ફિઝિકલી એક્સરસાઈઝ ઓછી કરનારા પર કોરોના વાયરસનો ભય વધારે રહે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. વધુમાં વધુ લોકો જે હોસ્પિટલમાં દાખલ થયા છે તેમાંથી 50 હજાર લોકો એવા છે જે છેલ્લા 2 વર્ષથી ફિઝીકલી ઇન એક્ટિવ હતા. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સમાં મેડિસિનના રિપોર્ટ મુજબ ધુમ્રપાન, જાડાપણું, ટેન્શન ઉપરાંત શારીરિક કમજોરી કોરોના સંક્રમણનો સૌથી મોટો ભય છે. રિસર્ચરોએ જાન્યુઆરી અને ઓક્ટોબર 2020ની વચ્ચે કોવિડ 19થી સંક્રમિત 48,440 લોકોમાં આ પરિણામની તુલના કરી જેમાં એક્સરસાઈઝમાં ઘટાડો, ગંભીર સંક્રમણ અને મૃત્યુની સંભાવના વધારે છે.રોગીષ્ટની સરેરાશ ઉંમર 47 હતી અને પાંચમાંથી ત્રણ મહિલાઓ હતી. તેનો બોડી માસ ઈન્ડેક્સ 31 હતો જે મોટાપાની…
કવિ: Dharmistha Nayka
ઓક્સફર્ડ યુનિવર્સિટીનું નવું રિસર્ચ અલર્ટ કરનારું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ફક્ત વીગન ડાયટ લે છે તેમનાં હાડકાં નબળાં થવા સિવાય ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. મીટ ખાતા લોકોની સરખામણીએ વીગન ડાયટ લેતા લોકોમાં કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ થઈ જાય છે. પરિણામે, હાડકાં 43% સુધી હાડકાં ફ્રેક્ચર થવાનું જોખમ વધારે રહે છે. વીગન ડાયટમાં ફક્ત માંસ અથવા ઇંડા જ નહીં પરંતુ દૂધ, દહીં, ઘી, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટનું પણ સેવન નથી કરાતું. આ પ્રકારના આહારમાં માત્ર છોડમાંથી મળેલી વસ્તુઓ જ ખાવામાં આવે છે જેમ કે, અનાજ, શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ્સ. BMC જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જણાવ્યા મુજબ, વીગન ડાયટ…
નર્મદા જિલ્લામાં તેમજ કેવડિયા કોલોની વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું છે. બીજી તરફ જિલ્લામાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને બજારો ત્રણ દિવસ માટે સ્વંયમભૂ બંધ રાખવામાં આવ્યા છે. આજે સ્થનિકો જાગૃત બન્યા છે, પણ સરકાર જવાબદારી ક્યારે નિભાવશે તેવી રજૂઆત કરીને કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ તેમજ મહિલા અગ્રણી દક્ષાબેન તડવી સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રવાસીઓના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે આ બાબતે કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્ર વાળંદે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ…
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આજે બપોરના સમયે 16 વર્ષના તરુણની4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના PI બી.એમ.કાતરીયાના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા નિપજાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો જેનું સારવાર દરમિયાન…
છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. રાયપુરમાં લાકડાની એટલી બધી તંગી પડી કે અન્ય જિલ્લાઓમાંથી મગાવવી પડ છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અમલમાં છે. લોકડાઉનમાંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે. જો કે, આ જિલ્લાઓમાં લોકડાઉન માટેની તારીખ અને સમયગાળો જુદો છે.6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન છે. 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાયપુરમાં…
નવસારી જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. દરરોજ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલોને સમયસર ઓક્સિજનનો પૂરવઠો ન મળી રહ્યો હોવાથી સૌ કોઇ ચિંતિત છે. જિલ્લાની 11 હોસ્પિટલોમાં આશરે 478 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યાં છે. હોસ્પિટલમાં માંડ 24 કલાક ચાલે તેટલો જ ઓકસિજનનો પૂરવઠો છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઓક્સિજન મેળવવામાં હોસ્પિટલોને ફાંફા પડી રહ્યાં છે.જિલ્લા તંત્ર દ્વારા કોઇ જ સહાય ન મળતા હોસ્પિટલનું તંત્ર હવે અકળાયું છે. હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે, ‘જો જિલ્લાની 11 હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો ન મળે તો તેઓ નવા પેશન્ટ લેવાનો ઇન્કાર…
corona મહામારીના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી અછત વચ્ચે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ માટે નવી guideline બહાર પાડી છે. નવા નિયમો પ્રમાણે સરકારે હવે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ રેમડિસિવિરના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારે કહ્યુ છે કે, રેમડિસિવિરનો ઉપયોગ મેડિકલ શોપમાં નહીં થાય. તેનો ઉપયોગ માત્ર હોસ્પિટલમાં એ જ દર્દીઓ પર કરવામાં આવશે જેમને ઓક્સિજનની જરુર પડતી હોય છે. આ ઈન્જેક્શનનો ઘરે પણ ઉપયોગ નહીં થઈ શકે.મતલબ કે દુકાનો પરથી કોઈ આ ઈન્જેક્શન ખરીદી નહીં શકે. કોવિડના મામલામાં થઈ રહેલા વધારાના કારણે હાલમાં રેમડિસિવરની માંગમાં ભારે વધારો થયો છે. આ સિવાય સરકારે હોસ્પિટલ અને ગંભીર દર્દીઓ સુધી ઈન્જેક્શન…
કોરોના સંક્રમણના પગલે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે ત્યારે દર્દીઓ અને તેમના સંબંધીઓ વચ્ચે સંકલન ન થવાથી લઈને ભોજનથી લઈને સુવિધાની ઉઠેલી ફરિયાદને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી એકવાર સિવિલની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. કોવિડ-19 હેલ્પ ડેસ્ક સાથે ભોજનાલયની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનના એક્સપોર્ટ રોક લગાવવામાં આવી છે. વપરાશ માટેની વ્યવસ્થામાં આગામી 7 દિવસની પ્રોસેસ છે. ઝડપથી જ રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્ધ થશે.સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 4 દિવસમાં દર્દીઓની હાલાકીમાં ઘટાડો થઈ જશે, એટલું જ નહીં પણ ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા લોકોની પીડા દૂર કરવા હોસ્પિટલ પોતાના માણસોને દર્દીઓના લિસ્ટ…
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) આજે એટલે કે બુધવારે 14 એપ્રિલના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ (NEET 2021) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, NEET PG 2021 માટે પ્રવેશકાર્ડ આપવાની તારીખ ટેક્નિકલ કારણોસર 14 એપ્રિલના રોજ સુધારી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવારો NBEની ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે આ પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 31 મે, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા માટે ગાઇડલાઇન્સ અને અન્ય માહિતી nbe.edu.in પર જઇને ચેક કરી શકાશે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તેમજ સાંતેજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવર બેટરી ચોરી થયાની ફરિયાદો બાદ ગઇકાલે પણ અડાલજના દંતાલી ગામે આવેલ મોબાઇલ ટાવરમા લગાવેલી 30 કિલો વજનની એવી કુલ 24 નંગ બેટરીઓની ચોરી થયાની ફરિયાદ દાખલ થતાં ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરી થયાનો આંકડો 192 સુધી પહોંચી જવા પામ્યો છે. જેમાં કલોલના મોબાઈલ ટાવરો પૈકી કરોલીમાંથી 48 અને પલસાણામાંથી 48,છત્રાલના ઓળા ગામનાં ટાવર માંથી 72 બેટરીઓ અજાણ્યા તસ્કરો દ્વારા અવાર નવાર ચોરી લેવામાં આવતા આશરે સાતેક કિલોમીટર વિસ્તારમા મોબાઇલ નેટવર્ક જામ થઈ જતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અમદાવાદના ધુમા બોપલ પાસે આવેલી આર. એસ. સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઓફિસર…