતો પરંતુ 10 મિનિટની અંદર જ વ્યક્તિને શ્વાસ…
ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને અફતાબે કહ્યું છે કે બંને દેશોએ યુદ્ધ વિશે વિચાર્યા વગર પોતાના દેશના ગરીબ અને નિરક્ષરો માટે કામ કરવું જોઈએ. છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ભારતની સાથે સારા સંબંધો બનાવવાના સંકેત આપ્યા છે. વાતચીતથી થઈ શકે છે તમામ મુદ્દાનું સમાધાન અફતાબ હસન ખાને કહ્યું કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ શાંતિ થવા પર જ શકય છે અને તેના માટે જમ્મુ-કાશ્મીર સહિતના મુદ્દાઓનું સામાધાન વાતચીત દ્વારા થવું જોઈએ. કાશ્મીરનો મુદ્દો છેલ્લા 70 વર્ષથી ચાલી રહ્યો છે. બંને દેશોના વલણમાં આવી નરમાઈ છેલ્લા થોડા…
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓએ DRG જવાનોથી ભરેલી બસમાં વિસ્ફોટ કર્યો છે. આ હુમલામાં 4 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે 14 જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સમયે બસમાં 24 જવાન હતા. ઘટનાની જાણ થતા જ બેકઅપ ફોર્સ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. તમામ જવાન એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. છત્તીસગઢના DGP ડીએમ અવસ્થીએ ઘટનાની પૃષ્ટિ કરી છે. મળેલી માહિતી પ્રમાણે જીલ્લાના કડેનાર વિસ્તારમાં ધૌડાઈ અને પલ્લેનાર વચ્ચે ગાઢ જંગલ છે. નક્સલવાદીઓએ અહીં બસને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો છે. આ જવાનો મંદોડા જઈ રહ્યા હતા. અત્યારે જવાનોનું રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નક્સલવાદીઓએ 17 માર્ચના…
ગરુડ પુરાણ માં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય, મૃત્યુ ઉપરાંત વિજ્ઞાન, ભક્તિ, નૈતિકતા, નીતિ, નિયમો અને ધર્મથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતોને અપનાવીને, વ્યક્તિ સફળતા અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધે છે. ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ કેટલીક આદતો છે જે સફળતાના માર્ગમાં અવરોધ બની જાય છે. સફળતા પ્રાપ્ત કરવા માટે, કેટલીક ખરાબ ટેવો છોડી દેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે ગરુડ પુરાણમાં આવી કઈ આદતો વિશે વાત કરવામાં આવી છે.ગરુડ પુરાણ મુજબ ક્રોધ હંમેશા નાશ કરાવે છે. ક્રોધમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. જે લોકો ગુસ્સા પર નિયંત્રણ રાખવામાં અસમર્થ…
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી પગલાં ભરવા માંડી છે. આવી સ્થિતિમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.અર્થાત આવતા મહિનાના અંત સુધી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વળી, ડીસીસીએ ઓફિસે કહ્યું છે કે જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર…