કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એક વર્ષમાં રોડ પરથી બધા ટોલ પ્લાઝા હટી જશે, આ વાતથી સંસદમાં ખુશીનું મોજૂ ફરી વળ્યું. પણ તેના પછી ગડકરીએ જે વાત કરી તેનાથી સંસદમાં ફરી છન્નાટો છવાઈ ગયો. આવનારા સમયમાં તમને મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર થનારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્રીય સડક, પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે સંસદમાં કહ્યું હતું કે આગામી એક વર્ષમાં હાલની ટોલ કલેક્શન સિસ્ટમને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે, એટલે કે હાલના ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. એની જગ્યાએ ટોલ કલેક્શન માટે નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે હાલની ટોલ કલેક્શનની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે ગ્લોબલ…
કવિ: Dharmistha Nayka
રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે. સીએમ અને ડે. સીએમની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કોલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ કરશે. વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ કરાયો છે. એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે. જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા એક બાદ એક મહાનગરોમાં મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ…
એક PIL માં આ વાત સામે આવી છે કે, દેશના અલગ અલગ રાજ્યોમાં 3 કરોડ રાશન કાર્ડ એ માટે કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. કારણ કે તે આધાર સાથે લીંક ન હતાં. આ કિસ્સો સુપ્રિમ કોર્ટમાં પણ ગયો છે. અને દેશની શિર્ષ અદાલતે ભારત સરકારને આ મામલા ઉપર જવાબ લેવામાં આવ્યો છે. જો કે વર્ષોમાં ભુખમરાથી ઘણા લોકોના મોતના સમાચારો સામે આવ્યાં છે જેનું એક કારણ રાશન કાર્ડનું આધાર સાથે લીંક નહીં હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. રાશન દુકાનદારો કોઈ પણ તેવા વ્યક્તિને રાશન આપવાથી મનાઈ કરી દેવામાં આવી છે. જેનું રાશન કાર્ડ આધાર સાથે લીંક ન હોય. કેટલાક રાજ્યોમાં આવી…
ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સહિતના મહાનગરો એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આવતી કાલથી રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે…
બ્રિટેનની એક મહિલાની માનસિક સંતુષ્ટિ તેના શારીરિક સંબંધ બનાવવા સાથે જોડાયેલી છે. મહિલાનો દાવો છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી જ તે માનસિક સંતુષ્ટ થઈ શકતી હતી. એટલા માટે તે દિવસમાં 11 વખત સુધી સંબંધ બનાવી ચૂકી છે. મહિલાનું નામ ટ્રેસી કિસ છે અને તેના પાર્ટનરને લાગતું હતું કે તે ખાસ રોગનો શિકાર બની છે. એક રિપોર્ટ મુજબ ટ્રેસી કિસે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે તેની આ સ્વિકૃતિ બાદ ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેસી કિસે કહ્યું કે તેને અંદરથી જ sexual ડિઝાયર એટલી વધારે હતી કે તેને પોતાની યૌન સંતુષ્ટિ માટે ઝૂઝવું…
ઉત્તરપ્રદેશના ટાંડા વિસ્તારમાં એક યુવતી ચાર યુવકો સાથે ભાગી ગઈ હતી. એ પછી પંચાયતે તેને પકડી પાડી હતી અને ચિઠ્ઠી નાખીને એ ચારમાંથી કોઈ એક યુવાન સાથે લગ્ન નક્કી કરી દીધા હતા.ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. એક યુવતી તેના ચાર પુરુષ મિત્રો સાથે ભાગી ગઈ હતી. પરિવારજનોએ અને પંચાયતે એ યુવતીની શોધખોળ આદરી હતી. થોડા દિવસ પછી યુવતી ચારેય દોસ્તો સાથે ઝડપાઈ ગઈ હતી. પરંતુ એ યુવતી તેના 4 પુરુષ મિત્રો સાથે કયા કારણોસર પલાયન થઈ હતી તે કારણ જાણવા મળ્યુ નથી. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. પંચાયતે અને યુવતીના પરિવારે ચારેય યુવકો સામે…
ગુજરાતમાં કોરોના બેફામ ગતિ થી આગળ વધી રહ્યો છે અને રાજ્યના ચાર મહાનગરોમાં મોટાભાગે આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. 2020નું આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખુબ ઓછા થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી…
ઘરમાં વાતે-વાતે ક્લેશ અને લડાઇ-ઝગડા થાય છે, આર્થિક સમસ્યાઓની સાથે બીજી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનું કારણ તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. તેથી, સમયસર આ નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો ઉપાય કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકવાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે, તે પછી બધી વસ્તુઓ આપમેળે જ સુધરવા લાગે છે. આ નકારાત્મક ઉર્જાના પ્રભાવોને દૂર કરવા માટે, તમે ગુરુવારે આ સરળ ઉપાય અજમાવી શકો છો.હળદર ભોજનનો સ્વાદ અને રંગ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ હળદર ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે જાણીતી છે. હળદરનો ઉપયોગ…
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે મંગળવારે સંસદને માહિતી આપી હતી કે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારવાની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી. આવી સ્થિતિમાં ખેડૂત પરિવારોને અગાઉની જેમ વર્ષે વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જણાવી દઇએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા 1 ડિસેમ્બર 2019 થી આધાર જરૂરી બન્યું છે. આ રકમ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા લાભાર્થી ખેડુતોના બેંક ખાતાઓમાં સીધી 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે…
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા સંક્રમણ અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની નીતિ ફરીથી લાગુ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસ દરમ્યાન શહેરના અલગ અલગ નવ જેટલા વિસ્તારોમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી પ૮થી વધુ મકાનોને આ ઝોનમાં મુકીને વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.રાજયમાં ગત માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૃ થયું છે અને તેને અટકાવવા માટે લોકડાઉન સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આપવામાં આવેલી વિવિધ છુટછાટોના પગલે આ માર્ચ મહિનામાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેના કારણે તંત્ર દ્વારા જુની નીતિઓને ફરીથી અખત્યાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને…