કવિ: Dharmistha Nayka

હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને અખતીજ અથવા વૈશાખ તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર શુક્રવાર 14 મે 2021 ના ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાનો દિવસ સદ્ભાગ્ય અને સંપત્તિ આપનાર ઉપરાંત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા વિશેષ સંયોગો બની રહ્યા છે, જેના કારણે તહેવારનું મહત્વ વધી રહ્યું છે.સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 14 મેના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસ શુક્રવારનો છે. શુક્રવારને ધનની દેવી લક્ષ્મીનો દિવસ…

Read More

કોરોના સંકટ અને ઓક્સિજનની કિલ્લત વચ્ચે દેશની રાજધાની દિલ્હીના કેટલાય હિસ્સામાં હવે પાણીની અછત પેદા થઈ શકે છે. દિલ્હી વાસીઓની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી. દિલ્હી જલ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે તેમણે પાણીની ભારે ઘટનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે હરિયાણા અને પંજાબથી મળનારા પાણીની આપૂર્તિમાં ઘટ આવી છે. એવામાં દિલ્હીમાં હોસ્પિટલોને પાણી પૂરું પાડવું પણ મુશ્કેલ છે. જેના માટે પાણીનો કાપ કરવો પડી રહ્યો છે.કહેવાઈ રહ્યું છે કે દિલ્હીમાં 6થી 8 મે સુધી પાણીની ઘટ જોવા મળી શકે છે. દિલ્હી જલ બોર્ડનું કહેવું છે કે શહેરમાં પાણીની આપૂર્તિ માટે ગંભીર રૂપથી ઓછું થઈ શકે…

Read More

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્ત્વમાં કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાના વધતા પ્રકોપને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં 7 થી 16 મે સુધી કોરોના કરફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ખાનગી ઓફિસો ઉપરાંત ઘણી સરકારી ઓફિસ પણ બંધ રહેશે. આ ઉપરાંત કેબિનેટમાં 31 મે સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. કરફ્યૂ દરમિયાન જરૂરી સેવાઓ સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે. જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને કરફ્યૂ દરમિયાન અવર-જવરની છૂટ રહેશે. રાજ્યમાં બહારથી આવતા મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાનો રહેશે અથવા તો ક્વારેન્ટાઈનમાં રહેવું પડશે. કેબિનેટ દ્વારા 10માં ધોરણના દોઢ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન…

Read More

અંતરિક્ષથી પૃથ્વી તરફ બે ખતરનાક મોટા એસ્ટરોઇડ એટલે કે ક્ષુદ્ર ગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યાં છે. પ્રથમ આજે મોડી રાત્રે કોઇ પણ સમયે પૃથ્વી પાસેથી પસાર થઇ જશે અને બીજો 6 મે, ગુરુવારના રોજ સાંજે 6:30 વાગ્યે પાસેથી પસાર થઇ જશે. અમેરિકી સ્પેસ એજન્સીએ તેને સંભવિત જોખમ એસ્ટરોઇડ કહ્યાં છે. આનો અર્થ એ કે, તે ખતરનાક હોઇ શકે છે. કારણ કે તે પૃથ્વીથી 74.79 લાખ કિલોમીટરની આસપાસથી પસાર થશે. આ અંતર અવકાશમાં ખૂબ જ નાનું માનવામાં આવે છે કારણ કે એસ્ટરોઇડ્સ હજારો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.નાસાના સેન્ટર ફોર નીઅર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીઝ (CNEOS) ના અનુસાર, અનેક વખત એસ્ટરોઇડ્સ…

Read More

મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં આવેલા મધવાસ ગામનું સ્મશાન બંધ કરવામાં આવ્યુ. મહીસાગર નદીના કાંઠા પર આવેલુ આધુનિક સ્મશાન ગૃહ કોરોનાને લઈ બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિઓની અંતિમક્રિયા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે પડતામાં પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ૧૦૦થી વધુ ગામોના પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો પણ પોતાના સ્વજનોનો અગ્નિદાહ કરવા આવે છે. જેથી આ નિર્ણય કરાયો હોવાની ચર્ચા છે.

Read More

ઉનાળો આવતાં જ મનુષ્યની માફક વિવિધ પ્રાણીઓને પણ અકળામણ થવા લાગે છે એટલે જ જમીનમાં છૂપાઈને રહેતા સજીવો બહાર નીકળવા લાગે છે. ગુજરાતના વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર વર્ષોથી મગરના આતંકનો સામનો કરી રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ જોતા અહીં ઉનાળો આવતા જ સર્પના દર્શન પણ વધી ગયા છે.વડોદરાની સંસ્થા વાઈલ્ડલાઈફ એસઓએસએ જણાવ્યું હતું કે, એકલા એપ્રિલમાં જ વડોદરામાંથી સર્પ નીકળ્યાના 30 પ્રસંગો નોંધાયા હતાં. શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક સાપ જોવા મળે તેની નવાઈ નથી હોતી. પરંતુ વડોદરા જેવા મહાનગરમાં એક જ મહિનામાં 30 સાપને બચાવીને સલામત સ્થળે છોડી મૂકવા પડ્યા હતાં.સામાન્ય રીતે સાપ સહિતના પેટે ચાલનારા પ્રાણીઓ…

Read More

કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવતા હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે. એ માટે ૧લી મેથી ગુજરાત સરકારે “મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી છે જેથી ગામડાંના લોકોની સુરક્ષા માટે ગામડા જ સજાગ બને અને જરૂરી નિયંત્રણ તેમજ સુવિધા વિકસાવે.કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. ગામમાં પ્રવેશીએ કે તરત જ આપણું સ્વાગત કરતું કોરોના મહામારી…

Read More

5મી મે, 1821ના દિવસે નેપોલિયન બોનાપાર્ટનું નિધન થયું હતું. ફ્રાન્સના મહાન સેનાપતિ નેપોલિયનને વોટરલૂના યુદ્ધમાં હાર પછી ફ્રાન્સથી હજારો કિલોમીટર દૂર સેન્ટ હેલેના ટાપુ પર કેદ કરી દેવાયા હતા. ત્યાં જોકે તેમને કેદીની માફક નહીં, પરંતુ રાજવીની માફક રહેવાની છૂટ હતી. તેમના માટે ખાસ મકાન બનાવાયું હતું. પણ એ ટાપુ છોડીને નેપોલિયન ક્યાંય જઈ શકે એમ ન હતા.આ ટાપુ પર જ 1821માં નેપોલિયનનું નિધન થયું હતું. મૃત્યુ વખતે નેપોલિયનની ઉંમર 51 વર્ષ હતી અને મોતનું કારણ કથળતું જતું સ્વાસ્થ્ય હતું. એ વખતે મેડિકલ સાયન્સ એટલું વિકસ્યું પણ ન હતું કે મોતનું સાચુ કારણ જાણી શકાય. વળી નેપોલિયન અંગ્રેજોના કેદી હતા…

Read More

ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવા માટે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ભારતીયસેનામાં સામેલ થશે. રાફેલના વધુ ત્રણ વિમાનો ભારત આવવા રવાના થઈ ગયાછે. આ પહેલા 21 એપ્રિલના રાફેલ વિમાન (રાફેલ એરક્રાફ્ટ) ના પાંચમી ખેપ ફ્રાંસથી 8 હજારકિમીનું ઉડાન ભરીને ભારત આવી હતી. નવા વિમાનોઆવ્યા પછી દેશમાં રાફેલ ફાઇટર જેટની સંખ્યા વધીને 23 પર પહોંચી ગઈ છે.બંને દેશો વચ્ચેની સમજૂતિ પછી 5 રાફેલ વિમાનનો પહેલો જથ્થો 29 જુલાઈ 2020માં ભારત આવ્યો હતો. આ વિમાનો ગત વર્ષે 10 સપ્ટેમ્બરે અંબાલા એક કાર્યક્રમમાં અધિકારીક રૂપથી ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. 3 રાફેલ વિમાનોનો બીજો જથ્થો 3 નવેમ્બરના રોજ ભારત પહોંચ્યો હતો…

Read More

દુનિયાભરમાં કોરોનાની વેક્સિનને લઇને અનેક સ્ટડીઝ ચાલી રહી છે અને નવી-નવી વાતો સામે આવી રહી છે. અત્યાર સુધી એવુ માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની સામે એન્ટીબોડી બનાવવા માટે વેક્સિનના બે ડોઝ જરૂરી છે. પરંતુ હવે એક સ્ટડીમાં નવી વાત સામે આવી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે, તેમની ઉપર વેક્સીનનો એક ડોઝ પૂરતો છે. આવા લોકો પર વેક્સિનનો એક ડોઝ જ કોરોનાની સામે પૂરતુ પ્રોટેક્શન આપવામાં કારગર છે.આ સ્ટડીને લંડનની ઇંપીરિયલ કોલેજ, ક્વીન મેરી યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજના વૈજ્ઞાનિકોએ મળીને કરી છે. આ સ્ટડી એક સાયંસ જર્નલમાં છપાઇ છે. સ્ટડીમાં દાવો…

Read More