કવિ: Dharmistha Nayka

હૈદરાબાદમાં રહેતા નારકુતિ દીપ્થિને માઈક્રોસોફટ દ્વારા બે કરોડના પેકેજ પર નોકરીની ઓફર કરવામાં આવી છે. નારકુટિની માઈક્રોસોફટ દ્વારા સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે કંપનીના યુએસએ સ્થિત સિએટલ મુખ્યાલયમાં જોડાશે. દિપ્થી ને 300 લોકોની કેમ્પસ સિલેક્શનમાં પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેને સૌથી ઊંચા વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી હતી. કેમ્પસ ઇન્ટરવ્યૂ ફ્લોરિડા યુનિવર્સિટી ખાતે યોજાયું હતું.દિપ્થીએ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ એમએસ કમ્પ્યુટર 2 મેએ પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂરો થયાના 15 દિવસમાં જ તેને આ મોટા પેકેજની ઓફર મળી. મળતી માહિતી મુજબ આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો. દિપ્થિને માત્ર માઇક્રોસોફ્ટ દ્વારા…

Read More

દેશમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખતા હાલમાં હાલત અત્યંત ગંભીર છે. સરકાર તરફથી લોકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ તજજ્ઞોનું એવું માનવું છે કે, સાવધાની રાખવાની સાથે સાથે કોરોનાથી બચવાનો સૌથી ઉત્તમ ઉપાય વેક્સિનેશન છે. સરકાર પણ આ દિશામાં તેજીથી કામ કરી રહી છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, વેક્સિન લાગ્યા બાદ વ્યક્તિને સંક્રમણનો ખતરો કેમ ઓછો થઇ જાય છે અને જો તેને સંક્રમણ થઇ પણ જાય તો તેનાથી બહાર નીકળી આવે છે? એન્ટિજન : આપણાં શરીરની અંદર ઘુસનારા બહારના તત્વો જેવાં કે બેક્ટેરિયા, વાયરસ અથવા તો અન્યને આપણી બોડી દુશ્મન બનાવે છે અને તેની વિરૂદ્ધ એક્શન…

Read More

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-૧૯ની દવા ૨-ડીજીની પહેલી ખેપ સોમવારે લોન્ચ કરી દેવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ દિલ્હીમાં આ દવા લોન્ચ કરી છે. રક્ષા મંત્રાલયે આં મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કોરોનાના મધ્યમ લક્ષણો વાળા અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓ પર આ દવાના ઈમરજન્સી ઉપયોગને ભારતના ઔષધી મહાનીયંત્રક ડીજીસીઆઈ તરફથી મંજૂરી મળી ચુકી છે. દિલ્હી ખાતે ડીઆરડીઓના મુખ્યાલયમાં સોમવારે આયોજિત એક કાર્યક્રમમાં બંને કેન્દ્રીય મંત્રીઓએ અ દવાની પહેલી ખેપ લોન્ચ કરી. રક્ષા મંત્રાલયએ ૮ મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨-ડીઓકસી-ગ્લુકોઝ-(૨-ડીજી)ના કલીનીકલ ટ્રાયલમાં સામે આવ્યું હતું કે…

Read More

અમદાવાદ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સતત બીજા દિવસે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્તો હતો. શહેરના સરખેજ, નવાપુરા, બાકરોલ અને સનાથલમાં વરસાદ શરૂ થતાની સાથે લાઈટ પણ જતી રહી છે. પૂર્વમાં પણ વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડી શકે છે. તાઉ-તે વાવાઝોડાના સંકટના પગલે AMCએ કેટલીક સૂચનાઓ અપાઈ છે, જેનું 17થી 19 મે…

Read More

વિવિધ રોગની સારવારમાં દરરોજ એસિડિટીની ગોળી લેતાં લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનો પેટના દર્દી પર થયેલા સ્ટડી મુજબ, દિવસમાં એકવાર એસિડિટીની (પીપીઆઈ ગ્રૂપ- પ્રોટોન પમ્પ ઇન્હિબીટર્સ)ની દવા લેતા લોકોને કોરોના થવાનું જોખમ બેથી ત્રણ ગણું વધુ છે, જેની સામે એચ-2 બ્લોકર ગ્રૂપની દવા લેવા લેતાં લોકોમાં કોવિડ ઇન્ફેકશનનું જોખમ ઓછું જોવા મળ્યું છે. એપોલો હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ વિભાગ જણાવે છે કે, વિવિધ રોગોની સારવારમાં અપાતી દવા સાથે એસિડિટીની દવાનો ઉપયોગ વધ્યો છે. હોસ્પિટલમાં દાખલ થતી દરેક ત્રીજા વ્યક્તિ એસિડિટીની દવા લેતી હોય છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના એક સ્ટડીમાં 53 હજાર લોકોને પેટને લગતી સમસ્યા, એસિડિટીની દવા…

Read More

દેશમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણના કેસનીસાથે મોતની સંખ્યા પણ સતત વધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ 4 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ઘણા શહેરોમાં સ્મશાન ઘાટ પર મોટી સંખ્યામાં મૃતદેહ સળગાવવાના ફોટાઓ પણઆવ્યા હતા. ગંગા નદીમાં લાશો વહેતી મુકવાની ઘટનાઓ પણ બની છે. જો કે, હવે સ્થિતિ થોડી સુધરી છે. દરમિયાન પૂણેની એક અનોખી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાં એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર સમયે ચિતા પર અગ્નિદાહ આપતાં પહેલા જીવંત થઈ છે.મહારાષ્ટ્રના પુનાના મુધાલ ગામમાં રહેતા 78 વર્ષીય શકુંતલા ગાયકવાડને થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણ લાગ્યું હતું. ઇન્ફેક્શનની પુષ્ટિ થતાં જ તેઓ હોમઆઈશોલેશન…

Read More

તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડું હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયું છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યું છે. તાઉ-તે વાવાઝોડું આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવાસારીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેનઝર સિગ્લન લગાવી દેવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં 90થી 120 કિલોમીટરની ઝડપે…

Read More

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના કારણે રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા 144 કલમ લાગુ કરવામાં આવી. જેથી લોકો પણ બહાર નિકળવાનું ટાળતા જોવા મળ્યા.અમરેલી જિલ્લાના દરિયા કિનારે હાઇ એલર્ટ જારી કરાયુ છે. જાફરાબાદના દરિયા કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયા કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ…

Read More

રાજ્યમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂની સમય મર્યાદામાં વધારો થઈ શકે છે.  મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હજી 7 દિવસ કરફ્યુ લંબાવી શકે છે. એટલે કે સરકાર 25 મેં સુધી કર્ફયૂ લંબાવવાની વિચારણા કરી રહી છે. તો બીજી તરફ કરફ્યૂ હટાવવા માટે 5 જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ત્યારે સરકાર સાંજ સુધીમાં કર્ફ્યૂ અંગે કોર કમિટની બેઠક બાદ નિર્ણય લઈ  શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજયના અન્ય શહેરોમાં લાગેલા આંશિક લોકડાઉનના કારણે નાના વેપારીઓના ધધો રોજગાર બંધ છે. તેવામાં સરકાર નાના વેપારીઓને ધધા રોજગાર કરવાની છૂટ આપી શકે તેવી શકયતા છે.કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત…

Read More

ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉંદરોના વરસાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખેતરમાં ગોદામ સાફ કરવામાં આવે છે, આ ગોદામમાં પંપથી મરેલા ઉંદરોને બહાર કાઢવાનું કામ થઈ રહ્યુ છે. ઉંદરોના વરસાદનો આ વીડિયો સોશયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. કેટલાય લોકો આ વીડિયો જોઈને ડરી ગયા હતા. હાલના દિવસોમાં ઈઝરાયલમાં પ્લેગના કેટલાય કેસ સામે આવ્યા છે. એક પત્રકારે ઉંદરોના આ વરસાદનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મરેલા અને જીવતા ઉંદરોને ગોદામમાંથી બહાર…

Read More