અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં પરંતુ તેઓ સફળ ન થતા તેમને હેબતપુરમાં લૂંટનો પ્લાન કર્યો હતો. આ સાથે જ વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેમના મૃતદેહ અને છરા સાથે સેલ્ફી પણ પડાવી હતી જેથી પકડાયેલા આરોપીની વિકૃત માનસિકતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે અન્ય એક આરોપીને પકડવા માટે સોલા પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. હેબતપુર વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે આરોપી સાથે કરેલી પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે,…
કવિ: Dharmistha Nayka
પહેલી વખત મા બનવાનો અનુભવ જ કંઈ અલગ હોય છે. બધું એટલું નવું નવું અને ખાસ લાગે છે! પણ ઘણી વાતો એવી હોય છે, જેની આપણને ખબર નથી હોતી. સમજ નથી પડતી ડૉક્ટરનું સાંભળીએ કે મમ્મીનું કે સાસુમાનું, પણ આ 10 વાતની તમને જાણ હોવી જોઈએ. બાળકને પેટની તકલીફ અને ઉપાય – બાળક એટલું નાનું હોય કે તે નથી કંઈ બોલી શકતું કે નથી કંઈ સમજી શકતું, પણ બાળકોમાં ગૅસની તકલીફ થાય છે. તેના હાથપગને હલાવવા, સાઇકલિંગ કરાવવું, હૂંફાળા ગરમ કપડાથી શેકવાથી આરામ ન મળે તો ડૉક્ટરની મદદ લો. ડૉક્ટર ગૅસ ડ્રોપ કે ગ્રાઇપ વૉટર આપવાનું કહે છે, જેનાથી બાળકને…
SMC ની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેલને દુર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે. પ્રોફેશન ટેક્સ 50 ટકા ઘટાડવાની માગ કરતાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, પાણીના મીટરના બીલ લોકોએ ભરવા નહી. જો એમ કરતાં નળ જોડાણ કાપી નાખવામાં આવે તો આપના નગર સેવકો દ્વારા નળ જોડાણ કરી આપવામાં આવશે. સાથે જ ટેક્સટાઈલ અને હીરાના વ્યવસાય વેરામાં 50 ટકાનો ઘટાડો કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું. માર્ચ 2020થી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર શહેરમાં ઉધોગ ધંધાઓ ફરજીયાત બંધ રાખવાની…
તમારી લાખ કોશિશ છતાં આ મચ્છર ઘરમાં ઘુસી ડેન્ગ્યુ, મલેરિયા અને યલો ફીવર જેવી ઘાતક બીમારીઓ ફેલાવે છે. આ કેમિકલ યુક્ત સ્પ્રે, કોયલ વગેરેના ધુમાડાથી શરીરને હાનિકારકતા સિદ્ધ થઇ શકે છે, જે શરીરમાં પહોંચી શ્વાસ લેવા જેવી પરેશાનીઓ ઉભી કરે છે. આ બધાથી બચવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. સુરજનો રોશની મચ્છરોને કેટલાક હદ સુધી દૂર રાખે છે, પરંતુ સુરજ ડૂબ્યા પછી મચ્છર વધુ સક્રિય થાય છે. જો તમે મચ્છર મુક્ત ઘર ઈચ્છો છો તો સાંજ પછી બારી-બારણાં બંધ કરી લેવો જેથી મચ્છર ઘરમાં ન આવે. તમે ડોર સ્ટ્રીપ્સ પણ ખરીદી શકો છો…
પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને સોશ્યલ મિડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે. વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું…
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે. વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે…
કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરીક્ષા પણ મોડી શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરીક્ષા આપી શકે તેમ હતું, પરંતુ કોરોનાના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ અલગ સમયે પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી. જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 વાગે લેવાઈ હતી. 3 થી 5ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી8…
દેશમાં પ્રથમ વખત થ્રી-ડી મોડલવાળા ઇમ્પ્લાંટ બનાવવાની ટેકનોલોજી વિકસિત કરાઈ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) ની ભોપાલ સ્થિત એડવાન્સ મટિરિયલ એન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકાસ કરાયેલી આ ટેકનોલોજી સ્ટીલ કે ટાઈટેનિયમની સાથે 1 ટકા કાર્બન આધારિત ધાતુ ગ્રેફિનને મિલાવીને ઇમ્પ્લાન્ટને 40 ટકા સુધી વધારે મજબૂત બનાવી દીધા છે. મજબૂતી વધવાનો ફાયદો એ છે કે ઈમ્પ્લાન્ટ હવે ઓછા વજનના બનાવી શકાશે. આ ઈમ્પ્લાન્ટ એ બિલકુલ હાડકાંની જેમ કામગીરી કરશે. ઇમ્પ્લાન્ટ હાલમાં સ્ટીલ અથવા ટાઈટેનિયમથી બનાવવામાં આવે છે. ગ્રેફિન ધાતુ વધારે મોંઘી નથી આવતી એટલે રૂપિયામાં વધારે તફાવત નહીં આવે. ભવિષ્યમાં ઇમ્પ્લાન્ટના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના છે. ગ્રેફિનથી…
રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાનાં આમોદમાં કરજણ ચોકડી પાસે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ગાડીઓને રોકી પૈસા ઉઘરાવતો હોય…
ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ વર્જિત માનવામાં આવે છે. આ મંદિરોમાં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે ભારતનાં કયા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી. તામિલનાડુમાં દેવી કન્યાકુમારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવતીદેવીના બાળ સન્યાસ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાજયના દક્ષિણ છેડાને સ્પર્શતું આ મંદિર શકિતપીઠોમાંનું એક ગણાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી માત્ર બહાર ઉભા રહીને દર્શન કરી શકે છે. બિહારમાં મુઝફફરપૂરમાં આવેલું માતાનું મંદિર છે જેમાં અમૂક…