કવિ: Dharmistha Nayka

સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે સરસાણા ખાતે આવેલા ડોમમાં 544 બેડની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જ્યાં 50 જેટલાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં 100 બેડ વચ્ચે ઓક્સિજનની માત્રા કોવિડના દર્દીઓ સુધી પહોંચી રહે તે માટેની તૈયારી હાલ કરી દેવામાં આવી છે. જો કે ઓક્સિજનનો પોઇન્ટ તમામ બેડ સુધી ન પહોંચી શકતા અલગથી વિશાળ ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.સુરતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર દ્વારા ખાસ 544 બેડની કોવિડ હોસ્પિટલ અલગથી ઉભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે…

Read More

ઝારખંડ હાઈકોર્ટે શનિવારના રોજ ઘાંસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રીમો લાલૂ પ્રસાદને જામીન આપી દીધા છે. લાલૂ હવે જેલમાંથી બહાર આવશે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પુરી કરવાના આધારે લાલૂ યાદવને શરતો સાથે જામીન આપ્યા છે.આ દરમિયાન તેમણે એક લાખ રૂપિયાના પ્રાઈવેટ બોંડ ભરવાના રહેશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, લાલૂ યાદવ મંજૂરી વગર વિદેશ જઈ શકશે નહીં, તથા પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ જાણ વગર બદલી શકશે નહીં. લાલૂ જામીન માટે 9 એપ્રિલના રોજ સુનાવણી થવાની હતી, પણ સીબીઆઈએ જવાબ સબમિટ કરવા માટે સમય માગ્યો હતો. જો કે, શનિવારે થયેલી સુનાવણીમાં લાલૂ યાદવને જામીન…

Read More

સમગ્ર દુનિયા કોરોનાના વધુ આક્રમક બીજા રાઉન્ડનો સામનો કરી રહી છે. આ વખતે વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો પણ મોટી સંખ્યામાં વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. દુનિયાભરમાં તેમના માટે પણ વેક્સિનની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કોરોનાની પહેલી લહેરથી તો બાળકો બચી ગયાં. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્યુનિટી સારી છે એટલે તેમને જોખમ ઓછું છે, પરંતુ બીજી લહેર આવતાં જ આ અભિપ્રાય બદલાઈ ગયો. હવેના આંકડા ચોંકાવનારા છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. દર 20માંથી એક દર્દી દસ વર્ષથી પણ નાનું બાળક છે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કુલ દર્દીઓમાંથી 4.42 ટકા દર્દી 10 વર્ષથી…

Read More

તાજેતરમાં જ 50 વર્ષીય નિક જેમ્સે ટેસ્કોથી ઘર માટે કેટલીક વસ્તુઓ ઓર્ડર કરી હતી. ટેસ્કો સુપરમાર્કેટની ચેન છે. ઓર્ડર દરમિયાન જેમ્સની કરિયાણાની લિસ્ટમાં સફરજન હતા. જ્યારે જેમ્સે પોતાના સામાનની બેગ ખોલી ત્યારે તેમાં સફરજનની જગ્યાએ એપલનો આઈફોન SE જોઈને તે પણ નવાઈ પામી ગયો. જેમ્સ આઈફોન જોઈને વિચારમાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે છે. ત્યારબાદ તેને વસ્તુઓનું ફરીથી લિસ્ટ ચેક કર્યું અને પોતાનું બીલ પણ ચેક કર્યું કે ક્યાંક તેના અકાઉન્ટમાંથી આઈફોનના પૈસા તો કટ નથી થયાને. પરંતુ તેના અકાઉન્ટમાંથી સફરજનના પૈસા જ કટ થયેલા હતા.બાદમાં જેમ્સને ખબર પડી કે આવું ભૂલથી નથી થયું, પરંતુ સ્ટોરે હકીકતમાં ગ્રાહકોના…

Read More

કચ્છ સહિત રાજ્યભરમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચે આજે કચ્છના ભચાઉના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા મહામારી વચ્ચે લોકોની મુસીબત વધી છે.ભચાઊમાં આજે દિવસભરના ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પ્રથમ સામાન્ય ઝાપટું પડ્યું હતું. પરંતુ, બાદમાં એક કલાકના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઈ હતી.​​​​​​​તો બીજી તરફ ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડયાના અહેવાલ સાંપડ્યા છે. જેમાં જંગી ગામે ભારે પવન અને ગાજવીજ સાથે સાંજે સાડા પાંચના અરસામાં કરાં…

Read More

જો તમને 5 હજાર મહિનાનું પેન્શન જોઈએ છે, તો આ માટે તમારે દર મહિને માત્ર 210 રૂપિયા જ રોકાણ કરવા પડશે.અટલ પેન્શન યોજના (એપીવાય) ના આ ફાયદાઓને કારણે, તે ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. પાછલા નાણાકીય વર્ષમાં તેનો ગ્રાહકોનો આધાર 33 ટકા વધ્યો છે. લોકડાઉન દરમિયાન લોકોએ તેમાં મોટો વિશ્વાસ દર્શાવ્યો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (પીએફઆરડીએ) ના અનુસાર, 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ સુધીમાં અટલ પેન્શન યોજનામાં જોડાનારા ગ્રાહકોની સંખ્યા વધીને 28 કરોડથી વધુ થઈ ગઈ છે. અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવા માટે, રોકાણકારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે…

Read More

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ચક્કર આવીને પડવાથી એક જ દિવસમાં 9 ના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલા 24 કલાકમાં ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોના સમયગાળામાં, આ નવી સમસ્યાએ લોકોના મનમાં ગભરાટ પેદા કર્યો છે. આ સમાચારથી ડોક્ટરો પણ આશ્ચર્યચકિત છે જ્યારે અચાનક ચક્કર આવવાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક દિવસમાં 9 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં આ આંકડો 13 પર પહોંચી ગયો છે. મરનારાઓમાં યુવાનો પણ શામેલ છે. અગાઉ કેટલાક લોકો રસ્તાઓ પર ચાલતા સમયે ચક્કર આવીને પડી જતાં મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઘરે બેઠા…

Read More

રેશનિંગ માટે ઘર છોડવું મજબૂરી છે અને રેશન લાઇનમાં ઉભા રહેવું જોખમ મુક્ત નથી.આવી સ્થિતિમાં સરકારે લોકોને ઘણી સુવિધા આપી છે. તમે ઘરેથી જ તમારા મોબાઇલથી રાશન મંગાવી શકો છો. તમે મોબાઈલ દ્વારા જ બુક કરાવી શકો છો સરકારે મેરા રાશન એપ્લિકેશન નામની એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશન સરકારે શરૂ કરેલી વન નેશન વન રેશનકાર્ડ યોજનાની પહેલનો એક ભાગ છે. તો ચાલો તમને આ એપ્લિકેશન વિશે જણાવીએ, ડાઉનલોડથી લઈને રાશન સુધીની સંપૂર્ણ પ્રક્રિયાને સમજીએ સૌ પ્રથમ તમે તમારા મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ. તેના સર્ચ બોક્સ માં મેરા Mera Ration app શોધો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એપ્લિકેશન ડાઉનલોડ…

Read More

કોરોના કાળમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યારે અમદાવાદ શહેરમાં કારંજ પોલીસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડુપ્લીકેટ માસ્ક પોલીસે ઝડપી પાડ્યાં છે.શહેરની કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલી અંબીકા બીલ્ડીગમાં અંબિકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસને જથ્થો મલી આવતા કોપીરાઈટના ફીલ્ડ ઓફીસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફીલ્ડ ઓફીસરે દુકાનમાં આવી પુમા કંપનીના સિમ્બોલવાળા માસ્કના જથ્થાને ચેક કરતા માસ્કનો જથ્થો ડુપ્લીકેટ હોવાનું પોલીસને જણાવ્યું હતું તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનું સાબિત થતા કારંજ પોલીસે દુકાનાના માલીક વિકાશ મનુભાઈ પટેલ સામે કોપીરાઈટ…

Read More

આ ઘટના તાઈવાનના એક બેન્ક કર્મચારીની છે. આ વ્યક્તિ અહીં બેન્ક ક્લર્ક તરીકે કામ કરે છે. તાઈવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર 8 દિવસની જ રજા મંજૂર કરવામાં આવી. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસોમાં જ રજા પૂરી થઈ ગઈ. કાયદા પ્રમાણે લગ્ન માટે 8 દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે. પછી તેણે રજા વધારવા માટે એક નવી પદ્ધતી શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ 8 દિવસની પેઈડ લીવ લઈ શકે. 37 દિવસની અંદર એક જ છોકરી સાથે…

Read More