લીલાં શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે. જો હૃદય રોગની બીમારીથી દૂર રહેવું હોય તો દરરોજ એક કપ લીલાં શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલાં શાકભાજીમાં નાઈટ્રેટની માત્રા વધારે હોય છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે સાથે જ બ્લડ પ્રેશર પણ સામાન્ય કરે છે. ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ આવો દાવો કર્યો છે. દુનિયાભરમાં થનારી મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય રોગ છે. હૃદય રોગોથી દુનિયાભરમાં દર વર્ષે આશરે 1.79 કરોડ લોકોનાં મૃત્યુ થાય છે. ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ ડેનમાર્કમાં 50 હજાર લોકો પર આશરે 23 વર્ષ સુધી રિસર્ચ કર્યું. તે દરમિયાન જોવા મળ્યું કે, જે લોકોએ નાઈટ્રેટથી ભરપૂર લીલાં પાંદડાવાળી…
કવિ: Dharmistha Nayka
આફ્રિકા દેશના ઝિમ્બામ્બ્વેમાં એક વ્યક્તિની વસ્તી નિયંત્રણ અથવા ચાઈલ્ડપ્લાન જેવી વસ્તુઓ સાથે ના તો કોઈ નાતો છે કે ના તો કોઈ સંબધ. કારણ કે આ વ્યક્તિ અત્યાર સુધી 151 બાળકો પેદા કરી ચૂક્યો છે. આ વ્યક્તિની 16 પત્નિઓ છે. અને હવે ખૂબજ ઝડપથી 17મા લગ્ન કરવા જઈ રહ્યો છે. 66 વર્ષીય આ વ્યક્તિની ઈચ્છા છે કે તે 100 લગ્ન કરે.મિશેક ન્યાનદોરો નામની આ વ્યક્તિનો દાવો છે કે તે કોઈ કામ નથી કરોત અને તેની ફૂલટાઈમ જોબ તેની પત્નિઓને સંતુષ્ટ કરવાની છે. આ વ્યક્તિનું કહેવું છે કે તેની વૃદ્ધ પત્નિઓ તેના શારીરિક સંબંધોને સહન નથી કરી શકતી જેને પગલે તેને સતત…
અટલ પેન્શન યોજના (APY) એ સરકાર દ્વારા સંચાલિત સફળ પેન્શન યોજના છે. આ યોજનાનું સંચાલન વીમા નિયમનકાર PFRDA દ્વારા કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. આ યોજના પર, ભારત સરકાર પેન્શનથી સંબંધિત તમામ લાભો માટેની ગેરેન્ટી આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવું હોય તો તમે આ યોજના સાથે જોડાઇ શકો છો. 18 વર્ષથી વધુ અને 40 વર્ષ સુધી ઉંમરની કોઈપણ આ યોજના લઈ શકે છે. આ યોજના હેઠળ રોકાણ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે…
રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન હોવાથી શવ્વાલનો પહેલો ચાંદ તા.14-05-21ને શુક્રવારે ગણવો. એવીજ રીતે સુરત રૂયતે હિલાલ(ચાંદ) કમિટીના પ્રમુખ મીર સૈય્યદ ફિરોઝ મીર સૈય્યદ ઇબ્રાહિમે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે હિજરી સન 1442ના માહે શવ્વાલ મુબારકનો ચાંદ અંગ્રેજ તા.12-05-21ના બુધવારે સાંજે દેખાયો નથી. તેથી ચાંદની પહેલી તારીખ 14-05-21 શુક્રવારની ગણવી. એટલે કે રમજાન ઇદની ઉજવણી શુક્રવારે કરવામાં આવશે. કોરોના સંક્રમણની બીજી લહેરને જોતા મુસ્લિમ ધર્મગુરૂઓએ રમજાનઇદની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે. તથા ગરીબોને ઉદાર હાથે જકાત, સદકાનું દાન કરવા પણ અપીલ કરી…
ઉત્તરપ્રદેશનાં નવવિવાહિત જોડી જેના દાંપત્ય જીવનની હમણા જ શરૂઆત થઈ હતી કે એવામાં મહામારી કાળ બનીને આ દંપતીનો ઘરસંસાર ભાંગવા માટે તેમના ઘરઆંગણે આવીને ઊભી રહી ગઈ હતી. જે ઘરમાં લગ્નપ્રસંગની ઉજવણી કરાઈ હતી ત્યાં અત્યારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. 30 એપ્રિલના રોજ શોભિત અને રુબીના લગ્ન થયા હતા, પરંતુ લગ્નાના બીજા દિવસે પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પત્નીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 12મા દિવસે તેનું મૃત્યુ થયું હતું. પત્નીને લગ્નના પાનેતરમાં જ હોસ્પટિલમાં દાખલ કરાઈ હતી અને મૃત્યુ પછી આ જ કપડાંમાં તેને અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી.…
ગુજરાતમાં દૈનિક કેસોમાં ઘણી વખત વધારો થઈ રહ્યો છે, ત્યારે આંશિક ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હવે આ ઘાતક કોરોના વાયરસ શહેરમાંથી હવે ગ્રામ્ય વિસ્તાર તરફ વકર્યો છે. હાલમાં ગામડાઓમાં પણ પરિસ્થિતિ વધુ ભયાનક બની છે. ત્યારે રાજ્ય સરકારે ગામડામાં સંક્રમણ ઘટે તે માટે કોવિડ કેર સેન્ટરની સાથે સાથે રસીકરણનું અભિયાન ચાલાવવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના એક નાના ગામે સરકારની તમામ પોલ ખોલી નાખી છે. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકાના અનીડા ગામમાં રસીકરણની ભારે અછત સર્જાતા સરપંચે સરકારને સણસણતો સવાલ કર્યો છે અને એક પત્ર પણ લખ્યો છે. જેમાં લખ્યું છે કે કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ગ્રામ્ય…
કોરોના સંક્રમણમાં જે બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એવા બાળકોનું ધ્યાન હવે શિવરાજ સરકાર રાખશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો નિર્ણય લેતા કોરોના સંક્રમણમાં નિરાધાર બનેલા બાળકોના જીવન નિર્વાહની જવાબદારી ઉઠાવવાનું એલાન કર્યુ છે. સીએમ શિવારાજે મોટો નિર્ણય લેતા કહ્યું કે કોરોના વાયરસમાં નિરાધાર બનેલા બાળકોનો સહારો હવે સરકાર બનશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જે માસૂમોના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી રહી તેમની જવાબદારી હવે સરકાર ઉઠાવશે. આવા પરિવારોને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેમના ઘરમાં કોઇ કમાનાર નથી. જે બાળકોના માતા-પિતાનું કોરોના મહામારીમાં નિધન થયું છે, તે બાળકોના મફત શિક્ષણની વ્યવસ્થા પણ સરકાર…
કોરોનાનો એક નવો લક્ષણ સામે આવ્યો છે, જેને હેપ્પી હાઇપેક્સિયા નામ આપવામાં આવ્યું છે.કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોક્સિયા રોગ નવી સમસ્યા બનીને સામે આવ્યો છે. તે કોરોનાનું એક એવું લક્ષણ છે, જેમા શ્વાસ લેવામાં તકલીફ પણ નથી થતી અને નબળાઇ પણ અનુભવાતી નથી. પરંતુ હેપ્પી હાઇપેક્સિયા ચોરી-ચોરી તેનું કામ કરે છે. કોરોના હોસ્પિટલોમાં તેનાથી પીડિત અનેક દર્દી સામે આવ્યા છે. આ દર્દીમાં કોઈ લક્ષણ નથી, તેમ છતાંય Oxygen લેવલ એકદમથી ઘટી ગયુ. સારવાર દરમિયાન અનેક દર્દીઓ મૃત્યુ પામ્યા. આવી સ્થિતિમાં દર્દીને ખબર નથી પડતી, પરંતુ તેના ફેફસા 70 ટકા સુધી સંક્રમિત થઇ જાય છે, તેથી અચાનક ઓક્સિજન સેચ્યુરેશન ઘટી જાય છે.…
સમગ્ર દેશમાં કોરોનોનો કહેર હજુ અટકવાનું નામ લેતો નથી, મોટાભાગના પરિવારો એક યા બીજી રીતે કોરોનાનો સીધો કે આડકતરી રીતે ભોગ બન્યો જ છે. ત્યારે પોતાના માટે કામ કરતા કર્મચારીઓ માટે સંખ્યાબંધ કંપનીઓ મેદાનમાં આવી છે અને અનેકવિધ મદદની જાહેરાતો કરી ચુકી છે. અગાઉ મુથુટ ફાઇનાન્સ બાદ હવે બજાજે પણ આવી જાહેરાત આજે કરી છે.દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. તેવામાં દેશની ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. તેવામાં બજાજ ઓટો કંપનીએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીનો નિર્ણય છે કે કોવિડ -19 ના કારણે તેના કર્મચારીનું મૃત્યુ થાય તો કંપની તેના કર્મચારીઓના પરિવારને…
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહિલા પોલીસ ઈન્સપેક્ટરની હની ટ્રેપ મામલે ધરપકડ કરી છે. મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણની ધરપકડ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે, મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બીજીતરફ એ મામલો પણ સામે આવ્યો છે કે જેમાં તેઓ એક ગેન્ગ જે હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની મદદ પણ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે.હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં થયો મોટો ખુલાસો થોડાક દિવસો પહેલા હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા PI ગીતા…